Kuldeep Sompura

Drama

5.0  

Kuldeep Sompura

Drama

"જાદુઈ આત્મકથાનું રહસ્ય"

"જાદુઈ આત્મકથાનું રહસ્ય"

205 mins
3.8K
"કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથાનું રહસ્ય"

આ નવલકથાનો કોઈપણ ભાગ કોઈપણ પ્રકારે,કોઈપણ માધ્યમ માં જાહેર કે ખાનગી,વ્યવસાયિક કે બિન વ્યવસાયિક રીતે પ્રિન્ટ/ડિજિટલ ઓડીઓ કે વિડિઓ રૂપે લેખકની

પરવાનગી વગર પ્રસ્તુત કરવું ગેરકાનૂની છે.


©કુલદીપ સોમપુરા

આ નવલકથા મારી પરવાનગીથી મેં આ સાઇટ પર પ્રસ્તુત કરી છે.
લેખક વિષે 


સૌ પ્રથમ તો હું તમને સૌને પોતાનો પરિચય આપીશ.મારુ નામ કુલદીપ સોમપુરા છે. હું એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું.મેં જ્યારે આ નવલકથા લખવાની શરૂઆત કરી ત્યારે મારે એન્જીનીયરીંગ પતવાની એક વર્ષની વાર હતી.હું જ્યારે નાનો હતો ત્યારથી જ મને વાંચવાનો ખૂબ શોખ હતો પણ મેં ક્યારે કોઈ દિવસ લખવા વિષે વિચાર્યું ના હતું.પણ જયારે હું કોલેજ માં આવ્યો ત્યારે મારી મિત્રતા એક એવા મિત્ર સાથે થઈ જેણે મને વધુ અને વધુ વાંચવા અને લખવા પ્રત્યે પ્રેરણા આપી.ધીમે ધીમે મેં શરૂઆત માં નાની નાની વાર્તા ત્યારબાદ કેટલીક કવિતાઓ,શાયરીઓ લખવાનું શરૂ કર્યું પણ મારે એક એવી વાર્તાની તલાશ હતી.જેથી હું મારા લેખન કાર્ય માં ઉત્કૃષ્ટતા લાવી શકુ અને જેમાંથી મને વધુ શીખવા મળે ત્યારબાદ હું જે વાર્તા ની તલાશ કરી રહ્યો હતો તે આખરે મને મળી ગઈ "કાલ્પનિકતાની દુનિયામાં જાદુઈ આત્મકથાનું રહસ્ય".જેની પાછળ હું એકાદ વર્ષ થી કામ કરી રહ્યો હતો.તે એક વર્ષની અંદર ઘણી વખત એવો સમય આવ્યો જ્યારે મને એવું લાગ્યું કે આની આગળ હવે મારાથી નહીં લખાય.તો કેટલીકવાર દિવસો કપરા હતા તો ઘણીવાર વાર્તા ની આગળની કળી સુજતી નહીં પણ જીવનની કેટલીક ઘટનાઓ એ મને સતત લખવા પ્રેર્યો.આ બદલ હું મારા માતાપિતા,ભગવાન,મિત્રો તથા તે દરેક જણ નો આભાર માનું છું જેમણે મને હંમેશા કંઈક નવું કરવાની તાકાત અને પ્રેરણા આપી.આ ઉપરાંત લેખક જે.કે રોલિંગ એ મારી માટે પ્રેરણા સમાન છે મને તેમના માંથી ઘણું બધું શીખવા મળ્યું છે.


માફી

દરેક વાંચકોને ખાસ મારી નમ્ર વિનંતી છે કે મને ગુજરાતી ભાષા સારી આવડે છે.પણ તે વિષે તેટલું ઊંડું જ્ઞાન નથી.હું શીખવાનો પ્રયાસ કરી રહ્યો છું.તેથી આ વાર્તામાં મારી જોડણી અને અન્ય કોઈ શબ્દોની અઢળક ભૂલો હોઈ શકે છે તેના માટેમાફ કરજો.મારો અર્થ ગુજરાતી ભાષાને માનહાનિ કરવાનો બિલકુલ નથી.


આભાર

આ નવલકથાનું મુખ્ય પૃષ્ઠ મારા પિતા કિશોર સોમપુરા એ તૈયાર કર્યું છે. જેની માટે હું તેમનો દિલ થી આભારી છું. આ ઉપરાંત કેટલાક નવલકથા ને લગતા ચિત્રો મેં મારા ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક એકાઉન્ટમાં રજૂ કરેલા છે. @kuldeepsompura1.2હું મારા દરેક મિત્રોનો આભાર માનું છું જેમણે મને પ્રેરણા આપી.

આ નવલકથા હું મારા પ્રિય ભાઈ જય સોમપુરા ને સમર્પિત કરું છું.“હું માનું છુ કે વાસ્તવિકતામાં સત્ય રહેલું છે

પણ હું કોઈ દિવસ મારી કલ્પનાઓ માં રડયો નથી”

પ્રસ્તાવના


"કાલ્પનિકતાની દુનિયામાં જાદુઈ આત્મકથાનું રહસ્ય" ના તમામ વાંચકોને ખાસ જણાવવાનું કે આ કથા એક કાલ્પનિક કથા છે.તેથી તેનું જીવિત કે મૃતક વ્યકિત સાથે કોઈ સંબંધ નથી. ઉપરાંત આ વાર્તામાં દર્શાવેલ દરેક પાત્રના નામ ઘટનાક્રમ પણ કાલ્પનિક છે.આ વાર્તા નો ઉદ્દેશ કોઈને માન હાની પહોંચાડવાનો નથી. આ વાર્તાની અમુક નાનકડી બાબતો છે જે વાર્તા “હેરી પોટર એન્ડ ફિલોસોફર સ્ટોન” સાથે મેળ ખાતી હશે.જે હું સ્વીકારું છું પણ તે માત્ર વાર્તાને વધુ રસપ્રદ બનાવવા હેતુ છે.આ વાર્તા એક પંદર વર્ષના અનાથ બાળક ની છે.જે પોતાના જીવન થી પરેશાન હતો કારણકે તેને માતાપિતા નો પ્રેમ નહોતો મળ્યો.તે સતત માતાપિતાના પ્રેમની ઝંખના માં રહેતો અને સતત ભગવાન ને ફરિયાદ કરતો રહેતો.પણ તે દિલનો સાફ અને ભોળો હતો.તેણે નાનપણથી કાલ્પનિકતા ની દુનિયા વિષે સાંભળ્યું હતું પણ તેને ખબર ના હતી કે ત્યાં કંઈ રીતે જવાય છે.ત્યારબાદ તેની ઈચ્છા પૂર્ણ થાય છે અને થાય છે નવા ધ્યેયની શરૂઆત.આ એક સાહસ અને રહસ્યમય કથા છે.તેથી દરેક વાંચકોને મારી નમ્ર વિનંતી છે કે છેક સુધી વાર્તા સાથે જોડાઈ રહે અને એકપણ અધ્યાય અધુરો ના છુટે નહીતો આગળ ની વાર્તા માં તમે ઘણું બધું ગુમાવશો.આ વાર્તા દરેક લોકો વાંચી શકે તે માટે ક્યાંય પણ અભદ્રતા અને ખરાબ શબ્દોને સ્થાન આપ્યું નથી અને જો હોય તો પાત્રનું જુનૂન જળવાઈ રહે તે માટે છે.


અધ્યાય-1 એક વિશ્વાસુ સેવક


ઘોર અંધારું છવાયેલું છે.લગભગ રાત ના ત્રણ વાગ્યા છે. એક ડુંગર ઉપર માત્ર એકજ ઘર છે અને ઘનઘોર જંગલ.માત્ર તે ઘરની જીણી લાઈટ જબૂકી રહી છે.ત્યાંજ દૂરથી બે માણસ એક વૃદ્ધ તો એક યુવાન બંને હાંફતા હતા તથા આટલા ઠંડા વાતાવરણ માં પણ થોડોક પરસેવો માથા પર હતો અને બંને તે ઘર તરફ આવી રહ્યા હતા.થોડાક જલ્દી માં લાગતા હતા. બંને ના હાથ માં ટોર્ચ હતી અને કોઈ રાત ના પક્ષી નો તીણો અવાજ આવી રહયો હતો.બંને માણસો બહુજ ઝડપથી ચાલી રહ્યા હતા.

ત્યાંજ ચાલતા ચાલતા એક જે માણસ યુવાન હતો. તે બોલ્યો તેના અવાજ માં ગંભીરતા હતી. “શું હવે સાચે જ આ કાલ્પનિકતાની દુનિયામાં જીવવું મુશ્કેલ છે?, શું સાચેજ થોડા સમય પછી તે આખી આ કલ્પનિય દુનિયામાં રાજ કરશે.?”

વૃદ્ધ માણસે તેને જવાબ આપતા કહ્યું “હા, મેડમ વિદ્યાભારતી ની ભવિષ્યવાણી પર મને વિશ્વાસ છે.તે ખોટી તોના જ હોઈ શકે.વર્ષો પહેલા પણ તેમણે આવીજ અરાજકતા ફેલાવનાર દાનવો ના રાજા

રૂપક ની ભવિષ્યવાણી કરી હતી તે પણ સાચી જ હતી પણ સમય અને સંજોગ ને અનુસાર ઈષ્ટ દેવની દયા થી આપણે તે સર્વે મુસીબતો માંથી ઉપર આવ્યા. આજે એકવાર ફરી એવો જ સમય આવી શકે તેમ છે.સૌથી ખરાબ જે આપણી દુનિયાના લોકો ક્યારે પણ ના ઈચ્છે.કદાચ તે વખત કરતા પણ વધુ ખરાબ.”

“તો આપણે અત્યારે આ ડુંગર ઉપર ના ઘરમાં કેમ જઈ રહયા છે?”

“ઈષ્ટ દેવ ની પ્રાથના કરવા, મને વિશ્વાસ છે કે તે આપણને જરૂર થી બચાવશે આ મુશ્કેલ સમયમાં.”

“હા, મને પણ,પણ હું આ જગ્યાએ ક્યારેય નથી આવ્યો.” યુવાન બોલ્યો.

બંને હાંફતા હાંફતા ડુંગર ચડવાનો ચાલુ કર્યો.પણ અચાનક જ પાછળથી ઘાસની સરવરાટ સંભળાઈ અને ઘોડા નો અવાજ સંભળાયો જે હજી બહુજ દૂર થી તેમની તરફ આવી રહ્યા હતા.બંને જણે પાછળ ફરી ને જોયું ત્યારે ઘોડા પર બે સૈનિક જેવું લાગ્યું પણ તેના હાથ માં તલવાર કે કોઈ શસ્ત્ર ના હતું પણ કદાચ આ દુનિયા માં શસ્ત્રની તેટલી જરૂર પણ ના હતી કારણકે આ દુનિયામાં જાદુ જ સર્વસ્ય હતું.હા,જે અહીં પણ જાદુશક્તિ વિના જીવતા હતા તેમની વાત અલગ હતી.પણ આજ કાલ તો તે પણ બહુ દાવેદાર માનવામાં આવે છે. કારણકે અહીં ના માણસો એ જાદુ વગર પણ ખૂબ જ પ્રગતિ સાધી હતી.બિલકુલ વાસ્તવિકની જેમજ. આખરે માનવજાતિ ની વાત જ કંઈક અલગ છે.તે કંઈ પણ કરી શકેછે. આ ઘાસ ની સરવરાટ માં એક નાની બિલાડી હતી. તે પણ ઘોડા નજીક આવતા જોઈ ને ભાગી ગઈ.બંને સૈનિકો હવે નજીક આવી ગયા હતા.તે બંને ઘોડા પર થી ઉતર્યા અને વૃદ્ધ અને યુવાન ની સામે જોયું અને જોરથી જેમ કોઈ જાનવર ને બરાડા પાડી ને કંઈક સૂચના આપવામાં આવે તેમ એક સૈનિક એ ગુસ્સામાં બોલ્યો “શું તમે નથી જાણતા આ એક પ્રતિબંધિત વિસ્તાર છે?

તમારી અહીં આવવાની હિંમત કંઈ રીતે થઈ?”

વૃદ્ધ અને યુવાન બંને કશુંજ બોલ્યા નહીં બસ નીચું જોઇરહ્યા હતા.

બંને સિપાહી માંથી એક સિપાહી બોલ્યો આપણે આમને પ્રાંત પ્રતિનિધિ ની પાસે લઈ જાવા જોઈએ….

આખી રાત વૃદ્ધ અને યુવાન ને એક ગંદી વાસ મારે તેવી ખરાબ ઓરડી માં રાખવા માં આવ્યા હતા અને તે સરખી રીતે સુઈ પણ શક્યા નહતા.તેમને હાથ માં લોખંડ ની બેળી પહેરાવી અને તેમને સવારે જ્યારે સૂર્યની કિરણો બહાર આવતાની સાથે જ એક ભરી સભા માં લાવવામાં આવ્યા.

પ્રાંત પ્રતિનિધિ કાલે રાત્રે આ બંને એ આપણા પ્રાંત ના બનાવેલા નિયમો નું અપમાન કર્યું છે. આમના ઉપર ગુનો છે કે તે રાત્રે દુનિયા ના સૌથી ઊંચા પર્વતની આસપાસ દેખાયાં હતા.

પ્રાંત પ્રમુખ ગુસ્સામાં હતા તેમને પોતાની ખુરશી માંથી ઉભા થયા અને ઓરડાની બારી પાસે જઈને ઊંધા ઊભા હતા અને તે પોતાના ઘાટીલા અવાજ થી બોલ્યા “ તમે બંને પોતાનો પરિચય આપશો. અને તમે ત્યાં કેમ આવ્યા હતા? જો તમારો જવાબ યોગ્ય હશે તો હું કદાચ તમને અહીં થી આઝાદ કરી શકું છું.”

વૃદ્ધ માણસે બોલવાનું શરુ કર્યું. “હું અહીંયા નો નથી બીજા પ્રાંત જે પૂર્વ તરફી આવેલું છે.ત્યાંનો રહેવાસી છું અને આ પણ, અમે અહીં એક ખાસ કામ થી આવ્યા છીએ શું તમે મેડમ વિદ્યાભારતી ને ઓળખો છો?”

“સવાલ ના કરો તમારી પાસે જવાબ દેવાનો સમય બહુજ ઓછો છે માત્ર તમારી વાતો ચાલુ રાખો”

 પ્રાંત પ્રતિનિધિ એ ગુસ્સામાં કહ્યું.

“મેડમ વિદ્યાભારતી એ અમને કહ્યું હતું કે “ ફરી એક વાર બહુજ ખરાબ સમય આવનો છે કોઈ વર્ષો થી જે ષડયંત્ર રચી રહ્યું છે તે સફળ થશે અને ફરી કરશે તે દુનિયા પર રાજ કાલ્પનિકતાની દુનિયા ને હવે માત્ર ઇષ્ટદેવ જ બચાવી શકે છે પ્રાથના કરો તેમની” તેમને કરેલ ભવિષ્યવાણી હંમેશા સાચી પડે છે જેના કેટલાય ઉદાહરણો છે સમય બહુ ઓછો છે હું તમને દરેક વિષે નહીં જણાવી શકું.

પણ પાછળ ના સમય માં જ્યારે દાનવો નો દેવતા રૂપક નો જન્મ થયો હતો ત્યારે પણ તેમણે ભવિષ્યવાણી કરી હતી.અમે તેમની વાત માની સૌથી ઊંચા પર્વત જ્યાંના જંગલો માં અમારા ઇષ્ટદેવ ની છબી બિરાજમાન છે તેમની પ્રાથના કરવા આવ્યા હતાં. હવે તેજ દુનિયા ને આ આવનારી મુશ્કેલી થી બચાવી શકે છે.”

બહુજ અદભુત વાર્તા છે પ્રાંતપ્રમુખે કહ્યું “બંને ને આજીવન બંધી બનાવી દો.”

સૈનિકો બંને ને લઇ ગયા અને ત્યાર બાદ ત્યાં બેઠેલા લોકો માંથી કોઈ એક બોલ્યું “આટલી મોટી વાત ની આટલી નાની સજા”

“તમે જાણો છો સેનાપતિ એણે કરેલી વાત કેટલી મહત્વની હતી.

કોઈ જાણે છે કે માલિક દુનિયાપર રાજ કરવાનું વિચારી રહ્યા છે અને આ તેમની યોજના નું અંતિમ પગથિયું છે.

આટલા વર્ષોથી જે વાત ની કોઈ ને ગંધ પણ ના આવી તે હવે યોજના ના છેલ્લા તબક્કે કેવી રીતે પાણી ફેરવી શકે હું તેને અહીં થી ક્યારેય ના જવા દઈ શકું જો બહાર આ વાત ફેલાઈ ગઈ તો માલિક મને જીવંત નહીં રાખે અને હું એવું નથી ઈચ્છતો.સૈનિકો વિદ્યાભારતી ને ગમે ત્યાંથી શોધી ને તેને બંધી બનાવી ને કેદ માં પુરી દો..”

ત્યાંજ પ્રાંતપ્રમુખ નો સૌથી વિશ્વાસુ માણસ અંદર આવ્યો.

પ્રાંત પ્રમુખે આદેશ આપ્યો આજ ની સભા અહીંયા જ બરખાસ્ત થાય છે. ઓરડા માં માત્ર પ્રાંત પ્રમુખ અને પ્રમુખ નો સૌથી વિશ્વાસુ માણસ જ હતા.

પ્રાંત પ્રમુખે વાઈન નો ગ્લાસ ભરી ને તેને આપ્યો અને પૂછ્યું “ શું બધી જ ‘સ્વપ્નછત’ નષ્ટ કરી નાખી?”

હા, બધી નષ્ટ થઈ ગઈ છે પણ એક બીજા પ્રાંત માં એક છે એવું લોકો કહે છે. ક્યાં છે તેની કોઈને પણ ખબર નથી, લોકો કહેછે કોઈ જાદુગરે ગુપ્ત રીતે બનાવી છે. જલ્દી થી તપાસ શરૂ કરો અને મળી જાય તો તેને જલ્દીથી નષ્ટ કરો.હું કંઈપણ એવું કાર્ય થવા દેવા નથી માંગતો જેથી માલિક ને દુઃખ થાય. હું તેમનો સૌથી વિશ્વાસુ સેવક છુ જેમ મારા પિતા તેમના પિતા ના હતા.
અધ્યાય-2 "અનાથ આશ્રમ "


   આ વાર્તા અર્થ ની છે.શારદા નગર માં રહેતો એક દસમા ધોરણ નો છોકરો ,એક અનાથ છોકરો ,એક મન મોજીલો છોકરો. તેને કલ્પના બહુ ગમે છે હું જાણું છુ તમારા મન માં કલ્પના એક છોકરી છે પણ એવું નથી કલ્પના એટલે તેની પોતાની વિચારશ્રેણી તેના પોતાના સ્વપન તે જગ્યા અને ગમે તે સમય પર રચી શકે એક કલ્પના જ હતી જ્યાં તેને કોઈ દુઃખી થવાની સંભાવના દેખાઈ નહોતી. તેનું માનવું હતું કે ત્યાં તેને પોતાના માતાપિતા મળી જશે તેને વાસ્તવિકતા ગમતી પણ તેનું માનવું હતું કે વાસ્તવિકતા બસ દુઃખજ આપે છે. તેને ખબર પણ નહતી કે તેના માતા પિતા કોણ છે,પણ એક વખત તેના અનાથ આશ્રમ ના એક તેના થી મોટા છોકરા એ રમત માં કહયું કે “તને તો કોઈ શાક વેચવાની ટોપલી માં મૂકીને ગયું હતું અનાથ આશ્રમ ના દરવાજે” આ સાંભળી ને તેને ખુબ દુઃખ થયું ત્યારબાદ ઘણી વખત તેને થતું કે યાર આ વાસ્ત્તવિકતા બહુજ હરામી છે તેને ક્યારેય બે ઘડી સુખ પણ નશીબ નથી થવા દીધું કે નથી અત્યાર સુધી ની જીંદગી માં કંઈ મોટું સુખ ભોગવ્યું.તે કેટલીક વાર દુઃખી થઈને રડી પડતો.પહેલા તેને તેવી આશા રહેતી કે કોઈ આવશે અને તેને પણ પોતાનું સંતાન સ્વીકારી લઈ જશે પણ હવે તો તે પણ થોડું અશક્ય લાગતું કારણકે સૌ નાના બાળકો ને પોતાનું સંતાન સ્વીકાર કરવું વધારે પસંદ કરે છે છતાં પણ તેને એક એવી આશા હતી કે તેને એકવાર કાલ્પનિક દુનિયા માં જવું છે અને બસ પછી ત્યાંજ રહેવું છે અને ત્યાંજ ભણવું છે. કદાચ ત્યાં તેના માતાપિતા ને મળશે ત્યારે તેને કંઈક પ્રશ્નો પૂછશે કે જો તેને રાખવો જ ન હતો તો પછી આ દુનિયા માં જન્મ કેમ આપ્યો.તેણે સાંભળ્યું હતું કે કોઈ કાલ્પનિકતાની દુનિયા માંથી કોઈદૂત આવે છે અને જેને સાચેજ તે દુનિયા માં જવાની જંખના હોય તેને જ લઈ જાય છે.પણ હવે તેને આ બધું વાર્તા જેવું લાગતું કારણકે તે 15 વર્ષ નો થઈ ગયો હતો ના કોઈ દૂત આવ્યું ના અહીં વાસ્તવિક દુનિયાના રચયિતા એ સાથ આપ્યો.


 તેને પુસ્તક વાંચવા નો ખુબ શોખ છે. પોતે અનાથ છે તેથી તે પુસ્તક નેજ પોતાના ગુરુ માને છે.તેની વિચારશ્રેણી મુજબ પુસ્તક તેને ઘણું આપ્યું છે. તે વાત સાચી પણ છે ઉપરાંત તે વાંચેલી બુક ને પણ ક્યારેય વેંચતો નથી તેનું વિભિન્ન અંગ હોય તેમ સાચવે છે નાછૂટકે તેને દેવી પડે તો ઠીક છે પણ બને ત્યાં સુધી તો તે તેના વિચારો માં કાયમ રહેતો. ટૂંક માં કહીયે તો પુસ્તક તેના માતા પિતા પણ છે તેના ગુરુ પણ છે .તેની પ્રેમિકા પણ છે.

તો આ હતો અર્થ હવે વાર્તા ને વર્તમાન માં લાવીએ..તો આર્યન અત્યારે તો ગાઢ નિદ્રા માં સૂતો છે.અત્યારે ઉનાળો ચાલી રહ્યો હતો અને ગરમી બહુજ વધી રહી હતી વળી આજે તો અનાથઆશ્રમના જમવામાં કેરી નો રસ હતો.તો આજે ભરપેટ જમી ને ગાઢનિદ્રા માં સૂતો હતો.ત્યાંજ પાછળ થી એક તેના મિત્રએ લાત મારી.અર્થ ઉઠ જલ્દી અમે જઈએ છીએ બુક ખરીદવા આ સાંભળીને તે સફાળો બેઠો થયો અને જોર થી બોલ્યો ઉભો રહે લાત ના માર વાગે છે. હું પણ તમારી સાથે આવું છું. તે લાત તેના મિત્રો આ પ્રેમ થી મારી હતી જેમ કોઈ દોસ્ત બીજા દોસ્ત ને મારે છે. તે દોડી ને મોં ધોવા ગયો મોઢું ધોવી ને અરીસા માં જુવે છે અને માથા ના વાળ સરખા કરે છે.આમતો અર્થ દેખાવે સામાન્ય હતો તે કપડાં પણ સામાન્ય જે અનાથ આશ્રમમાં થી આપવામાં આવતા તે પહેરતો.તે દોડી ને બહાર ગયો અને જોર થી બુમ મારી “બબલુ ક્યાં છે તું,હું પણ આવું છું.”,બાજુ ની રૂમ માંથી બબલૂ બોલ્યો “તૈયાર થઈ ગયો અર્થ”.અર્થે હકાર માં જવાબ આપ્યો બબલૂ તેના રૂમ ની બહાર આવ્યો.તે હતો બબલુ નામ તો બાલચંદ્ર હતું પણ બધા બબલૂ જ કહેતા.બબલુ પણ અર્થ ની જેમ અનાથ જ હતો તે અર્થ નો ખાસ મિત્ર હતો. તે જાણતો હતો કે અર્થ કલ્પનાપ્રેમી છે અને તેથીજ તે તેના મિત્ર હોવાના નાતે તેની ભાવનાઓ ની કદર હતી.તે જાણતો હતો કે અર્થ ને તેના માતાપિતાને મળવું છે.તે તેની ભાવનાઓ વધુ સારી રીતે સમજી શકતો કારણકે તે પણ અનાથજ હતો.તે જાણતો હતો કે અનાથ હોવું શું છે.અર્થ ની એક અતિમહત્વ ની ઇચ્છા હતી કે તે કલ્પનાઓની અંદર જાય અને ત્યાં પોતાના માતાપિતા ને મળે અને ભગવાન તેની ઈચ્છા પૂરી કરશે તેનો વિશ્વાસ બબલુ ને પણ હતો કારણકે ભગવાન માટે તો કંઈજ અશકય નથી.બબલુ અને અર્થ આમતો 15 વર્ષ ના હતા અને હજી કાચી દુનિયા જોયેલી હતી અને ખૂબ ભોળા હતા ક્યારેય કોઈનું દુઃખ કે કોઈનું ખરાબ જોઈ શકતા ન હતા.માતપિતા ના હતા પણ સંસ્કાર અને બુદ્ધિ અને ભોળાપણું એવું હતું કે ભગવાન ને પણ તેમની પાસે આવીને પાંચ દશ મિનિટ બેસી વાતો કરવાનું મન થાય અને તેમને જોઈતું વરદાન આપી દે વગર જ તપ કર્યે. આ બધાજ સંસ્કાર ગુણ અને ભોળપણ સારું જ્ઞાન બધુજ બુક ની દેન હતું.

તે જે કંઈ પણ શીખ્યા હતા તે સર્વે ચોપડી માંથી જ શીખ્યા હતા.

બબલૂ બહાર આવીને અર્થ સાથે ચાલવા લાગ્યો અને બંને તેમના આશ્રમ ની બહાર ઝાડ ની નીચે એક બાંકડા ઉપર બેઠા હતા અને બસ ની રાહ જોઇ રહ્યા હતા.બંને વાતો કરી રહ્યા હતા કે દશમાં નું પરિણામ આવતા બહુજ વાર લાગશે તો ત્યાં સુધી પોતે શું કરશે.અર્થે કીધું મારે તો ખૂબ બધી વાર્તા ની બુક વાંચવાનો પ્લાન છે.બંને વાતો કરતા હતા કે આપણે ત્રણ-ત્રણ ચોપડી લઈશું પછી એકબીજા વાંચીને અદલાબદલી કરી દઈશું.બબલુ એ વાતમાં સહમતી દર્શાવી.

બંને વાતો કરતા હતા ત્યાંજ બસ આવી અને તેઓ બસ માં બેસી ગયા.ટિકિટ લીધી બાદ બંને બારી માંથી વાહનો તથા માણસો નો આવરો જાવરો તથા માણસો ની ભીડ જોઈ રહ્યા હતા.વાહનો નો ટ્રાફિક પણ બહુ હતો બસ વારંવાર ઉભી રહેતી હતી અને જગ્યા મળતા ફરી ચાલવા લાગતી સુરજ હજી આથમ્યો ના હતો પણ તૈયારી હોય તેવું લાગતું હતું વાતાવરણ કેસરી થઈ ગયું હતું અને એક પુલ પરથી બસ જતા નીચેની નદી ના પાણી માં સુર્ય નો પડછાયો પડતો હતો અને તેનાથી આજુબાજુ સર્વે કેસરી રંગ માં ફેરવાયું હતું. થોડીક વાર બાદ બસ હવે એક સ્થાને ઉભી રહી. બંને બસ માંથી ઉતર્યા આજુબાજુ વાતાવરણ ખુબજ ભીડભાડ વાળું હતું બને નાની નાની ગલી માંથી થઈને એક દુકાને પહોંચ્યા જ્યાં તેવો બુક લેવા આવ્યા હતા.તે જ્યાં ઉભા હતા તે જગ્યા એ સર્વે દુકાનો ચોપડીયો નીજ હતી.સૌ કોઈ ત્યાં ચોપડી લેવા આવતું ત્યાં કોઈ ભાવતાલ તો કોઈ પૈસા ગણતું નજરે પડતું કેટલાક વેપારીઓ પોતાની દુકાનમાં ગ્રાહકોને લાવવા માટે બૂમો પાડી રહ્યા હતા તો કેટલાક ગ્રાહકો ને પ્રેમથી ફસાવી રહ્યા હતા.આ બધું અર્થ પણ જોતો હતો અને મનોમન હસતો હતો.પણ અર્થ અને બબલુ તો એક જ દુકાને આવી ને ઉભા રહ્યા હકીકત માં તે અનાથ આશ્રમની બાંધેલીદુકાનહતી.તેમને ત્યાં ફ્રી માં બુક મળતી કારણકે કોઈ ભલા માણસે સર્વે અનાથ આશ્રમ નો ચોપડી નો ખર્ચ પોતે આપવાનું નક્કી કર્યું હતું. બંને દુકાન માં ગયા અને પોતે અંદર બુક્સ જોવાનું ચાલુ કર્યું બહુ મોટા કબાટો માં બહુ બધી બુક્સ પડી હતી અર્થ તો તેને જોઈને જ રાજી થઈ ગયો. તેને તો મનોમન થયું કે બધી બુક્સ પોતાના રૂમમાં લઇ જાય અને બસ વાંચેજ રાખે. બને લાગી ગયા પોતપોતાના કામ પર બંને બહુ બધી બુક્સ જોઈ અને નક્કી કરવું મુશ્કેલ બન્યું કે કઈ બુક લેવી અર્થ ને રહસ્યમય વાર્તા બહુ ગમતી તો બબલૂ ને કવિતાઓ અને કલાસિક વાર્તા બહુ ગમતી ત્યાં અર્થે એક કબાટ ખોલ્યો ત્યાં એક જ લેખક ની લખેલી બહુ બધી બુક્સ હતી બધી કલ્પનાઓની દુનિયાની હતી લોકો બહુ માનતા નહતા કે તેવી કોઈ દુનિયા હોય છે. છતાં પણ લોકો ને તે લેખક ની બુક્સ બહુ ગમતી તેમાં એક અલગજ દુનિયાની સફર કરવા મળતી ઘણા તો તેમની બુક વાંચી તે દુનિયા ના ચાહક બની ગયા. આર્યને તે બુક્સ માંથી એક બુક ઉપાડી અને તે લેખક નું નામ વાંચ્યુ તેમનું નામ હતું “કવન” માત્ર કવન જ લખેલું હતું દરેક બુક્સ માં અને બહુ બધી કલ્પનાઓની દુનિયા ના દર્શન ની વાર્તાઓ હતી.

“કવન” તેમનું નામ બહુ ચર્ચિત હતું એટલા માટે કે તેઓ તેવું માનતા હતા કે વાસ્તવિકતા ની જેમ એક બીજી કાલ્પનિક દુનિયા છે.જે બહુ વિશેષ છે અને તેમના રેડિયો અને ટેલિવિઝન પર ના ઇન્ટરવ્યૂ પણ રસપ્રદ છે.પણ થોડા દિવસ પહેલાજ તેમનું રહસ્યમય મોત થયું હતું કોઈ જાણતું જ નથી કે તે મૃત્યુ કેવી રીતે પામ્યા આખરે ઘણા લોકો નું કહેવું છે કે તે બીજી દુનિયા ના લોકો એ તેમનો જીવ લીધો છે.

જોકે કાલ્પનિકતા ની દુનિયા ની વાતો માં બહુ ઓછા વિશ્વાસ કરતા હતા.

આર્યને તે તે લેખક ની બુક્સ લેવામાં જરાય વિલંબ ના કર્યો તે કબાટ માંથી ત્રણ બુક લીધી અને આગળ ટેબલ પાસે જતો રહ્યો.થોડી વાર બાદ બબલુ પણ પોતાને ગમતી બુક્સ લઈને આવ્યો બંને એ બુકસ બિલબનાવવા ના ટેબલ પર દેખાડી અને અને પોતાનું નામ લખાવી દીધું અને બિલ અનાથ આશ્રમ માં આપવા કહયું મુખ્યત્વે ત્રણ બુક ખરીદવાનો નિયમ હતો.

બંને બિલ તથા બુક્સ લઈને પાછા ફરતાં હતા બંને ચાલતા ચાલતા બસસ્ટેન્ડ પહોંચ્યા અને બસ ઉભીજ હતી બસ માં પહોંચ્યા અને ત્યાં જગ્યા મળતા બેસી ગયા બંને એકબીજાની બુક્સ બતાવતા હતા. બબલુ એ કહયું “કવન” આ લેખક વિશે મેં સાંભળ્યું છે થોડા દિવસો પહેલા તે તેમનો ઇન્ટરવ્યૂ રેડિયો માં દેવા આવ્યા હતા.બંને વાતો કરતા હતા ત્યાંજ એક નાનકડું બાળક લઈને એક બહેન બસ માં આવ્યા તેમની પાસે એક બાળક હતું તે આગળ ની જગ્યા એ બેઠાં. બાળક બાટલી માંથી દૂધ પીતું હતું અને તેની માં તેને માથા પર પ્રેમ થી પંપાડ તી હતી. અર્થ મનોમન હસ્યો અને તે આંખો બંધ કરી વિચારવા લાગ્યો કે કદાચ તેની પણ માતા હોત તો તે પણ ખૂબ સુખી હોત તેને પણ માતાપિતા ના ખોળા માં માથું રાખવા મળત.જગત માં જ્યારે માતાપિતા નો પ્રેમ વરસતો હોય. ત્યારે જગત આખુ શૂન્યાવકાશ થઈ જાય છે.બસ માતાપિતા નો પ્રેમ જ રહે છે બીજુ કશુંજ રહેતું નથી સુખ તથા દુઃખ બધું એક તરફ થઈ જાય છે. આ બધું વિચારતો હતો ત્યાંજ બાજુ માંથી અવાજ આવ્યો અર્થ શું થયું? ટિકિટ લઇ લે.અને હા..તે અચાનક બોલ્યો તે હેબતાઈ ગયો અને ટિકિટ માસ્ટર ની સામે જોઈ રહ્યો.

ટિકિટમાસ્ટર ગુસ્સે થયો “મારી સામે શું જુવે છે ટિકિટ લઇ લે લેવાની હોય તો નહીતો ઉતરી જા ટાઈમ ના બગાડ તું એકલો નથી અહીંયા.” તેને પૈસા આપ્યા અને ટિકિટ ખરીદી તે થોડો શરમાઈ ગયો આખરે બધાજ બસ ના લોકો તેની સામે જોતા હતા.થોડા સમય બાદ બસ અનાથ આશ્રમ આગળ ઉભી રહી ગઈ બંને ઉતરી ગયા અને અનાથ આશ્રમ તરફ ચાલતા થયા જમવાનો સમય થઈ ગયો હતો.
અધ્યાય-3 "કેટલાક પ્રશ્ર્નો"


બધા જ વિદ્યાર્થીઓ જમવામાટે ના મોટા હોલ માં ભેગાથયા હતા. જ્યારે અર્થ અને બબલુ પણ બુકસ મુકીને હાથ મોં ધોઈને હોલ માં ભેગા થયા ત્યાં બીજા ઘણા ખરામિત્રો હતા. બધા જ જમતા હતા તે પણ તેમની સાથે ડીશ લઈને જમવા બેસી ગયા જયારે એક મિત્રએ પૂછ્યું કે કયા હતા તમે લોકો સાંજે ક્રિકેટ રમવા પણ નહોતા આવ્યા.ત્યારે બબલુ એ જવાબ પતા કહ્યું કે “ અમે બુક લેવા ગયા હતા” થોડી વાર બાદ બધા એ જમી લીધું હતું અને અર્થ અને બીજા મિત્રોએ પણ બહાર ની જગ્યા પર બેસી ને વાતો કરતા હતા. થોડીક વાર બેસી ને બધા વાતો કર્યા બાદ સૌ પોતપોતાના રૂમ માં ગયા અર્થ ને બહાર ચાલવા જવાની ઈચ્છા થઈ એટલે તેને બબલુ ને પૂછ્યું સાથે આવવા માટે પણ આજે બબલુ થોડો થાકી ગયો હોવાથી તેને ના પાડી. અર્થ એકલો જ બહાર નીકળ્યો અનાથઆશ્રમ ની સામે બહુ મોટો બગીચો હતો તે તેમાં ગયો અને બગીચા માં ચાલતો હતો જ્યારે તેની નઝર સામે બેઠેલા થોડા નાનકડા બાળકો અને એક વૃદ્ધ દાદા પર પડી તે ઘણા સમય થી રોજ બગીચા માં આવતા અને નાના બાળકોને ફરતે બેસાડી વાર્તા કહેતા બાળકો ખૂબ રાજી થઈને ઘરે જતા ક્યારેય પણ તે તેમની પાસે ગયો નહતો અને તેમની વાર્તા સાંભળી ના હતી આજે તે એકલો હતો એટલે તેણે વિચાર્યું કે મારે જવું જોઈએ તેમના જોડેથી મને તેમના અનુભવ ની વાતો શીખવા મળશે.

તે ત્યાં ગયો બધા બાળકો ની સાથે સૌથી છેલ્લે બેસી ગયો કોઈ બાળકોનું ધ્યાન ન હતું પણ વૃદ્ધ દાદા જાણતા હતા કે આજે કોઈ નવો બાળક સાંભળવા આવ્યો છે.બીજા બધા બાળકોની સાપેક્ષે તે મોટો હતો પણ દાદા ની સાપેક્ષે તો તે એક બાળક જ હતો.દાદા એ પોતાની વાતો ચાલુ રાખી તે બધા બાળકોને કાલ્પનિકતાની દુનિયા વિશે કહેતા હતા બધા બાળકો ને ખૂબ રસ પડતો તો અર્થ ને પણ આજે મજા આવી દાદા હજી બોલતા જ હતા “ તમને ખબર છે બાળકો કાલ્પનિકતાની દુનિયા જાદુઈ છે ત્યાં બધા બાળકોને જાદુ ભણાવવામાં આવે છે ઊપરાંત તમે જે વિષયો અહીં ભણો છો તે પણ ભણાવવામાં આવે છે. એટલે ત્યાં તમારે શું ભણવું છે તે નક્કી કરવાની છૂટ છે.ત્યાં સ્કૂલ બહુ જ ભવ્ય હોય છે અને એક સાથે બહુ બધા બાળકો ત્યાં ભણે છે.ત્યાં શિક્ષણ માટે પૈસા લેવાતા નથી ત્યાં દરેક બાળકોને ભણવાનો અધિકાર છે.તે દુનિયા ખૂબ સુંદર છે.ત્યાં ઘણા પક્ષીઓ અને પ્રાણીઓ બોલીપણ શકે છે.ત્યાં ઘણું બધું જોવાલાયક છે આ દુનિયા કરતા પણ એક વિશેષ દુનિયા છે તે.” બધા બાળકો ધ્યાન થી સાંભળતા હતા ત્યાં ફરીથી દાદા બોલ્યા “બાળકો હવે બાકી ની વાતો કાલે કરીશું હવે મોડું થઇ ગયું હોવાથી તમારે જવું જોઈએ અને મારે પણ” બધા બાળકો નિરાશ થઈ અંદરો અંદર વાતો કરવા લાગ્યા તેમને હજી દાદા ની વાતો સાંભળવી હતી પણ દાદા ના સમજાવા બાદ તે સમજી ગયા બધા બાળકો પોતપોતાના ઘરે જવા લાગ્યા. જ્યારે અર્થ પણ ત્યાંથી ઉભો થયો તે દાદાની પાછળ પાછળ ગયો દાદા ને તે ખબર હતી કે તે છોકરો તેમની પાછળ પાછળ આવે છે.દાદા બગીચાની બહાર જવાના રસ્તે ઉભા રહ્યા. જયારે અર્થ પણ તેમને જોઈ રહ્યો હતો તેમણેઅર્થ ને બોલાવ્યો અને કહ્યું “ બેટા મને લાગે છે કે તારા મન માં કેટલાક સવાલ છે જે તું પૂછવા માંગે છે..બોલ તારે શું પૂછવું છે? જો મને ખબર હશે તો હું તેનો જવાબ જરૂર આપીશ”. અર્થ વાતકરતા અચકાયો પણ પછી તેને ડર્યા વગર પૂછી લીધું જોકે તેમાં ડરવા જેવું કશુંયે ના હતું તે બોલ્યો “ સર શું કાલ્પનિકતાની દુનિયા સાચેજ હોય છે” પ્રશ્ન હેરાન કરે તેવો જ હતો વૃદ્ધ દાદા હસવા લાગ્યા અને થોડીવાર રહી તે બોલ્યા “તું ક્યાં રહે છે બેટા?”

“સામે ના અનાથઆશ્રમ માં”

“અચ્છા,હું ઘણી વાર ત્યાં આવેલો છું પણ મેં તને બહુ જોયેલો નથી. હા, હું તેતો નહીં કહી શકું કે તે દુનિયા હોય છે કે નહીં પણ એટલું જરૂર કહીશ કે લોકો ત્યાં ગયેલા છે હું માત્ર સાંભળેલી વાતો જ લોકોને કહેતો રહુ છું. મેં તે દુનિયા જોઈ છે તે કહેવું મારા માટે મુશ્કેલ છે પણ તમારા અનાથઆશ્રમ માં પહેલા બે બાળકો રહેતા હતા આ બહુ વર્ષો જૂની વાત છે તે એક દિવસ અચાનક જ ગાયબ થઈ ગયા હતા બધા માનતા હતા કે તેમને તેમના માતાપિતા મળી ગયા પણ મારા વિચાર તે બાબતે જુદા છે.હું નથી માનતો કે કોઈ ને અચાનક જ તેમના માતાપિતા મળી જાય અને તે અહીંયા થી જતા રહે.

“તો શું તે કાલ્પનિતાની દુનિયા માં છે?”

દાદા ફરીથી હસવા લાગ્યા “ આ કહેવું તો મારા માટે બહુ મુશ્કેલ કામ છે.હું મારા નિયમ ના તોડી શકુ”

અર્થે જોયું કે બગીચા નો બંધ થવાનો સમય થઈ ગયો હતો બધા બહાર નીકળવા લાગ્યા તે પણ આગળ નીકળી ગયો અને બહાર પહોંચી ગયો તે અનાથઆશ્રમ ના દરવાજે ઉભો હતો તે જોવા માંગતો હતો કે તે વૃદ્ધ કંઈ તરફ જાય છે પણ પાર્ક બંધ થયા અડધી કલાક થઈ ગઈ વૃદ્ધ આવ્યા જ નહીં તે અર્થ ની પાછળ હતા પણ તે ક્યાં ચાલ્યા ગયા તે ખબર ના પડી તેમની વાતો પણ અલગ હતી તેમને દરેક પ્રશ્ન નો જવાબ પણ વિચિત્ર રીતે આપ્યો હતો તેમના જવાબ પરથી તો એવું કે તેમને કંઈક કહેવું છે પણ કશું જ કહી શકતા નથી.અર્થ અંદર પોતાનાં રૂમમાં જતો રહ્યો.

અધ્યાય-4 "મિત્રતા ની પરીક્ષા"


 અર્થ રૂમ માં જઈને રોજ ની જેમ પોતાની બુક વાંચવાની ચાલુ કરવાનો હતો. તેણે પોતાની પથારી વ્યવસ્થિત કરી અને ઓશિકા માથું ઊંચું રહે તેમ રાખ્યા જેથી તે વાંચી શકે. તેને ત્રણ બુક લીધી અને સ્વાભાવિક હતું કે તે પ્રથમ કાલ્પનિકતા ની બુક જ વાંચવાનો હતો. તેને લાવેલી ત્રણ બુક માંથી પ્રથમ બુક લીધી અને વાંચવાનું શરૂ કર્યું અર્થ ની વાંચવાની ઝડપ બહુજ આશ્ચર્ય જનક હતી તેની પાછળનું કારણ આ હતું કે આટલા વર્ષોથી બુક વાંચતો હતો અને તેને કોઈ ટીવી કે રેડિયો નું પણ વ્યસન ના હતું અને તેથી ઇન્ટરનેટ ની તો વાત તો તેને દૂર દૂર સુધી કોઈ લાગુ પડતી જ નાહતી. તેને સવાર પડતા પડતા તો ત્રણે બુક વાંચી નાખી અને ત્રણે બુક એકબીજા ની કડી હતી તેથી તેનાથી રહેવાયું નહીં અને તેને સવાર ના પાંચ વાગતા વાગતા તો ત્રણે બુક વાંચી લીધી.તેને વાંચવાની પણ બહુ મજા આવી.તે મન માં જ વિચારવા લાગ્યો શું સુંદર રચના છે.ઉપરાંત તેને કાલ્પનિકતા ની દુનિયામાં વિશ્વાસ બહુ વધી ગયો તેને અત્યંત ઈચ્છા થઈ હતી ત્યાં જવાની પણ સવાલ હતો કે ત્યાં કંઈ રીતે જાય? પણ તેમાં લખ્યું હતું કે દ્રઢ ઈચ્છા હોય તો કલ્પના માં જઈ શકાય છે.ત્યાં બધું જ સુંદર છે.તેને વિચાર્યું કે કદાચ કલ્પનાની દુનિયા માં તેને પોતાના મમ્મી પપ્પા મળી જાય.તે આ બધું વિચારતા વિચારતા સુઈ ગયો અને તેની ઊંઘ ત્યારે જ ઉઘડી જ્યારે બબલુ એ તેને પાછળ લાત મારી અર્થ હજી અર્ધ નિંદ્રામાં હતો અને ઉઠવાના મૂળમાં ના હતો પણ બબલુ ના એક વાક્ય એ તેને ઉઠાડી દીધો બબલુ બોલ્યો "અર્થ જલ્દી ઉઠ, સરે કીધું છે કે કોઈ પેરેન્ટ્સ આવે છે જેમને ૧૫ વર્ષ સુધીનો છોકરો અથવા છોકરી દત્તક જોઇએ છે."

અર્થ આ સાંભળીને સફાળો બેઠો થઈ ગયો અને બોલ્યો " સાચે જ?"

બબલુએ હકાર માં માથું હલાવ્યું અને જલ્દીથી તેના રૂમ તરફ જતા બોલ્યો તું પણ જલ્દીથી તૈયાર થઈ જા હું પણ તૈયાર થઈ ને આવું પછી આપડે મળીયે.તે તેના રૂમ માં જતો રહ્યો.

અર્થની સવાર આજે એક ખુશખબરી થી થઈ હતી અને આજે તે કંઈક વધારેજ હકારાત્મક લાગતો હતો મનોમન તે હરખાતો હતો. તેને તેની આજ પર એવી આશા હતી કે આજે તેને માતાપિતા લઈ જ જશે.તે ઉઠીને બાથરૂમ માં સ્નાન કરવા ગયો ત્યારે પણ તે મનમાં અને મન માં જ હરખાતો હતો તેના મન માં બહુ બધા પ્રશ્નો હતા. કેવી હશે તેના માતાપિતા ની છબી? તે શું પૂછશે તેને? તે માતાપિતાને પસંદ તો આવશે ને? આવા ઘણા સવાલો તેની પાસે હતા પણ છતાંય તે ખુશ હતો. કારણકે ઘણા દિવસો પછી કોઈ માતાપિતા બાળક ને દત્તક લેવા આવ્યું હતું.

તે સારી રીતે નાહયો અર્થ આમતો ગોરો હતો ચહેરા પણ દાઢી ની નીચે બે નાના ખરોચ ના નિશાન હતા તે નાનપણ માં પડી જવાથી આવ્યા હતા.કપડાં પણ સામાન્ય પહેરતો અને માથું પણ એકદમ સિમ્પલ ઓળતો.

તે તૈયાર થઈને બહાર આવ્યો ત્યારે બહાર બબલુ બેઠો હતો

તેને પૂછ્યું કે ઉઠવામાં આટલું મોડું કેમ થઈ ગયું.જયારે અર્થ એ ખુલાસો કરતા કીધું "હું રાત્રે મોડો સૂતો હતો લગભગ 5 વાગ્યા ની આસપાસ બુક વાંચતો હતો મેં કાલ લીધેલી બધી બુક વાંચી લીધી"

"શું વાત કરે છે?,કેવી છે તે બુક?"

"બહુજ મસ્ત છે મને સમય ક્યાં જતો રહ્યો તેની ખબર જ ન પડી અને ત્રણે બુક એક કળી માં છે તેથી મારે ત્રણે એકપછી એક વાંચવી જ પડી"

"ઉપરાંત તેમાં ઘણુંશીખવા જેવું છે અને તેમાં કલ્પનાની દુનિયા કેવી હોય છે તેની ઝલક આપેલી છે તથા લેખક નું માનવું છે કે જો તમારી તીવ્ર ઈચ્છા હોય તો તમે એકવાર ત્યાં જરૂર પહોંચશો."અર્થ બોલ્યો

બબલુ બોલ્યો "હું મારી બુક વાંચી નાખીશ એટલે આપણે અદલાબદલી કરી દઈશુ."

"જરૂર,તું જલ્દી થી વાંચી લે તારી બુક, હું રાહ જોઇશ"

આ બધી વાતો કરતા હતા ત્યાં તેમની અનાથઆશ્રમ નો પ્યુન આવ્યો અને બોલ્યો "૧૧ થી ૧૫ વર્ષના બાળકો જલ્દી થી ઓફિસ માં આવો"

બધા બાળકો ઓફિસ માં જતા હતા ત્યારે બધાએ બહાર એક કાર જોઈ જે ખૂબ મોટી અને સુંદર સફેદ કલર ની હતી બધા જ બાળકો મનોમન ખૂબ રાજી થયા. તેમને હતું કે જેને પણ આજે દત્તક લઈ જશે તેના નશીબ ખુલી જશે પણ અર્થ ને તેના થી કોઈ ફરક પડતો ના હતો તેને તો માત્ર માતાપિતા નો પ્રેમ જ જોઈતો હતો.બધા બાળકો અંદર ગયા તે રૂમ માં એક ૪૦ એક વર્ષ ના માતાપિતા બેઠા હતા જે બાળક ને દત્તક લેવાના હતા.આખરે માતાપિતા એ દરેક બાળકો સાથે વાતો કરી.૧૧ થી ૧૫ વર્ષ ના બાળકો કુલ ૧૨ હતા, માતા પિતા બધા બાળકો ને મળ્યા અને હળીમળી ને કોઈપણ જાતના ભેદભાવ વગર બહુજ વિનમ્રતા થી વાતો કરી અને દરેક બાળકોનાં શોખ જાણ્યાં.

મુલાકાત બાદ બધાજ બાળકો એક રૂમમાં બેઠા હતા ત્યારે પ્યુન ફરીથી આવ્યો અને તેને અર્થ અને બબલુ ને ઓફિસ માં આવવા કહ્યું બંને ખૂબ ખુશ થઈ ગયા બીજા બાળકો પણ થોડા નિરાશ હતા પણ છતાંય કોઈ બીજાની ખુશીમાં ખુશ છે તેવું બતાવ્યું, આખરે તેમનો પણ વાંક ના હતો માતાપિતા મળે તેવી આશા કોને ના હોય.બબલુ અને અર્થ બંને જલ્દીથી જ ઓફિસના રૂમ તરફ આગળ વધ્યા ત્યારે બંને અત્યંત ઉત્સાહ માં હતા તેમને તેવું ધાર્યું કે આવેલ માતાપિતા તે બંને ને લઈ જવા તૈયાર છે. તે બંને ઓફિસ માં પહોંચ્યા ત્યારે તેમને અનાથઆશ્રમ ના વડા એ થોડાક સમય માટે બહાર બેસવા કહ્યું.

પણ જયારે તેવો બહાર બેઠા ત્યારે ઓફિસ નો અંદર નો અવાજ સંભળાતો હતો અને તે બે માંથી કોને દત્તક લેવો તે અંગે નિર્ણય કરી રહ્યા હતા.હવે બંને માંથી કોઇકનું દુઃખી થવું તો નક્કી હતું પણ જયારે અંદર ના વાર્તાલાપ માં એવું કંઈક સાંભળવા મળ્યું જે કદાચ અર્થ ને ખોટું લગે તેવું હતું તે હતું કે "અર્થ એક શાક વેચવાની ટોપલી માંથી મળ્યો છે તે કોનું સંતાન હોય તે કોને ખબર "

આ વિચારશ્રેણી થી અર્થ ખૂબ ગુસ્સે થયો અને ખૂબ દુઃખી પણ તે ત્યાંથી ઉભો થઈને રડતો રડતો પોતાના રૂમમાં ચાલ્યો ગયો બબલુ પણ આ સાંભળતો હતો, તેને અર્થ ને રોકવાની કોશિશ કરી પણ અર્થે કંઈજ ન સાંભળ્યું.

છેવટે માતાપિતા એ બબલુ ને લઈ જવાનું નક્કી કર્યું.

અર્થ તેના રૂમમાં જઈને ધ્રુસકે ને ધ્રુસકે રોવા મંડ્યો તે વિચારતો હતો કે દુનિયા કેટલી સ્વાર્થી છે. તે મનોમન કેટલાક પ્રશ્નો પૂછવા માંડ્યો કે શું તેનું ચરિત્ર કેવું છે તે શેમાં થી મળ્યો છે તે નક્કી કરશે? શું તે શાક ની ટોપલી માંથી મળ્યો તો તેમાં તેનો વાંક હતો? આખરે તેને તો ખબર પણ ના હતી કે તે કોનું સંતાન છે. આવા કેટલાક સવાલ અને અત્યારે સુધીના દરેક દુઃખોની ફરિયાદ મનોમન વાગોળતો હતો.

થોડીવાર બાદ બબલુ આવ્યો અને તેને કહેવાની હિમંત તો નહોતી થતી પણ છતાંય કહેવું પડ્યું

"હું આજે સાંજે જાવ છું અર્થ"

અર્થ ત્યારે મોં ધોઈને સ્વસ્થ થઈ ગયો હતો અને તે કાંઈ પણ બોલવાનો મૂડમાં ના હતો ના તો હસવાના પણ સામે તેનો મિત્ર હતો, અને તે માત્ર આજ નો દિવસ જ હતો, કાલ થી તે અહીંયા નઈ હોય તેને રોકાઈ જવાનું કહેવું પણ મુશ્કેલ હતું, કારણકે આમ કરવાથી પોતાનો સ્વાર્થ સઁતોષવો વ્યર્થ હતું, પણ તેને નક્કી કર્યું કે તે હસતા હસતા જ તેના મિત્રને વિદાય આપશે તેને કંઈજ પ્રશ્ન પૂછ્યા સિવાય બબલુ ને ગળે મળ્યો અને શુભેચ્છા પાઠવી અને દરેક મહિનામાં મળવા આવવા કહ્યું અને બને તો દર અઠવાડિયે.અધ્યાય 5 "કાલ્પનિકતા તરફ પ્રયાણ"

આજ ના દિવસમાં આમ પણ બહુ ખરાબ બની ગયું હતું હવે તેનાથી વધારે તો હવે શું ખરાબ થશે તેની કોઈ આશા તો અર્થ પાસે હતી નહીં પણ બબલુ નો જવાનો સમય થઈ ગયો હતો તેને જતા પહેલા અર્થ તેને કંઈક ભેટ આપવા ઈચ્છતો હતો અને છેલ્લી વખત તેને મળી લેવા ઈચ્છતો હતો કારણકે હવે તે પહેલાની જેમ હંમેશા સાથે નહીં હોય તેને વિચાર્યું કે તે શું ભેટ આપશે પણ કંઈ સુજ્યું નહીં એટલે છેલ્લે તેણે એક પોતાની પ્રિય ગમતી બુક આપવાનું નક્કી કર્યું તે બુક હતી "જંગલો નું રહસ્ય".તે બુક અર્થ જયારે આઠમા ધોરણ માં ભણતો ત્યારે વાંચી હતી અને તે બુક અર્થ ને એટલે બહુ ગમતી કારણકે તેમાં ૧૫ વર્ષ ના બાળક ની સાહસ કથા હતી. જે ૧૫ વર્ષ ની ઉંમરે જંગલ ના રહસ્યો અને વિચિત્રમાનવો ની શોધમાં નીકળી પડે છે.

અર્થ કોઈ ગિફ્ટ પેક કરે તેવી કોઈ તૈયારી તો કરી નહતી પણ તે પોતાના હૃદયપૂર્વક તેને ગિફ્ટ દેવામાંગતોહતો.

અર્થ જ્યારે બબલુ ના રૂમ પર ગયો ત્યારે બીજા ઘણા બધા અનાથઆશ્રમ ના વિદ્યાર્થીઓ બબલુ ની આસપાસ હતા એટલે તે સર્વે અને તે પણ કદાચ બબલુ ને મળવા આવ્યા હતા.બધા તેને કેટલીક આતુરતાથી સવાલો પૂછી રહ્યા હતા.અર્થે બધા ને જોયા તેથી તેણે પછી જવાનું વિચાર્યુ જયારે તે એકલો હોય પણ બબલુ દૂરથી જ અર્થ ને જોઈ ગયો અને દોડીને તેની પાસે ગયો. ત્યાંસુધી માં તે પોતાના રૂમ માં જઈ ચુક્યો હતો.બબલુ તેના રૂમ માં ગયો અર્થે તેને જોઈને કીધું

 "અરે બબલુ હું તારા જ રૂમ માં આવતો હતો"

"હા,મેં તને જોયો મને લાગ્યું તું બધા જતા રહેશે પછી આવીશ પણ મારા નીકળવાનો સમય થઈ ગયો હતો તેથી તે ઠીક હતું કે હું તને મળી લઉં."

અર્થે ગિફ્ટ વાળો હાથ લંબાવ્યો અને તે બબલુ ને આપી.

બબલુ ઉત્સુકતા થી બોલી ઉઠ્યો "અરે વાહ "જંગલો નું રહસ્ય" આતો તારી પ્રિય બુક માની એક છે.તું શું કરવા મને આપે છે?"

"હા,પણ હવે આ મારા તરફ થી તને ભેટ છે,માફ કરજે હું તને એક ચોપડી સિવાય કશું આપી શક્યો નહીં"

અર્થ થોડોનિરાશ થઈ ને કહ્યું

"ના, તારે નિરાશ થવાની જરૂર નથી મારી માટે આ અમૂલ્ય છે.હું આને ક્યારેય નહીં ભૂલી શકુ.હું તને મારુ સરનામું મોકલીશ તું જરૂર આવજે મારા ઘરે હું જ તને લેવા આવીશ તથા આપણે પત્ર માં વાતો કરીશું."

"હા, જરૂર હું જરૂર આવીશ"

ત્યાંજ બબલુ નો એક મિત્ર અર્થના રૂમ માં બોલાવવા આવ્યો

"બબલુ તારા માતાપિતા તને લેવા આવી ગયા છે."

બબલુ તેની સામે હકાર માં માથું હલાવી ને હું આવું છું તેમ સંકેત આપ્યો

અને આખરી વખત તે અર્થ ને ગળે મળ્યો અને ચાલ્યો ગયો.

અર્થ ધાબા ઉપર જતો રહ્યો અને તેણે હાથ હલાવી ને મોં ઉપર સ્મિત રાખી ને વિદાય આપી બંને ની આંખ માં હરખના આંશુ હતા.

કદાચ કોણ જાણે બને આ છેલ્લી વખત મળ્યા હોય.

બબલુ ના ગયા પછી તેજ ક્ષણે તે પોતાને વધારે દુઃખી માનવા લાગ્યો.તેને ફરીથી પોતાની ફરિયાદો નો હિસાબ માંડ્યો.વાતાવરણ શાંત હતું પણ તેનું મગજ ચકરાવે ચડ્યું હતું કંઈજ સૂઝતું ના હતું તેને આકાશ સામે જોયું અને ગુસ્સામાં જોરથી રાડો પાડવા લાગ્યો પણ તેનાથી કોઈ મતલબ ના હતો બધા નીચે હતા ત્યાં કોઈ તેને સાંભળવવાળું નહતું.તેણે આકાશ સામે હાથ રાખી ને ફરિયાદ કરતો હોય તેમ તે જોરજોર થી બોલવા લાગ્યો "હે ભગવાન આખરે મેં ક્યારેય કોઈની સાથે ખરાબ નથી કર્યું તો મારી સાથે આટલો અન્યાય કેમ?,હું અનાથ છું તેમાં મારો તો કોઈ વાંક નથી મને મારા માતાપિતા ખરાબ હાલતમાં મૂકી ગયા તેમાં મારો તો કોઈ વાંક નથી તો મારી સાથેજ આવુ કેમ?

 અર્થ આ રીતે પોતાની વારાફરતી ફરિયાદો નો હિસાબ માંડતો હતો ત્યાંજ વાતાવરણ માં અચાનક પલટો આવ્યો જેની તેને જાણ નહતી તે રોવા માં તથા આ બધી ફરિયાદો માં વ્યસ્ત હતો અચાનક વાતાવરણ બદલાઈ ગયું ઉનાળાની સાંજે હજી માત્ર છ જ વાગ્યા પણ વાતાવરણના પલટાને લીધે અંધારું થવા માંડ્યું જાણે બહુ મોટું વરસાદ સાથેનું વાવાઝોડું આવશે અતિશય પવન થયો ત્યારે તેને પોતના રોવા પર થી ધ્યાન હટાવ્યું ત્યારે તેને ખબર પડી કે કંઈક વિચિત્ર ઘટી રહ્યું છે.પોતાના માથાના વાળ પહેરેલા કપડાં પણ પવનમાં લહેરાતા હતા.તે વિચારવા લાગ્યો આ શું થઈ રહ્યું છે.તે મનોમન વિચારવા લાગ્યો કે તેને નીચે જવું જોઈએ પણ ત્યાંજ એક અજાણ્યો હાથ તેના ખભે અડયો અને તેને વિરુદ્ધ દિશા માં પાછળ ફરીને જોયું તો એક તેજસ્વી બાળક જે કદાચ તેની ઉમંર નો જ હતો.તેણે આજુબાજુ જોયું ત્યારે ખબર પડી કે તે આટલા વાવાઝોડા માં માત્ર તે તથા પોતેજ સ્થિર હતા બાકી આજુબાજુ વરસાદ સાથે પવન ફૂંકાતો હતો.પણ તે ખભે મુકેલા હાથમાં કંઈક વિચિત્ર જ જાદુ હતો તે હાથ અડકતાજ જાણે ખરાબ વિચારો તેના મનમાંથી દૂર થઈ ગયા અને મન એક દમ શાંત થઈ ગયું..તેણે તે છોકરા સામે જોયું ત્યારે તેને કંઈક નવું લાગ્યું તે તેની ઉંમર નો હતો પણ તેના મોં ઉપર કંઈક ગણું વિશેષ તેજ હતું.તેના મોં ઉપર નાનકડું સ્મિત આંખો પણ નાદાન હતી.જાણે કોઈ તાજા મોતી ચળકતા હોય તેવુજ.

પહેલા તો અર્થ આ બધું જોઈને હેબતાઈ ગયો તેના મન માં સવાલો ઉત્પન્ન થયા અને પછી ૧૦ સેકન્ડ ના મૌન બાદ શબ્દો નીકળ્યા" તમે કોણ છો?"

ત્યાંજ પેલો તેજસ્વી બાળક તેજ સ્મિત મોં ઉપર રાખીને બોલ્યો "હું,,તે મને ના ઓળખ્યો?"

"જી ના મેં તમને ના ઓળખ્યા મેં તમને ક્યારેય જોયા નથી, પણ તમે બીજાઓ કરતા મને અલગ જ પ્રતીત થાઓ છો."

"હું એજ છુ જેને તું નાનપણ થી ફરિયાદ કરેછે."

તેજસ્વી છોકરો બોલ્યો

પહેલા તો અર્થ ના મોં માંથી શબ્દોના નીકળ્યા તે એકદમ આશ્ચર્ય પામી ગયો કે જેને તે નાનપણ થી ફરિયાદ કરે છે તે તેની સામે ઉભો છે.હવે તે તેમને શું કહે?, શું તે કોઈ સ્વપન તો નથી જોઈ રહ્યો? તેવા કેટલાક વિચારો તેને ઝીંઝોળી રહ્યા હતા.

થોડીક વાર ની સ્તબ્ધતા બાદ તે બોલ્યો "તો તમે ભગવાન છો, પણ તે કેવી રીતે બની શકે? તે તો કોઈને નથી દેખાતા.”

“એવું તને કોણે કીધું? ,હું કોઈ દિવસ કોઈને નથી મળતો.હા, ખાસ તો હું કોઈને મળવા નથી આવતો હું તેમની દરેક સમસ્યા તેમને મળ્યા વગર જ ઉકેલી નાખું છું પણ મારે તને મળવું તું તેથી હું તારી સમસ્યા હું જાતે જ ઉકેલવા આવ્યો છું,અને હા હું જ્યારે જયારે એક સાચા માણસ ને મારી જરૂરપડે ત્યારે હું જરૂર આવું છું.”

અને આમ પણ તારી ફરિયાદો નું જોર પણ કંઈક વધારે હતું.

(તેજસ્વી બાળકે આ વાક્ય હસતા હસતા કટાક્ષમાં કીધું..)


આ બધી વાતો સાંભળ્યા પછી અર્થ ને એવું લાગ્યું કે આ ખરેખર ઈશ્વરજ છે.

તે બાળકે પોતાની વાત આગળ ચાલુ રાખી "બસ,તમારે તમારો પૂરતો પ્રયાસ અને વિશ્વાસ હશે પોતાની ઉપર ત્યાં હું હંમેશા હોઈશ.”

અર્થ કંઈક બોલીના શક્યો પણ મનમાં તો ફરિયાદો નું વાવાઝોડું હતું,પણ અહીંયા તે કંઈક બોલે તે પહેલાં તે તેજસ્વી છોકરો બોલ્યો કે "તો તારે કાલ્પનિકતા માં જવું છે. કાલ્પનિકતા ની દુનિયા માં"

અર્થ થોડી વાર તાકી ને તે બાળક સામે જોઈ રહ્યો અને તે મૂંઝવણ માં મુકાઈ ગયો આખરે તે બાળક ને કઈ રીતે ખબર કે તેને કાલ્પનિકતા માં જવું છે.પણ ત્યાંજ તેના મન માં વિચાર આવ્યો આખરે જોતે સાચે જ ઈશ્વર છે તો તેમને ખબર હોવી કંઈ નવીન વાત નથી.

અર્થ તે બાળકની સામે જોઈ ને જાણે કોઈ અંતરાત્માથી બોલતો હોય તેમ તે બોલ્યો " હા, મારે કાલ્પનિકતા માં જવું છે."

તે બાળકે કોઈપણ જાતનું કારણ ના પૂછ્યું હતું છતાં અર્થ ને કહેવું ઠીક લાગ્યું

"કારણકે આ દુનિયા બહુ જ ખરાબ છે.અહીંયા માત્ર સારા માણસોને દુઃખી થવા સિવાય કંઈજ મળતું નથી,અત્યાર સુધી તો જે હતું તે ઠીક હતું પણ હવે મને અહીંયા નથી ગમતું."

" ઠીક છે હું તને કાલ્પનિકતાની દુનિયા માં લઈ જવાજ આવ્યો છું પણ મારી એક શરત છે."

અર્થ આ સાંભળીને અધીરો બન્યો અને બોલી ઉઠ્યો "મને મંજુર છે."

"પણ છતાંય તું એકવાર શરત સાંભળીલે જો તને યોગ્ય લાગે તો તું જઈ શકે છે."

" હા, હું પહેલા શરત સાંભળીશ."

"શરત એ છે કે તારે મારુ ત્યાં એક અગત્ય નું કામ પૂરું કરવું પડશે.જે તારા માટે પણ હિતકારી છે.જોતું તે પૂરો કરીશ તો તું હમેશા માટે ત્યાં રહી શકે છે.પણ જો તું નિષ્ફળ ગયો તો હું તને ફરીથી અહીંયા બોલાવી લઈશ."

"હા, પણ તે કામ શું હશે?"

"તે હું તને નહીં કહી શકુ,પણ તું થોડા સમય ત્યાં રહીશ એટલે તને ખબર જાતેજ પડી જશે પણ એક વસ્તુ યાદ રાખવી જરૂરી છેકે ત્યાં કંઈ પણ થાય ત્યાં તારે તારી જાતે જ નિર્ણય લેવા પડશે.અને તું તે ધ્યેય પૂરો કરીશ એટલે તને સર્વે જવાબો મળી જશે.બસ ત્યાં કોઈ જાતની ફરિયાદો ના કરતો કોઈ દિવસ પણ નહીં કારણકે તે જે દિવસ ફરિયાદો માંડી તે દિવસ થી તું તે સુંદર દુનિયા પણ હણી નાખીશ.પછી તું ફરીથી ત્યાં મને ફરિયાદો કરીશ પણ ત્યાં હું તને કંઈ પણ મદદ નહીં કરું કારણકે તે પોતાની દુનિયા ખુદ સ્વીકારેલ છે.ત્યાં સર્વસ્ય તારું છે.તેવું નથી કે ત્યાં તારાથી શકિતશાળી અને બુદ્ધિવાન કોઈ નથી પણ બસ ત્યાં જે પણ કરવાનું છે તે તારે કરવાનું છે."

" મને તમારી વાત માં સંતુષ્ટિ નો ભાવ દેખાય છે."

" તો બોલ તારે જવું છે કાલ્પનિકતા ની દુનિયા માં "

અર્થ દ્રઢ નિર્ણય સાથે બોલ્યો " જી,હા મારે જવું છે કાલ્પનિકતા ની દુનિયા માં હું કોઈ દિવસ ફરિયાદ નહીં કરું અને હું ધ્યેય શોધી ને પૂરો કરીશ"

પેલો તેજસ્વી છોકરો બોલ્યો " ચલો તો ઠીક છે."

એમ કહી પોતાના એક હાથ વડે તે અર્થ ની આંખો બંધ કરે છે.ત્યાં જ બીજી ક્ષણે અર્થ ની આંખો ખોલીને જુવે છે.ત્યારે બે હાથ મોજા અને એક કાગળ રહી જાય છે જે નીચે પડેલા હતા થોડા ભીના થઈ ગયા હતા વરસાદ ના કારણે તેને ઝડપથી લઈ લીધા.વરસાદ તો અટકી ગયો હતો અને વાતાવરણ એક દમ સ્વસ્થ્ય થઈ ગયુ હતું.અર્થ હજી ત્યાં જ ઉભો હતો અને તે ચારે બાજુ પેલા બાળક ને ગોતતો હતો પણ તે ક્યાંય ના હતો.તેણે ચિઠ્ઠી ખોલી જેમાં લખ્યું હતું.આ હાથ ના મોજા પહેરો અને નીચે મુજબ મંત્ર બોલો 

" નથી જીવવું હવે મારે વાસ્તવિકતા ના સહારે..

  બસ મારે હવે જવું છે કાલ્પનિકતાના દ્વારે.."

તેણે ચિઠ્ઠી નો મંત્ર બરોબર યાદ કરી લીધો અને ત્યાર બાદ મોજા પહેર્યા અને આંખો બંધ કરી નીચે મુજબ મંત્ર બોલ્યો.


અધ્યાય 6 " કાલ્પનિકતા ની દુનિયા માં આપનું સ્વાગત છે"

મંત્ર બોલવાની સાથે તે આ દુનિયામાંથી ગાયબ થઈ ગયો, કોઈ નામો નિશાન ના રહ્યું તેનું વાસ્તવિકતાની દુનિયામાં, અને તે પહોંચી ગયો સીધો કાલ્પનિકતાની દુનિયામાં.

કલ્પનાઓની દુનિયા જ્યાં અર્થ ના માનવા મુજબ બધુજ સુંદર હતું.અર્થ એક ખુલ્લા મેદાનમાં ઉભો રહી ગયો જ્યારે તેણે આંખ ખોલી ને જોયું ત્યારે ચારેબાજુ લીલું છમ ઘાસ હતું.તેણે આજુબાજુ જોયું તો ખબર પડી કે તે અહિયાં એકલો ઉભો હતો.પણ હજી તેને પાછળ વળીને નહોતું.તેણે પાછળ વળીને જોયું તો એક ઠીંગણો માણસ ઉભો હતો.તે તેટલો બધો પણ ઠીંગણો ના હતો પણ અર્થ એ કદાચ ઠીંગણા માણસો ખૂબ ઓછા જોયેલા હતા.તેની પાસે એક મોટરસાઇકલ હતી.જે બહુ જૂની લાગતી હતી.

ઠીંગણા માણસે પહેલ કરી અને તેને કહ્યું

 "તારે ક્યાં જવું છે છોકરા?"

અર્થ મોટરસાઇકલ જોવા માં વ્યસ્ત હતો.તે ઠીંગણા માણસે ફરીથી પૂછ્યું થોડા જોરથી

 "તારે ક્યાં જવું છે છોકરા?"

અર્થે કીધું "ખબર નહીં પણ શું આ મારી કાલ્પનિકતા ની દુનિયા છે?"

ઠીંગણો માણસ બોલ્યો "તારી એકલાની થોડી છે મારી પણ છે બધા ની છે"

તમારી પણ છે પણ પેલા તેજસ્વી લાગતા મારા જેવા છોકરાએ કહ્યું તું કે હું મારી કલ્પનાઓ માં જઈશ.

ઠીંગણો માણસ બોલ્યો "અચ્છા તો તું ત્યાંથી આવ્યો છું"

અર્થે કહ્યું "ત્યાંથી મતલબ ક્યાંથી?"

ઠીંગણો બોલ્યો "વાસ્તવિકતા માંથી..અમારી દુનિયામાં તારું સ્વાગત છે. તું પહેલી વાર આવ્યો હોય તેવું લાગે છે. મેં પણ વાસ્તવિકતા માંથી આવેલ માણસ ને પહેલી વાર જોયો છે"

"હા, હું પહેલીવાર અહીંયા આવ્યો છું. પણ તમે કોણ છો?"

"મારુ નામ ત્રાટક છે, હું ન્યૂઝપેપર વાળા નો ખબરી છું."

"અચ્છા તો તમે પત્રકાર છો."

"નહીં નહીં નહીં હું તો માત્ર ખબરી છું,ખબર વહેંચી દઉં છું.નાની મોટી જયાં સામાન્ય માણસ પહોંચી પણ ના શકે.તેમાંથી પૈસા કમાઈ લઉં છું."

"તમે તમારું નામ શું કીધું હતું?"

"ત્રાટક,ત્રાટક નામ છે મારું."

ત્રાટક આતે વળી કેવું નામ મનમાં હસતો હતો.કારણકે તેણે આવું નામ પહેલા બહુ સાંભળેલું નહોતું કારણકે વાસ્તવિકતામાં તો કોઈનું નામ આવું નથી હોતું.

ત્રાટક ફરી બોલ્યો "હસીસ નહીં મારી મમ્મી એ બહુ પ્રેમથી રાખ્યું છે જોકે મને આજ સુધી આ નામ નો અર્થ નથી ખબર પણ મને તે જાણવામાં રૂચિ નથી."

ત્રાટક ભાવુક થઈ ગયો તેથી અર્થે તેમની માતા વિશે પૂછ્યું.ત્યારે ત્રાટકે કહ્યું તે બહુ પહેલાજ મૃત્યુ પામી છે. અર્થ બોલ્યો "માફ કરજો મને આ વિશે ખબર નહતી.મારો ઈરાદો તમને દુઃખી કરવાનો ના હતો."

"અરે ઠીક છે.તેમાં કંઈ તારો વાંક નથી.આ બધુ તો કુદરત નક્કી કરે છે"

અર્થે આજુબાજુ જોયું અને કહ્યું "અહીંયા તો દૂર દૂર સુધી ઘાસ નજર આવે છે શું અહીંયા ક્યાંય મકાન કે બીજી કોઈ ચીજવસ્તુઓ કેમ દેખાતી નથી?"

"કારણકે આપણે શહેર થી બહુ દૂર છીએ એટલે તને અહીંયા કશુંજ દેખાતું નથી. બાકી તો કાલ્પનિકતા ની દુનિયા બહુ સુંદર છે. ચાલ તને બતાવું કાલ્પનિકતા ની દુનિયા બેસીજા મારા બાઈક ની પાછળ."

ત્રાટક અર્થ જેવો જ ભોળો હતો.

અર્થ અને કંઈ સુજ્યું નહીં તેણે ત્રાટક ની સાથે જવુજ ઠીક સમજાયું.તે ત્રાટક ની મોટરસાઈકલ માં બેસી ગયો ત્યાંજ ત્રાટક એ કહ્યું "અર્થ થોડુંક ફિટ પકડી લેજે."

"કેમ?"

"કારણકે મોટરસાઇકલ હવે ઉડવાની છે."

તેણે મોટરસાઇકલ ચાલુ કરી અને પ્રચંડધુમાડા સાથે મોટરસાઇકલ હવામાં ઉડી.

અર્થ એક દમ હેબતાઈ ગયો અને બોલ્યો "શુ અહીંયા મોટરસાઇકલ ઉડી શકે છે.?"

"અહીંયા બધુજ સંભવ છે જે વાસ્તવિકતામાં નથી.અર્થ હવે બહુ સવાલ ના પૂછીશ માત્ર સવારી નો આનંદ લે."

અર્થ થોડીવાર બધું જોઈ રહયો હતો અને પછી ઠંડી હવાજે તેના વાળ ને સરસરાવતી હતી અહીં ઉપરથી દુનિયા બહુ સુંદર લાગતી હતી.વાદળો વચ્ચે પહેલીવાર કંઈક વિશિષ્ટ આનંદ થયો હતો. અર્થ જે કોઈ દિવસ અનાથાશ્રમની બહાર પણ બહુ ના નીકળતો તે આજે વાદળો સાથે બાથ ભરી રહ્યો હતો.થોડીકવારમાં ત્રાટક એક શહેરની દૂરના રોડ પાસે પોતાના મોટરસાઇકલ ને ચિવટતા થી ઉતાર્યું અને હવે મોટરસાઇકલ જમીન પર સામાન્ય રીતે ચાલવા લાગ્યું.

ત્રાટકે કહ્યું "જો આ પણ એક શહેર છે."

ઘીમે ધીમે શહેરની થોડીક નજીક આવ્યા.શહેરમાં થોડીક ભીડ હતી.દુકાનો બધી વાસ્તવિકતા જેવીજ હતી.પણ છતાંય કંઈક નવું લાગતું હતું.મોટરસાઇકલ ધીમે ધીમે ચાલી રહ્યું હતું.અર્થ બધું જોવામાં વ્યસ્ત હતો.એક કાગળ ની ચકલી જેવું કંઈક ઉડતું ઉડતું અર્થ ની પાસે આવી ગયું અર્થ ડરી ગયો અને તેને પકડી લીધું તે કાગળ ચકલી જેવું જ હતું તે હાથમાં તડફળિયા મારતું હતું. તેને ખોલી ને જોયું ત્યારેજ આગળ બેઠેલા ત્રાટકે કહ્યું તે હોટલ ના પ્રચાર માટે તેના જાદુગર માલિકે બનાવ્યું હશે.હા, તે કંઈક તેવું જ હતું જયારે અર્થે ખોલીને જોયું.

"તે કંઈક અલગ હતું તે કંઈ રીતે બન્યું હતું."

"તે જાદુગરી છે તે શીખવું પડે છે.આ રીત તો હું પણ નથી જાણતો."

અર્થે કહ્યું "જાદુક્યાંથી શીખાય છે?"

"તેની માટે તેની સ્કુલમાં ભણવું પડે છે."

"તો અહીંયા તેની સ્કુલ હોય છે.?"

"હા"

તને અહીંયા બહુજ બધું નવું નવું લાગશે.

"હા, મને અહીંયા બધું નવું જ લાગે છે તમે મને આ દુનિયા વિશે જાણવામાં મદદ કરશો.

"તું ચિંતા ના કર હું તને મદદ કરીશ.પણ તું અહીંયા કેવી રીતે આવ્યો?,વાસ્તવિકતા માંથી કાલ્પનિકતામાં તો કોઈ ભાગ્યે જ આવેછે."

અર્થે તે સમગ્ર વસ્તુ ત્રાટકને કહ્યું જે રીતે તે આવ્યો અને તે કેમ આવ્યો હતો.

"તું કોઈ ચિંતા ના કરતો હું તને મદદ કરીશ.અત્યારે તો તને ભૂખ લાગી હશે."

"ભૂખ તો ખૂબ લાગી છે,પણ મારી પાસે પૈસા બિલકુલ નથી."

"અરે તું પૈસા ની ચિંતા ના કરીશ."

ત્રાટકે મોટરસાઇકલ ઉભી રાખીને તેને પૈસા આપ્યા અને કહ્યું

"તું સામેની દુકાન માંથી કેળા લેતો આવ આપણી બંને માટે."

અહીંના સિક્કા કંઈક અલગ હતા બધાજ સિક્કા હતા નોટ્સ તો એક પણ હતી જ નહીં.

તેણે દુકાનદાર ને એક સિક્કો આપ્યો તેના બદલા માં તે દુકાનદારે તેને ડઝન કેળા આપ્યા અહીંના સિક્કાનું મોલ ખૂબ હતું તે તો અર્થ ને ખબર પડી ગઈ.

અર્થ મોટરસાઇકલ ની પાછળ બેસી ગયો અને કહ્યું " હવે આપડે ક્યાં જઈશું?"

"તને અહીંયા મારા શિવાય કોઈપણ ઓળખતું નથી તેથી જ્યાં સુધી આ દુનિયા જાણી ના લે ત્યાં સુધી મારી સાથે રહે આગળનું આપણે બાદ માં વિચારીશું."

"ઠીક છે."

ત્રાટકે મોટરસાઇકલ ને કિક મારી અને ચાલુ કર્યું અને તે જ્યાંસુધી ભરબજાર હતી ત્યાં સુધી જમીન પર ચાલ્યું બાદ માં હવામાં ઉડવા માંડ્યું પણ ત્રાટક નું ઘર અહીંયાંથી બહુ દૂર ના હતું.તે તેવા વિસ્તાર માં આવી ગયા જ્યાં દુકાનો બહુજ ઓછી હતી પણ બહુ બધા ઘર હતા.અર્થે આવો વિસ્તાર બહુજ ઓછો જોયો હતો કારણકે તે વાસ્તવિકતામાં પણ અનાથઆશ્રમમાં જ રહેતો હતો.ત્રાટક નું મોટરસાઇકલ જમીન પર આવી ગયું હતું અને તે એક સીધા રોડ ઉપર ચાલી રહ્યું હતું અને તેની બંને બાજુ સીધી તથા પહોળા રસ્તાવાળી સોસાયટી હતી.ત્રાટકે એક ગલી માં પોતાનું મોટરસાઇકલ વાળ્યું અને તે એક પહોળા અને બહુજ લાંબા રસ્તા પર જતાં હતાં જેની બંને બાજુ હરોળબંદ મકાન હતા જે બધાજ મકાન એક સરખા લાગતા હતા.માત્ર ગલીમાં બે અથવા એક મકાન હશે જે બે માળ ના હશે. ત્રાટકે બરોબર ગલીની વચ્ચે એટલેકે જ્યાંથી આવ્યા તેટલોજ રસ્તો હજી કાપવાનો બાકી હતો.ત્રાટકે એક ઘરની બહાર મોટરસાઇકલ ઉભી રાખી અને તે નીચે ઉતરી ગયો બાદ અર્થને કહ્યું આ મારુ ઘર છે.અર્થે આ રીતના ઘરમાં ક્યારેય ગયો ના હતો ઘર એક માળનું જ હતું પણ બહુ મોટું હતું તેની બહાર થોડી જગ્યા પણ હતી અને ત્યાં એક લોખંડનો ગેટ હતો જેને પસાર કરીને અર્થ અને ત્રાટક અંદર ગયા.અર્થ ઘર જોવામાં વ્યસ્ત હતો.

અર્થ હજી ઘરની અંદર નહોતો ગયો પણ તેને બહાર થીજ ઘર સારું લાગ્યું તેને તરતજ ત્રાટકનાં ઘરના વખાણ કર્યા. ત્યાં ઘરની બહારની જગ્યા માં ત્રાટકે ફૂલછોડ વાવેલા હતા.જ્યારે ત્રાટક દરવાજો ખોલી રહ્યો હતો ત્યારે એક પોપટ ઉડતો ઉડતો આવ્યો અને ત્રાટકે દરવાજો ખોલ્યો.પોપટ ને જોઈને ત્રાટક બોલ્યો

"આવી ગયો સુર(સુર એટલે અવાજ નો એક પ્રકાર)?"

સુર તીણા અવાજ માં બોલ્યો "જી,હા.."

તે એક કપડાં સુકવવાના તાર જે ઘરની બહાર લટકાવેલા હતા તેની ઉપર બેસી ગયો અને નાની ડોક વાળીને અર્થ સામે જોઈને બોલ્યો "આ ભાઈ કોણ છે?, ત્રાટક"

"તે અર્થ છે આપણી સાથે રહેશે તે વાસ્તવિકતા માંથી આવ્યો છે."

આમ પોપટ ને બોલતા જોઈને અર્થ આશ્ચર્યપામી ગયો.

અર્થ અને ત્રાટક ઘરની અંદર જાય છે,તે ઘરની લાઈટ ચાલુ કરેછે. અર્થ ચારે તરફ ઘર જુવે છે. ત્રાટક અર્થ ને કહેછે "આવ આવ અર્થ અહીંયા બેસ."અર્થ આવીને તે સોફા ઉપર બેસે છે ત્રાટક ના ઘરમાં સ્ત્રી (માતા કે બહેન કે પત્ની) ના હોવાના કારણે તેના ઘરે થોડું અસ્તવ્યસ્ત વસ્તુઓ પડી હતી.ઘર તેટલું ચોખ્ખું ના હતું કેટલીક વસ્તુ જેમકે ચોપડીઓ ટેબલ પર પડી હતી.તેના મેલા કપડાં સોફા ઉપર ઉપર પડ્યા હતા.

ત્રાટકે મેલા કપડા સોફા ઉપરથી ઉપાડ્યા અને બીજે મૂકી દીધા.અર્થ ત્યાં બેઠો અને ત્રાટકે અર્થ ને કહ્યું "તને ભૂખ લાગી હશે,તું કેળા ખા ત્યાં સુધી હું તારી તથા મારી માટે બ્રેડ અને દુધ લઈને આવું છું."

અર્થે એક કેળું લીધું અને ખાવાનું શરૂ કર્યું ત્રાટક રસોડામાં ગયો અને અર્થની નજર સામે બહાર બેઠેલા સુર પર પડી તે ઓસરી માં બહાર તાર પર બેઠો બેઠો ઝૂલતો હતો.

ત્રાટકે રેફ્રીઝરેટર માંથી દુધ તથા બ્રેડ કાઢી અને બ્રેડ ને તવા માં ગરમ કરી એટલેકે શેકી અને એક કપ માં ગરમ દુધ પીરસ્યું અને બહાર અર્થ માટે લઈને આવ્યો.

આગળ રૂમમાં બેઠા બેઠા બંને એ ખાવાનું શરૂ કર્યું ત્યારે બંને જમતાં જમતાં વાતો કરવાની શરૂ કરી.ત્રાટકે અર્થને પૂછ્યું "તું અહીંયા આવ્યો તો છું પણ તું અહીંયા શું કરીશ?"

અર્થે વિચાર્યકર્યો પણ ત્રાટક ના આ સવાલ વિશે તેણે ક્યારેય પણ વિચાર્યું નહતું. અર્થે કહ્યું "તે હું જાણતો નથી કારણકે મને અહીંયાંની કંઈ ખાસ ખબર નથી"

"અચ્છા કોઈ વાંધો નહીં, તું વાસ્તવિકતા માં શું કરતો હતો?"

"ત્યાં તો હું ભણતો હતો ચોપડી વાંચતો હતો અને રમતો હતો કોઈકવાર."

"જો તું ઈચ્છતો હોય તો તું અહીંયા પણ ભણી શકીશ તને અહીંયા ચોપડી પણ વાંચવા મળશે રમવા પણ મળશે."

"હા,ઠીક છે મારે આમ પણ ભણવું છે તો તે સારું રહેશે કે હું ભણું."

"પણ તું અહીંયા શું ભણીશ? અહીંયા બે વસ્તુ ભણવામાં આવે છે એક બિનજાદુ શિક્ષણ અને જાદુગરી નું શિક્ષણ."

"તે શું છે મતલબ બિનજાદુગરી શિક્ષણ એટલે ?"

"બિન જાદુગરી એટલે જે તમને વાસ્તવિકતા માં ભણાવવામાં આવે છે તે બધુજ પણ આ દુનિયા માં જાદુગરી શિક્ષણનું બહુજ મહત્વ છે બિનજાદુગરી શિક્ષણ કરતા કંઈક ગણું વધારે.અહીંયા જાદુગરી શિક્ષણ પંદર વર્ષની ઉંમર થી ભણાવવામાં આવે છે ત્યાંસુધી જાદુગરી અને બિનજાદુગરી બંને નું શિક્ષણ એકજ સ્કૂલ માં થાયછે."

"હું જાદુગરી નું શિક્ષણ પસંદ કરીશ."

ત્રાટક બોલ્યો આપણી બાજુ માં રહેતા નિષાર્થ ભાઈના છોકરા પણ જાદુગરી ની સ્કૂલમાં જ ભણે છે તે દેખાવ માં તારી જેટલાજ લગે છે કદાચ ઉંમર પણ સરખી જ હશે. તારી ઉંમર શુ છે અર્થ?"

"પંદર વર્ષ "

"તે પણ પંદર વર્ષ નાં જ છે તેમની જાદુગરી ની સ્કુલ નું સત્ર હમણાં જ શરૂ થયું છે તેથી તને જરૂરથી પ્રિન્સિપાલ તે સ્કૂલમાં પ્રવેશ આપી દેશે. તે સ્કુલ ખૂબ જ મોટી છે અને તે સ્કુલનું નામ પણ બહુ છે આપના પ્રાંત ના પ્રમુખજ ત્યાંના પ્રિન્સિપાલ છે."

"અચ્છા પણ તે સ્કુલનું નામ શું છે?"

"તે સ્કુલનું નામ હું ભૂલી ગયો છું મને ખાસ યાદ નથી પણ મને યાદ આવતા કહીશ."

"ઠીક છે."

"હું સમય મળતા જ તને ત્યાં પ્રવેશ માટે લઈ જઈશ."

"ઠીક છે."

વાતો કરતા કરતા બંને એ ક્યાં જમી લીધું આજે તે ત્રાટકને ખબરજ ન પડી કારણકે રોજ તો એકલો જમતો હતો.

જમ્યા બાદ અર્થ સોફા ઉપર બેઠો હતો અને ત્રાટકે સુર ને ખાવા મરચું આપ્યું અને પાછો ઘરમાં આવી ગયો.તેણે અર્થ ની સામે જોઇને કહ્યું "તું ટીવી જોવું હોય તો જોઈ શકે છે અથવા જો તને થાક લાગ્યો હોય તો તું ત્યાં સુઈ પણ શકે છે જેવી તારી મરજી."

"હું સુવાનું પસંદ કરીશ મને એમ પણ થાક લાગ્યો છે."

ત્રાટક ઘરનો દરવાજો બંધ કરી દે છે.તે પણ બીજા સોફા ઉપર સુઈ જય છે. અર્થ ની આંખો ખુલી હોય છે અને તે પોતાના ધ્યેય વિશે વિચારતો હતો કારણકે તે તેજસ્વી બાળકે કહ્યું હતું કે અહીં તેને એક ધ્યેય મળશે જે તેને પૂરો કરવો પડશે.પણ પછી તેને વિચાર્યું કે હજી તેને અહીંયા એક દિવસ જ થયો છે દિવસો જતા તેને તે ધ્યેય મળી જશે.આ બધું વિચારતા વિચારતા તે ક્યાં સુઈ તેને પણ ખબર ના રહી કારણકે અત્યારે તો તેને થાક લાગ્યો હતો.આમ પણ તેનો કાલ્પનિકતા માં પ્રથમ દિવસ હતો.તે સૂતો હતો ત્યારે બહાર નિરંતર શાંતિ હતી અને બહાર માત્ર કુતરા ના ભસવા નો અવાજ આવી રહ્યો હતો અહીંનું વાતાવરણ પણ ઠંડુ હતું.ત્રાટકે તેને ઓઢવાનું આપ્યું અને બંને બાદ શાંતિ થી સુઈ ગયા.અર્થ તો ગોદડા માં બિલાડીની જેમ લપાઈને સુઈ ગયો.
અધ્યાય 7 "સોનેરી સવાર"

સવારના લગભગ દશ વાગ્યા હતા.જયારે સૂર્યના કિરણો બારીનો કાચ ચીરીને અર્થ ના મોંઢા ઉપર પડતા હતા.ગરમી થવાના કારણે અર્થ જાગી ગયો. તે જાગીને ત્યાં સોફા ઉપર જ બેઠો હતો જ્યાં સુધી તે બરોબર સ્વસ્થ ના થયો. તે બરોબર સ્વસ્થ થયો અને ઊંઘ ઉડ્યા બાદ તેણે જોયું તો ત્રાટક ક્યાંય દેખાતો ના હતો અને દરવાજો પણ ખુલ્લો હતો.અર્થ ચાલતો ચાલતો બહાર ગયો પણ ત્યાં ત્રાટક ક્યાંય દેખાયો નહીં ઉપરાંત સુર પણ ત્યાં ના હતો.તે બાદ માં અંદર આવ્યો ત્યારે ત્રાટક રસોડામાંથી બહાર આવ્યો.

અર્થે કહ્યું "અચ્છા તો તમે રસોડામાં હતા.હું તમને બહાર શોધતો હતો."

"હા, હું રસોડા માં હતો હું આપણા બંને માટે ચા બનાવી રહ્યો હતો. તથા નાસ્તા માં બ્રેડબટર બનાવી રહ્યો હતો."

અર્થે હસતા હસતા કહ્યું "શું અહીંયા એકલું બ્રેડબટર જ મળે છે?,નહીં નહીં હું કોઈ બીજી માંગ નથી કરી રહ્યો તેથી મહેરબાની કરીને ખોટો ના સમજતા પણ હું અહીંયા નવો છું તેથી તમને પૂછી રહ્યો છું."

ત્રાટકને તેની વાત ઉપર હસવું આવી ગયું અને તે બોલ્યો "ના ના એવું નથી અહીંયા બીજું ઘણું બધું ખવાપીવાનું મળે છે પણ હમણાંથી હું કામના કારણે હું બહુ મોડો આવું છું તેથી બહાર જમવાના બદલે હું બ્રેડબટર અને દુધ જ ખાઈ લઉં છું.

અર્થે ફરી પાછો સવાલ પૂછ્યો "કાલે આપણે મળ્યા તે જગ્યા કંઈ હતી?"

ત્રાટકે જવાબ આપતા પહેલા નાસ્તો રસોડા માંથી લઈ આવ્યો અને

ત્રાટક ની વાત નાસ્તો કરતા કરતા શરૂ થઈ તેને કહ્યું

"મારી એક ખૂબજ પ્રેમાળ પત્ની હતી જે હવે નથી તેનું મૃત્યુ થઈ ગયું એટલે તેની કબર પર હું દર મહિને એકવાર ફૂલ મુકવા જઉં છું તે એક મૃતકશરીરને ડાટવાની જગ્યા છે.ત્યાં મારી પત્ની ની કબર છે."

"મને માફ કરો ત્રાટક અંકલ મેં તમને ખોટા સવાલો પૂછીને ભાવુક કર્યા."

"નહીં નહીં એમાં તારો શુ વાંક?,બધોજ દોષ તો કુદરત નો છે.અમે બંને એક બીજા ને ખૂબ પ્રેમ કરતા હતા પણ કદાચ તેજ કુદરતને મંજુર ના હતું."

ત્રાટક થોડોક ઉદાસ દેખાતો હતો.

"તેમને શું થયું હતું?"

"હું એક ખબરી છું, એટલે ખબરો અખબાર વાળા ને વેચું છું પણ એક વખત તેણે એક ખુબજ દુષ્ટ અને બહુ મોટી નામના ધરાવતા જાદુગરને એક માણસ નું અપહરણ કરતા અથવા તો ખુન કરતા જોયો હતો. તેને એમ હતું કે હું આ ખબર વેચીને ને ખૂબ રૂપિયા કમાઈશ અને અમે નવું ઘર લઈશું તથા તેની સાથે લોકો એ પણ તે જાદુગરની દુષ્ટતા ખબર પડશે. તો તેનાથી બધા ચેતી જશે તથા ન્યાયાલય તેને બરોબર કારમી સજા આપશે. પણ તે જાદુગરે તેને મારી નાખી તે પણ અહીંયા ઘરે આવીને.હું જ્યારે ઘરે આવ્યો ત્યારે આ જ સોફા પર તેનો મૃતદેહ પડ્યો હતો."

ત્રાટક હોવી રડવા જેવો થઈ ગયો હતો.

"તો તમને ખબર છે કે તે દુષ્ટ જાદુગર કોણ છે?"

"તે જ સમસ્યા છે કે મને તે ખબર નથી જો ખબર હોત તો અત્યાર સુધી તે જીવીતજ ના રહ્યો હોત.મારી પત્ની એ મરતી પહેલા મને એક વોઇસમેસેજ આપ્યો હતો પણ તેનું નામ નહોતું જણાવેલું."

"તમે દુઃખી ના થાઓ તે દુષ્ટ ને જરૂર દંડ મળશે."

અર્થે ત્રાટકને સ્વસ્થ થવા કહ્યું

બંને એ નાસ્તો કરી લીધો હતો.ત્યાર બાદ અર્થ પોતાની રીતે તૈયાર થવામાં લાગ્યો અને ત્રાટક બીજા કામે લાગી ગયો.જ્યારે અર્થ નાહી ધોઈને તૈયાર થઈ ગયો ત્યારે ત્રાટક બહાર જવાની તૈયારી માં હતો.

ત્રાટકે અર્થ ને કહ્યું "હું કામ પર જાઉં છું અર્થ પણ તું ઘરનું ધ્યાન રાખજે બહાર ક્યાંય ના જતો કારણકે તે અહીંના રસ્તા જોયા નહીં હોય તેથી તું ભૂલી જઈશ બપોર ના જમવાનું ટીફીન તને ઘરે એક ભાઈ આપી જશે તું તે જમી લેજે હું રાત્રે કદાચ વહેલો મોડો આવું ત્યાર બાદ રાતનું ભોજન આપણે સાથે લઈશું અને ખાસ વાત તારું ધ્યાન રાખજે."

"ઠીક છે તમે ચિંતા ના કરો."

ત્રાટક પોતાના કામ પર નીકળી ગયો અને અર્થ ઘરે એકલો હતો અર્થે એક કબાટ ખોલ્યો તેમાંથી જાદુગરી ની અમુક ચોપડીઓ નીકળી જે અર્થને બિલકુલ અલગ લાગી તે વિચારમાં પડી ગયો આવું પણ આ દુનિયા માં હોય છે.જેમ કે વિચિત્ર જીવજંતુઓ,બહુ મોટા કદ ના જીવજંતુઓ આવું તો વાસ્તવિકતા માં ક્યાંય હતું જ નહીં.બપોરના એક વાગ્યા એટલે એક ભાઈ એ દરવાજો ખખડાવ્યો અને અર્થે જોયું તે ટિફિન વાળા ભાઈ હતા.તેણે ટિફિન લાઇ લીધું અને જમી લીધું ત્યારે તેને ખબર પડી કે અહિયાંના જમવામાં અને વાસ્તવિકતાના જમવામાં બહુ ફેર નથી.આજે રાત્રે ત્રાટક થોડો વહેલો આવ્યો હતો કારણકે તે જાણતો હતો કે અર્થ કંટાળી જશે આમ બે ત્રણ દિવસ સામાન્ય પસાર થયા.ત્યારે એક રાત્રે ત્રાટક અને અર્થ જમતાં જમતાં વાતો કરી રહ્યા હતા ત્યારે ત્રાટકે અર્થ ને કહ્યું" મને તે સ્કુલનું નામ મળી ગયું છે, જાદુગરી વિદ્યા મંદિર કાલે આપણે ત્યાં તારા પ્રવેશ પ્રક્રિયા માટે જઈશું."

"ઠીક છે,હું એવી આશા રાખું છું કે મને ત્યાં ભણવાની બહુજ મજા આવશે."

ત્રાટકે કહ્યું "હું કરણ અને ક્રિશ ને પત્ર લખી દઉં છું. તે તારી સાથે રહેશે તો તને ખૂબ મજા આવશે.તે ખૂબ સારા છોકરા છે તારી જેવા તને તેમની સાથે જરૂર ફાવશે."

"કરણ અને ક્રિશ કોણ છે?"

"તે આપણી બાજુમાં રહેતા નિષાર્થ ભાઈના છોકરા છે મેં તને નહોતું કહ્યું તે પણ તે સ્કુલમાં ભણે છે."

"હા, યાદ આવ્યું."

ત્રાટકે ક્રિશ અને કરણ ને પત્ર લખી દીધો અને તેને સુર ને આપ્યો તેને કહ્યું કે સવાર પડતાજ સુરને પહોંચાડીદેજે.

"અહીંયા મોબાઈલ ની સુવિધા હોવા છતાં કેમ પત્ર લખવામાં આવે છે?"

"કારણકે સ્કુલમાં મોબાઈલ ફોન વાપરવાની મનાઈ છે, જો વિદ્યાર્થીને સ્કુલમાં મોબાઈલ વાપરતા જોઈ ગયા તો તેને તે સમયેજ સ્કુલની બહાર કાઢી નાખવામાં આવે છે."

"અચ્છા તો એમ વાત છે."

આજ નો દિવસ પણ આમજ સામન્ય વીતી ગયો પણ અર્થ કાલની રાહ જોઈ રહ્યો હતો કારણકે તેને કાલ સ્કુલમાં જવાનો ઉત્સાહ હતો.

બીજા દિવસે અર્થ વહેલાજ તૈયાર થઈ ગયો હતો ત્રાટક પણ આજે કામપર ના ગયો હતો.ત્રાટકે સવારે બધુજ જરૂરી કામ પતાવી દીધું હતું અને ટિફિન વહેલું આવતા જમી લીધું હતું.

ત્રાટકે અર્થ ને કહ્યું "હવે આપણે જવું જોઈએ સ્કુલ અહીંયાંથી બહુ દૂર છે."

અર્થે હકારમાં જવાબ આપ્યો ત્રાટક અને અર્થ બંને ઘરની બહાર નીકળ્યા અને ઘરને લોક મારીને મોટરસાઇકલ માં બેઠા અર્થે ચારેબાજુ ફરીને જોયું ત્યારે બધેજ નિરવશાંતિ હતી એટલે ત્યાં હંમેશની જેમ કોઈ દેખાતું નહતું.ત્યાં ખબર જ નહોતી પડતી કે ત્યાં કોઈ રહેછેકે નહીં તેમની બાજુ માં રહેતા નિષાર્થ ભાઈ અને કવિતા બહેન બંને સવારે વહેલાં જ જતા રહેતા હતા કારણકે બંને નોકરી કરતા હતા.બીજા કોઈને અર્થ ખાસ ઓળખતો નહીં કારણકે તે અહીંયા માત્ર ચાર દિવસજ રહ્યો હતો.મોટરસાઇકલ ચાલુ કર્યું અને ધીમે ધીમે આગળ વધ્યું અને તે ગલીની બહાર પહોંચતા પહોંચતા તો તે હવા માં ઉડવા માંડ્યું અર્થે ત્રાટકને ફિટ પકડી લીધો.આ વખતે બહુ મજા આવની હતી કારણકે સ્કુલ થોડી દૂર હતી. અર્થ તો ફરથી બસ આ દુનિયાની સુંદરતામાં ખોવાઈ ગયો.હવાઈઉડાનમાં તે વાદળો સાથે રમત કરી રહ્યો હતો ધીમે ધીમે તે કેટલાક નાના શહેર નીચે થી પસાર થયા અને અંતે એક સુંદર નદી આવી. નદીન અતિરમણીય હતી અને તેની સુંદરતા ઉડીને આંખે વળગે તેવી હતી.તેની ઉપર એક પુલ હતો અને પુલની પેલે પાર ચારેબાજુ સુંદર જંગલો હતા અને તેની વચ્ચે એક બહુ મોટી અને બહુ જૂની ઈમારત હતી કદાચ માતા ઘરડી થઈ જાય તો પણ જેમ તેના પ્રેમ અને વાત્સલ્યમાં કોઈ ફેરફાર ના થાય તેવુજ કંઈક આ ઈમારત નું હતું.ત્રાટકે મોટરસાઇકલ હવામાંથી નીચે ઉતારીને એક સીધા રસ્તા ઉપર ચલાવતો હતો.આજુબાજુ ઘોર જંગલ હતું માત્ર થોડે દુર તે સ્કુલનો મોટો વિશાળકાય દરવાજો દેખાતો હતો.

મોટરસાઇકલ હોવી ધીમી પડી રહી હતી.થોડીજ વાર માં સ્કુલનો ભવ્ય ગેટ આવી ગયો.જેની બહાર ચોકીદાર ઉભા હતા. તેમણે ત્રાટક અને અર્થ ને અંદર જતા રોક્યા. જ્યારે ત્રાટકે તેમને કહ્યું કે તે પ્રવેશપ્રક્રિયા માટે જઈ રહ્યા છે.તેથી તેમણે બહુ પૂછતાછ વગરજ રસ્તો કરી આપ્યો.જ્યારે ત્રાટકે બાઇક ને પાર્કિંગ માં મૂક્યું જ્યાં એક હવાઈકાર પહેલે થી ઉભી હતી.તે કાર દેખાવમાં આલીશાન લાગતી હતી અર્થ અને ત્રાટક તો થોડીવાર તેને જોઈ જ રહ્યાં.જયારે ત્યારબાદ અર્થ અને ત્રાટક બંને એક મોટા દરવાજા માંથી તે મોટી ઈમારત ની અંદર ગયા. ઈમારત ની દીવાલો થોડી જૂની હતી.તેની અંદર પ્રવેશતા જ જાતજાત ની નોટિસ લગાડેલી હતી. દરેક વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અલગ અલગ નોટિસ બોર્ડ લગાડેલા હતા.ત્યારે એક પ્યુન ને ત્રાટકે પૂછ્યું

"પ્રિન્સિપાલ અલાઈવ ની ઓફિસ ક્યાં છે?"

પ્યુને તેની સાથે આવવા કહ્યું અને અર્થ અને ત્રાટક બંને સાથે ચાલવા માંડ્યા નીચેનો વિભાગ બહુજ મોટો હતો અને જયારે કાચ માંથી જોતા ખબર પડી કે ભણવાના ઓરડા બહુ મોટા હતા. અર્થ અને ત્રાટક ને પ્યુન લાયબ્રેરીના દરવાજા પાસે થી લઈ ગયો જ્યાં પ્રથમ વર્ષ ના બાળકો માટેની લાયબ્રેરી હતી જે બહુજ મોટી હતી.અર્થે આટલી મોટા અભ્યાસના ઓરડા અને લાયબ્રેરી ક્યારેય નહોતી જોઈ.અંતે પ્યુન પ્રિન્સીપાલ અલાઈવની ઓફિસ પાસે લઈ ગયો જે બહુજ ખુણા માં હતી તેમ કહી શકાય.જે અર્થને ઓફિસની બહાર લખેલા બોર્ડથી ખબર પડી.જયારે પ્યુન અર્થ અને ત્રાટક ને તે ઓફિસની બહાર મુકીને બીજા કામ માટે જતો રહ્યો. અર્થ અને ત્રાટક બંને અંદર જતા રહ્યા તેમણે અંદર આવવાની પરવાનગી માંગી પણ અંદર થી કોઈ જવાબ જ ના આવ્યો.ત્રાટકે આખો દરવાજો ખોલીને જોયો ત્યારે ખબર પડીકે પ્રિન્સિપાલ અલાઈવ અંદર હતા જ નહીં બંને અંદર જતા રહ્યા અને તે આખો ઓરડાને નિહાળતા હતા.સામે જ્યાં પ્રિન્સિપાલ અલાઈવની બેસવાની જગ્યા હતી તેની પાછળ એક કાચના કબાટ માં બહુ બધી ટ્રોફી પડી હતી અને જુદા જુદા ફોટોગ્રાફ હતા.અર્થે અને ત્રાટકે તે બધું જ દૂર થી નિહાડયું.અર્થે ચારેબાજુ જોયું તે બધી દીવાલો ફોટોગ્રાફ અને કાચના નોટિસ બોર્ડ તથા વાર્ષિક સમયપત્રક વગેરે થી ભરેલું હતું.અર્થ અને ત્રાટક આ બધું જોઈને પ્રિન્સિપાલ અલાઈવ ની ખુરશીની સામેની બાજુ રાખેલ ખુરશી પર બેસી ગયા.બેઠા બાદ થોડીજ વારમાં કોઈ એ ઓરડા નો દરવાજો ખોલ્યો હોય તેવો અવાજ આવ્યો અર્થ અને ત્રાટકે પાછળ વળીને જોયું.પ્રિન્સિપાલ અલાઈવે દરવાજો ખોલ્યો હતો અને તે ઝડપથી ઓરડામાં આવ્યા અર્થ અને ત્રાટક બંને ઉભા થઈ ગયા જ્યારે પ્રિન્સિપાલ અલાઈવે તેમને બેસવાનો ઈશારો કર્યો.અર્થ અને ત્રાટક બેસી ગયા.પ્રિન્સિપાલ અલાઈવ દેખાવમાં થોડા ગોરા અને ચામડી પર કરચલી પડી હતી તે આશરે પચાસેક વર્ષના લાગતા હતા અને તેમનો ચહેરો હસમુખો હતો પણ તે ઘણીવાર એકદમ સિરિયસ થઈ ગયા હોય તેમ વર્તતા. તે મોટેભાગે કોટ જ પહેરી રાખતા. જયારે અર્થ અને ત્રાટક બેઠા ત્યારે પ્રિન્સિપાલ અલાઈવે તેમની સામે જોયું અને ત્રાટકે જે કામ અર્થે આવ્યા હતા તે કામ ની વાત ની શરૂઆત કરી અને અર્થનો પરિચય આપ્યો.દરેક વસ્તુ પ્રિન્સિપાલ અલાઈવે શાંતિથી સાંભળી ત્યારબાદ તેમણે ગંભીર રીતે અર્થ ની સામે જોયું અને ત્યાર બાદ તેમનો મોં માંથી પ્રથમ વાક્ય નીકળ્યું

 "તો તમે વાસ્તવિકતા માંથી આવ્યા છો?"

અર્થે કહ્યું "હા,હું વાસ્તવિકતા માંથી આવ્યો છું મારુ નામ અર્થ છે."

"અર્થ,તું વાસ્તવિકતા માંથી આવેલો છે તો સ્વભાવિક છે કે તને આ દુનિયામાં નવું લાગશે પણ તારે ગભરાવાની જરૂર નથી તને પ્રોફેસર દરેક પ્રકારની મદદ કરશે."

ત્રાટક બોલ્યો "મેં તમારા વિશે અને સ્કુલ વિશે ઘણું સાંભળ્યું છે.મને વિશ્વાસ છે કે તમે અર્થને આ સ્કુલમાં જરૂર પ્રવેશ આપશો."

"હા, કેમ નહીં.વર્ષો થી આપણી દુનિયાના લોકો માં જાદુગરીના ભણતર નું ખૂબ મહત્વ રહ્યું છે.આ સ્કુલ માંથી દર વર્ષે હોશિયાર બાળકો ભણીને સારા એવા સ્થાને પોતાની ફરજ બજાવે છે.પણ અહિયાં ના કેટલાક નિયમો છે.જે બહુજ સ્ટ્રીકટ છે. આશા રાખીશ કે તું તેનું પાલન કરીશ."

"જી સર, હું તમારા દરેક નિયમો નું પાલન કરીશ અને હું જાણીજોઈને આપણી સ્કુલને નુકસાન પહોંચે તેવું કામ કદી નહીં કરું."

"ઠીક છે અર્થ,તો તમે આજથી જ સ્કુલ માં ભણવાનું શરૂ કરી શકો છો. જોકે આજનો અભ્યાસ કરવાનો સમય પૂરો થઈ ગયો હોવાથી તમે તમારા છાત્રાલય ના રૂમ માં જતા રહો.તમારો રૂમ તમને પ્યુન દેખાડી દેશે."

ત્રાટક:"સર શું અર્થ ને કરણ તથા ક્રિશ ની સાથે રહેવા મળી શકશે? ,તેનાંથી અર્થને અહીંયા એકલું નહીં લાગે."

"ઠીક છે."

પ્રિન્સિપાલ અલાઈવે એક બેલ મારી જેનાથી પ્યુન અંદર આવી ગયો અને પ્રિન્સિપાલ અલાઈવે તેને અર્થ નો રૂમ દેખાડવા કહ્યું.

ત્રાટક અને અર્થે પ્રિન્સિપાલ સરનો આભાર માનીને ત્યાંથી બહાર નીકળી ગયા.

ત્રાટક થોડોક ભાવુક થઈ ગયો ત્યારે અર્થે ત્રાટક ને કહ્યું "તમે ભાવુક ના થાઓ ત્રાટક અંકલ હું તમને પત્ર જરૂર લખીશ અને તમને રજા આવતા હું તમારા ઘરે જ આવીશ. મને અહીંયા તમારા સિવાય આટલી સારી રીતે કોઈ નથી ઓળખતું."

ત્રાટકે પણ કહ્યું " તું ચિંતા ના કરીશ.અર્થ જો તારે કોઈપણ કામ હોય તો બેજીજક મને પત્ર લખી દેજે.હું તેને મદદે જરૂર આવી જઈશ.ચાલ અર્થ હવે હું વિદાય લઉં છું. તું બહુ યાદ આવીશ અને પત્ર લખતો રહેજે."

આટલું કહેતા ત્રાટકે હાથ ઊંચો કરીને અર્થને આવજો કહ્યું થોડીવાર માં અર્થ તેનાથી થોડે દુર જતો રહ્યો હતો.જયારે તેણે પાછું વળીને જોયું ત્યારે પ્યુન તેની સામે જોતો હતો.

જયારે અર્થ થોડોક ભાવુક થઈ ગયો હતો કારણકે તેણે પંદર વર્ષમાં પહેલી વાર પિતાના પ્રેમ અને હૂંફનો અનુભવ કર્યો હતો.

જયારે અર્થ આ બધું વિચારતો હતો ત્યાંજ પ્યુને પાછળ થી કહ્યું "તો આપણે જઈશું."

અર્થ અને તે પ્યુન બંને ને ચાલતા ચાલતા છાત્રાલયના રૂમ માં જવાનું જે અર્થે જોયું નહોતું. પ્યુન અને અર્થે બંને એક સાથે સ્કુલની બહાર નીકળ્યા અને બંને જમણી બાજુના રસ્તે એક મોટો પુલ હતો ત્યાંથી પસાર થયા આજુબાજુ વૃક્ષો અને પુલ ની નીચેથી નદી વહેતી હતી દિવસ ઢળવા આવ્યો હતો અને તે સાંજના સૂરજનો પડછાયો તે નદી માં પડતો હતો તેને કારણે આજુબાજુ કેસરી રંગ છવાઈ ગયો હતો અને ચારેબાજુ અલ્હાદક વાતાવરણ સર્જાયું હતું.જયારે પુલ પાર કરતા જ છાત્રાલય આવી ગયું તેની એક બાજુ છોકરાઓ માટેનું છાત્રાલય હતું અને બીજી બાજુ છોકરીઓ માટેનું છાત્રાલય હતું.છાત્રાલય પણ સ્કુલની જેમ બહુ જૂનું હતું અને ખૂબ મોટું હતું આશરે ચાર માળ જેટલું ઊંચું હતું.પ્યુન અને અર્થ બંને છાત્રાલય ની અંદર ગયા.છાત્રાલય ની નીચે જ્યાં તે ઉભા હતા ત્યાં બહુ મોટો ઓરડો હતો તે કદાચ સર્વે વિદ્યાર્થીઓને બેસવા માટે કોમનરૂમ હતો. ત્યાં દીવાલો ઉપર જુદાજુદા બોર્ડ માર્યા હતા અને એક બોર્ડ ખાલી હતું.જેમાં વિદ્યાર્થીઓ જુદાજુદા સુવિચારો,કલાકૃતિઓ રજૂ કરતા હતા. પ્યુન અને અર્થ બંને પહેલા માળની ત્યારબાદ બીજા માળ ની સીડી ચડયા.ત્યાં લાઇનસર બંને બાજુ રૂમ હતા અને તેના દરવાજા ઉપર નામ લખ્યા હતા 198,199,200,201,202

પ્યુન બોલ્યો "202, આવી ગયો તમારો રૂમ"

"આપનો આભાર મને રૂમ બતાવવા માટે.શું નામ છે આપનું?"

"મારુ નામ આનંદ છે.આપનું સ્વાગત છે અમારી સ્કુલમાં"

ત્યારબાદ તે નીકળી ગયો. અર્થ દરવાજાની બહાર ઉભો હતો તેણે દરવાજો ખખડાવ્યો પણ કોઈએ ખોલ્યું નહીં કદાચ તેણે બહુ ધીમે થી ખખડાવ્યું હતું તેથી કોઈએ ખોલ્યું નહીં પણ બીજીવાર અર્થે જોરથી ખખડાવ્યું અને દરવાજો ખુલ્યો.એક છોકરો દરવાજા પર ઉભો હતો. તેનું નામ કરણ હતું તેણે અર્થને જોઈને કહ્યું "તું અર્થ છે ને?" હકીકત માં તે જાણતો ન હતો.

અર્થે હકાર માં જવાબ આપ્યો અને તે રૂમ ની અંદર ગયો.

કરણે પોતાનો પરિચય આપતા કહ્યું "મારુનામ કરણ છે તથા આનું નામ ક્રિશ"

ક્રિશ, જે ચોપડી વાંચી રહ્યો હતો.અર્થે ક્રિશની સામે જોયું અને પોતાનો પરિચય ફરીથી આપ્યો.

"તમને બંને ને મળીને ખુશી થઈ,તમને ત્રાટક અંકલે મારા વિશે જે પત્રમાં જણાવ્યું હતું તેજ છું હું,શું તમે મારા મિત્ર બનશો?"

કરણ અને ક્રિશ બંને તેની સામે હસતાં હસતાં કહ્યું "આ પણ કંઈ પૂછવાની વાત છે આજ થી આપણે મિત્ર જ છીએ."

અર્થ: "અરે જરૂર,આભાર આપ બંને નો. હું અહીંયા નવો છું આ સ્કુલ માં અને આ દુનિયામાં પણ તેથી મને ઘણા ખરા નિયમો તેમના ખબર નથી તેથી મારી મદદ કરજો"

ક્રિશ: "જરૂર અમે સર્વે જાણીએ છીએ ત્રાટક અંકલે અમને બધુજ પત્ર માં જણાવ્યું હતું તેથી તું ચિંતા ના કરીશ."

કરણ: "હા,તું ચિંતા ના કરતો હવે આપણે મિત્રો છીએ."

ક્રિશ: "અહિયાં ના નિયમો બહુ સ્ટ્રીકટ છે."

અર્થ: "હા, મને પ્રિન્સીપાલ અલાઈવે જણાવ્યું હતું.શું અહીંયા જાદુગરી ભણાવવા માં આવે છે."

કરણ: "હા,અહીંયા જાદુગરી ભણાવવા માં આવેછે. અહીં જાદુઈ મોજા હોય છે. તે પહેરીને જાદુ કરવાનું હોય છે.આમતો અહીંયા શીખવામાં બહુ મજા આવે છે પણ અહીંયા કેટલાક દુષ્ટ લોકો પણ રહેછે."

અર્થ: " દુષ્ટ લોકો?"

ક્રિશ: "તું હોવી અહીંયા જ છું તો તને ખબર પડી જશે તું ચિંતા ના કર.આપણે સાથે જ છીયે."

કરણ: " સૌપ્રથમ કાલ આપણે સ્કુલથી આવીને ચોપડી લેવા માટે ચોપડીઓ ની ગલી અને ત્યારબાદ સારા એવા જાદુઈમોજા લેવા પડશે."

અર્થ: "ઠીક છે કાલ આપણે સ્કુલ થી આવીને જઈશું."

ક્રિશ: "આપણે હવે જમીને સુઈ જવું જોઈએ."

ત્રણેય જમીને સુઈ ગયા જ્યારે અર્થ ને નવી જગ્યા નવા મિત્રો મળ્યા હતા. તે તેમની વિશે વિચારતો હતો. છેલ્લા અઠવાડિયા માં તેના જીવનમાં બહુ મોટા બદલાવ આવ્યા હતા.તેની પાસે હવે તેના દુઃખી હોવાનો કોઈ કારણ દેખાતું નહતું બસ હવે તેને અહિયાં હંમેશા રહેવા માટે એક ધ્યેય શોધવાનો હતો.

(15 વર્ષ ની ઉંમર માં કંઈક નવો જ જાદુ હોયછે મિત્રો જ્ઞાન અને પ્રેમ બધુજ મેળવવાની આશા બધામાં હોય છે. બધાને જીતવું હોય છે. બધાના સપના હોય છે. તેમને ખબર નથી હોતી કે સ્વપ્ન કેવી રીતે સાચા કરવા પણ સ્વપ્નો જરૂર હોય છે. જે 15 વર્ષની ઉંમરે પણ મહેનત કરવા પ્રેરે છે. કહેવા જઈએ તો 15 થી 21 નો દાયકો જીવનનો સૌથી શ્રેષ્ઠ દાયકો હોય છે.ઘણું બધું શીખવા મળે છે.)

અર્થ,કરણ અને ક્રિશ નું પણ કંઈક અંશે આવુજ હતું. તેમના પણ એક નવા મિત્રતા ના સબંધ ની શરૂઆત હતી.તે પણ આગળ જઈને પોતાની મિત્રતા નું ઉદાહરણ કાયમ કરી શકતા હતાં કારણકે આજ હતો તેમનો જીવન નો સૌથી ઉત્તમ દાયકો. તેમનો ઉત્તમ સમય કંઈક કરી બતાવવાનો સમય,પોતાના સ્વપ્નરૂપી પક્ષીને પાંખ આપવાનો સમય, સ્વપ્ન સાચા કરવાનો સમય.

અધ્યાય 8 "નવી મિત્રતાની શરૂઆત"

સવારે ઉઠીને બધા ફ્રેશ થાય છે.ક્રિશ પોતાની જાતે પ્રાઈમસ માં દુધ ગરમ કરે છે. અર્થ બારી પાસે ઉભો હતો જ્યારે વાતાવરણ ખુશનુમા છે. બારી માંથી મંદ મંદ પવન આવી રહ્યો છે અને અર્થ તેના વાળ સરખા કરી રહ્યો હતો. તે આજે પ્રથમ દિવસે સ્કુલ જવા તૈયાર હતો.

અર્થ: "શું તને જમવાનું બનાવતા પણ આવડે છે?"

ક્રિશ: "હા, થોડું થોડું.મને પણ પહેલા નહોતું આવડતું પણ કાયરા એ શીખવ્યું. પણ આપણે અહિયાં જમવાનું નથી બનાવવાનું હોતું તે રસોઈવાળા ભાઈ બનાવી આપે છે પણ તોય જો તમારે બનાવવું હોય તો તમારી મરજી. અમે ઘણી વાર જાતે બનાવીએ છીએ."

અર્થે કહ્યું "આ કાયરા કોણ છે?"

ક્રિશ: "તે અમારી સાથે ભણે છે તે આપણી દોસ્ત જ છે. કલાસમાં મળશે તે આપણને."

કરણ:"આપણે જવું જોઈએ નહીતો મોડું થઈ જશે."

ત્રણે જણ રૂમ બંધ કરીને પોતાની સ્કુલ તરફ જાવા માંડ્યા અને નદી ઉપર નો પુલ પાર કરીને તે સ્કુલે પહોંચ્યા. જયારે તે કલાસ માં બેઠા ત્યાં બીજા ઘણા ખરા બાળકો બેઠા હતા.ત્રણે પોતપોતાની જગ્યા પર બેસી ગયા જોકે અર્થ નવો હતો એટલે તે કરણની બાજુમાં બેસી ગયો.ત્યારે થોડીક જ વારમાં એક દાઢીવાળા, કદમાં મોટા અને વૃદ્ધ માણસ પ્રવેશે છે તે પ્રોફેસર છે. તેમનો આજે આ સત્ર નો પ્રથમ દિવસ હતો.તે કેટલા દિવસોથી રજા ઉપર હતા. તેઓ બોલે છે

"હેલો વિદ્યાર્થીઓ મારું નામ એડમ છે.તમારે આ વર્ષ માં ચાર વિષયો ભણવાના છે. આ વાત તો તમે જાણો જ છો. તે વિશે તમને કોઈ બીજા પ્રોફેસરે કીધું હશે પણ હું તમને ફરીથી કહી દઉં છું.અભ્યાસ અંગે સહેજપણ બાંધછોડ હું નહીં ચલાવી લઉં.ઉપરાંત તમે સર્વે પ્રથમ વર્ષ ના જાદુગરી ભણતા વિદ્યાર્થીઓ છો તેથી તમારે તો અભ્યાસ માં વધુ ધ્યાન રાખવાનું રહેશે.

તમારે આ વર્ષમાં જાદુગરી,ગુપ્તરહસ્યો,ભવિષ્ય, નિયમો વિશે ભણવાનું રહેશે અને હું તમને જાદુગરી વિશે ભણાવીશ.

વર્ષ માં બે પરીક્ષા લેવા માં આવશે એક ઉનાળામાં તથા એક શિયાળા માં તેમનું સમયપત્રક સત્તાવાર તમને જાહેર કરી દેશે. આ ઉપરાંત જાદુઈ સ્કુલ કેટલાક વર્ષો થી રમતગમત ને પણ વિશેષ ધ્યાન આપે છે.તથા દરેક વિદ્યાર્થી બીજા વર્ષ માં ઉડવાનું પણ શીખવામાં આવે છે તે પણ જાદુઈબુટ થી તથા મોટી ડાઈવ મારતા પણ શીખવામાં આવે છે."

લાંબા ભાષણ પછી તેમણે વિરામ લીધો અને ફરીથી બોલ્યા.

"તો હવે આપણે ભણવાનું શરૂ કરીએ.બધા જ વિદ્યાર્થીઓ પોતપોતાની બુક અને જાદુઈ મોજા લઈને આવે નહીતો કાલથી તેમને મારા કલાસ માં બેસવા દેવામાં આવશે નહીં.જો તમે પંચોતેર ટકા થી ઓછા કલાસ ભર્યા હશે તો તમને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે અને તમને સત્તાવાર તે વિષયમાં નાપાસ કરાશે.તો વાત કરીએ બેઝિક જાદુની જે જાદુ શીખવાનો એક પાયો છે."

પાછળ બે વિદ્યાર્થી હસી રહ્યા હતા.જેની પ્રો.એડમ ને ખબર પડી ગઈ અને તેમણે કહ્યું

"તમને કંઈ વાત ઉપર હસવું આવી રહ્યું છે હું પણ જાણી શકું?"

વ્રજ એ કહ્યું "માફ કરો સર હવે એવું નહીં થાય"

"હવે થશે તો મારા બે કલાસ સુધી તમને બાકાત રાખવામાં આવશે."

આમ આ કલાસ આવી જ રીતે લાતી ગયો અર્થને માજા આવી જોકે આ કલાસ માં તેઓ કંઈ ખાસ ભણ્યા ના હતા.

થોડીવાર માં રિશેષ પડી ત્યારે ત્રણ છોકરીઓ જેનું નામ કાયરા,સ્મૃતિ અને વરીના હતું.તે કરણ અને ક્રિશ પાસે આવી જોકે અર્થ પણ ત્યાં જ બેઠો હતો.કરણ અને ક્રિશે તેમને શુભસવાર કહ્યું અને તેમણે પણ સામેથી તેમને શુભસવાર કહ્યું અને ત્યારબાદ અર્થ જોડે મુલાકાત કરાવી અને અર્થ વિશે જણાવ્યું.કાયરા દેખાવ માં સુંદર અને હોંશિયાર હતી તે હંમેશા જુદા જુદા કપડાં પહેરવાની શોખીન હતી.તે અહીંયાંથી એટલેકે સ્કુલ થી બહુજ દૂર રહેતી હતી.તેનું ઘર સ્કુલના બીજા છેડે હતું ટ્રેનમાં પણ ત્યાં પહોંચતા ત્રણેક દિવસ લાગતા.તેના માતા પિતા એક વકીલ હતા તે જાદુગરોની કોર્ટમાં વકીલાત નું કામ કરતા જોકે તે તેટલા નામાંકિત નહતા કારણકે તે સારા માણસો હતા.તે હંમેશા સારા માણસોનો સાથ આપતા તેથી તે સારા માણસો વચ્ચે તેમનું ખૂબ નામ હતું અને કાયરા માં પણ તેમનાજ ગુણો આવ્યા હતા. જ્યારે સ્મૃતિ અને વરીના બંને સ્કુલ થી નજીક રહેતા હતા. તેમના માતાપિતા નામાંકિત અને ખૂબ અમીર હતા.પ્રિન્સિપાલ અલાઈવ પણ ઘણી વાર તેના માતા પિતા જોડે સલાહ લેવા આવતા હતા.

કાયરા,સ્મૃતિ અને વરીના ને થોડીવાર આશ્ચર્ય થયું.તેમણે પહેલી વાર કોઈ વાસ્તવિકતા નો માનવી જોયો હતો તેમને તે અંગે કંઇક જુદીજ માન્યતા બાંધી રાખી હતી તેમને તેવું હતું કે વાસ્તવિકતા નો માનવી જુદો જ દેખાય છે.જોકે તેવી માન્યતા બીજા ઘણા લોકો ને હતી પણ તે સર્વે જાણતા ના હતા કે અર્થ વાસ્તવિકતા માંથી આવ્યો છે.

કાયરા એ વાત પરથી ધ્યાન હટાવ્યું અને કહ્યું "શું આપડે ચોપડીઓ ની ગલી માંથી ચોપડી તથા જાદુઈમોજા લઈ આવવા છે?, સ્કુલ છૂટ્યા પછી સમય જ નથી મળતો. અને આજ આમ પણ કલાસ માં પ્રોફેસર પોતાનો પરિચય શિવાય કંઈ જ નવું નથી ભણાવતા આખરે દશેક દિવસ વીતી ગયા છે."

અર્થે કહ્યું "ઠીક છે આપણે જવું જોઈએ, જયારે સ્કુલમાં ભણવાનું શરૂ થશે ત્યારે તો સમયજ નહીં મળે."

બધા એ મળીને જવાનું નક્કી કર્યું પણ મુશ્કેલી હતી કે જવું કેવી રીતે.

સ્મૃતિ એ ઉપાય સુજવ્યો "અહીંયાંથી થોડે દુર એક રેલ્વે સ્ટેશન છે જે સીધા આપણને ચોપડીઓ ની ગલી ઉતારશે તેવું મને કહ્યું હતું મારા ભાઈએ તે અહીંયાંજ ભણતો હતો તે તો તમે જાણો જ છોને?"

કાયરા: "હા,તો કલાસ શરૂ થાય તે પહેલાં આપણે જતા રહેવું જોઈએ નહીતો કલાસ જબરદસ્તીથી જ ભરવો પડશે."

કલાસ શરૂ થાય તે પહેલા તે છ જણ સ્કુલની બહાર નીકળી ગયા અને તે આજુબાજુ ના ગીચ જંગલોની વચ્ચે જ્યાંથી અર્થ અને ત્રાટક આવ્યા હતા તે રસ્તે સીધા સીધા ચાલતા હતા. અર્થને તેથી આ રસ્તો જોયો હોય તેવું લાગતું હતું તે સીધા થોડેક દૂર વાતો કરતા કરતા ચાલતા હતા ત્યાર બાદ જંગલના એક કાચા રસ્તે વળી ગયા સ્મૃતિનું કહેવું હતું કે અહીંથી રેલ્વે સ્ટેશન ખુબજ નજીક હતું. પણ વરીના નું એવું કહેવું હતું કે આ પ્રતિબંધિત વિસ્તાર છે.તો પણ વહેલા પહોંચવાની ઉતાવળમાં તે જગ્યાએ વળી ગયા અને છ જણ તે કાચા રસ્તા ઉપર ચાલતા હતા.રસ્તો બહુ સુમશાન હતો.થોડીક દૂર પહોંચ્યા ત્યારે એક સિંહની ગર્જના સાંભળવા મળી ત્યાં દોડવું શક્ય ન હતું કાચા રસ્તા પર ખાડા બહુ હતા.છતાં હેમખેમ સ્ટેશન પહોંચી ગયા રેલવેસ્ટેશન તેટલું વિકસિત ના હતું માત્ર નાની એવી ટિકિટ બારી હતી અને ત્યાં બે બાંકડા બેસવા માટે હતા.કરણે છ ટિકિટ લઈ લીધી અને ત્યાં જ ટ્રેન આવી ગઈ. તે જે સ્ટેશન ઉતર્યા હતા ત્યાંથી ચોપડીઓની ગલી ખૂબ જ નજીક હતી.ચોપડીઓની ગલી ખૂબજ ભીડ વાળી જગ્યા હતી. ત્યાં અંદર પહોંચતાની સાથે બધાજ જોતા રહી ગયા ત્યાં બહુ લોકો ઘણીબધી સ્કૂલમાંથી જરૂરી સામાન ખરીદવા આવ્યા હતા.બધા જેમ જેમ અંદર ગયા ત્યારે નવી નવી વસ્તુઓ જોવા મળી જેમકે એક બુક ના આકારની ચોપડીઓ ની દુકાન હતી.ભીડમાં પણ ઘણા બધા નાના મોટા માણસો હતા.પણ મૂંઝવણ હતી કે બુક લેવી ક્યાંથી.?

સ્મૃતિ એ કહ્યું કે "બુક લેવા માટેની સૌથી શ્રેષ્ઠ જગ્યા છે "ઓલ્ડએસ્ટ બુક સ્ટોર" તેવું મારા ભાઈ એ જણાવ્યું હતું. આપણે ત્યાં જવું જોઈએ."

બીજી ઘણી દુકાનો હતી જેમ કે "ઓલ ઇન વન બુક સ્ટોર","સ્ટુડન્ટ બુક સ્ટોર" પણ સ્મૃતિના કહેવા મુજબ તેમને ત્યાં જવું ઠીક લાગ્યું.તે સૌથી છેલ્લી દુકાન હટી અને સૌથી જુની લાગતી દુકાન હતી. તે સિત્તેર વર્ષ જૂની હતી તેવું તે દુકાનની બહાર લખ્યું હતું જોકે સાચેજ તે દુકાન જુની લાગતી હતી. ત્યાં બહાર જુદાજુદા પોસ્ટર માર્યા હતા.બધાજ પોસ્ટર બોલતા હતા.આખું ગ્રુપ જ્યારે અંદર પ્રવેશ્યું ત્યારે એક પોસ્ટર બોલી ઉઠ્યું "ઓલ્ડએસ્ટ બુક સ્ટોર માં આપનું સ્વાગત છે." અંદર થોડીક ભીડ હતી તેથી ગ્રાહક ને પ્રવેશેલ જોઈને તે ઠીંગણો માણસ તેમની પાસે આવી જાય છે.તે નાના છોકરા જેવો લાગતો હતો પણ તેને મુછો હતી તેથી દેખાવમાં નાનો અને ઉંમર માં મોટો હતો.

તેણે વાત ની શરૂઆત કરતા કહ્યું "ઓલ્ડએસ્ટ બુક સ્ટોર માં આપનું સ્વાગત છે.તમને અહીંયા બધી જ બુક્સ મળી રહેશે. અત્યારે ખાસ ઓફર પણ છે તમે એક બુકસેટ લેશો તો તેની સાથે તમને મળશે એક ગમતી ફ્રી બુક."

વરીના રાજી થઈ જાય છે.

"તો હું તમને કઈ કઈ બુક્સ આપું."

કરણે તેમના વિષયો નું લિસ્ટ આપ્યું અને તે છ સેટ લાવવા કહ્યું.

વિષય ના નામ સાંભળીને તે ઠીંગણો માણસ બોલ્યો " તો તમે સર્વેપ્રથમ વર્ષ માં અભ્યાસ કરો છો, કંઈ સ્કુલમાં ભણો છો?"

ક્રિશે જવાબ આપતા કહ્યું "જાદુગરી વિદ્યા વિહાર"

"તે તો બહુજ જુની અને ઉમદા સ્કુલ છે ત્યાંથી ઘણા બધા શ્રેષ્ઠ જાદુગરો બહાર આવ્યા છે. ત્યાં ભણાવતા ઘણા બધા જાદુગરે લખેલી બુક્સ મારી પાસે અહીંયા પડેલી છે. તેનો ઇતિહાસ પણ બહુજ ઊંડો છે.હું તમને તમારા જ પ્રોફેસરે લખેલી શ્રેષ્ઠ બુક આપીશ."

ઠીંગણો માણસ અંદર બુક લેવા જાય છે અને તે રૂમ નો દરવાજો બંધ કરી દે છે. બીજા બધા માણસો ત્યાં બાજુના ટેબલ પર બુક લેતા હોય છે.

છ જણ અંદરો અંદર વાતો કરતા હોય છે.

અર્થે કહ્યું "આપણે જાદુઈ હાથમોજા લેવા ક્યાં જઈશું?"

સ્મૃતિ એ કહ્યું "તે પણ હું જાણું છું."

થોડીવાર બાદ ઠીંગણો માણસ બુકની વજનદાર થપ્પી લઈને આવતો હતો તેને ઊંચકવા માં તકલીફ પડી રહી હતી છતાંપણ તે પાડ્યા વગર તે ચોપડીઓ લઈ ને આવ્યો અને તે ટેબલ પર મૂકી અને થાક ખાય છે અને બાજુના માટલા માંથી પાણી પીવે છે.

 "આ રહી બાળકો તમારી બુક્સ.આ બધી બુક્સ એક જ પ્રોફેસર એ લખી છે જે તમારી સ્કુલમાં જ ભણાવતા હતા.તેમનું નામ પ્રોફેસર અનંત હતું."

 સ્મૃતિ એ સવાલ પૂછતાં કહ્યું "એટલે શું તે જીવિત નથી?"

"હા, લોકો તો એવું જ કહેછે કારણકે તે છેલ્લા દસ વર્ષ થી ગાયબ છે. તેમને છેલ્લે કોણે જોયા તેની પણ કોઈને ખબર નથી.તેથી લોકોએ તેમને મૃત્યુ ઘોષિત કરી દીધા છે."

આ ઉપરાંત વિદોષ અને તારીણી ની પણ લખેલી બુક પડેલી છે પણ તે નવા પ્રોફેસર છે તે તો અત્યારે પણ તમને ભણાવતા હશે.તેવું તે ઠીંગણા માણસે પૂછ્યું

પણ તેમાંથી કોઈ ખાસ તેમની વિશે જાણતું ના હતું કારણકે તે અત્યારે રજા ઉપર હતા.

બધા એ પોતપોતાની બુક બરોબર તપાસી લીધી.ત્યાર બાદ ઠીંગણો

માણસ બોલ્યો "હું બિલ બનાવીને તમારી સ્કુલ માં મોકલાવી દઉં છું.તમે એક પછી એક પોતપોતાનો પરિચય આપો જેથી હું બિલ બનાવી શકુ અને આપણી ઓળખાણ પણ થઈ જાય."

બધા એક પછી એક પોતપોતના નામ બોલેછે અને પોતાની ઓળખાણ આપે છે જ્યારે છેલ્લો વારો અર્થ નો હોય છે તેણે પોતાની વઓળખાણ આપતા બીજા કરતા કંઈક વધારે જ ઓછું કહ્યું પણ તેને પાસે ખાસ કંઈ કહેવા જેવું કશુંજ હતું નહીં.

તને કહ્યું "મારુ નામ અર્થ છે.હું વાસ્તવિકતા માંથી આવ્યો છું."

ઠીંગણો માણસ રાજી થઈ ગયો તેણે કહ્યું "તું વાસ્તવિકતા માંથી આવ્યો છે મેં વાસ્તવિકતા માંથી આવેલ પહેલો માણસ જોયો તને."

અર્થ અને સર્વે હસવા લાગ્યા.

"અમારી દુકાન ની પાછળ એક મોટો વાંચવાનો રૂમ પણ છે તમે ગમે ત્યારે વાંચ્વુ હોય તો આવી શકો છો."

સ્મૃતિ કહ્યું "અમે જરૂર આવીશું."

તે ઠીંગણા માણસે તેની કબાટ નીચેથી બુક્સ કાઢી અને તેને સર્વેને બતાવતા કહ્યું "આ રહી તમારી ફ્રી બુક્સ."

તેણે બધાને એક એક બુક્સ આપી જેમાં વરીનાને એક રહસ્યમય વાર્તાની બુક મળી જ્યારે સ્મૃતિ અને કાયરાને કાલ્પનિકતા ની દુનિયાનો ઇતિહાસ ની બુક મળી.કરણ અને ક્રિશ ને કોમિક બુક મળી જ્યારે છેલ્લે અર્થ ને પ્રોફેસર અનંત ની આત્મકથા મળી.

અને બુક્સ દેતા દેતા અર્થને કહ્યું "આ પ્રો.અનંત ની પોતાની ઓરીજીનલ કોપી છે તો તેને સાચવીને રાખજે બેટા તું બહુ નશીબદાર છે." અર્થ આ સાંભળીને ખુશ થઈ ગયો.

તે સર્વે એ બુક્સ લઈને બહાર નીકળ્યા અને ત્યારબાદ સ્મૃતિ ના બતાવેલ જગ્યા એ ગયા.જ્યાં મોજાની દુકાન હતી.મોજાની દુકાન ભોંયરામાં હતી તે પણ એક ખૂણામાં.બધાજ સીડી ઉતરે છે અને દરવાજો ખોલે છે. ત્યારે એક ઘરડી પણ છતાંય તે સુંદર સ્ત્રી એ આવકાર આપ્યો.તેનું નામ શાલિની હતું. "જાદુઈમોજાની દુકાનમાં પધારવા બદલ આપનો આભાર."

કાયરા એ કહ્યું "અમારે જાદુઈ મોજા જોઈએ છીએ."

શાલિની: "હા, જરૂર આ જાદુઈમોજા ની જ દુકાન છે.સૌ પ્રથમ તમને જાદુઈમોજા વિશે ખબર છે?"

બધાએ નકારમાં માથું હલાવ્યું.

"જાદુઈમોજા એ દરેક જાદુગર નું વિભિન્ન અંગ કહી શકાય. જાદુઈમોજા તમારે પસંદ નથી કરવાના પણ તે તમને પસંદ કરશે કારણકે તે તમારી વિચારવાની ક્ષમતા અને તમારી યોગ્યતા પર આધાર રાખે છે.

ક્રિશ: "હું સમજ્યો નહીં."

"અહીં આવો બાળકો તમને જાદુઈમોજા નો ઉપયોગ તો સ્કુલમાં શીખવામાં આવશે પણ તમને યોગ્ય મોજા આપવા તે મારુ કામ છે."

બધાજ એક બ્લુ રંગ નું પાણી ભરેલું બહુ મોટા પાત્ર ની પાસે ઉભા રહી ગયા.

"બધા વારાફરતી પોતાનો હાથ પાણી માં નાખો."

ક્રિશ ડરી ને કહ્યું "હાથ.."

"ડર નહીં બેટા પાણી માં હાથ નાખી દે.મારી ઉપર વિશ્વાસ રાખ."

બધા વાર ફરતી પાણીમાં હાથ નાખે છે. ત્યારે બાદ બધાને હાથ લઈ લેવાની સૂચના મળી ને ત્યારબાદ એક પછી એક નામ શાલિની બોલી અને તેમ તેમ એક પછી એક તેમના હાથમાં મોજા આવી ગયા.

બધા ને આ નવું લાગ્યું અને શાલિની નો બધાએ આભાર માન્યો.

"બાળકો મારે દુકાન બંધ કરવાનો સમય થઈ ગયો છે.તો આપણે અહીંયાંથી વિદાઈ લઈએ."

ત્યારબાદ શાલિની ને વિદાય કહીને બધા જ બાળકો ફરીથી તે ચોપડીઓની ગલી માં આવી ગયા.સાંજ પણ પડી ગઈ હતી અને હજી પાછું છાત્રાલય પહોંચવાનું હતું.

કરણે કહ્યું "આપણે જલ્દી પહોંચવું પડશે નહીતો સ્કુલનો દરવાજો બંધ થઈ જશે અને મોડા પહોંચવાની સજા મળશે તે અલગ.

બધા જ તે વળતી ટ્રેનમાં પાછા આવી ગયા અને એક નિયમ તોડવાથી બચી ગયા.બધા જ છાત્રાલય પોતપોતાના રૂમમાં પહોંચી ગયા.આજ આખા દિવસની ભાગદોડ થી તે બધાજ સખત થાકી ગયા હતા અને તે આવીને જમ્યા બાદ સીધા સુઈ જ ગયા.

અધ્યાય 9"વિચિત્ર સ્વપ્ન "

પરોઢિયા નો સમય હતો.ત્રણે શાંતિ થી સુતા હતા પણ એક સ્વપ્ન જે અર્થને ઉઠાડી દે છે.

અર્થ સ્વપ્ન માં હતો જ્યાં તેને એક અજાણ્યો અવાજ સંભળાયો.અર્થ મને બચાવીલે,મને બચાવી લે અર્થ.જ્યારે અર્થે સ્વપ્નમાંજ સામે જવાબ આપ્યો "તમે કોણ છો અને હું તમને કંઈ રીતે મદદ કરી શકું."તું મારી આત્મકથા વાંચ જે તારી જોડે બુક છે તે વાંચ મારી વિશે જાણ અને મને બચાવીલે.તે બુક થી જ તને મારા સુધી પહોંચવાનો રસ્તો મળશે. બસ તું મને બચાવીલે મને તારી ઉપર વિશ્વાસ છે અને તુજ મારી છેલ્લી આશા છો.

અર્થનું સ્વપ્ન ધૂંધળું થઈ ગયુ જ્યારે તે ઉઠી ગયો અને અચાનક જ તેના બેડ ઉપર થી બેઠો થઈ ગયો તે વિચારમાં હતો કે આવું કોઈ સ્વપ્ન તો ક્યારેય નથી આવ્યું તેના જીવનમાં.

તે આંખો બંધ કરીને સ્વપ્નનું ફરી એક વાર પુનરાવર્તન કરેછે. સ્વપ્ન માં કોણ હતું જેણે તેને તે બુક વાંચવાની કહી.તેણે પોતાના બેડ પરથી ઉભા થઈને બુક હાથમાં લીધી કરણ અને ક્રિશ હજી સુઈ રહ્યા હતા. તેણે જ્યારે લેખક નું નામ વાંચ્યું ત્યારે તેની ઉપર પ્રો.અનંત લખ્યું હતું તેનાથી વધુ તેણે વાંચવા બુક ખોલી પણ ત્યારે તેને તે ઠીંગણા માણસના શબ્દો યાદ આવ્યા તેણે કહ્યું હતું કે "પ્રો.અનંત તો દશ વર્ષ થી ગાયબ છે તે ક્યાં છે તેની કોઈને કંઈજ ખબર નથી.તે જીવિત છે કે મૃત્યુ તેની પણ કોઈને કંઈજ ખબર નથી.તેથી લોકોએ તેમને મૃતક ઘોષિત કરી દીધા છે."

અર્થ બુક લઈને આ બધું વિચારતો હોય છે ત્યાં પાછળ થી કરણ નો અવાજ આવ્યો "અર્થ હજી સ્કુલ જવાની બહુ વાર છે સુઈ જા શાંતિ થી."

અર્થ ને તેનું કહેવું બરોબર લાગ્યું તેમ પણ તે કાચી ઊંઘ માંથી જાગ્યો હતો.

અર્થ પાછો ફરીથી તેની જગ્યા એ આવીને સુઈ ગયો અને તે જાગ્યો ત્યારે તો સ્કુલ જવાનો સમય થઈ ગયો હતો.તેને તે પરોઢિયાનું સ્વપ્ન યાદ હતું પણ તે કંઈ વિચારી શકે તેટલો સમય તેની પાસે હતો નહીં.નહીતો સ્કુલ જવામાં મોડું થઈ જાત. કદાચ તે ખરાબ સ્વપ્ન છે તેમ વિચારીને તેણે તે વિશે વિચારવાનું છોડી દીધું અને તે સ્કુલજવા નીકળી ગયો.

તે પુલ ઉપર પહોંચ્યા ત્યારે તેને વરીના અને સ્મૃતિ મળ્યા જ્યારે અર્થે તેને કાયરા વિશે પૂછ્યું ત્યારે વરીનાએ કહ્યું કે તેને મોડું થઈ જતા તે પાછળ આવેછે.

અર્થે વરીના ને પૂછ્યું "આજે જાદુગરી અને ભવિષ્ય નો કલાસ છેને?"

વરીના એ હકાર માં માથું હલાવ્યું.એક દિવસ માં અર્થને બધા જોડે સારી રીતે ફાવી ગયું હતું.અર્થ ને પણ અહીંયા મજા આવતી હતી.

જયારે બધાજ મિત્રો સ્કુલના કલાસ માં પહોંચ્યા ત્યારે કલાસ માં પહેલાથી જ કેટલાક આવેલા હતા.અર્થ અને કરણે પોતાની જગ્યા બદલી નહીં બાકી બધા પણ પોતાની સીટ પર બેસી ગયા હતા.જ્યારે પાછળ થી પ્રો.એડમ ક્લાસની અંદર આવ્યા ત્યારે સૌ એ ઉભા થઈને શુભસવાર કહ્યું જોકે તેનો વળતો જવાબ ધીમો આપ્યા બાદ તેમણે આવતાની સાથેજ પૂછ્યું "શું અહીંયા કોઈ બુક કે જાદુઈ મોજા વગર આવેલું છે?"

જોકે કાલ ના તેમના કહેવામાં ખાસો ભાર હતો.તેથી આજે બુક કે મોજા વગર કોઈ આવે તો તેમની હિંમત ને વખાણવી પડે.

તેવું કોઈ ના હતું અને અડધા લોકો તો આજે આવ્યા જ ન હતા કદાચ તેની પાછળ પ્રો.એડમ નો ડર હશે.

પ્રો.એડમ: "આપ સહુ બહુ હોંશિયાર લાગો છો.તો હું આજના અભ્યાસ ની શરૂઆત કરતા પહેલા જાદુઈમોજા ના મહત્વ વિશે તમને કહીશ.જાદુઈમોજા દરેક જાદુગર નું વિભિન્ન અંગ છે તે તો તમે સર્વે જાણો છો પણ તે સાથે જાદુઈમોજા નો ઉપયોગ કરવામાટે તમારા મન ને સ્થિર કરવું તથા તમારા વિચારો પાર કાબુ રાખવું અને મને ને એક ચિત્ત રાખવું બહુજ જરૂરી છે. જેથી તમને જાદુ કરવા માં સહેલાઇ પડશે.

તો સૌ મારી પાછળ આવો અને એક દમ હરોળમાં મારે કોઈ ધક્કામુક્કી કે કોઈ જાત નો અવાજ નથી જોઈતો.

બધાજ વિદ્યાર્થી એક સાથે હરોળમાં પ્રો.એડમ ની પાછળ ચાલ્યા જતા હતા.કેટલાક પાછળ મસ્તી કરતા હતા પણ જોકે પ્રો.એડમ ની નજર ત્યાં સુધી પહોંચે તેમ ન હતું. પ્રો.એડમ બધાને ઉપર ચડવાની બહુ મોટી સીડી બાજુ માંથી એક મોટો દરવાજો હતો તે તેમણે જાદુઈમોજા વડે ખોલ્યો આ જોઈને કેટલીક છોકરીઓ ના મોઢા માંથી ચિચિયારીઓ નીકળી ગઈ અને પ્રો. એડમ અંદર આવ્યા અને તેની સાથે બધા વિદ્યાર્થીઓ તે ઓરડો ખુબજ મોટો હતો તેને એક હોલ કહી શકાય.ત્યાં એક પણ બેસવામાટે ખુરશી કે ટેબલ ના હતી માત્ર નીચે ગાલિચો પાથરેલો હતો. બધા વિદ્યાર્થીઓ આશ્ચર્યમાં હતા કે પ્રો.એડમ અહીં કેમ લઈ આવ્યા હતા.તે પ્રશ્નનો જવાબ પણ તેમને પૂછ્યા વગર મળી ગયો જયારે પ્રો.એડમ એ કહ્યું કે "સૌ અહીં નીચે ગાલીચા ઉપર પ્રાણાયામ ની મુદ્રા માં બેસી ને આંખો બંધ કરી ને ધ્યાન ધરવાનું હતું.ઘણા વિદ્યાર્થીઓ માટે તો આ કામ બહુ અઘરું હતું કારણકે પ્રાણાયામ ની મુદ્રા માં કલાક બેસવું એ કોઈ કંટાળાજનક કલાસ ભરવા કરતા અઘરું હતું. છતાંય પ્રો.એડમ નો આદેશ કોણ ટાળી શકે છે.સૌ ને ના ગમતા હોવા છતા પણ કરવું પડતું પણ પાછળ થી કોઈએ આવી વાત ફેલાવી હતી કે પ્રો.એડમ સ્કુલના પ્રથમ મહિનામાં આ રોજ કરાવે છે અને જેણે મહિનો ધ્યાન ના કલાસ પુરા ભર્યા હશે તેને જ આગળના કલાસ માં બેસવા મળશે આ વાત થી હાહાકાર મચી ગયો અને ત્યારે પ્રો.એડમ ત્યાં હાજર જ નહતા.જોકે આવ્યા બાદ પ્રો.એડમે બધાને ખૂબ સંભળાવ્યું.આમ આજ નો જાદુગરીનો કલાસ આમ જ વીતી ગયો અને ત્યાર બાદ નાની એક જમવાની રિશેષ પડી જેમાં બધા જ સ્કુલના કેન્ટીનમાં જમવા ગયા.બધાએ પોતાની જમવાની ડીશ કાઉન્ટર પરથી લીધી જ્યાં બહુ બધા લોકો જમવાનું પીરસીને તૈયાર ડીશ આપી રહ્યા હતા.બધા જ ડીશ લઈને એક ટેબલ પર બેઠા બેઠા જમતાં હતા.જ્યારે અર્થે આજે કંઈક વહેલા જ જમી લીધું હતું.તેણે બધાને કહ્યું કે તે કલાસરૂમમાં છે અને બાદ માં ત્યાં ચાલ્યો ગયો.કલાસમાં અર્થ એકલોજ બેઠો હતો અને તેને હજી સવાર વાળા સ્વપ્નને ભુલાવી નહોતો શક્યો તેને એક વસ્તુ નું આશ્ચર્ય થયું હતું કે આનાથી પહેલા કોઈ વાર રાત્રે બીક લાગે અને ઉઠી જવાય તેવા કેટલાક સ્વપ્ન આવ્યા હતા પણ કોઈ દિવસ એવું બન્યું ના હતું કે તે સ્વપ્ન ત્રણ કે ચાર કલાક થી વધુ યાદ રહ્યું હોય.અર્થ ને કંઈક વિચિત્ર લાગતું હતું પણ તેને કશું જ સમજણ પડતી ના હતી.જ્યારે અર્થ કલાસ માં એકલો બેઠો હતો ત્યારે કલાસ માં એક તેમના કલાસ માં ભણતા છોકરો અને છોકરી અંદર આવ્યા.તે બંને નું નામ પ્રથમ અને માનુષી હતું પ્રથમના પિતા આજ સ્કુલમાં પહેલા પ્રોફેસર હતા પણ આજકાલ તે બીજા પ્રાંત જે દક્ષિણ તરફ છે ત્યાં તેમની બીજી પત્ની સાથે રહેછે અને પ્રથમ અહીંયા તેની માસી ને ત્યાં રહેતો હતો.તેના પિતા તેની માટે જોઈતા પૈસા મોકલાવતા રહેતા જોકે પ્રથમ ને તેની કોઈ જરૂર ના હતી કારણકે તેની માસી ખૂબ અમીર હતી.પ્રથમ સ્વભાવે બહુજ ઘમંડી હતો.જે અર્થને તેની વાતો ઉપરથી ખબર પડી પણ અર્થ ને તેની સાથે પાલો બહુ ઓછો પડ્યો હતો અને હજી બીજો દિવસ હતો એટલે તે બહુ ખાસ કંઈ કોઈને વિશે જાણતો પણ નહતો પણ પ્રથમ પર તેને ચીડ ચડવાનું કારણ બીજું પણ હતું તે હતુ  માનુષી,માનુષી એક સુંદર છોકરી હતી જે તેની પ્રથમની સાથેજ રહેતી આમતો જ્યારથી અર્થ સ્કુલમાં આવ્યો હતો ત્યાં સુધીતો તેને સાથે જ જોઈ હતી.જે જોઈને અર્થ ને વધારે ગુસ્સો આવતો જોકે આ વાત તેણે કોઈને કહી ના હતી.

બીજો કલાસ શરૂ થયો અને એક ખરાબ ખબર સાંભળવા મળી કે ભવિષ્ય ભણવાનારા પ્રોફેસર રજા ઉપર છે.તેથી તે કલાસ પણ પ્રો.એડમ જ લેશે આ સાંભળીને અડધા એ તો કલાસ ના ભરવો જ ઠીક સમજ્યું અને કેટલાક વિદ્યાર્થીઓ બેસી રહ્યા જેમાં અર્થ અને તેનું ગ્રુપ પણ હતું.સાથે બીજ કેટલાક વિદ્યાર્થીઓ હતા જેમ પ્રથમ અને માનુષી પણ હતા.પ્રો.એડમ પણ ચાલાક નીકળ્યા તેમણે બાકી રહેલા વિદ્યાર્થીઓ ને ધ્યાનના કલાસ માં ના લઈ જતા નવું કંઈક શીખવાનું નક્કી કર્યું જેમાં એવું હતું કે ટેબલ પરની બુક્સ એક કબાટમાં મૂકી દેવાની હતી તે પણ જાદુઇ મોજાની મદદ થી.

બધાનો વારાફરતી વારો આવ્યો અને દરેક થી બુક કબાટ આગળ હવામાં લઈ જતા ધ્યાનભંગ થતા નીચે પડી જતી હતી પણ ત્યારબાદ પ્રથમે બુક ત્યાં વ્યવસ્થિત મૂકી દીધી જાદુઈમોજા ની મદદથી અને ત્યારબાદ તે બધાની મજાક ઉડાવતો હતો અને સૌથી પહેલું મજાક નું પાત્ર બન્યો ક્રિશ તેથી ક્રિશ પણ તેની ઉપર ગુસ્સે થયો પણ પ્રથમ સિવાય કલાસ માં બીજા અર્થ અને કાયરા એ તે ટેબલપરની બુક્સ વ્યવસ્થિત મૂકી દીધી જેની પ્રથમને ઈર્ષા આવી તેવું અર્થને તેના મુખ પરથી લાગતું હતું પણ તોય તે જોઈને અર્થ ખુશ હતો. આમ આવીજ રીતે મહિનો ક્યાં નીકળી ગયો તેની કોઈને ખબર જ ના રહી બધાજ દરેક વિષયોને ખુશ થઈને તો કોઈવાર જબરદસ્તીથી ભણતાં હતા પણ તે ભણતા હતા તે મહત્વનું હતું.અર્થ ના પણ જીવનમાં આમ તો બધું સારું જ ચાલી રહ્યું હતું શિવાય બે ત્રણ વસ્તુ છોડીને. તે તેમ હતું કે અર્થ ને હજી તે રીત ના સ્વપ્ન આવતા હતા અને હમણાં થી તેને સ્વપ્નમાં એક ઘર પણ દેખાતું હતું જે બહુ મોટું અને જૂનું હતું અર્થે આવું ઘર કોઈ દિવસ તેના જીવનમાં જોયું ના હતું તે થોડોક આજકાલ વધુ વિચારતો થઈ ગયો હતો.તે સ્વપ્ન તેને રોજ નહીં પણ દર બે કે ત્રણ ચાર દિવસે આવતા હતા.આ ઉપરાંત તે ઘણીવાર ત્રાટકને પત્ર પણ લખતો અને પત્રમાં સ્કુલની રમુજી વાતો લખતો.તે રવિવારની રજા ના દિવસે તે ઘરે જવાનું ગોઠવતો પણ પછી માંડી વાળતા હતા.અર્થે પત્ર માં ત્રાટકને સ્વપ્ન અંગે કોઈ વાત નહોતી કરી તે તેવું વિચારતો કે ત્રાટક અંકલ અમસ્તા જ તે વાત ને લઈને પરેશાન થશે.આટલા દિવસ વિત્યા પછી હવે તે બધા જ મિત્રો એટલેકે અર્થ,કરણ,ક્રિશ,વરીના,કાયરા,અને સ્મૃતિ ની દોસ્તી પણ ગાઢ બની ગઈ હતી બધાજ એકબીજાની સાથે હળીમળીને રહેતા.
અધ્યાય 10 "સ્પર્ધા"

સ્કુલમાં આવ્યાને મહિનો પૂરો થઈ ગયા ની સાથે હવે બીજા બે પ્રોફેસર પણ જોડાઈ ગયા હતા.જેમનું નામ હતું પ્રો.વિદોષ અને પ્રો.તારીણી. પ્રો.વિદોષ ખાસા સમય થી આજ સ્કુલમાં ગુપ્તરહસ્યો વિશે ભણાવતા હતા અને બધાનું માનવું હતું કે અત્યારના સમય માં ગુપ્તરહસ્યો ના તે શ્રેષ્ઠ પ્રોફેસર હતા.તે ઘરડા પણ હતા અને તેમના વર્તનપરથી લાગતું હતું કે તે બધીજ કક્ષામાં એક દમ વિશ્વસનીય માણસ હતા.જ્યારે પ્રો.તારીણી એ એક સુંદર સ્ત્રી હતી અને ખૂબ જ હોંશીયાર અને તે આ સ્કૂલમાં બે કે ત્રણ વર્ષથી ભણાવતી હતી.પ્રો.તારીણી સ્કૂલમાં જાદુઈ નિયમો અને ભવિષ્ય ભણાવતી હતી.તેની રુચિ વધુ ભવિષ્ય પર વધુ હતી એટલે તે ભવિષ્ય વધુ સારું ભણાવતી હતી જ્યારે નિયમો નો વિષય પ્રો.એડમ પણ તેની સાથે લેતા હતા.ક્રિશ તો તેમ કહેતો હતો કે પ્રો.તારીણી જ્યારે ભવિષ્ય વિશે ભણાવતા હતા ત્યારે તે એક ભવિષ્યજોનાર પરી જેવા લાગતા હતા પણ આ બધી કહેવાની વાતો હતી હકીકત માં તેમની વર્ણતુક ક્લાસમાં ઘણીવાર બહુ ખરાબ રહેતી.

એક દિવસ રોજ ની જેમ પ્રો.તારીણી નો કલાસ ચાલી રહ્યો હતો ત્યારે એક પોપટ નું નાનું ઝુંડ કલાસમાં આવી ગયું અને જોરથી એક પોપટ બોલ્યો "બધાજ છૂટી ને હોલમાં ભેગા થવું પ્રિન્સિપાલ સર કંઈક એલાન કરવાના છે તમારી સામે" પોપટ આવું બે વખત બોલ્યો અને બાદમાં આખું ઝુંડ ઉડી ગયું.બધા વિચારમાં હતા અને અંદરો અંદર વાતો કરતા હતા અને એકબીજાને સવાલો પૂછતાં હતા પણ પ્રો.તારીણી એ બધાને એક જ મોટા અવાજે શાંત કરી દીધા.જોકે વિદ્યાર્થીઓ ને તે એલાન સાંભળવાની બહુ રાહ જોવી પડે તેમ હતું નહીં કારણકે સ્કુલ છુટવાને દશ મિનિટની જ વાર હતી.

જ્યારે સ્કુલ છૂટી ત્યારે સૌને તે જાણવાની ઉતાવળ હતી કે પ્રો.અલાઈવ શું એલાન કરવાના છે અને તેમાટે લોકો કંઈક વધુજ ઉતાવળમાં હતા.અર્થને તેનું ગ્રુપ પણ તે હોલ માં જતા હતા જ્યાં પ્રો.અલાઈવ કંઈક એલાન કરવાના હતા.અર્થ અને કરણ,ક્રિશ અને કાયરા તથા વરીના અને સ્મૃતિ પણ તે અંગે એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા.સાચેજ શું થવાનું હતું તેની તો કોઈને કંઈ ખબર ના હતી. તે બધાજ તે વિશાળ કાય હોલમાં પહોંચ્યા ત્યારે પહેલે થી જ ઘણા વિદ્યાર્થીઓ હાજર હતા.અર્થ અને તેના ગ્રુપે પણ ઉપર ની જગ્યા લઈ લીધી જ્યાંથી સ્ટેજ એકદમ સ્પષ્ટ દેખાતો હતો પણ હજી સ્ટેજ ઉપર કોઈ આવ્યું ના હતું.અર્થને પહેલા આટલા બધા વિદ્યાર્થીઓ જોઈને તેમ થયું કે તે આખી સ્કુલના વિદ્યાર્થીઓ છે પણ આ તો માત્ર પ્રથમ ત્રણ વર્ષના વિદ્યાર્થીઓ હતા.રૂમ માં બહુજ ઘોંઘાટ હતો કારણકે હજી સ્ટેજ ઉપર કોઈજ નહોતું આવ્યું હજી થોડીકવાર જો કોઇના આવ્યું હોત તો સર્વે આ હોલ છોડીને પોતાના રૂમમાં ચાલ્યા ગયા હોત પણ નશીબ જોકે તેવું કશું થયું નહીં અને પ્રો.અલાઈવ આવી ગયા અને તેમની સાથે પ્રથમ ત્રણ વર્ષમાં ભણાવતા પ્રોફેસર હતા.

પ્રો.અલાઈવે જાદુઈમોજા ની મદદ થી સર્વે પ્રોફેસરને બેસવા માટે ખુરશી પ્રકટ કરી આ જોઈને સૌ વિદ્યાર્થીઓ શાંત પડી ગયા અને બાદ માં ચિચિયારીઓ પાડવા લાગ્યા.

બીજા પ્રોફેસર પોતાની જગ્યા પર બેસી ગયા અને બાદ માં માત્ર પ્રો.અલાઈવ ઉભા હતા.તેમણે સૌ પ્રથમ તો એક મોટા અવાજ સાથે સૌને શાંત રહેવાની વિનંતી કરી અને જોકે સૌ વિદ્યાર્થીઓ એ તેમની વાત માની પણ લીધી.નવીન વાત તે પણ હતી કે તેમનો અવાજ અત્યારે એટલો મોટો હતો કે કોઈ સ્પીકર કે માઇક વગર જ છેક પાછળ સુધી સંભળાતું હતું.

પ્રો.અલાઈવે પોતાનું ભાષણ ચાલુ કર્યું અને આટલો મોટો હોલ આખો શાંત હતો માત્ર પ્રો.અલાઈવ સિવાય કોઈનો અવાજ આવતો ના હતો.

"નવોદિત જાદુગરો નું આ સ્કૂલમાં સ્વાગત છે.જેમ તમે હંમેશા થી જાણો છો તેમ જાદુગરી ના વિદ્યા અભ્યાસને આપણા પ્રાંતમાં પહેલેથીજ વધુ માન આપ્યું છે.દરેક બાળક એક શ્રેષ્ઠ જાદુગર બને અને પુરી કાલ્પનિકતા ની દુનિયામાં તેનું નામ,આપણી સ્કુલ નું નામ તથા આપણા પ્રાંત નું નામ રોશન કરે.તેથી તે અર્થે આજે મેં એક નિર્ણય લીધો છે.જે તમને પણ ખૂબ ગમશે.હું આજે એક સ્પર્ધાનું એલાન કરું છું એક જાદુગરીની સ્પર્ધા આ સ્પર્ધા નો મુખ્ય હેતુ દરેક વિદ્યાર્થીને હોંશિયાર, ચપળ અને બહાદુર બનવાનો છે આપણો દરેક વિદ્યાર્થી કોઈ પણ મુસીબતનો સામનો કરી શકે તે ક્યારેય પણ કોઈ મુસીબત થી ગભરાય નહીં તે માટે મેં આ સ્પર્ધા નું આયોજન કરેલું છે."

આવા વાક્યો સાંભળી ને દરેક વિદ્યાર્થી જુસ્સામાં આવી ગયા.જે આમતો ક્ષણિક હોય તેવું લાગતું હતું પણ જોઈએ છીએ આગળ શું થાય છે.

"હવે હું તમને સ્પર્ધા વિશે જણાવીશ.મુખ્યત્વે આ સ્પર્ધામાં સાત વિદ્યાર્થીઓ નું ગ્રુપ બનાવવાનું રહેશે અને આજ સાત વિદ્યાર્થીઓ ને બીજા કેટલાક ગ્રુપ સાથે સ્પર્ધામાં ઉતરવું પડશે.તમારા મન માં સવાલ હશે કે સ્પર્ધા શેની હશે.તો હા દરેક સ્પર્ધકો સ્કુલની પાછળ વાળા જંગલમાં રહેશે એકલા અને તમને જરૂર પૂરતો સામાન આપી દેવા માં આવશે જે કોઈ ગ્રુપ અંદરો અંદર વિવાદ કરશે તેને સૌ પ્રથમ બહાર કરવામાં આવશે. આ ઉપરાંત તેને ત્યાં રહેવા માટે લાકડા નું ઘર રહેવા આપવા માં આવશે.સ્પર્ધકો ને પચાસ ટકા સ્કુલ ની હાજરીમાં રાહત મળશે.ઉપરાંત સ્પર્ધકોને પરીક્ષા દેવાની રહેશે નહીં પણ તેમાટે તેમને પ્રથમ રમત જીતવી પડશે. ઉપરાંત સ્પર્ધકોને ચાર જુદી જુદી રમતો રમતો રમવી પડશે પણ ચારેય રમતોમાં જીવ જવાના જોખમ પણ છે અમે બનતી કોશિષ કરીશું કે કોઈ વિદ્યાર્થીને હાનિ ના પહોંચે.જે બે રમત માં જીતશે તેને જ આગળની સ્પર્ધામાં ટકી રહેશે અને છેલ્લે ચાર રમત ને અંતે જે ગ્રુપ જીતશે તેને સૌથી પ્રથમ નંબર ના ઉત્તીર્ણ ગ્રુપ નો દરજ્જો મળશે."

બધા આ વાત થી હેરાન થઈ ગયા હતા.સ્પર્ધામાં ભાગ લેવાના કેટલાક ફાયદા હતા પણ સાથે મોટું નુકસાન પણ હતું.

પ્રો.અલાઈવે પોતાની અધૂરી વાત નો અંત લાવતા કહ્યું

"તો વિદ્યાર્થી મિત્રો મને સૌથી વધુ ગ્રુપ આ સ્પર્ધામાં ભાગ લે તેવી અપેક્ષા છે.હું મારી સ્કુલના જાદુગર વિદ્યાર્થીઓ ને સૌથી શ્રેષ્ઠ જાદુગર બનાવા માગું છું.ધન્યવાદ. હવે સ્પર્ધામાં ભાગ લેવાની વિધિ તમને પ્રો.એડમ કહેશે."

પ્રો.અલાઈવ તેમની જગ્યા એ બેસી ગયા અને તે બેસવા જતા હતા.ત્યારે સર્વે વિદ્યાર્થીઓ તથા સર્વે પ્રોફેસરે તેમને તાળીઓ થી વધાવી લીધા.

ત્યારબાદ પ્રો.એડમ પોતાની ખુરશીમાંથી ઉભા થઈને તે જગ્યા એ આવ્યા જ્યાંથી પ્રો.અલાઈવે ભાષણ આપ્યું હતું.

"જેમ પ્રો.અલાઈવે કહ્યું તેમ આ સ્પર્ધા દરેક વિદ્યાર્થીઓ ના મનમાં જાદુઈ અભિગમ ખીલવવાવનો છે.તેમ દરેક વિદ્યાર્થી પોતાની જાદુગરી ની કળા નો ઉત્કૃષ્ટ નમૂનો દેખાડશે તેવી મને અપેક્ષા છે તથા સાથે વિદ્યાર્થી મિત્રો કલાસમાં પણ પૂરતું ધ્યાન આપે તે પણ જરૂરી છે.બીજી વિદ્યાલયો નું તો હું નથી જાણતો પણ આપણા વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ જાદુગર હોવા જોઈએ.હવે વાત કરીએ સ્પર્ધા ની તો પ્રથમ ત્રણ વર્ષના વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. તેથી અહીંયા માત્ર પ્રથમ ત્રણ વર્ષના વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે.આ સ્પર્ધામાં ભાગ લેવા માટે દરેક ગ્રુપલીડર સાત જણ નું ગ્રુપ બનાવે અને દરેકના નામ એક ચિઠ્ઠીમાં લખીદે તથા અને તેની બાજુના બીજા રૂમ ના મધ્યમાં રહેલા એક માછલી આકાર ના પાત્રના ખુલ્લા મોં માં નાખી દે બે દિવસ રહીને તે માછલી નું મોં બંધ થઈ જશે. તેની દરેક વિદ્યાર્થી મિત્ર નોંધ લે.ધન્યવાદ."


ત્યારબાદ પ્રો.અલાઈવ આગળ આવ્યા અને બધાજ વિદ્યાર્થીઓ ને ઓલ ધ બેસ્ટ કહ્યું અને ત્યાંથી જતા રહ્યા.પ્રિન્સિપાલ સર વિદાય લે છે ત્યારે તેમની પાછળ પ્રો.વિદોષ પણ જાય છે.પ્રો.અલાઈવ બહુ આગળ નીકળી ગયા હોવાથી પ્રો.વિદોષ બહુ ઝડપથી ચાલે છે અને તેમને પ્રો.અલાઈવ દેખાતા જ બૂમ મારે છે.જ્યારે પ્રો.અલાઈવ ઉભા રહી ગયા અને તે પાછળ ફર્યા

"ઓહહ પ્રો.વિદોષ બોલો શું કામ છે તમારે?,હું ઓફિસ જઈ રહ્યો છું ચલો ત્યાં જઈને વાત કરીએ."

પ્રો.વિદોષ સહમતી દર્શાવે છે અને બંને સાથે સાથે ઓફિસ માં જાયછે અને બેસે છે.

"બોલો પ્રો.વિદોષ તમારે શું કામ હતું?"

"સર તમને નથી લાગતું કે આપણે આ ખોટું કરી રહ્યા છીએ પ્રથમ વર્ષના બાળકો માટે આ સ્પર્ધા યોગ્ય નથી તેમના જીવ જવાના સો ટકા ચાન્સ છે.તે તમે જાણો છો."

"હું એ વસ્તુ જાણું છું પણ હું તેવું થવા નહીં દઉં હું તેમને ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓ સામે રક્ષણ અપાવવા માગું છું.તે મુશ્કેલીઓ માંથી જ શીખશે."

"તે વાત તમારી સાચી છે પણ સ્કુલની પાછળના મધુવન જંગલની નજીક વિકૃત દાનવો નું જંગલછે તેવાત તો તમે જાણો છો કદાચ તેમણે તેમના ઉપર હુમલો કરી દીધો તો અને અત્યારે તાજા જ સમાચાર મળ્યા છે કે વિનાશ ફરીથી સાતેય પ્રાંતનો પ્રમુખ બનવાનું સ્વપ્ન સેવી રહ્યો છે તે વાતથી તો તમે અજાણ નથી."

"હા, હું તેવાત જાણું છું પણ વિકૃત દાનવો સાથે તો આપણે સુલેહ કરી લીધેલ છે તેથી મને નથી લાગતું કે તે કંઈ તેવું કરે.બીજી બાજુ વિનાશ હજી સાતેય પ્રાંત ની સહમતી વગર કંઈક નવું કરવાનું વિચારશે નહીં નહીતો તે સાતેય પ્રાંતના પ્રમુખનો દુશ્મન બનશે અને આપણે આ નિર્ણય સહુ ની સહમતી થી જ લીધો હતો તેથી હવે તેમાંથી પીછેહટ કરવાના બદલે તેને સારી રીતે પાર પાડીએ તો વધુ સારું રહેશે."

પ્રો.વિદોષ થોડા ચિંતિત હતા પણ તેમણે છેવટે સહમતી દર્શાવી અને ત્યાંથી ચાલ્યા ગયા.

બીજી બાજુ અર્થ અને તેનું ગ્રુપ પણ તે અંગે વિચાર કરી રહયા હતા કે સ્પર્ધામાં ભાગ લેવોકે નહીં.

કાયરા: "મારા મતે આપણે સ્પર્ધામાં ભાગ લેવો જોઈએ તેમ કરવાથી આપણે ને ઘણું શીખવા મળશે.

વરીના: "પણ શું તે સાંભળ્યું નહોતું કે તેમાં જીવ જવાનો જોખમ રહેલો છે."

કાયરા: "એવું ના હોઈ શકે કોઈ વિદ્યાર્થી જો સ્પર્ધામાં મૃત્યુ પામ્યો તો સ્કુલે ન્યાયાલયમાં જવાબ આપવો પડે.તેથી મને લાગે છે તેમણે તે માત્ર ડરાવવા માટે કહ્યું હતું.જેથી વિદ્યાર્થીનું મનોબળ ચકાસી શકે."

અર્થ: " કાયરા ઠીક કહી રહી છે.કદાચ તેવુંજ હોઈ શકે."

કરણ: "તો તું શું વિચારે છે અર્થ શું સ્પર્ધામાં ભાગ લેવો જોઈએ."

અર્થ: "મેં તે વિશે કંઈ વિચાર્યું નથી."

કરણ: "ઠીક છે."

કાયરા: "આમ પણ આપણે બધા જ સ્પર્ધામાં ભાગ લઈશું તો એક માણસ ખૂટશે તેથી હજી પહેલા નક્કી કરી લઈએ કે ભાગ લેવો કે નહીં અને ત્યારબાદ આપણે ગ્રુપ માટે એક માણસ ગોતવો પડશે."

અર્થ: "તમે પણ વિચારીલો એક દિવસ છે અને અમે પણ વિચારી લઈએ કાલે સવાર સુધીમાં ફાઇનલ કરીશું કે સ્પર્ધામાં ભાગ લેવો કે નહીં."

કાયરા: "ઠીક છે.તો કાલ સવારે મળીએ."

બધા જ એકબીજા ને બાય કહીને વિદાય લે છે અને પોતપોતાના રૂમમાં જાય છે.

અધ્યાય 11 "હું અંધ છું"

અર્થ કરણ અને ક્રિશ ત્રણે પોતાના રૂમમાં આવ્યા પણ થોડીકવાર બાદ અર્થતો થાક લાગવાના કારણે સુઈ ગયો હતો જ્યારે કરણ અને ક્રિશ પોતાના રાબેતામુજબ કામમાં લાગ્યા. રાત પડી ગઈ હતી કરણ અને ક્રિશ બંને એ જમી લીધું હતું. અર્થ હજી સૂતો હતો ક્રિશ હજી સુવાની તૈયારી કરી રહ્યો હતો. કરણ ચોપડી વાંચતો હતો.

અર્થ આજે ફરી સ્વપ્નમાં હતો પણ આજે સ્વપ્ન થોડું વધુ વિચિત્ર હતું એમ કહી શકાય.એક ઘરડા યુવક જે એક કાળા પથ્થર વાળી જૂની જેલમાં હતા. યુવક હજી પણ તંદુરસ્ત લાગતા હતા પણ એ ઘણા દિવસથી નાહયા નહોતા તેથી ગંદા લાગતા હતા.જેમણે અર્થને કહ્યું કે તું બહાદુર છું તું પોતાના મન ને ઓળખ તું પોતાના મન પર વિશ્વાસ રાખ.જાદુઈ દુનિયાની રક્ષા હવે તારા હાથમાં છે તું ગમે તેમ કરીને મને બચાવ.ત્યાર બાદ વિચિત્ર અવાજ સંભળાવા મંડ્યા અને અર્થ અચાનક જાગી જાય છે ફરીથી તે સ્વપ્ન માંથી અને સફાળો બેઠો થઈ જાય છે.

કરણ આ જુવે છે "શું થયું અર્થ તું તો શાંતિથી ભર ઊંઘમાં સૂતો હતો.તું અચાનક આમ કેવી રીતે જાગી ગયો."

અર્થ બેડ ઉપર બેઠો છે અને તે વિચારમાં છે હવે તેને પાકું થઈ ગયું હતું કે તે સ્વપ્નમાં આવતા માણસ પ્રો.અનંત છે પણ કેટલાક સવાલો નો કાફલો મનમાં રમતો હતો કે તે કેવી રીતે તેના સ્વપ્નમાં આવી શકે?,અને લોકો કહેતા હતા કે મૃત્યુ પામ્યા છે, કોઈ કહેતું કે તેમને દશેક વર્ષથી કોઈએ નથી જોયા.મતલબ તે જીવતા હતા તે મોટી વસ્તુ હતી.જે કોઈને ખબર નહોતી માત્ર તેનેજ સ્વપ્ન દ્વારા ખબર પડી પણ તે કોઈને કહી શકે તેમ પણ નહોતું તેની વાત પર વિશ્વાસ કોણ કરે?, આખરે તે એક સ્વપ્ન તો હતું.

તે ધ્યાનમાં ખોવાઈ ગયો હોય તેમ વિચારતો હતો. જ્યારે કરણે તેને ફરીથી બુમ પાડી.તેને તેની સામે જોયું અને તે મોઢું ધોવા ઉભો થયો અને ત્યારબાદ તે આખી વાત વિસ્તાર પૂર્વક કરણ અને ક્રિશ ને કીધી.

"તો તને આવું મહિના થી થાય છે જ્યારથી તું સ્કુલમાં આવ્યો હતો?" ક્રિશે આશ્ચર્ય સાથે પૂછ્યું 

"હા"

"તારી વાત સાચી છે અને તું આ વાત કહીશ તો તેના ઉપર બીજા કોઈ તો વિશ્વાસ નહીં જ કરે,પણ મારી પાસે એક વિચાર છે.તું અને આપણે તેની તપાસ કરી શકીએ છીએ એટલેકે તારી પાસે તેમની બુક છે તો પછી તે વાંચ તે માંથી તને કંઈક મળી જાય.હું પણ તેમની વિશે જાણવાનો પ્રયાસ કરીશ."

અર્થે હકાર માં માથું હલાવ્યું અને તે સ્વસ્થ થયો.

"તારી વાત ઠીક છે,હું કંઈક એવું જ કરીશ"

ત્યારબાદ અર્થને દિલાસો આપીને કરણ અને ક્રિશ તો સુઈ ગયા.અર્થ આજે થોડુંક વધારે જ સૂતો હતો એટલે તેની સુવાની ઈચ્છા તો હતીજ નહીં તે જાગી ગયો અને તેણે જમી ને પ્રો.અનંત ની આત્મકથા હાથ માં લીધી અને વાંચવાની શરૂ કરી અને અર્થ તો આમ પણ વાંચવાનો પહેલેથી ખૂબ શોખીન હતો એટલે તેને વાંચવામાં ખૂબ મજા આવે છે અને ધીમે ધીમે આત્મકથા વાંચવામાં એટલો તલ્લીન થઈ જાય છે કે તેને તે પણ ખબર નથી રહેતી કે સવાર પડી ગઈ.સવારે ક્રિશ અને કરણ બંને સુતા હતા. તે બુક મૂકીને ઉભો થયો અને ખુરશી પર બેઠો અને પગ બેડ ઉપર ટેકાવ્યા આખીરાત સૂતો ન હોવાથી. મગજ ચકરાવે ચડ્યું હતું. કારણકે તેમની વાર્તા પણ બહુ અટપટ્ટી હતી અને મોટી વાત કે તે અધૂરી હતી.તે વાર્તા માત્ર તે જ્યાં સુધી ભણતા હતા. ત્યાસુધીની જ હતી. ઉપરાંત તે જે જાદુગરી માં પારંગત હતા તેના વિશે આ બુક માં કંઈજ નથી લખ્યું.તથા બીજી વાત કે જે તેમના ખાસ મિત્ર હતા તેમનું નામ બદલી ને આ બુકમાં લખેલું છે તેમના સાચા નામ નો ઉલ્લેખ આ બુક માં નથી કર્યો.તે જ્યાં સુધી ભણ્યા ત્યાં સુધી જ બુક સીમિત રાખી પણ પછી તેમનું શું થયું તેની કોઈને ખબર નથી.તેમના કોઈ ખાસનું નામ પણ આ બુક માં લખેલું નહતું.બુક બહુ જૂની હતી અને સાચવી પડે તેમ હતી.બુકની પાછળની બાજુ લોહીના છાંટા હતા.


આ બધું વિચારતા વિચારતા તેની આંખ ક્યાં લાગી ગઈ અને તે ખુરશી પરજ સુઈ ગયો અને જ્યારે કરણ ઉઠ્યો ત્યારે તેણે અર્થને ઉઠાળ્યો.

"આમ કેમ સૂતો હતો અર્થ."

"હકીકત માં હું સુતોજ નથી.મેં આખી રાત જાગીને પ્રો.અનંતની બુક વાંચી હતી."અને ત્યારબાદ અર્થે આખી બુકની વાર્તા કરણને સમજાવી બસ ત્યારે ક્રિશ પણ ઉઠી ગયો.

ત્રણે જણ સ્કૂલમાં જવા નીકળ્યા અને આજ ફરીથી પુલ પર સ્મૃતિ,વરીના અને કાયરા ભેગા તેમણે આજ ફરીથી પૂછ્યું "શું નક્કી કર્યું સ્પર્ધામાં ભાગ લેવોનકે નહીં."

અર્થ: "તે વિશે હજી અમે કંઈ વિચાર્યું નથી પણ આપણે રિશેષ માં નક્કી કરીશું.શું કરવું કે નહીં."

કાયરા: "હા ઠીક છે એમ પણ સ્કુલ પહોંચવામાં મોડું થાય છે."

આમ બધાજ કલાસ માં સમયસર પહોંચી ગયા અને થોડાસમય બાદ રિશેષમાં બધા ભેગા થયા.પોતપોતાની ડીશ લઈને બધા જમતાં જમતાં વાતો કરતા હતા.ત્યારે ક્રિશ બોલ્યો 

"હું જ્યારે આજે સવારે ઉઠ્યો ત્યારે તમે સેની વિશે વાત કરી રહ્યા હતા."

અર્થે તેને વિસ્તાર પૂર્વક બતાવ્યું અને તે બધીજ વસ્તુ સ્મૃતિ, વરીના, કાયરા એ સાંભળી અને તેમણે પણ અર્થને સવાલ પૂછ્યા.

"શું આ વાત સાચી છે?" સ્મૃતિએ ડઘાઈને પૂછ્યું 

"હા, હું હવે વિશ્વાસ કરું છું કે તે આવેલ સ્વપ્ન પ્રો.અનંત નુજ હતું અને આમ પણ મને ખોટું બોલવાથી શું મળવાનું?" અર્થે નિરાશાના સ્વર માં કહ્યું.

"તું નિરાશ ના થઈશ અર્થ અમે તારી સાથે છીએ અમને તારી વાત પર વિશ્વાસ છે." કાયરા એ દિલાસો આપતા કહ્યું.

સ્મૃતિ: "તે વાત ને બાદ કરો હું પણ કંઈક કહેવા માગું છું?"

ક્રિશ: "તે વાત શું છે?"

સ્મૃતિ: "હું કાયરા અને વરીના અમે ત્રણે સ્પર્ધામાં ભાગ લેવા સહમત છીએ અમે ભાગ લેવા તૈયાર છીએ તેથી મારી પણ તમને એટલી વિનંતી છે તમે પણ સ્પર્ધામાં ભાગ લેવા તૈયાર થઈ જાઓ જેથી આપણે કોઈ એક માણસ નેજ ગોતવાનો રહે."

કરણ અને ક્રિશ સહમત થઈ ગયા અને તેણે અર્થની સામે જોયું ત્યારે અર્થ પણ ધીમા અવાજે અને હસતા મોઢે બોલ્યો 

"તો હું પણ સહમત છું"

સ્મૃતિ: "ઠીક છે તો આપણે એક જ વિદ્યાર્થી ગોતવાનો રહેશે" 

અર્થ: " હું તમારી જાણ ખાતર કહી દઉં કે કલાસ માંથી બહુ ઓછા વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લેવાના છે ને જેટલા લેવાના છે તે બધાજ પ્રથમ ની ટીમ માં છે માનુષી પણ."

ક્રિશ: "તો તું એવું ઈચ્છતો હતો કે માનુષી આપણી ટીમ માં આવે." ક્રિશે તેને રમૂજ માં કહ્યું અને સાથે બેઠેલા તમામ હસવા માંડ્યા.

અર્થ થોડોક શરમાઈને અને થોડોક ગુસ્સામાં બોલ્યો "હું ફક્ત વાત કરતો હતો ક્રિશ."

અર્થ અને તેનું ગ્રુપે જમી લીધું હતું અને તે આ બધી વાતો કરી રહ્યા હતા.ત્યારે અચાનક જ બધા જ એક સાથે વનવિહાર તરફ દોડીને જવા માંડ્યા.

ક્રિશ: "આ બધાને શું થયું આ બધા ક્યાં જઈ રહ્યા છે?"

આ સાંભળીને કેન્ટીનમાં બાજુ ની ટેબલ પર બેઠેલો એક પાતળો ગોરો અને તેના કરતાં સહેજ ઊંચી હાઈટ વાળો છોકરો બોલ્યો 

"તે બધાજ વનવિહાર તરફ જાય છે."

તેણે વાત કરતી વખતે ક્રિશ અને તે સર્વે બેઠા હતા તે બાજુ જોયું નહોતું.

"પણ આટલા બધા લોકો ત્યાં કેમ જઈ રહ્યા છે?"

ધીમે ધીમે આખું કેન્ટીન ખાલી થવા લાગ્યું અને બધાજ દોડતા દોડતા વનવિહાર તરફ જતા હતા.તે છોકરા એ ફરીથી તેને વળતો જવાબ આપ્યો.

"વન વિહાર માં નવશીંગડા ધરાવતું બહુ મોટું પ્રાણી લાવ્યા છે તેને નવશીંગો કહેછે.તેથી બધાજ તેને જોવા જાય છે."

"નવશીંગડા ધરાવતું પ્રાણી તે સાંભળીને જ રુવાડા ઉભા થઇ જાય.શું તે સાચેજ બહુ મહાવિનાશક છે?"

"હા, તે બહુજ મહાવિનાશક સાબિત થઈ શકે છે જોતે ક્રોધમાં આવી ગયો તો ત્યાં સુધી તે ભોળું પ્રાણી છે.તેની સાચી તાકાત તેના શીંગડામાં રહેલી છે."

કરણ: "પણ આટલું ભયાનક પ્રાણી અહીં શું કરે છે?,અને મોટી વાત કે તેને અહીંયા લાવ્યા કેવી રીતે હશે."

છોકરો બોલ્યો: "જાદુગરી થી તેની ઉપર જાદુ કર્યું છે તેમ કરીને તેની ઉપર કાબુ મેળવી શકાય છે. તે અત્યારે સ્કુલના સત્તાધીશો ના વશમાં છે. આ પ્રાણી સરળતાથી જાદુગરી ના વશમાં આવી જાય છે કારણકે તે એક અબોધ પ્રાણી છે.તેને અહીંયા વિદ્યાર્થીઓ ને દેખાડવા ના અર્થે લાવ્યા છે.હું તેની વિશે એટલે જ જાણું છું કારણકે ત્રીજા વર્ષેમાં આવા પ્રાણીઓ વિશે ભણાવવા માં આવે છે."

ક્રિશ: "અચ્છા તો ચાલો આપણે બધા તેને જોવ જઈએ"

બધાજ જવા નીકળે છે પણ ત્યાં અર્થ પાછળ ફરીને પેલા છોકરાને પૂછે છે "શું તમારે નથી આવવું તે પ્રાણીને જોવા?, અરે સોરી તમે તો તે પ્રાણી ને જોયુંજ હશે ને?"

છોકરો બે એક સેકન્ડ માટે મૌન ધારણ કરે છે અને ત્યારબાદ તે જવાબ આઓએ છે "ના, મેં નથી જોયું તે પ્રાણી ને કારણકે હું અંધ છું."

અર્થ: " માફ કરજો મને ખબર નહોતી."

છોકરો: " અરે એમાં તમારો વાંક નથી" ત્યારબાદ તે હસતા હસતા ત્યાંથી ઉભો થઇ ગયો અને બહાર તરફ જવા નીકળી ગયો.

અધ્યાય 12 "નવશીંગો"

અર્થ પોતાની જગ્યાએ થી ઉભો થઈને ચાલવા મંડ્યો પણ તે વિચારતો હતો. તે છોકરો દેખાવે હોંશિયાર, સમજદાર અને સુંદર લાગતો હતો પણ તે અંધ કેવી રીતે હોઈ શકે તેના વિચારવા પાછળની કારણ તે હતું કે તેણે આવું ક્યારેય નહોતું જોયું.

તેણે ધ્યાન તે વાત પરથી હટાવીને મન અને તન બંને ને આગળ વધારે છે અને વનવિહાર તરફ જાય છે જ્યાં ખૂબ ભીડ જામી છે.

અર્થ પણ તે ભીડને વીંધીને કાયરા પાસે ત્યાં કાયરા અને વરીના શિવાય બીજું કોઈ તે ભીડમાં દેખાતું નહતું.

કાયરા: "બાપરે આટલું મોટું જાનવર, મેં ક્યારેય નથી જોયું."

એકલી કાયરા જ નહીં અર્થ અને ત્યાં ઉભા બધાજ અચરજ પામી ગયા હતા.અચરજ પામવાની વાત પણ હતી આટલું મોટું પ્રાણી આટલા મોટા હાથ તેની આંખો ખૂંખાર અને તેના અણીદાર શીંગડા કોઈ એવું નહીં હોય કે જે પહેલી નજરે જોઈને ડરી ના જાય.

જયારે નવશીંગો એક મોટા પાંજરા માંથી બધા સામે જોતો હતો પણ જોવા જઈએ તો આ પાંજરૂ તેને લાયક ના હતું તે ગુસ્સામાં આ પાંજરાને ક્યાંય ફેંકી દેત પણ તે જાદુગરી ના વશમાં હતો તેથી બીજા બધાજ સુરક્ષીત હતા.

થોડીવાર નિહાળ્યા બાદ ત્યાંથી ભીડ ઓછી થઈ ગઈ અને બધા જ બહાર તરફ જતા હતા અર્થ અને તેના ગ્રુપે પણ બહાર તરફ જવાનું વિચાર્યું.તે બધા બહાર તરફ જતા હતા ત્યારે અર્થે પૂછ્યું

"આપણને જેણે કેન્ટીનમાં નવશીંગા વિશે કહ્યું શું તમે તેને ઓળખો છો."

બધાનો જવાબ નકાર માં હશે તે અર્થ જાણતો જ હતો.

અર્થ: "તે અંધ હતો."

કરણ: " તેના વર્તન પરથી નહોતું લાગતું,દેખાવમાં તો સુંદર અને હોંશિયાર લાગતો હતો તે અંધ કેવી રીતે હોઈશકે?,અને તે આપણી કરતા મોટો પણ હશે.

અર્થ: "હું એવું વિચારતો હતો કે આપણે તેને આપડી ટીમમાં લઈએ તો તે રમત નહીં રમે પણ આપણા થી મોટો છે તેથી આપણને શીખવશે,સલાહ આપશે.

કરણ અને વરીના: "પણ તે કેવી રીતે થઈ શકે તેને તો દેખાતું પણ નથી. તેને કેવી રીતે ટીમમાં લેવો આમ કરવાથી આપણી ટીમ કમજોર ગણાશે."

અર્થ: "માફ કરજો પણ આ વિચારશ્રેણી તો તમારી ખોટી છે. તેના શારીરિક તાકાતની સરખામણી તેની માનસિક તાકાત અને તેના કામ સાથે કરવી તે ખોટી વસ્તુ છે. દરેક શારીરિક રીતે અસક્ષમ માણસ આપણી કરતા વધુ સક્ષમ છે કારણકે તેનેમાં તાકાત છે કે છતાંય તે દુનિયા સાથે ચાલે છે આપણી સાથે ચાલે છે.તે અંધ છે તેથી તેને ટીમ માં ના રાખવો તેતો મૂર્ખતા છે. આપણે માનવતા ના ભૂલવી જોઇએ."

કરણ અને કાયરા એ પણ અર્થની વાત સાથે સહમતી દર્શાવી.

કાયરા: "આપણે તેને ટીમમાં આવવાનું આમંત્રણ જરૂર આપશું.તે આપણાથી મોટો છે,તે આપણા થી વધુ જાણે છે એ સ્કુલને આ જગ્યાને અને આપણાથી કંઈક અંશે વધુજ જ્ઞાન ધરાવે છે."

વરીના અને ક્રિશ ને પોતાની ભૂલ સમજાઈ અને તેમણે માફી માંગી લીધી અને તે છોકરાને ટીમમાં લેવા ખુશી ખુશી સહમત થઈ ગયા.

અર્થ: "સ્કુલ છૂટતા જ હું અને કરણ તેની સાથે વાત કરીશું."

કલાસ ચાલુ થવાની તૈયારીમાં હતો તેથી તે સર્વે પોતાના કલાસરૂમ તરફ જતા રહયા અને બહાર વરસાદનો માહોલ થઈ ગયો હતો તેથી બહાર ઉભા રહેવું પણ ઠીક ના હતું.

આજ નો કલાસ પણ થોડોક બોરિંગ હતો તેથી બધા વિદ્યાર્થીઓ છૂટ્યાત્યારે કંટાળી ગયા હતા પણ હવે રોજનું થઈ ગયું હતું.ભવિષ્યનો કલાસ હંમેશા કંટાળા જનક રહેતો.

અર્થ અને કરણ ની આંખો કોઈ બીજા નેજ શોધતી હતી ચારેબાજુ પણ જેને શોધતી હતી તે ક્યાંય નજર આવતો નહતો.હા,અર્થ અને કરણ પેલા છોકરાને શોધતા હતા.ધીમેધીમે આખી સ્કુલના છોકરા છાત્રાલય તરફ જતા રહ્યા હતા પણ તે છોકરો તેમને ક્યાંય ના દેખાયો અને ત્યારબાદ અચાનક જ તેમની નજર તેની ઉપર પડી તે સ્કુલના તે દરવાજા થી ધીમે ધીમે બહાર નીકળી રહ્યો હતો તે બધાથી અલગ ચાલતો હતો જેથી કોઈનો ધક્કો તેને વાગીના જાય. અર્થ અને કરણ બંને તેની પાસે ગયા અને તે ચાલતો હતો ત્યારે તેના ખભા ઉપર હાથ મૂકી દીધો તે છોકરો બોલ્યો "માફ કરજો તમે કોણ?"

"હું હમણાં રિશેષ માં તમને મળ્યો હતો તમે અમને નવશીંગા વિશે કહ્યું હતું. તે જ છું હું.મારુ નામ અર્થ છે. હું પ્રથમ વર્ષમાં જ અભ્યાસ કરું છું."

"મારુ નામ માનવ છે.હું ત્રીજા વર્ષમાં અભ્યાસ કરું છું."

"ઓહ..ખરેખર મારે તમને કંઈક પૂછવું છે પૂછી શકું?"

"જરૂર અર્થ કેમ નહીં"

"શું તમે સ્પર્ધમાં ભાગ લેવાના છો?"

માનવે નિરાશ થઈને કહ્યું "ના, હું અંધ છું તેથી મને કોઈ લેવા તૈયાર નથી."

"હું તમને મારા ગ્રુપમાં રહેવામાટે આમંત્રણ આપું છું."

"અરે વાહ મને ખુશી થશે તમારા ગ્રુપમાં આવતા.હું બનતી મહેનત કરીશ કે તમને જીતાડી શકું.હું રમત નહીં રમી શકું પણ તમને સલાહ જરૂર આપીશ તેપણ સાચી."

"ઠીક છે, અમે અમારી સાથે તમારું નામ પણ ચિઠ્ઠી માં લખીને નાખી દઈશું.શું તમે મને તમારો રૂમ નંબર આપશો? જેથી જરૂર પડે હું તમારો સંપર્ક કરી શકુ."

"હા, કેમ નહીં.મારો રૂમ નંબર ૩૩૦ છે."

"અમારો ૨૦૨ છે.ઠીક છે તો મળીયે બાદ માં હું તમારી સાથે સંપર્ક માં રહીશ."

 અર્થ અને કરણે એક કાગળિયું ફાડયું અને તેમાં સાતેય જણના નામ લખીને માછલી ના મોંમાં નાખવા દોડ્યા.ત્યારબાદ પોતાના રૂમ પર આવી ગયા અને સર્વે વાત ક્રિશ ને કરી.

આજે પણ થાક બહુ લાગ્યો હતો તેથી બધા આજ કાલ જલ્દી સુઈ જવાનું પસંદ કરતાં હતાં અને હમણાં થી હોમવર્ક સ્કૂલમાં પતી જતું હતું.

અર્થ જમી ને હજી સુવાની તૈયારીમાં હતો ત્યારે તેને વિચાર આવ્યો કે હમણાં થી તેણે ત્રાટકને પત્ર નથી લખ્યો.તે પત્ર લખવા બેઠો.તેણે પત્રમાં આ સ્પર્ધા તથા નવા મિત્ર વિશે જણાવ્યું. પત્ર પૂરો કર્યો ત્યારે આજુબાજુ જોયું તો કરણ અને ક્રિશ બંને સુઈ ગયા હતાં.

અર્થ પણ સુઈ જવાનું વિચાર્યું પણ ચારેક વાગે તે ઊંઘમાં હતો અને તેને ફરીથી તે સ્વપ્ન આવ્યું.જેમાં પ્રો.અનંત હતા અને તેમણે તેને ફરીથી તેજ વસ્તુ કહી જે દરેક વખતે કહેતા હતા અને તે જેલ માં હતા પણ તેમનાં ચહેરા પર નૂર કંઈક અલગ જ દેખાતું હતું અને અંત માં હંમેશાની જેમ એક ઘર દેખાયું અર્થ તે મકાન બીજે ક્યાંય જોયું નહોતું.અર્થ આ બધું જોઈને ઊઠી ગયો તેણે બાજુમાં જોયું તો કરણ અને ક્રિશ સુતા હતા.તે બેડ ઉપરથી ઉભો થયો અને મોં ધોઈને તે બારી આગળ ખુરશી મૂકી તેની ઉપર બેસી ગયો અને પગ બારીની જગ્યા એ ટેકવીને આકાશને નીરખતો હતો.નાના નાના ટમટમતા તારલા હવે ગાયબ થવાની તૈયારીમાં હતા. સવારના સાડા ચાર વાગ્યા હતા.તે વિચારતો હતો તેને અહીંયા પેલા તેજસ્વી બાળકે મોકલ્યો છે તો કોઈ ચોક્કસ ધ્યેય માટેજ મોકલ્યો છે કદાચ તે ધ્યેય પ્રો.અનંત ને બચાવવાનું જ હોઈશકે.મારે તેમની વિશે બનતી વધુ માહિતી એકઠી કરવી પડશે.

ત્યારબાદ અર્થ નો દિવસ રાબેતામુજબ શરૂ થઈ ગયો.તે રૂટિન મુજબ સ્કુલ જવા નીકળ્યા અને હંમેશાની જેમ પુલપર કાયરા,વરીના અને સ્મૃતિ મળ્યા.

કાયરા: "શું તમારામાંથી કોઈને તરતા આવડે છે?"

અર્થે: "કરણ અને ક્રિશ ની તો ખબર નહીં પણ મને તો નથી આવડતું."

કરણ અને ક્રિશે કહ્યું "અમને પણ નથી જ આવડતું અર્થ."

કાયરા: "આપણે શીખવું પડશે કારણકે કદાચ કોઈ એવી રમત હોઈ શકે છે જેની માટે આપણને પાણીમાં તરતા આવડવું જોઈએ."

અર્થ: "હા,તારું વિચારવાનું સાચું છે પણ તેમાં એટલીજ મુશ્કેલી છે આપણે તરતા ક્યાં શીખીશું? અને ક્યાં સમયે શીખીશું? અને સૌથી મોટી વાત શીખવશે કોણ?"

કાયરા: "હું શીખવીશ મને તરતા આવડે છે.શીખવા માટેની જગ્યા છે પણ અહીંયા નહીં બહાર તેથી તે મુશ્કેલી તે છે કે રાત્રે બહાર જવું એ નિયમ વિરુદ્ધ છે જ્યારે દિવસે તો એમ પણ સ્કુલ હોય છે તેથી આપણે એક નિયમ તોડવો પડશે."

કરણ: "એટલું પણ સહેલું નથી નિયમ તોડવું."

અર્થ: "હું માનવને પૂછી જોઉં કે અહીંયા ક્યાંય નજીકમાં તરવાનું શીખવા માટે કોઈ સારી જગ્યા ક્યાં મળશે?, તે બતાવી શકશે તે આપણા કરતા અહીંયા વધારે રહેલો છે."

કાયરા: "હા,પણ જલ્દી કરજે થોડા દિવસો માં સ્પર્ધા શરૂ થશે.તેથી બને તો આજે જ જઈશું."

વરીના એ મજાક માં કીધું "ઠીક છે પણ અત્યારે કલાસ માં જવાનો સમય થઈ ગયો છે પહેલા ત્યાં જઈએ તો વધારે સારું રહેશે." 

અધ્યાય 13 "પવિત્ર નદી"

બધા જ કલાસ તરફ જવા જતા હતા ત્યારે અર્થે માનવ ને કેન્ટીન તરફ દૂરથી જતા જોયો તેથી તેણે કલાસમાં જવાનું માંડી વાળ્યું.

તેણે બધાને કહ્યું "તમે ક્લાસમાં જાઓ હું આજે નથી આવતો આપણે રિશેષમાં મળીએ"

બીજા કોઈ તેને સવાલ પુછે તે પહેલાજ તે ભાગી ગયો.

સ્મૃતિ એ આશ્ચર્ય સાથે પૂછ્યું" આને શું થયું?"

બધા વિચારતા હતા પણ કલાસ માં જવાનું હોવાથી કોઈએ ધ્યાનના દીધું.

અર્થ એ માનવની પાછળ પાછળ કેન્ટીનમાં ગયો અને માનવ જ્યાં બેઠો હતો તે ટેબલમાં જઈને બેસી ગયો. માનવને કોઈ પાસે છે તેવો અહેસાસ થયો અને તે કંઈ બોલે તે પહેલાં અર્થ બોલ્યો

"શુભસવાર માનવ, હું અર્થ.."

"શુભસવાર અર્થ તને મળીને ખુશી થઈ.શું આજે તમારે પણ કલાસ નથી."

"ના એવું નથી બસ આજે મને કલાસમાં જવાની ઈચ્છા નહોતી.હું તમને કંઈક પૂછવા માંગુ છું."

"ઓહ,હા જરૂર બોલ તારે શું પૂછવું છે."

"આપણી એક ટીમ મેમ્બર છે કાયરા તેણે એવું વિચાર્યું છેકે કદાચ સ્પર્ધામાં તરતા આવડવું જરૂરી છે કોઈપણ ચાર પાંચ સદસ્યોને કારણકે કોઈ એવી રમત યોજાઈ જેમાં તરવાનું જરૂરી નીકળ્યું તો આપડે મુશ્કેલીમાં મુકાઈ જઈ શકશું.તો તેની માટે અહીંયા કોઈ આસપાસ સુરક્ષિત નદી કે તળાવ જેમાં કોઈ ખતરો ના હોય અને અમે રાત્રે તેમાં તરવાનું શીખી શકીએ કારણકે અમારે આ કામ સ્કુલના નિયમો ની વિરુદ્ધ જઈને કરવાનું છે."

માનવ થોડું વિચારે છે અને ત્યારબાદ કહેછે.

"અહીંયાંથી થોડે દુર એક નદી છે મેં તેના વિશે સાંભળ્યું છે વાંચ્યું છે પણ હું ત્યાં ગયો નથી તે નદીનું નામ અમાયા છે. તે એક સુંદર નદી છે અને બહુ પવિત્ર નદી છે. ત્યાં એક ટાપુ જેટલી જગ્યા છે અને જેની ઉપર જંગલ છે. ત્યાં કોઈ ભય નથી બસ થોડુંક જંગલી જાનવર થી સંભાળજો.તેના ઇતિહાસ માં એવું લખ્યું છેકે તે રાત્રી દરમ્યાન ના મુશળધાર વરસાદથી બનેલી નદી છે. તે ખૂબ પવિત્ર છે તેથી કોઈ દાનવ અને દુષ્ટજાદુગર ત્યાં આસપાસ પણ ફરીના શકે. તે એટલા માટે પવિત્ર છે કારણકે તે વરસાદ કોઈ સારા જાદુગરના મૃત્યુ થવાથી તેના માનમાં વર્ષયો હતો."

"માહિતી આપવા બદલ આપનો આભાર મારે હજી કંઈક તમને પૂછવું છે માનવ.શું તમે પ્રો.અનંત વિશે જાણો છો?"

"હા, હું કઈ ખાસ તો તેમના વિશે જાણતો નથી પણ મને ખબર છેકે તે આપણી સ્કૂલમાં ભણાવતા હતા.પણ તે કેટલાક વર્ષો થી ગાયબ છે નાતો તેમના મૃત્યુ ની ખબર છે નાતો તેમના જીવિત રહેવાની પણ કેટલાક લોકો તેમની ગુપ્ત રીતે તપાસ કરે છે પણ તેમને એવો કોઈ ખાસ સુરાગ નથી મળતો તેમના જીવિત હોવાનો.આ ઉપરાંત મને કંઈક ખબર છે પણ હું તને અત્યારે નહીં કહું કારણકે તે ખબર સાચી નથી મને તેની ઉપર વિશ્વાસ થશે તો હું તને જરૂર કહીશ.પણ તું તો સ્કૂલમાં હમણાજ આવ્યો તો તું તેમની વિશે કેવી રીતે જાણે છે?"

"હું તમને જે વાત કહું તે મહેરબાની કરીને કોઈને કહેશો નહીં પણ મને પ્રો.અનંત સ્વપ્નમાં આવે છે જ્યારથી હું આ દુનિયામાં આવ્યો છુ,આ સ્કૂલમાં આવ્યો છું ત્યારથી ખબરનહિ પણ તે વારંવાર મારા સ્વપ્નમાં આવીને મને કંઈક કહેછે તે જીવિત છે તે હું જાણું છું પણ મારી પાસે કોઈ એવો સબૂત નથી કે હું રજૂ કરી શકું.મારી જોડે તેમની એક બુક છે."

"હું તારી વાત સમજીશકુ છું પણ આ વાત પર મારી કંઈ ટિપ્પણી દેવી ઠીક નથી તેથી હું તને આ વિશે કંઈક વિચારીને સલાહ આપીશ."

"તમારો ફરીથી આભાર માનવ"

"તું અહીં બેસ ત્યાં સુધી હું જરૂરી કામ પતાવી દઉં." 

"હા, કેમનહી"

માનવે તેની બેગમાંથી એક ચોપડી કાઢી અને ટેબલ પરમૂકી અને તેને હાથની મદદથી વાંચતો હતો અને એક નોટબુકમાં લખતો હતો.

રિશેષ પડી ત્યારે ત્યારે ક્રિશ,કરણ,વરીના,સ્મૃતિ અને કાયરા પણ આવે છે.અર્થ તેમને બધીજ વાત કહેછે.

સ્મૃતિ: "મેં તે નદી જોયેલી છે.હું તને રસ્તો બતાવીશ."

કરણ: "પણ આપડે જઈશું કેવી રીતે તે બહુ મોટી સમસ્યા છે."

કાયરા: "તે બધું તમે મારી ઉપર છોડી દો.બસ તમે રાત્રે દશ વાગ્યે તમારા રૂમમાં તૈયાર રહેજો."

ક્રિશ: "પણ તું તેવું તો શું કરીશ?"

કાયરા: "તે તમને રાત્રે જ ખબર પડશે."

ત્યાંથી છુટ્ટા પડ્યા બાદ જમી ને રાત્રે દશ વાગ્યે અર્થ અને કરણ તૈયાર હતા.ક્રિશ તો આવવાનો જ નહોતો કારણકે કોઈ તો રૂમમાં તેમનો બચાવ કરવા રહેવું જરૂરી હતું.તેમણે વિચાર્યું હતું કે જો તેમની ગેરહાજરી માં કોઈ આવીને કરણ અને ક્રિશ વિશે પૂછશે તો તે ધાબા ઉપર ખુલ્લી હવા ખાવા ગયા છે તેમ કહી દે છે અથવા કોઈ બીજાના રૂમમાં કામ થી ગયા છે તેમ કહીદેશે આમ કરવાથી તે બચી જશે અને કોઈને ખબર પણ નહીં પડે.

કરણ અને ક્રિશે શતરંજ રમવાની ચાલુ કરી અને અર્થ બુક વાંચતો હતો ધીમે ધીમે સમય ક્યાં જતો રહ્યો તેની કોઈ ખબર ના રહી અને અગિયાર વાગી ગયા.

અર્થ મનોમન વિચારતો હતો કે કાયરા અહીંયા આવીજ નહીં શકે કારણકે અહિયાં આવું તેની માટે ખૂબ મુશ્કેલ હતું.કારણકે છોકરી ઓની ચોકીદારી એટલેકે તેમનું ધ્યાન રાખતી ઉંમર લાયક બહેન મિસિસ.બેલા બહુજ જબરા હતા.તે રાત્રે કોઈ છોકરી ને બહાર નીકળવા દે તેમ હતું નહીં અને જો ત્યાંથી કદાચ પણ નીકળી જાય તો છોકરાઓ ના છાત્રાલયમાં મિસ્ટર.અનમોલ પણ તેમના થી કંઈ ઓછા નહોતા.તેથી બે મુશ્કેલી પાર કરીને આવું લગભગ અસંભવ લાગતું હતું.

અગિયાર વાગ્યા બાદ તો ત્રણે જણે માની લીધું હતું કે કાયરા હવે નહીં આવે તેણે માત્ર વાત જ કરી હતી.

ત્યાંજ અચાનક બારીનો ખટકવાનો અવાજ આવ્યો જાણે કોઈ બારી ખખડાવી રહ્યું હોય અને ત્રણે તે તરફ જોયું તો બહાર સ્મૃતિ અને કાયરા હતી તેમણે એક ચામચીડિયા જેવું ઝેકેટ પહેર્યું હતું અને આશ્ચર્યની વાત એ હતી કે તે હવામાં ઉડી રહયા હતા.જેમ કોઈ ચામચીડિયું ઉડતું હોય.આ ખરેખર અદભુત હતું.કાયરા અને સ્મૃતિ અંદર આવ્યા અને કરણ,ક્રિશ અને અર્થે તેના વખાણ કર્યા.

ક્રિશ: "પણ તને આવો વિચાર ક્યાંથી આવ્યો?"

કાયરા: "થોડા દિવસો પહેલા મેં એક બુક વાંચી હતી તેમાં ઉડવાની કેટલીક રીતો આપી હતી તેમાંથી મને આ વિચાર આવ્યો.તો અમે આજે જ છુટ્ટીને નજીક ની એક બજાર માં ગયા અને ત્યાંથી આવા ચાર ખરીદી લાવ્યા.આ બંને તમારા માટે છે.આપણે ત્યાં ઉડીને જઈશું."

કાયરા એ તેવા બે ઝેકેટ અર્થ અને કરણ ને આપ્યા.

કરણ: "પણ આ કામ કેવી રીતે કરેછે?"

કાયરા: "બહુજ સિમ્પલ છે તમે તેને ઝેકેટની જેમ પહેરી લો અને બસ બંને હાથ ફેલાવીને જોરથી હલાવો તેથી તમે હવામાં તરી શકશો એટલેકે ઉડી શકશો."

અર્થ: "ઠીક છે આપણે બારી માંથી જવું પડશે.તો આપણે નીકળીએ જેથી જલ્દી પાછા આવી શકીએ." 

ચારેય જણ તૈયાર હતા અને સૌ પ્રથમ સ્મૃતિએ હવામાં પડતું મૂક્યું ત્યારબાદ કરણે બાદમાં કાયરાએ અને છેલ્લે અર્થે હવામાં પડતું મૂક્યું.

તે ત્રણે સ્મૃતિની પાછળ ઉડતા જતા હતા.હવા ખૂબ ઠંડી હતી પણ અર્થને ખૂબ મજા આવી રહી હતી.જ્યારે કાયરા પણ અદભુત આનંદ લઈ રહી હતી. તેના વાળ હવામાં ખુલ્લા હતા અને તે રાતમાં કોઈ હવામાં ઊડતી પરી જેવી લાગતી હતી. અર્થ પણ મંત્રમુગ્ધ થઈને તેની સામે જોઈ રહ્યો હતો.જાણે તેને કોઈ પ્રત્યે પહેલીવખત આકર્ષણનો અનુભવ થયો હોય.તેણે કદાચ જ કોઈ સુંદર છોકરીને આટલી નજીકથી નિહાળી હશે.તે બંને એઉડતા ઉડતા એકબીજાનો હાથ પકડી લીધો અને બંને સ્થિર હવામાં ઉડતા હતા.સ્મૃતિ અને કરણ પણ આગળ ઉડતા હતા.તે ઘણા આગળ આવી ગયા હતા.સામે પર્વત દેખાતા સ્મૃતિએ ઈશારો કર્યો અને તે પર્વત પર કરતાજ એક મોટી અને સુંદર નદી દેખાઈ જેની વચ્ચે એક નાનો ટાપુ જેવું કંઈક દૂરથી દેખાતું હતું.નજીક ગયા બાદ ખબર પડી તે ટાપુ નાનો હતો પણ ગીચ વૃક્ષોથી ભરેલો હતો.સ્મૃતિ એ નીચે ઉતરવાનો ઈશારો કર્યો અને તે ચારેય નીચે ઉતર્યા. તે જે ગીચ જંગલની વચ્ચે ઉતર્યા ત્યાંથી થોડેક નજીકજ કિનારો હતો.તે ચારેય તે તરફ ચાલતા ચાલતા જતા હતા.

પણ જ્યારે કિનારાની નજીક પહોંચ્યા ત્યારે ખબર પડી કે કિનારા ઉપર કોઈ હતું કારણકે ત્યાં ટોર્ચનો પ્રકાશ દેખાઈ રહ્યો હતો.
અધ્યાય 14 "નશીબથી બચી ગ્યા”


સૌથી પહેલા તે પ્રકાશ સ્મૃતિએ જોયો કારણકે તે સૌથી આગળ ચાલી રહી હતી.તેણે બધાને રોક્યા ત્યારબાદ તે પ્રકાશ અર્થ અને કાયરા એ જોયો. તે ઝાડ પાછળ છુપાઈ ગયા.ત્યાં ધારીને જોયું તો ત્યાં કોઈ દેખાતું નથી અને માત્ર એક ટોર્ચ પડેલી દેખાઈ જેનો પ્રકાશ અંધારામાં ઝબુકી રહ્યો હતો.સ્મૃતિ એ કહ્યું કે ત્યાં કોઈ નથી આપણે જવું જોઈએ કદાચ કોઈની ટોર્ચ ભૂલથીજ રહી ગઈ હશે.જ્યારે અર્થનું કહેવું હતું કે નદીમાં કોઈક છે ટોર્ચ મુકવાનું કારણ કોઈ ત્યાં આવે નહીં તેમાટેનું હતું.આમ જ બહાર જવામાં ખતરો હતો.જો કોઈ જોઈ જાય તો કેટલાક સવાલો કરે તેથી જ્યાંસુધી તે ખબર ના પડી જાય કે અંદર કોણ છે ત્યાં સુધી ઝાડની પાછળથી બહાર આવવું ખતરાથી ખાલી નથી.થોડીવાર ત્યાં જ રહ્યાબાદ પાણીનો અવાજ આવ્યો.ચારેય જણ ઝાડના થડની પાછળ અને ગીચ જાળીઓમાં છુપાઈને બેઠા હતા.ત્યારે બે જણના વાતો કરવાનો અવાજ કાને પડ્યો.તે શું વાત કરી રહ્યા હતા તે તો સંભળાતું ના હતું પણ અવાજ જરૂર આવતો હતો અને તેમાંથી એક અવાજ જાણીતો હતો પણ યાદ નહોતું આવતું કોનો હતો.અર્થે તે થડ પાસેથી ડોકિયું કર્યું અને ત્યારબાદ તેણે જે દ્રશ્ય જોઈને તેનો પરસેવો છૂટી ગયો.

અર્થ ધીમે થી બોલ્યો "અરે આતો બહુ મોટી સમસ્યા થઈ ગઈ."

ત્યારબાદ સ્મૃતિએ પણ તેજ જોયું અને તેપણ બોલી "હા"

કરણ: "પણ શું થયું?"

અર્થે તે તરફ ઈશારો કરીને કહ્યું "પ્રો.એડમ"

કાયરા થી ચીસ પડી જાત જો તેણે પોતાના પર કાબુ ના રાખ્યું હોત.

કરણ: "પણ તે અહીંયા શું કરવા આવ્યા હશે?"

અર્થ: "તે પ્રશ્ન અત્યારે મહત્વ નો નથી."

કાયરા: "જ્યાં સુધી તે જતા નથી રહેતા ત્યાં સુધી અહીંયાંજ રહો સહેજ પણ હલવાની કોશિષ ના કરો.આપણે બચી જઈશું."

ત્યાંજ જાળીઓની સળવળાટ પ્રો.એડમ ને સંભળાઈ તેમની જોડે જે ભાઈ હતા તે અજાણ્યા હતા.તે પણ પ્રો.એડમ ની જેમ વ્યવસ્થિત લાગતા હતા.જાળીઓ સળવળાટ ને પ્રો.એડમે ધ્યાન ન આપ્યું કારણકે તે સામાન્ય હતું પણ ત્યાંજ કરણના પગ ઉપર એક મકોડા એ તીવ્ર ચટકો ભર્યો જેથી જાળીઓમાં થોડીક વધુ સળવળાટ થઈ અને હવે તેમનું ધ્યાન જવું સો ટકા સંભવ હતું.જોકે તેવું જ થયું.અર્થે કરણને ચૂપ રહેવા કહ્યું અને કરણ પણ વિવશ હતો તે સમસ્યા સમજાવી શકે તેમના હતો.

પ્રો.એડમ જોરથી બોલ્યા "કોણ છે ત્યાં જે પણ હોય સીધી રીતે બહાર આવો."

પણ સામેથી કોઈજ પ્રતિક્રિયા ના થઈ અને પ્રો.એડમ થોડાક ગુસ્સામાં આગળ વધ્યા અને તે જાળીઓમાં ટોર્ચ મારી અને જોયું પણ ત્યાં કોઈજ નહોતું કારણકે ચારેય જણ તે થડ ની પાછળ છુપાઈ ગયા હતા.પ્રો.એડમ આગળ વધ્યા તે સહેલાઇ થી હાર માને તેમ ના હતા.તે જાળીઓની પાસે જઈને જોવા માંગતા હતા.તે ચારેય જણ ખુબજ ડરી ગયા હતા તેમને તો થયું કે આજેતે સર્વે પકડાઈ ગયા. પણ ભલું થાય તેમની પાસે હતા તે માણસનું તેણે પ્રો.એડમ ને કહ્યું "કોઈ નાનું પ્રાણી હશે જવા દે એડમ."

ત્યારે પ્રો.એડમ પાછા વળી ગયા અને સર્વે ના જીવમાં જીવ આવ્યો.હવે તે આવી ભુલ કોઈ દિવસ નહીં કરે તે નક્કી હતુ.

ચારેય જણ માંથી કોઈ પણ પાછું વડુને જાવે તેટલી હિંમત તો કોઈનામાં ના હતી. તે લગભગ અડધી કલાકતો ત્યાંજ છુપાઈ રહ્યા અને બહાર આવવાની કે ત્યાંથી નદીના કિનારા તરફ જોવાની હિંમત કોઈએ ના કરી પણ બાદ માં અર્થે કિનારા તરફ જોયું ત્યાં કોઈ નહોતું અને કોઈ જીણી લાઈટનો પ્રકાશ પણ ત્યાં દેખાતો ના હતો.અર્થે સૌને બહાર નીકળવા કહ્યું જોકે કોઈ રાજી ના હતું પણ અહીંયા બેસવાથી પણ કશોજ ફાયદો ના હતો.ચારેય જણ અંધારામાં કોઈ પ્રાણીની માફક પગ અને હાથની મદદ થી ધીમે ધીમે બહાર આવ્યા.ત્યારે કિનારા પર જોઈને સૌને રાહત થઈ કારણકે કિનારા પર કોઈ હતું જ નહીં,ત્યાંજ નહીં દૂર દૂર સુધી કોઈ દેખાતું ના હતું.ચારેય જણ ઉભા થઇ ગયા અને આજુબાજુ કોઈજ દેખાતું ના હતું અને પાછળ જંગલ હતું.

સ્મૃતિ: "હવે કોઈ નથી આપણે આપણું કામ શરૂ કરી શકીએ."

ચારેય જણે બેગ માંથી સ્વીમશૂટ કાઢ્યો અને કાયરા એ તેના જેકેટ માંથી નાની શીશી કાઢી અને" બધા થોડીક થોડીક પીલો આનાથી ઠંડી ઓછી લાગશે."

કરણ: "શું આ આલ્કોહોલ છે?

કાયરા: "નહીં માત્ર ઔષધિ છે."

ચારેય જણે થોડી થોડી ઔષધિ લીધી અને તરવાનું શીખવાનું ચાલુ કર્યું ઠીક બે કલાક મથ્યા બાદ હજી કોઈ તે રીત નું તો નહોતા શીખી શક્યા જેવું કાયરા ને આવડતું હતું પણ તે રીત નું તરતા શીખવું કોઈ એક દિવસ નું કામ ના હતું અને કાયરા ખૂબ સારું સ્વિમિંગ કરતી હતી.છતાં પણ જેટલું આવડ્યું તેટલું ભલું હવે મોડું થઈ ગયા હોવાથી અહીંયાંથી નીકળી જવામાં જ ભલાઈ હતી.

ચારેય જણ જ્યારે પાછા પોતાના કોરા કપડાં પહેર્યા બાદ જ્યાંથી આવ્યા હતા તે તરફ જવાનું વિચારતા હતા અને તે તરફ આગળ વધ્યા.જતી વખતે ખબર પડી કે જંગલ ખરેખર બીક લાગે એવું હતું ત્યાં દાનવોનો તો કોઈ ખતરો ના હતો પણ છતાં જંગલી જાનવરો નો ખતરો તો સતત હતો જ અને ઉપરથી જંગલ પણ નાનુ હતું.તેથી કોઈપણ રસ્તે જંગલી જાનવર દેખાઈ જાય તેમજ હતું અને ખરેખર તેવું જ થયું.અર્થ અને સ્મૃતિ બંને આગળ ચાલતા હતા ત્યારે બાજુના જાળીઓ માં સળવળાટ થઈ કોઈ માનવી હશે તેવું તો વિચારવું જ દૂર રહ્યું,નહીં તો તે કિનારેજ આટલી વખત માં આવી ગયુ હોત.

બધાના પગલાં ધીમા પડી ગયા અને અને અર્થ આગળ ઉભો હતો તે વિચારતો હતો કોણ હશે તે બોલ્યો જો કોઈ જંગલી જાનવર હોય તો સામેની તરફ દોડજો પાછળ તરફ કોઈ ના દોડતા અને ધીમે ધીમે જાળીઓ ની સળવળાટ બાદ અંદર થી અચાનક જ છલાંગ લગાવીને એક બહુ મોટું અને ખૂંખાર લાગતું વરુ બહાર આવ્યું.તેની આંખો બિહામણી હતી અને તે સામે જોઈને ઘુરકયું.વરુ તેમની ઉપર ઝપાટ મારે તે પહેલાં અર્થ,સ્મૃતિ,કાયરા અને કરણ દોડવાની તૈયારી માં હતા અને કરણે પથ્થર મારી તેનું ધ્યાન હટાવ્યું. જોકે તે તેની ભૂલ હતી તેણે વરુને વધુ ઉશ્કેર્યો અને હવે તો ભાગવા સિવાય કોઈ ચારોજ નહતો.તે ચારેય ભાગ્યા બહુ જોરથી અને તે તે જગ્યા એ પહોંચવા આવ્યા જયાંથી તે આવ્યા હતા પણ વરુ પીછો છોડવાનું નામ લેતો ના હતો.ત્યારે એવું કહી શકાય કે કોઈ ચમત્કારે જ તેમનો જીવ બચાવ્યો તે દોડતા હતા ત્યારે તેની સામેની બાજુથી એક બાજ ત્યાં આવી ગયું અને તેને વરુની આંખ ઉપર વારંવાર વાર કર્યા.બાજ જીતી ગયું અને વરુ પાછું ક્યાંક જાડીઓમાં જતું રહ્યું.ચારેયના જીવ માં જીવ આવ્યો.બાજ ત્યાં એક મોટા ઘટાદાર વૃક્ષની ડાળીમાં બેઠું હતું.અર્થ તેની નજીક જવા માંગતો હતો પણ તે ખતરો હતો કદાચ જો ફરીથી કોઈ જાનવર આવી ગયું તો ફરીથી મુશ્કેલીઓ વધી જાત.તેવું કંઈ થાય તે પહેલાં જ ચારેય જણ ઉડી ગયા અને પોતાના રૂમમાં પહોંચી ગયા સાડા ચાર વાગ્યાની આસપાસ ક્રિશ સૂતો હતો. સ્મૃતિ અને કાયરા પણ પોતાના રૂમમાં પહોંચી ગયા.જ્યારે ક્રિશ સવારે ઉઠ્યો ત્યારે અર્થ અને કરણ જાગતા હતા.અર્થે અને કરણે તેને રાતની પુરી વાત વિસ્તાર પૂર્વક કહી.

ક્રિશ: "પ્રો.એડમ ત્યાં શું કરતા હતા?"

કરણ: "તેતો ભગવાન જાણે મને તો ઊંઘ આવી રહી છે."

અર્થ: "આજ નહિ આજ સ્કુલ જવું પડશે આજે સ્પર્ધામાં ભાગ લેનારના નામ બહાર આવવાના છે."

ક્રિશ: "હા"

તે ત્રણે સ્કુલ તરફ જતા હતા અને પાછળ થી હંમેશની જેમ કાયરા અને સ્મૃતિ,વરીના નું આગમન થયું.કાયરા જોડે આજે કંઈક ખાસ ખબર હતી.

"અર્થ શું તું જાણે છે કાલે આપણને કાલ જે બાજે બચાવ્યા હતા તે આપણા સાતેય પ્રાંતના પ્રમુખનું બાજ હતું."

"કાયરા તારી વાત સાવ ધડ અને માથા વગર ની છે.આખી દુનિયામાં એક જ બાજ થોડી હોઈ શકે."

"ના,હોઈ શકે પણ તું આ પેપરમાં ફોટોગ્રાફ જોઈલે એક વાર કદાચ તારો વિચાર બદલાઈ જાય."

તેણે અર્થ ને પેપર હાથમાં આપ્યું અને અર્થે ધ્યાનથી જોયું જોકે આમ તેને ઓળખવું અઘરું હતું પણ તેના નાના એવા ગળામાં કંઈક લોકેટ જેવું હતું જે કાલે કોઈએ ધ્યાન નહોતું દીધું પણ આજે સવારે ફોટોગ્રાફ જોયા બાદ તેમને કંઈક વિચિત્ર લાગ્યું.

"હા, આ તેજ બાજ છે પણ આમાં એવું લખ્યું છે બાજ ગાયબ થઈ ગયું હોવાથી ગોતી આપનાર ને મોં માગ્યું ઈનામ."

કરણે કહ્યું "આપડે પ્રમુખની મદદ કરવી જોઈએ."

અર્થે: "બિલકુલ નહીં તે પક્ષીને પોતાની આઝાદી માણવાનો પુરો હક છે અને આપણે તે બાજ વિશે કંઈક કહીશું તો આપણી ઉપર પર સવાલો ઉઠશે."

કાયરા: "અર્થ નું કહેવું સાચું છે."

બધાજ સ્કુલે પહોંચવાની તૈયારી જ હતી પણ અહીંયા કંઈક ગડબડ હતી.બધાજ સ્કુલના વિદ્યાર્થીઓ મોટા કોમનરૂમ તરફ જઈ રહ્યા હતા.ત્યાંજ પ્યુન બધા વિદ્યાર્થીઓને કોમનરૂમ તરફ દોરી રહ્યો હતો અને આજે માત્ર પ્રથમ ત્રણ વર્ષના વિદ્યાર્થીઓ નહીં પણ આખી સ્કુલના વિદ્યાર્થીઓ હતા.તેથી વાત માત્ર સ્પર્ધા સુધી સીમિત ના હતી.બધા જ વિદ્યાર્થીઓની પાછળ અર્થ અને તેનું ગ્રુપ પણ ગયું. બધાજ વિદ્યાર્થીઓ પ્રો.અલાઈવ ની રાહ જોઈ રહ્યા હતા અને થોડીવાર બાદ પ્રો અલાઈવ આવ્યા તેમના મોં ઉપરથી તે ખૂબ ગંભીર લાગતા હતા.

આજે કોઈ અવાજ કરવાના મૂળમાં ના હતું કારણકે સૌ એ જોયું કે પ્રો.અલાઈવ ખૂબ દુઃખી લાગતા હતા.

"દરેક વિદ્યાર્થીમિત્રો ને અત્યંત ખેદ સાથે જણાવવાનું કે આપણી દુનિયાના સાતેય પ્રાંત ના પ્રાંત પ્રમુખની હત્યા થઈ ગઈ છે.આજે ના સવાર ના આ પેપરમાં આ ખબર નથી આવેલી કારણકે આવું રાત્રે જ બન્યું છે અને મને કહેતા સહેજ પણ સંકોચ નથી કે તેમની હત્યા કોણે કરી છે. હું તમને બધું જ સત્ય જણાવવા માંગુ છું.હા, ફરીથી આપણી દુનિયામાં ફરીથી વિનાશ નામના કુખ્યાત માણસ નો ખતરો છવાઈ રહ્યો છે અને તે સાતેય પ્રાંતપર રાજ કરવા માંગે છે તેથી તેણે નિર્દોષ માણસો નીહત્યા કરવાનું શરૂ કરી દીધું છે જેનો પહેલો શિકાર સાતેય રાજ્યના પ્રાંત પ્રમુખ બન્યા છે.દરેક વ્યકિતને જણાવવાનું કે કોઈ જરૂરી કામ શિવાય વ્યકિત સ્કુલની બહાર જવાનું ટાળે તથા એકલા તો બિલકુલ ના જાય. એક બીજી મહત્વ પૂર્ણ સૂચના જે ધ્યાનથી સાંભળજો.દુનિયામાં વિનાશ નામના કુખ્યાત માણસ નો ખતરો હોવાથી આપણી યોજાનારી સ્પર્ધા જેનું મેં બે દિવસ પહેલા એલાન કર્યું હતું તે મુલતવી રાખવામાં આવી છે.

હું નથી ચાહતો કે સ્પર્ધાના બહાને તેને કોઈ મોકો મળે વિદ્યાર્થીઓને હાનિ પહોંચાડવાનો,તેથી હું એવી આશા રાખું છું કે તમે મારી સૂચના નું પાલન મારી માટે નહીં પણ પોતાના હિતને ધ્યાનમાં લઈને કરશો. ધન્યવાદ."

પ્રો.અલાઈવ સ્ટેજ પરથી ઉતરીને તે તે હોલની બહાર બીજા રસ્તેથી ચાલ્યા ગયા. હોલમાં થોડીકજ વારમાં અંદરોઅંદર વાતો કરવાનો અવાજ ફેલાઈ ગયો અને તે બહુ વધી જાત જો પ્રો.એડમ બધાને પોતાના ક્લાસમાં જવાનું ના કહેત તો.

બહાર જાતાજ કરણ બોલ્યો "જો આપણને પહેલેથી ખબર જ હોત કે સ્પર્ધા નથી થવાની તો આટલી બધી મહેનતજ ન કરત.ખોટો આપણે એક નિયમ તોડી નાખ્યો."

અર્થ અને કાયરા તથા સ્મૃતિ તેની સામે થોડાક ગુસ્સાથી જોઈ રહ્યા અને પછી હસવા લાગ્યા.ત્યારબાદ તો છ જણ તે દિવસે સ્કુલજ ન ગયા કારણકે તેમ પણ રાત ના ઉજાગરા થી થાકી ગયા હતા.

બીજી બાજુ સ્ટાફરૂમ ખૂબ ઉગ્ર વાતાવરણ હતું કારણકે પ્રો.અલાઈવ ને એક પત્ર આવ્યો હતો વિનાશ નો દરેક સાતેય પ્રાંત ના પ્રમુખ ને તેણે કંઈક ચોક્કસ કામથી બોલાવ્યા હતા હતા તેવું તેણે પત્રમાં લખ્યું હતું અને પ્રો.અલાઈવ એકલાજવા તૈયાર હતા અને પ્રો.એડમ અને પ્રો.વિદોષ સાથે આવવાનું કહેતા હતા.

પ્રો.વિદોષ: "જીદ ના કરો પ્રો.અલાઈવ ત્યાં એકલા જવામાં ખતરો છે તે કંઈ પણ કરી શકે છે."

પ્રો.અલાઈવ: "હું જાણું છું પણ તેવું કશુંજ નહિ બને કારણકે વિનાશ સાતેય પ્રાંતના પ્રમુખની મંજૂરી વગર સાતેય પ્રાંત નો પ્રમુખના બની શકે અને તેથી જ તે અમારી સાથે બહુજ વ્યવસ્થિત રીતે વર્તશે."

સ્કુલથી છાત્રાલય જતી વખતે અર્થ કરણ અને ક્રિશ પાસેથી વિનાશ વિશે થી જાણી રહ્યો હતો તે જયારે નાના હતા આશરે નવ કે દશ વર્ષના જ્યારે તેમની નાની એ ગરમીની રજા માં વિનાશ વિશે ની વાર્તા વાંચી સંભળાવી હતી.જોકે તે વાર્તા હતી જ નહીં તે હકીકત હતી કોઈને ખબર ના હતી કે વિનાશ ક્યાંથી આવ્યો હતો પણ તેનો ધ્યેય એક જ હતો તે સાતેય પ્રાંતનો પ્રમુખ બનવું.તેની પાસે ઘણાબધા વિચિત્રજીવો હતા તે કોઈપણ પ્રાણીને પોતાની વશમાં કરવાની તાકાત ધરાવતો હતો.આવી તાકાત તો બહુ પહેલા રહેલા દાનવોના દેવતા રૂપકમાં જ હતી. અધ્યાય 15 "વિનાશ કોઈ ને નહીં છોડે”

પ્રો.અલાઈવ પોતાના ઘોડા પાસે વિનાશના દ્વારે જવા તૈયાર હતા અને તે પણ એકલા તેમને એકજ છલાંગ મારીને તે કોઈ હીરોની જેમ ઘોડા ઉપર બેઠા અને આ કોઈ સામાન્ય ઘોડો હતો નહીંઆ તો એક હવાઈ ઘોડો હતો જેને બે લાંબી લાંબી પાંખો હતી. પ્રો.અલાઈવ ઉડવાનું શરૂ કર્યું અને તે થોડીકજ વારમાં ત્યાં પહોંચી ગયા જ્યાં વિનાશે સહુને બોલવાય હતા.તે એક બહુજ મોટું ઘર હતું તેની અંદર પ્રવેશતા ની સાથેજ કેટલાક જાદુગરો એ તેમને રોકી લીધા અને તમને પોતાની ઓળખ બતાવા કહ્યું.પ્રો.અલાઈવે પોતાની સાચી ઓળખ એક સિક્કા દ્વારા કરાવી જે હમેશાં સાતેય પ્રાંત ના પ્રમુખ પાસે જ રહેતો ત્યારબાદ તે અંદર ગયા અંદર આવતાની સાથેજ ત્યાં બહુ બધા જુદા જુદા રૂમ હતા.પ્રો.અલાઈવ ને સૂઝતું ના હતું ક્યાં જવું ત્યાંજ એક સેવક આવ્યો અને તેમને ઉપરની એક બહુ મોટા દરવાજા વાળા રૂમની પાસે લઈ ગયો.તે સેવક દરવાજા આગળથી જ પાછો વળી ગયો.પ્રો.અલાઈવે દરવાજો ખોલ્યો જ્યાં અને સર્વે નું ધ્યાન પ્રો.અલાઈવ પાર ગયું 

"ઓહ...પ્રો.અલાઈવ આપની જ રાહ જોવાતી હતી." તેમના એક દોસ્ત કહી શકાય તેવા એક પ્રાંત પ્રમુખે તે વાક્ય કહ્યું હતું. તેમનું નામ શાશ્વત હતું.તે પણ બાજુ ના પ્રાંતના રાજા હતા. પ્રો.અલાઈવ તેમની બાજુમાં બેસી ગયા.સૌએ તેમનું અભિવાદન કર્યું કેટલાક દુશ્મનો એ પણ.તે વાત અત્યારે વધુ મહત્વની નહોતી.વિનાશ હજી આવ્યો નહોતો.

થોડીવાર બાદ જ્યારે અંદરોઅંદર વાતો નો અવાજ વધવા લાગ્યો ત્યારે પાછળથી દરવાજા ખુલ્યા અને વિનાશનો પ્રવેશ થયો.એક લાંબો,તગડો અને જેની આંખોમાં જ સ્પષ્ટ કપટ દેખાતું હોય અને તેની ચાલવાની હરકત પણ એક દમ સ્ફૂર્તિલી તે આવીને સૌથી વચ્ચે વાળી ખુરશીમાં બેઠો જોકે સૌ એક મોટા ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા.ત્યારબાદ એક ભવ્ય દાવત શરૂ કરવામાં આવી બધીજ જાતનાં મિષ્ટાન હતા દાવત માં જોકે દાવતમાં પણ સૌએ સંકોચીત થઈને ખાધું કારણકે સૌ ને ખબર હતી. વિનાશ જેટલું પણ આપે છે તેનાથી ત્રણગણું પાછું લેવાની હિંમત ધરાવે છે અને આજ તો તે તેમની જગ્યાએ આવ્યા હતા.

છતાંય ત્રણ પ્રાંત પ્રમુખ જે પહેલેથી જ વિનાશના પક્ષમાં હતા તે બહુ ખુશ દેખાતા હતા કારણકે તે પહેલે થી જ વિનાશની દરેક શરતો થી સહેમત હતા.

જમ્યા બાદ વિનાશે પોતાની વાત શરૂ કરી

"તમને તો ખબર છે કે સાતેય પ્રાંતના મહાન અને બહુ બહાદુર પ્રમુખનુ મૃત્યુ થઈ ગયું છે.જેથી હવે કોઈ એક પ્રમુખને તે બધીજ જવાબદારી સ્વીકારવી પડશે.જે હું ખુશી ખુશી લેવા તૈયાર છું.તો કોઈને તેવાત નો કોઈ સંકોચ છે તો મને જણાવે."

સૌ ચૂપ હતા પણ પ્રો.અલાઈવ ની બાજુમાં બેઠેલા પ્રાંત પ્રમુખ શાશ્વતે કહ્યું "હું આ વાત થી સહેમત નથી કારણકે એવું સાંભળવામાં આવ્યું છેકે સાતેયપ્રાંતના મહાન પ્રમુખની હત્યા આપે કરેલી છે.જ્યાંસુધી તે પુરવાર નથી થઈ જતું કે તે હત્યા કોણે કરી છે ત્યાં સુધી તમારું પ્રમુખ બનવું શક્ય નથી."

"તે એક ગંભીર આરોપ છે.હા, હું પ્રાંત પ્રમુખ બનવાનું સ્વપ્ન બહુ પહેલાથી ધરાવું છું પણ મેં તેની માટે કોઈની હત્યા નથી કરી અને તેની માટે મારે કોઈ ન્યાયલયના નિર્ણયની જરૂર નથી.હું બેકસુર છું તે હું જાણું છું અને તેની માટે જેને કોઈ તકલીફ હોય તે હાથ ઊંચો કરે."

થોડીજ વાર બાદ ત્રણ પ્રાંત પ્રમુખ સિવાય બીજા ચાર પ્રાંત પ્રમુખનો હાથ ઊંચો થયો જે જોઈને વિનાશના ગુસ્સાનો પારના રહ્યો પણ અહીંયા એક બહુ મોટી ભૂલ થઈ ગઈ પ્રાંત પ્રમુખ શાશ્વતે તેમના મોજા વડે એક બહુ મોટો ભાલો પ્રકટ કર્યો અને તે વિનાશ તરફ જોરથી નાખ્યો પણ વિનાશના સેવકે તેની ઢાલ વચ્ચે લાવતા તે બચી ગયો.શાશ્વત તો તેજ ક્ષણે ગાયબ થઈ ગયો અને વિનાશ કંઈ બીજું પગલું ભરે તે પહેલાં દરેક પ્રાંત પ્રમુખ ચપટી વગાડતા જ જાદુઈરીતે ગાયબ થઈ ગયા અને પોતપોતાના વાહન પાસે આવી ગયા વિનાશ બહાર આવે તે પહેલાજ તે ભાગી ગયા.પ્રો.અલાઈવ પણ પાછા પણ પોતાના ઘરે પાછા આવી ગયા જે સ્કુલની પાછળ જ હતું અને ત્યાં સુરક્ષા વધારી દીધી.પાછા આવ્યા બાદ સૌ પ્રોફેસર ને આ તમામ વાત જણાવી અને મિસ.મિરિકા ને કહીને આખા જ પ્રાંતમાં એલર્ટ જાહેર કરી દીધું. મિસ.મિરિકા ન્યુઝ અંગે ની કામગીરીના હેડ હતા. જે આખા પ્રાંતમાં ન્યુઝનું કામ સંભાળતા.વિનાશ હવે ચૂપ બેસવાનો નથી તે સહુ જાણતા હતા.બાજુના પ્રાંતમાંથી એક ખબર આવી જે ખૂબ દુઃખ ભરી હતી.પ્રાંત પ્રમુખ શાશ્વત હવે રહ્યા નથી અને તે પ્રાંત હવે વિનાશ ના તાબા હેઠળ છે.તે પ્રાંત બીજા છ પ્રાંત કરતા સૌથી નજીકનું પ્રાંત હતું પ્રો.અલાઈવના પ્રાંતથી પણ છતાંય તે બે પ્રાંત વચ્ચે એક સમુદ્ર જેટલું અંતર હતું એટલેકે તે બે પ્રાંત વચ્ચે સમુદ્ર હતો.

બીજી બાજુ આ બધીવાતો થી અર્થ અને બીજા વિદ્યાર્થીઓ અજાણ હતા.રાતના અગિયાર વાગ્યા હતા.કરણ અને ક્રિશ સુઈ ગયા હતા.અર્થ ચોપડી વાંચતો હતો પણ અત્યારે તે ચોપડી મોં ઉપર મૂકીને સુઈ ગયો હતો અને તેને સ્વપ્નમાં એક અવાજ આવ્યો જે અવાજ તેણે પહેલા સાંભળ્યો હતો.હા, આ તે તેજસ્વી બાળકનો અવાજ હતો જે કંઈક અર્થને કહી રહ્યો હતો.તેજ શબ્દો જે તેને પહેલીવાર મળ્યો ત્યારે કહ્યા હતા."કાલ્પનિકતા ની દુનિયામાં કોઈ દિવસ ફરિયાદ નહીં કરવાની બસ પોતાના ધ્યેય તરફ લાગી રહો તો તમારા તમામ સવાલોના જવાબ મળી જશે."

