Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

એક દિવસનું મૌન

એક દિવસનું મૌન

4 mins
290


એક મજાનું નાનું ગામડું હતું. બધાંજ સંપીને રહેતા હતા. એકબીજાને મદદરૂપ બનતાં. ગામને અડીને જ શહેર હતું. કંઈ કામ હોય કે આગળ ભણવા શહેરમાં જવું પડે. આજથી એ આશરે પિસ્તાલીસ પચાસ વર્ષ પહેલાંની વાત છે એ જમાનામાં તો એકબીજાને ઘરે ખાઈ પણ શકતાં ને હક્ક પણ કરી શકતા અને વડીલો વાંક હોય તો બોલે પણ ફરી એના એ થઈ જતાં. અને બેહનપણીના દાદા એટલે આપણા પણ દાદા એવી ભાવના હતી. આજની જનરેશનને તો મા - બાપ કહે એ પણ સહન નથી થતું. અને જરૂરિયાત જેટલાજ સિમિત સંબંધો ન દાયરામાં રહે છે.


આજની જનરેશનને કંઈ સાચી સલાહ આપો કે ભણવાનું કહો તો એમને તો નાજ ગમે પણ અત્યારે તો મા-બાપને પણ નથી ગમતું તમે સલાહ આપો એ. મા-બાપ પણ પક્ષ લઈને ઉપરથી આપણાને કહે કે તમારે સલાહ આપવાની જરૂર નથી અને અથવા તો બાળકોને આપણા વિશે ખરું ખોટું સમજાવી એવી બીક ભરાવી દે કે બાળક આપણી સાથે બોલતું બંધ થઈ જાય. એટલેજ પહેલાંના જમાનામાં અને હજુ ઘણાં ખરાં વડીલો અઠવાડિયામાં એક દિવસનું મૌન પાળે છે અને મનની શક્તિ વધારે છે. આમ મૌન રાખી સહનશક્તિ વધારે છે અને ઘરમાં શાંતિ જાળવે છે.


આ વાત છે મંગળદાસદાદાની એ દર ગુરુવારે મૌન રાખતા હતા. એમની ઉંમર એ વખતે પંચોતેરની આસપાસ હશે. દાદાના પરિવાર ખુબ મોટો હતો. દાદા એ જમાનામાં ગ્રેજ્યુએટ થયેલા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. એમની પત્નીનું નામ જમનાબા હતું. મોટા દિકરાનું નામ વિનુભાઈ હતું. બીજા નંબરના જશુભાઇ અને ત્રીજા નંબરે અરવિંદભાઈ. બધાંને ભણાવી ગણાવીને ગ્રેજ્યુએટ કર્યા. મોટા ડોક્ટર થયા, બીજા નંબરના સરકારી નોકરીમાં લાગ્યા. અરવિંદભાઈ નિરીક્ષણ અધિકારી બન્યા. આમ બધાને પરણાવ્યા અને બધાનો સંસાર ફૂલ્યોફાલ્યો. ઘર નાનું હોવાથી વિનુભાઈ આણંદ રહેવા ગયા. જશુભાઈની બદલી બોરસદ થઈ. અરવિંદભાઈ અને એમનો પરિવાર દાદા,બા સાથે હતો.અરવિંદભાઈના પત્ની ભારતીબેન, એમના ત્રણ સંતાનો, અજય, બિન્દુ અને પિનલ. આમ બે દિકરાઓ અને એક દિકરી હતા.


ફળિયામાં રહેતા હોવાથી સામે ઘરે રહેતી ભાવનાને એમના ઘરે વધુ ફાવે. અડધો દિવસ એ ત્યાં હોય અને અડધો દિવસ બધા એને ઘરે હોય. ફળિયામાં બીજા પણ બધાં હતાં એમાં કિરીટ, પલ્લવી, નંદા, રીટા અને અજય, પિનલના ભાઈબંધ હોય અને બિન્દુને ભાવના ને સારું બનતું. દાદા દર ગુરુવારે મૌન વ્રત રાખે એટલે બધાંએ દિવસે એટલી ધમાલ મસ્તી કરે કે દાદા આકળવિકળ થઈ જાય પછી શુક્રવારે જે હાથમાં આવ્યું એનો દાદા વારો કાઢી નાંખે અને સજા કરે એમાં પલાખા, ઘડિયા ફટાફટ મોઢે બોલવા કહે. જો ના આવડે તો દસ વખત લખાવે ઉભા ઉભા.પણ દાદા વ્હાલથી સમજાવે અને ભણીને ખુબ આગળ વધો અને કંઈક બની બતાવો એવી શિખામણ આપે. દાદાની શિખામણ બધાં માને ખરા પણ ગુરુવારે દાદાને મૌન હોય ત્યારે એમને હેરાન પણ કરે.


દાદા જમીને રોજ ઉપર જઈ સૂઈ જાય તો રાત્રેજ દુધ કેળા ખાવા નીચે આવે. નહીં તો એકલું દુધ પી લે. ગરમીના દિવસો હતા દાદા બપોરે જમીને નીચે બિન્દુના પંલગમા સૂઈ ગયા. હવે એ દિવસે ગુરૂવારજ હતો તો દાદાને મૌન હતું. હવે બિન્દુને પણ આડા પડખે થવું હતું પણ કરે શું ? એણે બધાંને ભેગા કર્યા અને એટલો અવાજ અને ધમાલ કરી કે દાદા ભૂલમાં બોલી ગયા 'અલ્યા શાંતિ રાખો અને ઉંઘવા દો ને.' કિરીટ કહે આજે તો ગુરુવાર છે દાદા કાને બે હાથ અડાડી ગુરુદેવની માફી માંગી અને હરિ ૐ ગુરુ દત્ત. કરતાં કરતાં સૂઈ ગયા. અને પછી તો બધાં જે હસ્યા. આવુંજ એક ગુરુવારે દાદા મૌન રાખીને મંદિર પાસે બેસીને માળા કરતાં હતાં અને અજયના ફ્રેન્ડ આવ્યા તો બધાં ત્યાં નાસ્તો કરવા બેઠા અને મોટે મોટેથી બોલી ધમાલ કરવા લાગ્યા. કારણ કે મંદિર રસોડામાંજ હતું. દાદા એ અજયના માથે ટપલી મારી કે અવાજ ના કરો પણ બધાં ધમાલમાં એ ભૂલી ગયા કે દાદાને મૌન વ્રત છે એટલે અવાજ કરવાની ના કહે છે. પણ બધાં ધમાલ ચાલું રાખતાં દાદા માળા લઈને ઉપર જતાં રહ્યાં.


આમ દાદાનું મૌન એ જાણે ધમાલમસ્તી કરવાનો દિવસ હતો બધાં માટે. અને બીજે દિવસે બધાં જ સંતાઈ જાય. દાદા ઉપર જાય પછીજ ઘરમાં આવે. આમ દાદાનું એક દિવસનું મૌન એ ભણતરનો મજબૂત પાયો બન્યું અને દાદાનું એ મૌન આજે પણ બધાંને યાદ આવે છે. કારણ કે દાદાની સાચી અને સારી શિખામણથી આજે બધાં ખુબ સારી પોસ્ટ પર છે. અને જીવનમાં એ શિખવા મળ્યું કે ઘરમાં એક આવું વડીલ જરૂરી છે જે સમય પર સાચું જ્ઞાન આપે.


આટલી ધમલ મસ્તી કરતા બધાને ત્યારે પણ એવો વિચાર શુધ્ધા નહોતો આવતો કે આ દાદા હવે જાય તો સારું. આજની જનરેશનને તો મા-બાપ પણ બધી જરૂરિયાતો પૂરી થાય એટલી ઘડીજ ગમે છે તો આવા દાદા, બા તો કોને ગમે ? અને ઘરમાં જો વડીલો હોય તો હાલના બાળકો એવું કહી દે છે કે તમે હવે કયારે જશો અહીંથી. માટેજ આવું મૌનનો મહિમા સમજાવનાર દાદાની જરૂર છે જેથી ગમે એવું તોફાની બાળક હોય પણ એ ભણવાનું શીખી જાય.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational