Shanti bamaniya

Inspirational Others Children

4.0  

Shanti bamaniya

Inspirational Others Children

એક ચપટી આસમાન

એક ચપટી આસમાન

1 min
203


કોઈ ચપટી આસમાન માટે તરસે છે અને કોઈને આખું આસમાન મળ્યું છતાં ચપટી ખુશી માટે તરસે છે.

આમ જોવા જઈએ તો સુખની વ્યાખ્યા શી છે ?

એ ક્યાંથી મળે છે ?

તેની માત્રાનો આધાર શેના પર છે ?

જવાબ છે સંતોષ પર.

એક અત્યંત ગરીબીમાં જીવતો મજૂર તેના પરિવારના ભરણપોષણ માટે આમતેમ ભટકી ને મજૂરી કરે છે, રમકડા વેચે છે...' તે તેના રોટલી માટે રડતા છોકરા ને ફૂટપાથ પર બેસાડીને સામે આવીને ઊભેલી ગાડીમાં બેઠેલ એક પૈસાદાર વ્યક્તિની આગળ પોતાની પાસેથી એક રમકડું ખરીદે એમ કહીને કરગરે છે.'

જ્યારે ગાડીમાં બેઠેલ વ્યક્તિ તેના જિદે ચડેલા છોકરાંને સમજાવતા એમ કહે છે કે 'જો તું આજે રોટલી ખાઈશ તો જ હું તને રમકડા લઈ આપીશ.'

જિંદગી તો જુઓ કેટલી બધી પારદર્શક છે.

કાચની પેલી બાજું છોકરા કજીયો કરે... રોટલીના બટકા માટે...

બાપ રમકડા વેચાય તે માટે કારની વીન્ડો ખખડાવે !

કાચની આ બાજુ છોકરા કજીયો કરે ...રમકડા માટે

બાપ લઈ આપે ...રમકડા રોટલી ખાવાની શરતે.

કોઈને આખું આસમાન મળ્યું અને કોઈને મળ્યું ચપટી આસમાન પણ ખુશીઓ તો બંને તરફ સરખી મળી હતી. કોઈ એક રોટલી માટે ખુશ હતું અને કોઈ એક રમકડા માટે ખુશ હતું.

સુખની ક્યાં કોઈ માત્રા હોય છે... ખુશ થવા માટે એક ચપટી આસમાન પણ કાફી છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational