કેટલીકવાર ભાગ -1
કેટલીકવાર ભાગ -1


ચારે બાજુ વ્યસ્તતાની જંજાળ શોરબકોર અને આકાશમાં સમી સાંજે કેસરિયો રંગ જેનાથી આખા વાતાવરણમાં કેસરી રંગ પ્રસર્યો. જાણે કોઈ ચિત્રકારે તેમને ગમતો કેસરી રંગ પૂર્યો હોય પોતાની સૃષ્ટિમાં…
અહીં કોઈ વાહન કોઈ મનુષ્ય કોઈ દુર્લભ અવાજ રોકી રહ્યા હતા. પોતાનો મનનો અવાજ સાંભળવાથી કે પેલુ પારેવું પેલી દૂરના ઝાડની ડાળી પર બેઠુ કહેતું હતું કંઈક તે સાંભળવું હતું. છતાય મન શાંત કરી હું પણ ભાગ બન્યો આ વ્યસ્તતાનો... પછી બે-ત્રણ વસ્તુઓને નજરથી અડકયા બાદ હવે નજર એક જગ્યાએ અટકી ગઈ. કારણ તો હું તમને નહી બતાવી શકુ કારણ કે આ એક લેખ. વાર્તા નહી…
નજર હજુ ત્યાં ઉભી હતી પણ એ નજર પડયા બાદ સર્વ શાંત થઈ ગયું. માત્ર હું જ હતો. ત્યાં જેમ કોઈ એ સૃષ્ટિને માત્ર મારા માટે થોડીવાર બંધ કરી હોય. કોઈ અવાજ નહી, નહી કોઈ માનસિક જંજાળ, હદય જોરથી ધબકતું હતું અને મારું મૌન હજી કાયમ હતું. બસ એમજ પણ હજી જેને હું જોઈ રહ્યો હતો તે વંચિત હતા મારાથી અને હજી તે વ્યસ્તતાની દુનિયામાં ખોવાયેલા હતા. પણ છતાં હું જોતો રહ્યો તેમને. જે... મને આ વ્યસ્તતાની દુનિયાની બહાર લઈને આવ્યા હતા. પણ બે ત્રણ વાર જેમ કોઈ મહાન રાજાના તલવારનો વાર ખાલી ગયો હોય તેમ તેમની નજર ફરી પણ હવેની બે સેકન્ડમાં તે રાજાનો ચોથો વાર ખાલીના ગયો. અને નજર મળી. કદાચ જે છેલ્લી પંદર સેકન્ડથી જે હું અનુભવી રહ્યો હતો તે તેમણે પણ અનુભવ્યુ હશે તેવુ વિચારતા હું ધીમા પગલે મુખ ઉપર થોડુંક મધુરુ તો થોડુંક અધુરું સ્મિત લઈને ત્યાંથી નીકળી ગયો….
ક્રમશ: