Kuldeep Sompura

Classics Drama Horror

3.5  

Kuldeep Sompura

Classics Drama Horror

એક બંધ મકાન

એક બંધ મકાન

12 mins
1.3K


કવન તેની ઑફિસમાં બેઠો હતો. આજ દિવસ પણ સામાન્ય હતો. ચાર વાગ્યા હતા. ઑફિસમાં એક પ્યુન ચા લઈને આવ્યો તથા સાથે એક કાગળ પણ આવ્યો...તે ટ્રાન્સફર લેટર હતો...કવન જોઈ થોડો નિરાશ થયો, કારણકે આ બીજી વખત તેની બદલી કરવામાં આવી હતી હજી તેને નોકરી જોઈન કર્યા ને પણ દોઢ વર્ષ જ થયું હતું.

તો ફરીથી બધો સામાન શિફ્ટ કરવાની મગજમારી અને નવી જગ્યા પર થોડા દિવસ અતડું પણ લાગતું...તેથી તેની બદલીથી થોડો નિરાશ હતો. કવન એક સીધો સાદો છોકરો જે હંમેશા પોતાનું કામ સમયસર કરતો સાથે હોશિયાર.. અને બહાદુર પણ હતો…

“અરે આટલી જલ્દીથી” કવને કાગળમાં છેલ્લી લાઈન વાંચી તેમાં સોમવારથી જ નોકરી પર પહોંચવાનું લખ્યું હતું...કવન ઉભો થયો અને તેનાથી ઉપરી અધિકારીની ઑફિસ પાસે ગયો, ત્યાં પહોંચીને દરવાજો ખટખટાવ્યો અને અને અંદર પ્રવેશવાની મંજૂરી માંગી..

તે મોટા અધિકારીએ માથું હલાવી ને અંદર પ્રવેશવા કહ્યું. કવન ખુરશીમાં બેઠો અને તેને વાત શરૂ કરી...સર હું મંગળવારથી નોકરી પર પહોંચી શકુ. આજે શનિવાર છે તો હું એક દિવસમાં

શિફ્ટ નહીં થઈ શકુ…. અધિકારીએ વિચાર્યું અને થોડી વાર રહી બોલ્યા “ માફ કરજો પણ તમારે સોમવારે ત્યાં રિપોર્ટિંગ કરવું પડશે..હા, તમે રહેવાની ચિંતા ના કરતા, ત્યાં તમને રહેવા માટે ઘરની સગવડ કરી આપી છે. તો તમે ત્યાં રહી શકો છો.અત્યારે ત્યાં એક એન્જીનીયરની અત્યંત જરૂર છે તો તમારે ત્યાં પહોંચવું જ પડશે..”

કવન નિરાશ થયો સાથે તે સમજી ગયો કે હવે કોઈ ચારો નથી, જવું જ પડશે….

કવન અત્યારે ગાંધીનગર રહેતો હતો અને તેની નોકરી પણ ગાંધીનગરમાંજ હતી પણ બદલી થઈ તે ગામ અહીંયાથી 350કિમી દૂર હતું.

તે મનમાં વિચારતો હતો તે આજે જ જરુરી પૂરતી ચીજવસ્તુઓ લઈને નીકળી જશે.

સાંજે છ વાગ્યા નોકરીમાંથી છુટવાનો સમય થયો અને સર્વે ને ગળે મળ્યો કારણકે આજે તેનો આ જગ્યા પર છેલ્લો દિવસ હતો.

ઘરે પહોંચ્યો જરૂરી સામાન લીધો અને એક ટ્રાવેલબેગમાં ભર્યો અને તેની મમ્મીને ફોન કરી વાત કરી…

તેની મમ્મીએ સર્વે સાંભળ્યું અને કહ્યું અચ્છા, બેટા સાચવીને જજે પણ તારે બદલી ક્યાં ગામમાં થઈ છે?

કવને કાગળ કાઢ્યો અને જોયું તેમાં લખ્યું હતું, રામનગર, ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર”

મમ્મીનો જવાબ આવ્યો “અચ્છા, હું અને તારા પપ્પા બે અઠવાડિયામાં તને મળવા આવીશું, તું શાંતિથી જજે અને તારું ધ્યાન રાખજે.”

કવને ફોન મુક્યો અને મોબાઈલમાં ગૂગલમેપની મદદથી લોકેશન જોયું અને ત્યારે ખબર પડી કે આ બહુ નાનું ગામ છે. અને તે જંગલ વિસ્તારમાં આવેલું છે.

કવન જવા નીકળ્યો અને ઘરને લોક માર્યું તે બસ બસસ્ટેન્ડ પહોંચ્યો અને બસની ઇન્કવાયરી કરી..

બસના એક કંડક્ટર એ કીધું અહીંની કોઈ સીધી બસ નથી તને પંચમહાલની કોઈ નજીકની બસમાં બેસી જાઓ ત્યાંથી તમને આ ગામ જવાનું કોઈ પ્રાઇવેટ સાધન મળી જશે...અહીંથી કોઈ બસ નથી કે તે સીધી તે ગામમાં જાય.

કવને ફરી સવાલ પૂછ્યો “અહીંથી પંચમહાલની બસ કેટલા વાગ્યાની છે?”

બસ કંડક્ટરે કહ્યું રાત્રે ૧૦:૦૫ છે.

ઓહ ઓકે આપનો આભાર..

હજી બસની વાર હતી, કવને બહાર જઇ ને જમી લીધું. થોડી વાર આમ તેમ આંટા માર્યા ત્યાં બસનો ટાઈમ થયો બસ આવી અને બસમાં બેસી તે પંચમહાલ જવા નીકળ્યો.

રાત્રે ત્રણ વાગ્યે બસ પંચમહાલ પહોંચી અને બસસ્ટેન્ડ સુમસાન હતું થોડી રિક્ષાઓ હતી..બસમાંથી જે પણ ઉતર્યા એ જલ્દી થઈ પોતપોતાના વિસ્તારમાં જતા રહ્યા ત્યાં ફરી એક વાર આખું બસસ્ટેન્ડ શાંત હતું. દૂર કુતરાનો ભસવાનો અવાજ સંભળાતો હતો.નજીકની હોસ્પીટલમાંથી કોઈ દર્દી જોરથી પીડાની આહ ભરી રહ્યું હતું...કવન થોડી વાર રહી બસસ્ટેન્ડની બહાર આવ્યો એક ચાની લારીવાળો હતો અને બાજુમાં બે ચાર રીક્ષા પડી હતી. જેના રિક્ષા ચાલક સૂઈ ગયા હતા. કવને ચાની લારી પાસે જઈ ચા મંગાવી. અત્યારે ચાવાળો એકલો હતો બાકીનો રસ્તો સુમસામ લાગી રહ્યો હતો. કવને મનમાં વિચાર્યું અને આ ચાવાળાને જ ગામનું સમનામું પૂછી લેવાનું નક્કી કર્યું.

કવન બોલ્યો અહીંથી રામનગર કેટલું દુર હશે મને કહેશો..

ચા વાળા એ આટલી વખત પછી અત્યારે છેક તેની સામે જોયું તે દુબળો તેનો ચહેરો કરચલીઓ વાળો અને આંખો પીળી લાગતી હતી..તેને કવને જવાબ દેવાના બદલે સામો સવાલ કર્યો..તમે અહીં પહેલી વખત આવ્યા લાગો છો?

હા,હું અહી પહેલી વખત આવ્યો છું.

મને લાગ્યું, કારણ કે છેલ્લા પાંચ વર્ષથી હું અહીંયા જ આ ચાની લારી રાત્રે ચાલવું છું..આજ સુધી મેં કોઈએ આ સમયે રામનગરનું પૂછતાં નથી જોયા. વાત આવી નથી કે કોઈ રામનગર આવતું નથી. બસ કોઈ આ સમયે નથી આવતું કે નથી કોઈ જતું..

કવને થોડુંક વિચિત્ર લાગ્યું પણ તે તેના કામનું ના હતું તેથી તેને વાતમાં બહુ રસ લીધો નહીં.તેને ચા પીધી અને તેના પૈસા આપ્યા અને પાછળ ફરી ને કવન જતો હતો ત્યાં જ પાછળથી અવાજ આવ્યો “અહીંથી વીસ કિલોમીટર દૂર છે, પણ બને તો સવારે જજો..”

કવને પાછળ ફરી ને જોયું અવાજ ચાવાળાનો હતો. તેને ચા વાળાનો આભાર માન્યો અને રીક્ષાવાળા પાસે ગયો.

તેણે રીક્ષાવાળાની સવારે જાજોની વાત ધ્યાનમાં ના લીધી અને અત્યારે જ જવાનું નક્કી કર્યું ત્યાં ત્રણ રીક્ષા પડી હતી..તેણે પહેલા રીક્ષાવાળાને ઉઠાડવાનું નકકી કર્યું પણ રીક્ષાવાળો જાગ્યો જ નહીં એટલે તેણે બીજા રીક્ષાવાળાને ઉઠાડ્યો તે ઉઠ્યો અને કહયું “ક્યાં જવું છે સાહેબ?”

રામનગર..

રામનગર અત્યારે તો નહીં જવાયે સવારે જ મેળ પડશે એમ કહીને તે રામનગરનું નામ સાંભળીને જ સૂઈ ગયો. આ બધા અવાજમાં ત્રીજો રીક્ષા વાળો જાગી ગયો હતો તેણે કહ્યું "હું ડબલ ભાડું લઇશ અને હું રામનગર ના અંદર જવાના દરવાજે જ ઉતારી દઈશ.”

“ઠીક છે.”કવને કહ્યું

તો ચાલો બેસી જાઓ...રીક્ષાવાળો બેસી ગયો ને રીક્ષા ચાલુ કરી ત્યાં કવન પણ બેસી ગયો..રસ્તો ૨૦મિનિટ નો હતો ત્યાંથી રીક્ષાવાળા એ વાત ચાલુ કરી “ક્યાંથી આવ્યા છો સાહેબ?”

“ગાંધીનગર થી “કવને જવાબ આપ્યો.

મને લાગ્યું આટલી રાત્રે કોઈ અજાણ્યું જ રામનગરમાં જઈ શકે.

કવનને રીક્ષાવાળો થોડોક અલગ લાગ્યો તેણે પૂછ્યું “એટલે?”

આમ તો સાહેબ હું તમને બીવડાવતો નથી પણ એ ગામ તો રાત્રે ૧૦ વાગ્યાનું બંધ થઈ જાય છે કોઈ ઘરમાંથી બહાર પણ નથી નીકળતું.

કવને કહ્યું “કેમ?”

બધા કે છે કે ત્યાં ભૂત છે…

કવન હસવા લાગ્યો..

અરે સાહેબ હસો નહીં મેં પણ એવું સાંભળ્યું છે..

અચ્છા તમે સાંભળ્યું જ છે ને જોયું તો નથી ને એવું કંઈપણ ન હોય..આ મનનો વહેમ હોઈ શકે લોકો નો…

એ તો રામ જાણે સાહેબ મેં તો આવું સાંભળ્યું એટલે કીધું મારી ફરજ બને છે..બાકી તમારી મરજી.

થોડી વાર થઈ રામનગર આવી ગયું અને તેના દરવાજા આગળ કવન ઉતરી ગયો..કવને ફરી કહ્યું અંદર આવશો હું થોડા વધારે રૂપિયા આપીશ..મારે ચાલીને જવું પડશે મને ખબર પણ નથી મારે કયાં ઘરે જવાનું છે મારે ત્યાં ઘર પણ ગોતવાનું છે…

સાહેબ હું આવી તો જાઉં પણ મારે પાછું એકલું જવાનું છે….

મને બીક લાગે..સાહેબ…

અચ્છા ઠીક છે..ચલો..

રીક્ષાવાળાને પૈસા આપીને કવન આગળ ચાલવા લાગ્યો. ઘનઘોર જંગલ જેવું ચારેબાજુ અંધારું હતું ફકત એક નાનો રોડ ગામમાં જતો હતો આજુબાજુ ઝાડીઝાખર હતું અને વૃક્ષો….આજુબાજુ શાંત વાતાવરણમાં નાના જીવોનો બોલવાનો અવાજ આવી રહ્યો હતો. નીચે સૂકાપત્તા વિખરાયેલા પડ્યા હતા અને પગ પત્તા ને અડવાથી સૂકાપત્તા નો અવાજ આવતો હતો….રસ્તો શાંત હતો એટલે કોઈ પાછળ આવતું હોય એવું લાગ્યું. પણ કવને જેવું પાછળ જોયું ત્યારે કોઈ ના હતું….

ધીમા પગલે કવન આગળ વધતો હતો...ત્યાં જ ગામનું એક બહુ મોટું ઘટાદાર વૃક્ષ આવ્યું. જેમાંથી અમુક વિચિત્ર અવાજ આવતા હતા સ્વભાવિક રીતે આ અવાજ પક્ષીઓના હતા.

કવને મોબાઈલ કાઢ્યો અને જોયું હજી સાડા ચાર વાગ્યા હતા. તેને તેના રહેવા આપેલ ઘરનું એડ્રેસ જે તેના ઉપરી અધિકારી એ

ઈમેલ દ્વારા જણાવ્યું હતું તેને જોયું. જેમાં ગામની થોડીક બહારની બાજુ જ્યાં ગામની સીમાનો અંત થતો હોય ત્યાં હતું..તે ગામની શેરી વચ્ચે..ચાલતો ચાલતો આગળ વધ્યો અને ગામની સીમાનો અંત આવ્યો અને ત્યાંથી અત્યંત નજીક એક બહુ મોટું વૃક્ષ હતું. તેની અડી ને જ બહુ મોટું મકાન હતું જેની ઉપર છાપરા હતા.આમ તો ઘરનું બાંધકામ જુના જમાનાનું હતું એ સરકારી મકાન હતું, એટલે તેને રહેવા આપ્યું હશે તેમ તેને મનોમન વિચાર્યું...તેને અતિશય થાક લાગ્યો હતો..તેને બેગમાંથી તેના ઉપરી અધિકારીએ આપેલી ચાવી કાઢી અને અંદર ગયો તેણે લાઈટ ચાલુ કરવા પોતાનો મોબાઈલથી નાની ટોર્ચ ચાલુ કરી અને આમ તેમ જોયું ત્યાં મોટો હોલ હતો તેવું લાગ્યું અને પછી બારણાં પાછળ લાઈટ શોધવા માટે ત્યાં ટોર્ચ મારી. ત્યાંથી સ્વિચ દબાવી લાઈટ ચાલુ કરી. જેવી લાઈટ ચાલુ કરી આખા રૂમમાં અજવાસ ફેલાઈ. રૂમ ખરેખર બહુ મોટો હતો તેણે બેગ ટેબલ પર મૂકી અને સોફા હતા ત્યાં સુઈ ગયો. લાઈટ ચાલુ જ રાખી. કવન ને સોફા પર સૂતાની સાથે ઊંઘ આવી ગઈ….

બીજા દિવસે સવાર પડી તડકો મોઢા સુધી આવ્યો અને કવન જાગી ગયો….કવને મોબાઈલ જોયો 10:00 વાગ્યા હતા આજે રવિવાર હતો...ઓફિસ હજી કાલથી શરૂ કરવાની હતી….આજે રજા હતી..તે સ્વસ્થ થયો. આખું ઘર જોયું રસોડું,બીજો રૂમ,પાછળ બાજુ એક રૂમ જેટલી જગ્યા હતી ત્યાં અને ત્યાર બાદ જંગલ હતું. ગીચ ઝાડ હતા..ત્યાં નજીક ઘર ને અડીને એક દીવાલ હતી જ્યાં એક નળ હતો...કવન પાછળનું બારણું બંધ કરી અંદર ગયો. અહીં મોટા રૂમની પાસે એક સીડી પણ હતી જ્યાંથી ઉપર જવાતું હતું તે ઉપર ગયો અને ત્યાં બે રૂમ હતા દરવાજા જુના લાકડાના હતા તેથી બહુજ અવાજ કરતા હતા અને બંને રૂમમાં વિશાળકાય બારી હતી….તે નીચે ઊતર્યા તેને ભૂખ પણ લાગી હતી. નિત્યક્રમ પતાવીને ગામમાં જવાનું વિચાર્યું.

મકાનને બરોબર લોક કરીને તે ઘરની બહાર નીકળ્યો. તેણે મકાનનો જાંપો વાસ્યો અને ગામ તરફ જતો થયો પણ ત્યાં એક વૃદ્ધ માણસ તેને ઘુરી રહ્યો હતો. કવનને થોડું વિચિત્ર લાગ્યું વૃદ્ધ માણસે કંઈ પૂછ્યું નહીં એટલે તેને પણ આગળ જવાનું નક્કી કર્યું…ત્યાં બજારમાં પહોંચ્યો. થોડી ઘણી ભીડ હતી ત્યાં ચા પીવા માટે બેઠો અને ત્યાં બીજા વૃદ્ધો પણ બેઠા હતા. ચા આવી કવન ચા પીવામાં વ્યસ્ત હતો, ત્યાં પેલા વિચિત્ર લાગતા વૃદ્ધએ બીજા કેટલાક વૃદ્ધના કાનમાં કંઈક કહ્યું અને તે કવનની સામે જોઈ અંદરો અંદર વાતો કરવા લાગ્યા. જેની કવનને જાણ હતી પણ તે કઈ બોલી શક્યો નહીં. ચા પીને પૈસા આપીને તે નીકળતો હતો ત્યાં એક વૃદ્ધ બોલ્યા “તમે સામેના મકાનમાં રહો છો?”

જી,હા…

“પણ કાલ સુધીતો ત્યાં કોઈ નહોતું તમે ક્યારે આવ્યા.”

હું કાલ રાત્રે જ આવ્યો મને સરકારે નોકરી દરમ્યાન તે મકાન રહેવા આપ્યું છે.

અચ્છા અફસર છો….અને તમે કહ્યું તમે કાલે રાત્રે ત્યાં રહ્યા હતા..?

હા, કેમ શુ થયું?

ધ્યાન રાખજો તમે તકલીફમાં મુકાઈ શકો છો ભાઈ તે ઘરમાં તો ભૂત છે..

કવન મનમાં જ હસતો હતો..અને બોલ્યો તમે કેવી રીતે કહી શકો ત્યાં ભૂત છે. તમે જોયું છે?

વૃદ્ધ દાદા બોલ્યા" ના,મેં જોયું નથી પણ અમે અનુભવેલું છે."

"એટલે કેવી રીતે?" કવને વાતમાં રસ લઈને પૂછ્યું.

રાત્રે ૧૦ વાગ્યા પછી ઘરમાંથી વિચિત્ર અવાજ આવે છે.

"જેવી રીતે કોઈ ભૂત તેના તીક્ષ્ણ નખથી કોઈ વસ્તુને તોડી રહ્યો હોય અને બારણાં જોર જોરથી પછડાય છે.અને એક સ્ત્રી (છોકરી) ને કાળા કપડાંમાં તે ઘરની પાછળ જતા જોઈ હતી અને ત્યાંથી ગાયબ થઈ ગઈ, આ ઉપરાંત પાણીના નળ રાત્રે અચાનક જ પાણી પાડવાનું ચાલુ થઈ જાય છે. એટલે જ અમે રાત્રે ૧૦:૦૦ વાગ્યા પછી બહાર નીકળવાનું જ બંધ કરી દીધું છે.

કવન આ બધું શાંતિથી સાંભળતો હતો..

વૃદ્ધ દાદાની વાત પૂરી થયા બાદ કવન ફરીથી બોલ્યો" ભૂત જેવું કશું હોતું જ નથી અને હું ત્યાં કાલે રાત્રે રોકાયો હતો મને કોઈ ભૂત ના દેખાયું.

આ કદાચ તમારા મનનો વહેમ પણ હોઈ શકે છે."

વૃદ્ધ દાદાએ કહ્યું

"હું તો સાચું કહું છું. બાકી તારી મરજી છતાં પણ જો કોઈપણ જરૂરિયાત હોય તો ગામવાળા તારી સાથે છે."

આપનો આભાર કહી કવન ત્યાંથી સીધો ચાલતો ચાલતો તેની ઑફિસ ગયો. જે આજ તો બંધ હતી અને ઘરથી નજીક પણ હતી.

તે પાછો ચાલતો ચાલતો તેના ઘરે જતો હતો તેને વૃદ્ધદાદા ને કહી તો દીધું હતું કે ત્યાં ભૂત નથી પણ થોડોક ડર તો તેને પણ હતો..પણ તેને નક્કી કર્યું કે આજે રાત્રે તે જાગશે અને પોતે જોશે કે આ બધું ક્યાં કારણો સર થઈ રહ્યું છે.

આખો દિવસ આમ જ પસાર થયો રાતના ૧૦:૦૦ વાગ્યા અને કવન ચા પીવા બહાર જતો હતો પણ તેને જોયું કે આખું ગામ બંધ થઈ ગયું હતું. બધા પોતપોતાના ઘર માં જતા રહ્યા હતા.

કવન મનોમન વિચારતો હતો કે આજ આ ભૂતને પકડીને જ રહેશે.

તે પાછો ઘરની અંદર જતો હતો ત્યાં જ કોઈ ઉપરથી આવાજ આવ્યો. જેવો પેલા વૃદ્ધ એ કહ્યું હતું કોઈ ના નખથી ખોતરવાનો અવાજ “કરરર….કરરર…” કવન થોડો ડરી ગયો તે નીચેની સીડીથી ઉપર ચડ્યો અને ઘરમાં અંધારું હતું. ગામમાં લાઈટ પણ ગઈ

હતી. તે ધીમા પગે ઉપર ગયો. હજી અવાજ ચાલુ જ હતો. તેના ચહેરા પર ડર અને થોડી બહાદુરીના ભાવ સાફ દેખાતા હતા.

તે ઉપર ગયો ને છત પરનું દરવાજો ધીમેથી ખોલ્યો. હજી અવાજ આવતો હતો. તે છત પર ગયો અને જોયું ત્યાં કોઈ ના હતું અને તે અવાજ માત્ર ઘરની નજીક રહેલા વૃક્ષની લાંબી ડાળી છત ના નળિયાંને સાથે અડકવાથી ઘર્ષણથી પેદા થતો હતો તે સમજી ગયો કે અહીંયા ડરવા જેવું કશું જ નથી ત્યાં જ નીચે જોરથી બારી બારણાં પછાડવાનો અવાજ આવ્યો. તે ઝડપથી નીચે ગયો ત્યાં જઈને જોયું. તે હવાથી અથડાતું હતું અને ત્યાં બારીને કોઈ આધાર ન હતો જેથી ખુલ્લી પણ રાખી શકાય અને અથડાય પણ નહીં. બારી પણ વર્ષોથી ખુલ્લી હતી અને બારણાં પણ.

તે સીડી પરથી નીચે ઊતર્યો તે પહેલાં જેટલો ડરેલો હવે ના હતો. પણ ફરીથી તેનો ડર કાયમ થઈ ગયો જ્યારે તેને નળનો ચાલુ થવાનો અવાજ સાંભળ્યો. તે ધીમા પગલે ઘરની પાછળની બાજુ જતો હતો.

જ્યારે કવને બારણું ખોલતો હતો ત્યારે અચાનક નળ બંધ થઈ ગયો અને કોઈ ઝાંઝરનો અવાજ કવનને કાને પડ્યો તે ડરી ગયો અને આખું બારણું ખોલ્યું ત્યાં જ કોઈ પાછળથી દોડ્યું અને કવને તેનો પીછો કર્યો તેણે કાળા કપડાં પહેર્યા હતા અને તે કોઈ સ્ત્રી(છોકરી) હતી જેવું પેલા વૃદ્ધ એ જણાવ્યું હતું. કવને જોરથી તેને ઉભી રહેવા કહ્યું અને થોડીવાર દોડ્યા પછી ઉભી રહી તે કવન તરફ ફરી તેને જોયું કે તે કોઈ આદિવાસી સ્ત્રી હતી…

તે એક ધાર્યું બોલવા લાગી “ માફ કરો સાહેબ મેં કંઈ નથી કર્યું હું તો માત્ર પાણી ભરવા આવી હતી.”

“પાણી ભરવા કે ગામવાળાને ડરાવવા.”કવન બોલ્યો

એમાં મારો વાંક નથી સાહેબ અમને આ ગામની સીમાડે રહીએ છીએ એટલે અમને આ ગામનું પાણી નહીં આપવામાં આવે એવું કહ્યું હતું અને અમે આમ પણ આદિવાસી છીએ તો ગામવાળા ભેદ ભાવ કરે છે. તેથી હું રાત્રે પાણી ભરવા નીકળું છું.

મને થોડા દિવસ પહેલા ખબર પડી કે ગામવાળા મને ભૂત સમજે છે હું તેમને સાચું જણાવી દેત પણ તો મારી માટે પાણીની સમસ્યા ઉભી થઇ જાત, માટે મેં આ વાતને રહસ્ય જ રહેવા દીધું.

કવને સમગ્ર વાત સાંભળી તે થોડી વાર વિચારીને બોલ્યો “તમારે હવે દિવસે આવવાની જરૂર છે. હું કાલ સમગ્ર ગામવાળાને વાત કરીશ અને પછી તમારે રાત્રે આવવાની જરૂર નહીં પડે."

બીજા દિવસે સવારે કવને બધીજ વાત સરપંચને જણાવી અને તેમને બધું જ દેખાડ્યું ઘરની બાજુની લાંબી વૃક્ષની ડાળીઓ કપાવી નાખી. જેથી કોઈ અવાજ ને ભૂત ના સમજી લે. ગામના સરપંચે કવનનું કહેવું માનીને આદિવાસી લોકો માટે પણ દિવસે પાણી ભરવાની છૂટ આપી અને ગામમાંથી ભૂત જે ક્યારેય હતું જ નહીં તેનો નિકાલ થયો…જે ગામ જે પહેલા ૧૦:૦૦ ના ટકોરે બંધ થઈ જતું..તે હવે...૧૧ કે ૧૨ વાગ્યા સુધી ચાલું રહે છે. આદિવાસી ભાઈ બહેનોએ પણ કવનનો આભાર માન્યો….

નોંધ: આ વાર્તામાં દર્શાવેલ સર્વે પાત્ર અને જગ્યા કાલ્પનિક છે તેનું જીવિત કે મૃતક સાથે કોઈ સંબંધ નથી. આ વાર્તાનો ઉદ્દેશ કોઈ ને માન હાનિ પહોંચાડવાનો નથી.

કોઈ જગ્યાએ આ વાર્તા પોતાના નામે રજૂ કરતા પહેલા વાર્તાના લેખકની પરવાનગી લેવી આવશ્યક છે, જેની નોંધ લેવી.

ધન્યવાદ..


Rate this content
Log in

Similar gujarati story from Classics