તેના મુખ તેજસ્વી હતું અને તેનું હાસ્ય એટલું મધુરું હતું કે કોઈ જો એક વખત જોઈ લે તો મહિનાઓ સુધીતે ના ભૂલી શકે.તેના મુખ પર લાગણી,પ્રેમ અને કરુણાના ભાવ સ્પષ્ટ છલકાતા હતા.ત્યાંજ અચાનક બારણે ટકોરા પડ્યા.પહેલીવાર તો અર્થ જાગ્યો નહીં પણ બાદમાં બીજા ટકોરે અર્થ ખુરશી માંથી સફાળો બેઠો થઈ ગયો અને તેને સંભળાયું કે કોઈ બારણે ટકોરા મારી રહ્યું છે. તે ચોપડી બાજુમાં મૂકીને બારણું ખોલવા ઉભો થયો અને બારણું ખોલ્યું ત્યારે ખબર પડી કે બહાર માનવ હતો તેણે માનવ ને હાથ પકડીને અંદર બેસાડ્યો.

માનવે પૂછ્યું "શું રૂમમાં બીજું કોઈજ નથી?"

"ના છે પણ તે ભર ઊંઘમાં સુઈ ગઈ છે."

"ઓહ અચ્છા મારે તારું એક જરૂરી કામ છે,શું તમે મારી મદદ કરશો?"

 " હા, કેમ નહીં"

"મારી એક જરૂરી બુક વનવિહાર માં રહી ગઈ છે.હું સવાર સુધી રાહ જોઈ શકું તેમ નથી તે કોઈના હાથમાં આવી જશે તો ગડબડ થશે.તો શું તમે મારી સાથે વનવિહારમાં આવશોતે બુક પાછી લેવા?"

"હા, જરૂર પણ શું તમને પાકી ખબર છે કે બુક વનવિહાર માં જ છે."

"હા, આજે છેલ્લા કલાસ માં કદાચ ત્યાં મારાથી જ રહી ગઈ હશે અમને પ્રાણીઓ વિશે શીખવવવા ત્યાં લઈ ગયા હતા. કદાચ સુવર્ણ હરણની નજીકના પાંજરા પાસે તે બુક રહી ગઈ હશે."

"હા, જરૂર હું આવીશ.બસ બેજ મિનિટ હું ટોર્ચ લઈ લઉં."

ત્યારબાદ બંને ધીમે ધીમે નીચે ઉતર્યા ત્યાં જ માનવ બોલ્યો 

"શું તું મને કહીશ કે ચોકીદાર ક્યાં છે?"

"ચોકીદાર સુઈ ગયા છે આપણે તેને કીધા વગર જઈને પાછા આવી જશું તો તેને ખબર પણ નહીં પડે."

"નહીં બસ તું મને તેના મોં પાસે લઈ જા"

અર્થ ધીમા પગલે તેને ચોકીદાર ના મોં પાસે લઈ ગયો અને માનવે મોજા પહેરેલો હાથ તેના મોં ઉપર ફેરવ્યો."

માનવે અર્થ ને કહ્યું "હવે તે સવાર સુધી નહીં ઉઠે."

અર્થ માનવ ને જોતો રહી ગયો.

બંને આગળ વધ્યા અને પુલ પાસે આવ્યા.ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો.અર્થે માનવ નો હાથ પકડ્યો હતો અને બંને મૌન હતા.ઉપરાંત પાણી નો ખડખડ અવાજ સાફ સંભળાઈ રહ્યો હતો."

"શું આપણે પુલ પર છીએ?"માનવે પૂછ્યું

"હા"

બંને ચાલતા ચાલતા સ્કુલની ઉતારદિશાના નાનકડા રસ્તા પર ચાલતા હતા ત્યાં દૂર એક ઓરડી ની પીળી લાઈટ જબૂકતી હતી.ત્યાં વનવિહાર નો મુખ્ય દરવાજો હતો.

"શું આપણને કોઈ જોઈ તો?"

"શું તું વનવિહાર ના ચોકીદારની વાત કરી રહ્યો છે?"

"હા, તેમના રૂમની લાઈટ ચાલુ છે તે જાગતા હશે તો આપણને અંદર નહીં જાવા દે"

"તું તેમની ચિંતા છોડી દે.હું સંભાળી લઈશ."

બંને પાતળી કેડીથી વનવિહાર ના દરવાજા થી અત્યંત નજીક આવી ગયા હતા.જ્યારે દરવાજે પહોંચ્યા ત્યારે દાદા ત્યાં રખેવાળ તરીકે બેઠા હતા અને તેમણે માનવ ને જોયો ત્યારે તે બોલ્યા "અરે માનવ તું અહીંયા આટલી રાત્રે શું થયું? બધું ઠીક છેને?"

માનવે શાંત સ્વરે પોતાની વાત રજૂ કરી અને અર્થ ની મુલાકાત પણ કરાવી દાદા એ બંને ને અંદર જવા દીધા.

માનવે ખુલાસો કરતા કહ્યું "તે મને પ્રથમ વર્ષમાં જ્યારે હું અહીંયા આવ્યો ત્યારના મને ઓળખે છે.તે મને ઘણીવાર જૂની જૂની વાતો કહે છે.તે વર્ષોથી અહીંયા રખેવાળી કરેછે જ્યારે પણ હું ફ્રી હોઉં અહીંયા આવી જાઉં છું.તે એક મારા પિતા સમાન છે અને એક સારા દોસ્ત પણ છે."

બંને ધીમે ધીમે આગળ નીકળી ગયા અને ત્યાંએક બોર્ડ મારેલું હતું સુવર્ણ હરણ માટે અહીંયા વળવું. ત્યાં અર્થ અને માનવ વળી ગયા.બંને ખૂબ ધીમે ચાલતા હતા.બહુ અંધારું પણ હતું માત્ર પગમાં આવતા ઝાડના સૂકા પાનની સળવળાટ થતી હતી.નજીક ના પાંજરા માંથી અમુક પક્ષી નો ધીમો અવાજ આવતો હતો.ત્યાંથી સામે નવશીંગા નું પાંજરું હતું તે સૂતો હતો તે સાફ દેખાતું હતું.બીજી બાજુ સર્પઘર જવાનો વળાંક આવ્યો. ત્યાં સર્પઘરની કાચ ની દીવાલ હતી.જેમાં દિવસે સૂર્ય પ્રકાશ ના પ્રવેશે તેમાટે છાપાના કાગળ લગાવ્યા હતા.અર્થ ટોર્ચ મારી અને તે છાપા ના ટુકડા જોતો હતો. જેમાં કેટલીક ખબરો લખી હતી.જે તેણે મનમાં વાંચી જાદુઈક્રિકેટ ની રમતમાં નવજીવન સ્કુલ ફરી એકવાર વિજેતા.તેમણે ચોથી વાર આ કપ જીત્યો.છેલ્લા કેટલાક વર્ષોથી મહાન જાદુગરોની ગાયબ થવાની ઘટના આવી સામે,ઘણા મહાન જાદુગરોની કોઈ ખબર નથી મિસ.મિરિકા ની સનસની ફેલાવતી ખબર, બાજ ચિન્હ ધરાવતા દેશ ના નવા પ્રાંતપ્રમુખ શ્રી અયનકુમાર.

આ બધી ખબરો તે મનમાં વાંચતો હતો ત્યાં માનવે અર્થના નામની બૂમ પાડી જે થોડાક ડગલાં આગળ પહોંચી ગયો હતો. અર્થ અને માનવ બંને સુવર્ણહરણ ના પાંજરા પાસે આવ્યા ત્યાં તેની સામે એક છાપરા વાળી ઓરડી હતી.જે ચારેબાજુ થી ખુલ્લી હતી. માત્ર ઉપર વરસાદથી બચવા છાપરું હતું જેની નીચે બહુ બધી ખુરશીઓ હતી બેસવામાટે અને તેની સામે એક બ્લેકબોર્ડ હતું સ્વાભાવિક રીતે તે એક કલાસરૂમ જેવું જ હતું. ત્યાં પ્રથમ ખુરશીપાસે થી માનવની નોટબુક મળી ગઈ અને તે બંને ત્યાંથીજ પાછા વળી ગયા.તે વનવિહારના દરવાજા પાસે પહોંચ્યા ત્યારે માનવ ને તે વૃદ્ધ દાદાએ પૂછ્યું "નોટબુક મળી?". માનવે તેમને હકાર માં જવાબ આપ્યો અને તે ત્યાંથી આગળવધ્યા.

માનવે અર્થને કહ્યું "હું તેમની વિશે બહુ બધું જાણું છું પણ તેમનું નામ નથી જાણતો." અર્થ ખડખડાટ હસવા લાગ્યા.

 તે ચાલતા ચાલતા પુલપર પહોંચ્યા ત્યારે એક છોકરી સફેદ કલર નું ફ્રોક પહેરીને પુલની પાળી ઉપર બેઠી હતી. 

અર્થે તે જોયું અને તે બોલી ઉઠ્યો "તે કોણ છે?"

વાક્ય પૂરું કરતાંની સાથેજ તે ત્યાંથી પુલની નીચે કુદી ગઈ.તે દોડતો દોડતો એ પુલની નીચે જોવા ગયો પણ તેના પડવાનો અવાજના સંભળાયો બસ માત્ર તેની ચીસ સંભળાઈ અને તે ક્યાંય નીચે દેખાતી ના હતી.

માનવે અર્થને કહ્યું "તે ખરેખર જીવિત નથી તે કેટલાક વર્ષો પહેલાજ મૃત્યુ પામી છે. તેણે અહીંયાંથી જ આત્મહત્યા કરી હતી."

"કેમ?"

"તે તો હું પણ નથી જાણતો પણ બસ બધાની જેમ માત્ર મને પણ તે ખબર છે."

ધીમેધીમે બંને આગળ વધ્યા ને હોસ્ટેલના ગેટ પાસે પહોંચ્યા

ચોકીદાર હજી સૂતો હતો.

અર્થ માનવને તેના રૂમમાં મૂકી આવ્યો માનવે તેનો આભાર માન્યો ત્યારબાદ અર્થ પોતાના રૂમમાં આવી ગયો કરણ અને ક્રિશ સુતા હતા.અર્થે પોતાની વસ્તુ બધી ઠેકાણે મૂકી અને પોતાના બેડ ઉપર સુઈ ગયો.

અધ્યાય 16 "સ્કુલમાં રજા”

ક્રિશ અને કરણ વહેલા ઉઠી ગયા હતા અને તે સવારે પોતપોતાનું કામ કરી રહયા હતા આજે અર્થ થોડો મોડે સુધી સુઈ રહ્યો એટલે કરણ દુધ ગરમ કરીને તેને ઉઠાડવા ગયો.તેણે બે ચાર વાર અર્થને હચમચાવ્યો પણ તે ઉઠ્યો નહીં કારણકે તે ભર ઊંઘ માં હતો. તે અચાનક જ જાગ્યો જેમ કોઈ સ્વપ્નમાં થી બહાર આવ્યો હોય.કરણે પૂછ્યું "શું થયું?"

અર્થે આજુબાજુ જોયું અને આળસ મરડીને પોતાનીવાત ની શરૂઆત કરી.

"મને ફરીથી પ્રો.અનંત સ્વપ્નમાં આવ્યા હતા."

ક્રિશ એ આ વાક્ય સાંભળતાજ પોતાનુંજે કામ કરતો હતો તે મૂકી દીધું અને અર્થની વાત માં રસ લીધો.કરણ તો ત્યાંજ બેઠો હતો

"તો શું કહ્યું તું પ્રો.અનંતે આ વખતે તને?,કંઈક ખાસ નિશાની કે કંઈક ખાસ કોઈ સુરાગ કે તે જ્યાં હોય તેવો કોઈ સંકેત આપ્યો હોય."

"ના તેવું કંઈ દર્શાવ્યું ના હતું પણ તેમણે તે જરૂર કહ્યું હતું કે બધીજ માયાજાળ હોઈ શકે છે પણ મને તારા પર વિશ્વાસ છેકે એકવાર તું મને જરૂર બચાવી શકીશ પછી તે ધીમેધીમે મારા આંખોની સામેથી ઓઝલ થઈ ગયા.

"મને લાગે છે કે તે સાચે જીવિત છે તારે આ બાબત પર ભાર દેવો જોઈએ."

"હા, હું જાણું છું કે તે જીવિત છે પણ જ્યાં સુધી મને કંઈક એવું નહિ મળે કે જેની મદદ થી હું તેમની પાસે પહોંચી શકું ત્યાં સુધી બધું વ્યર્થ છે."

 કરણ અર્થ અને ક્રિશ આ બધી વાતોમાં હતા ત્યાંજ બારણે ટકોરા પડ્યા.

કરણે બારણું ખોલ્યું સામે એક દુબળો પાતળો છોકરો જેના વાળની હેરસ્ટાઇલ પણ અલગ હતી અને ચશ્માં પહેર્યા હતા.તે બાજુના રૂમમાં રહેતો વિકાસ હતો.જે તે ત્રણેય કરતા એક વર્ષ મોટો હતો.તેણે કહ્યું કે એક ખાસ ખબર છે પ્રો.અલાઈવે બધાને દશ વાગતા સ્કુલમાં બોલાવ્યા છે જેમાં દરેકને હાજર રહેવાનું ફરજિયાત છે એવી ખબર દેવા પ્યુન પોતે અહીંયા આવ્યા હતા તેથી દશ વાગ્યે બધાજ સ્કુલે પહોંચી જજો.

કરણે પૂછ્યું "પણ આજ તો રજાનો દિવસ છે તો આજે તેમણે આપણને શા માટે બોલાવ્યા છે?"

વિકાસે કહ્યું."કારણ તો મને પણ નથી ખબર બસ ફરજીયાત છે તો છે.હું જાઉં છું."

તે ત્યાંથી જતો રહ્યો.આમ તો તેનો સ્વભાવ મજાકિયો હતો પણ આજે તે મજાકના મૂડ માં બિલકુલ ના હતો અને આજે તે લોબીમાં પણ પહેલા કરતા વધારેજ લોકોની અવરજવર હતી.

જ્યારે દશ વાગવાની થોડીકજ વાર હતી ત્યારે અર્થ અને કરણે નીકળવાનું નક્કી કર્યું જ્યારે ક્રિશ તો બહુ પહેલાજ સ્કુલ જતો રહ્યો હતો.બંને પણ ઝડપથી સ્કુલ પહોંચ્યા.જે હોલમાં પ્રો.અલાઈવે બધાને બોલાવ્યા હતા તે હોલ આખો વિદ્યાર્થીઓથી ખચોખાચ ભરેલો હતો.આખી સ્કુલના વિદ્યાર્થીઓ માટે કંઈક કહેવામાટે તેમની પાસે કંઈક હતું એટલે તો તેમણે આજે રજા ના દિવસે પણ બધાને બોલાવ્યા હતા.આટલી ભીડમાં કરણ અને કાયરા વરીના તથા સ્મૃતિને શોધવા અઘરા હતા.તેથી અર્થ અને કરણ જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગયા. ત્યાંજ પ્રો.અલાઈવ સ્ટેજ ઉપર આવી ગયા. તેમના આવવા માત્રથી બધાજ વિદ્યાર્થીઓ શાંત પડી ગયા અને તે આજે પણ ખૂબ ગંભીર લાગતા હતા.કોણ જાણે આજે તેમની પાસે શું ખબર હતી.તેમણે બોલવાનું શરૂ કર્યું 

"પ્રિય વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને જે વાત નું એલાન કરવા એકઠા કર્યા છે તે અત્યંત દુઃખની વાત છે.હું જાણું છું તમને આ વાત થી ખૂબ દુઃખ પહોંચશે પણ હું મજબૂર છું.હું વધુ સમય નહિ લઉં તેથી હું કહેવા માગું છું કે આજ થી થોડા દિવસો સુધી આપણી જ નહીં પણ પુરા પ્રાંત ની સ્કુલમાં રજા જાહેર કરેલ છે.ક્યાં સુધી તે હું તમને કહી શકું તેમ નથી.હું જાણું છું તમે આ પાછળનું કારણ જાણવા માંગો છો તો હું તમને જણાવી દઉં કે અત્યારે સાતેય પ્રાંત ની હાલત બહુજ ખરાબ છે, રોજ આપણી સીમા ઉપર,શહેરોમાં વિનાશના માણસો હમલો કરે છે અરાજકતા ફેલાવે છે તે મારા માટે શરમની વાત છે પણ હું જ્યાં સુધી પુરી સમસ્યાનો નું સમાધાન ના આવે ત્યાંસુધી હું કંઈજ કરી શકું તેમ નથી તેથી મેં જાણી જોઈને આ નિર્ણય લીધો છે.અત્યારે શહેરની જવાબદારી ઉપરાંત વિદ્યાર્થીઓની જવાબદારી મારીમાટે બહુ કઠિન છે.દરેક સમસ્યાનું નિવારણ આવતા જ સ્કુલ ફરી થી શરૂ કરવામાં આવશે.મેં તમને સુરક્ષીત પહોંચાડવા માટે બસની વ્યવસ્થા કરી છે અને તમારા સર્વેના ઘરે પત્ર પણ લખી દીધા છે જે અત્યારે તમારા માતાપિતા ને મળી પણ ગયા હશે.તમે બધા પોતાનું ધ્યાન રાખશો કારણ વગર ક્યાંય પણ બહાર જવાનું ટાડશો અને એકલા તો બિલકુલ નહિ દરેક ખતરાનો હિંમતથી સામનો કરશો.તેવી મારી પ્રાથના,ધન્યવાદ."

પ્રો.અલાઈવ પાછળ ના રસ્તે થી જતા રહ્યા જ્યારે આખો હોલમાં ઘોંઘાટ થઈ ગયો ત્યારે પ્રો.એડમ એ સૌને આદેશ આપ્યો કે શાંતિ જાળવો તથા પોતપોતાનો જરૂરી સામાન છાત્રાલયમાંથી લઈ લો અને બસ ની વ્યવસ્થા પ્રમાણે બેસી જાઓ.બધી બસ બાર વાગતા જ ઉપડી જશે.

કરણ,ક્રિશ અને અર્થને તો કોઈ સમસ્યા ના હતી કારણકે તે તો સાથેજ રહેતા હતા.જ્યારે સ્મૃતિ વરીના અને કાયરાએ કહ્યું કે તે રોજ ત્યાં આવતા જતા રહેશે.અર્થ પોતાનો સામાન બાંધીને માનવને તેના રૂમમાં મળવા ગયો પણ તે ત્યાંથી થોડીવાર પહેલાજ નીકળી ગયો હતો.અર્થ,કરણ અને ક્રિશ તેમની બસ આગળ પહોંચી ગયા જ્યારે બસ ઉપાડવાની પંદર મિનિટની વાર હતી.સ્મૃતિ, વરીના અને કાયરા પાછળની બસમાં હતા. જ્યારે માનવ જે બસમાં બેઠો હતો તે બસ અર્થની બસથી બહુ દૂર હતી.તેથી અર્થ તેના અફસોસ માં હતો કે તેને છેલ્લીવાર મળવાનું,તે ક્યાં રહે છે તે જાણવાનું અને તેનો ફોન નંબર લેવાનું રહી ગયું.આજ અફસોસ માનવ ને પણ હતો.છતાંય બીજી બધી વાતોમાં તે ભુલાઈ ગયું.અર્થને થોડી તે વાત ની રાહત થઈ હતી કે હવેતે પ્રો.અનંત વિશે જાણવાં અને તેમને શોધવાનો સમય કાઢી શકશે.બાર વાગતા જ બધી બસ ઉપડી અને આગળ જઈને બધી બસ પોતપોતાની જવાની દિશામાં વહેંચાઈ ગઈ.અર્થ અને કરણ પાસે બેઠા હતા.બંને ક્યારે સુઈ ગયા તેમને પણ ખબર ના રહી અને તેમની આંખ સાંજે જ ઉઘડી ત્યારે અડધી બસ ખાલી થઈ ગઈ હતી.થોડાક જ વિદ્યાર્થીઓ બસમાં બેઠા હતા.ક્રિશ તેમની પાછળની જગ્યા ઉપર બેસી ગયો.

અર્થ: "આપણે ઘરે પહોંચવામાં કેટલી વાર છે?"

કરણ: "બસ હવે બહુ દૂર નથી."

થોડીવાર બાદ કરણ અને ક્રિશ ને પોતાની ગલી દેખાઈ ત્યારે ક્રિશ બોલ્યો આવી ગયું.અર્થ તો તે ગલી ભૂલી ગયો હતો કારણકે તેમને બહુ ધૂંધળું ધૂંધળું યાદ હતું.

ત્રણે તે ગલીની પાસે ઉતરી ગયા ત્યાંથી સીધુજ ઘર હતું.કરણ,ક્રિશ અને અર્થ ત્રણેયની આંખોમાં હર્ષ દેખાતો હતો.આખરે તે ઘરે આવ્યા હતા.ક્રિશે અર્થને પહેલેથીજ કહી રાખ્યું હતું કે આજે તે અમારા ઘરે જમશે.અર્થે પણ બહુ આનાકાની કરી નહોતી.

ઘરે પહોંચ્યા ત્યારે ત્રાટક તથા કરણ અને ક્રિશ ના માતા પિતા,નિષાર્થ અને કવિતા ઘરની બહારની જગ્યા જેને ફળિયું કહેછે ત્યાંજ બેઠા હતા.ત્રણે ને જોઈને તેમની ખુશીનો પાર ન રહ્યો.અર્થ પણ નિષાર્થ અંકલ અને કવિતા બહેનને બહુ ખાસ મળ્યો નહોતો તેથી કરણે તેના મમ્મી પાપા સાથે ઓળખાણ કરાવી અને તેના વિશે ઘણું બધું કહ્યું.ક્રિશે કહ્યું "મમ્મી આજે અર્થ આપણાં ઘરે જમવાનો છે."

ત્યારે તેના મમ્મી કવિતા બહેને કહ્યું "ક્રિશ જ નહિ પણ ત્રાટક અંકલ પણ આપણી ત્યાંજ જમવાના છે."

ઘરમાં આવ્યા બાદ બધા ખૂબ શાંતિ નો અનુભવ કરી રહ્યા હતા.કોઈ ભણવાની ચિંતા ના હતી પણ એક જ બહુ મોટી ચિંતા હતી તે હતી વિનાશના અત્યાચારો ત્રાટક અને નિષાર્થ અંકલ પણ તે વિશે જ વાત કરી રહ્યા હતા.અર્થ,કરણ અને ક્રિશ તેને ધ્યાન દઈને સાંભળી રહ્યા હતા.અર્થને બીજી એક વાત પણ ત્રાટક ને કહેવાની હતી પણ તેણે મનોમન અત્યારે કહેવાનું રહેવાજ દીધું.તે ઘરે જઈને વિસ્તાર પૂર્વક વાત કરશે તેમ વિચાર્યું.

કવિતા બહેને જમવાનું બની જતાજ બધાને સાદ પાડ્યો ત્યારબાદ તો ડાઇનિંગટેબલ પર નિતનવા ભોજન પીરસાયા જે અર્થે અમુક તો કોઈકવાર જ ચાખ્યા હતા.તે તો નક્કી હતું કે કવિતાબહેન જમવાનું લાજવાબ બનાવે છે.સૌએ જમી લીધું હતું અને તે વાતો કરી રહ્યા હતા.થોડીકવાર વાતો કર્યા પછી અર્થ અને ત્રાટક પણ પોતાના ઘર તરફ વળ્યાં.અર્થે ઘરની અંદર જતા સુરની સામે જોયું તે આજે પણ ત્યાંજ બેઠો હતો જયારે તેણે પહેલી વાર આ ઘરમાં આવ્યો અને જોયો હતો.અર્થ ઘરની અંદર ગયો ત્યારે જોયું તો ઘરમાં કોઈ ખાસ બદલાવ ના હતો.ઘર આજે પણ થોડુંક અસ્તવયસ્ત હતું. અર્થ અને ત્રાટક બંને સોફા ઉપર બેઠા અને ત્રાટકે તેને પૂછ્યું કે શું કહ્યું હતું પ્રો.અલાઈવે બધા વિદ્યાર્થીઓ ને અને તેણે અર્થને વિનાશ વિશે થોડું જણાવ્યું અને કહ્યું કે હવે તો તે અહીંયા છે તેથી ચિંતા નો કોઈ વિષય નથી.પ્રો.અલાઈવ ની તથા તથા બીજી જરૂરી વાતો કરતા હતા ત્યારે અર્થ ને લાગ્યું કે આ સમય ઠીક છે ત્રાટકને પ્રો.અનંત ના સ્વપ્ન વિશે કહેવાનો અને તેણે પહેલાથી લઈને સર્વે વાત ત્રાટક ને કરી.ત્રાટકે ફરિયાદ કરી કે તારે આ બધી જ વાત પહેલાજ કહેવી જોઈતી તીને પણ છતાંય અર્થને શું કરવા આમ સ્વપ્ન આવી રહ્યા હતા તે સમજવામાં તે નિષ્ફળ રહ્યો પણ તેણે અર્થને કહ્યું કે તે જરૂર તારી જોઈતી મદદ કરશે.

ત્યારબાદ તો અર્થ અને ત્રાટક ઘોડા વેંચીને સુઈ ગયા.
અધ્યાય 17 "જાદુઈ અલમારી”


અર્થનેઅહીંયા આવ્યા અઠવાડિયું થઇ ગયું હતુ.રોજ દિવસ સામાન્ય રહેતો.રોજ અખબારમાં વિનાશના કહેરની ખબરો આવતી રહેતી હતી.ત્રાટક આદિવસોમાં રોજ વહેલા ઘરે આવી જતો જેથી તે અર્થ સાથે સમય વિતાવી શકે અને અર્થને પણ કંટાળો ના આવે.કરણ અને ક્રિશ પણ વધુ સમય ત્રાટક ના ઘરેજ વિતાવતા જયારે કાયરા,સ્મૃતિ અને વરીના પણ સવારે આવી જતા અને તેમનો રોજ નો વાતો નો મુદ્દો અર્થનું સ્વપ્ન જ હતું.તે આખો દિવસ અર્થના સ્વપ્ન વિશે વિચારતા પણ અંત માં કઈ તારણ ના નીકળતું તો વાતો નો મુદ્દો બદલી નાખતા આટલા દિવસો માં પણ અર્થને પ્રો.અનંત વિશે કઈ નવું જાણવા મળ્યું ના હતું.પણ અર્થને આ દિવસોમાં કંઈક નવો શબ્દ જાણવા મળ્યો હતો તે હતો તે હતો "જાદુઈ અલમારી" અને તે પણ ત્રાટક પાસેથી, તે શું હતું તેની અર્થને ખબર ના હતી.પણ ત્રાટક હમેશા કહ્યા કરતો કે "આજે જાદુઈ અલમારીમાં બહુ જ કામ હતું","આજે જાદુઈ અલમારીમાં એક વિચિત્ર સ્ત્રી જોઈ જેના વાળ તેટલા લાંબા હતા કે તેણે પોતાના વાળમાં જ ગરોળી પાડી રાખી હતી." અર્થને આ વાત પર બહુજ હસવું આવ્યું પણ આજે તો તેણે ત્રાટકને પૂછી લીધું કે આ જાદુઈ અલમારી શું છે?

અર્થ આટલા સમયથી જાદુઈઅલમારી વિશે જાણતો ના હતો અને ત્રાટક રોજ તેની વાતો કરતો હતો.ત્રાટક ને તે સાંભળીને આશ્ચર્ય થયું પણ પછી તેનેજ ખબર પડી કે તેણે અર્થને ક્યારેય જાદુઈ અલમારી ની બાબતમાં કહ્યું જ નથી. 

ત્રાટકે વાતની શરૂઆત કરતા કહ્યું "મારે તને જાદુઈ અલમારી વિશે કહેવાનું રહી ગયું.જેનો મને ખેદ છે.પણ તે બહુ સારો સવાલ પૂછ્યો છે."

"હા,ત્રાટક અંકલ તો શું છે જાદુઈ અલમારી?"

"જાદુઈ અલમારી એક એવી જગ્યા છે જ્યાં દિવસ દરમ્યાન તથા વર્ષ દરમ્યાન થતી બધીજ નાની મોટી ઘટના ને એક ચોપડી સ્વરૂપે ત્યાંજ છપાય છે,ત્યાંજ રજુ થાય છે અને ત્યાંજ સુરક્ષિત રહે છે.આ એક જાતની લાયબ્રેરી કહી શકાય પણ બહુ વિશાળ લાયબ્રેરી.તે દરેક પ્રાંતમાં એક જ હોય છે.તે જ્ઞાન નો ભંડાર છે.રોજબરોજ લાખો લોકો ત્યાં મુલાકાત લે છે.

અર્થે ફરીથી સવાલ પૂછ્યો"શું તે તેટલી મોટી છે?તો તેને અલમારી કેમ કહે છે?"

"તે એક મોટી અલમારી છે.જેમ આપણા ઘરે એક સામાન્ય અલમારી છે તેમ, પણ તે જાદુઈ છે તેમાં જવા માટે કંઈજ વિશિષ્ટ કરવાની જરૂર નથી.અલમારીની સામેજ સીધા કોઈ ભટકાઈ જવાના ડર વિના ચાલ્યા આવાનું છે તમે અંદર ક્યારે પ્રવેશ કરી લીધો તમને તેની ખબર પણ નહિ રહે અને તમે અત્યંત નાના થઈ જશો.તમે અંદર આવશો એટલે ત્યાં ચાર માળની લાયબ્રેરી કહી શકાય તેવો જ બહુ મોટો હોલ છે જ્યાં બહુ બધા ચોપડીઓ મુકવાના કબાટ હરોળ બંધ છે તથા ત્યાં બહુ મોટા વાંચવા બેસવા માટે ટેબલ છે.ત્યાં ઉપર જવા માટે સીડી છે જે ચડીને ઉપર જઈ શકાય છે.ટૂંકમાં જાદુગરીની એક અદભુત રચના કહી શકાય.પણ ત્યાંના અમુક નિયમો છે."

"જેવા કે..?"

"જેવા કે ત્યાંનું રક્ષણ બોલતી લાલકીડીઓ કરેછે. જેનું કદ આપણી જેટલું હોય છે એટલે તેતો એટલીજ હોય છે પણ આપણું કદ ઘટી ગયું હોય છે. જો તમે ત્યાંની કોઈપણ સંપત્તિ ને નુકશાન પહોંચાડો તો કીડી તમારી હાલત ખરાબ કરી દે છે. ઉપરાંત પંદર દિવસ સુધી તે અલમારીની જેલમાં કેદ રાખે છે અને પંદર દિવસ પછીજ છોડે છે.તે પણ એક કાળી અંધારી રૂમમાં,બે દિવસમાં એકજ વાર જમવાનું આપેછે પણ ત્યાં ખાસ આ બધું કરવાની જરૂર પડતી નથી ત્યાંની વ્યવસ્થા બહુજ કડક છે.બીજી ખાસ વાત તમે ત્યાંથી કોઈ વસ્તુ બહાર લાવી શકો નહીં જો તમે લાવો તો પણ તે બહાર નીકળતા જ તમારા હાથમાં થી ગાયબ થઈ જશે. ત્યાંથી તમે માત્ર યાદ રાખીને જ લઈજઈ શકો છો.ત્યાં ઇલેક્ટ્રિકથી ચાલતા સાધનો પર પ્રતિબંધ છે અંદર લઈ જતા તમારી પાસેથી ગાયબ થઈ જાય છે."

"હા, ખરેખર આ એક અદભુત રચના છે."

અર્થ મનોમન વિચાર કરતો હતો કે જો ત્યાં દરેક દિવસનું સામયિક રચાતું હોય તો ત્યાં જઈને પ્રો.અનંત ના ભૂતકાળ વિશે જાણી શકાશે. કદાચ આ જગ્યા તેને કંઈક તો કામ આવી શકશે.

ત્રાટક પોતાના કપડાં કબાટમાં મુકતો હતો ત્યારે અર્થે કહ્યું " શું હું પણ ત્યાં આવી શકું?"

ત્રાટકે કહ્યું "જરૂર પણ તું ત્યાં શું વાંચીશ?"

"હું ત્યાં પ્રો.અનંત વિશે જાણીશ."

"અરે હા, આ વિચાર મને અત્યાર સુધી કેમ ના આવ્યો. તને ત્યાં કંઈક ને કંઈક તેમની માહિતી મળીજ જશે."

"તો હું કાલે તમારી સાથે જાદુઈ અલમારીમાં આવીશ.શું હું કોઈને સાથે લઈ લઉં."

"હા,પણ કરણ અને ક્રિશ ને લઈ જવાય તેટલી જગ્યા નથી અને બસથી જઈશું તો બહુજ મોડા પહોંચીસુ તો સારું રહેશે કે તું બંને માંથી કોઈ એકને જ લઈ લે.જેથી આપણે ત્રણ જણ બાઇકમાં બેસી શકીએ."

"ઠીક છે હું કાલે તેમની સાથે વાત કરી લઈશ."

બીજા દિવસે સવારે બધાજ અર્થના ઘરે બેઠા હતા સ્મૃતિ અને વરીના કંઈક કામ થી આવ્યા જ ન હતા.ત્રાટક રસોડામાં કંઈક કામ કરી રહ્યો હતો.ત્યારે અર્થે કાયરા, ક્રિશ અને કરણને બધીજ વાત કહી જાદુઈઅલમારી વિશે,જોકે કાયરાએ જાદુઈઅલમારી વિશે પહેલાથી જ એક ચોપડીમાં વાંચી લીધું હતું. પણ જ્યારે કરણ અને ક્રિશને ખબર પડી કે તેમના માંથી કોઈ એકને જ જવાનું છે તો બંને વચ્ચે ઝઘડો થઈ ગયો અને છેલ્લે કાયરાને અર્થ સાથે જાદુઈઅલમારી માં જવાનું છે નક્કી થયું.ક્રિશ અને કરણ પહેલા બંને એકબીજાથી નારાજ હતા પણ જ્યારે અર્થ અને કાયરા નો જવાનો સમય થયો ત્યારે બંને હસવા લાગ્યા.

અર્થ અને કાયરા બંને મોટર સાઈકલ પર સવાર થઈને ત્યાં પહોંચી ગયા જ્યાં જાદુઈઅલમારી રાખેલી હતી.જાદુઈઅલમારી એક આલીશાન જગ્યા પર રાખી હતી બહાર એક બહુ મોટો દરવાજો હતો અને ત્યાંજ અંદર એક ભવ્યઆલીશાન પણ જૂનો હોલ હતો.ત્યાં તેની સામેજ એકસાથે બહુ બધી અલમારી મૂકી હતી અલમારી એકદમ મધ્યમાં હતી આટલી બધી અલમારી જોઈને અર્થે પૂછ્યું "આપણે કંઈ અલમારીમાં જશું ત્રાટક અંકલ?"

" આ બધી અલમારી એક જ છે જો ત્યાં ૧,૨,૩,૪ નંબરના દરવાજા એટલે તે માળના નામ લખેલ છે આમ એક માળના આઠ દરવાજા છે તેમ કુલ ૩૨ દરવાજા છે અહીંયા જો ત્યાં ૧ નંબરના દરવાજા આઠ છે.તેમ બધાજ માળના કુલ આઠ દરવાજા છે તમારે સીધા ચોથે કે બીજા માળે જવું હોય તો તેમ પણ જઈ શકો છો.તમે બધા મારી પાસે આવો અને જેમ હું તમને કહું તેમ કરજો.સૌપ્રથમ તમે મારી જેમ એક હરોળ માં ઉભા રહી જાઓ અને જ્યારે તમારો અંદરજવાનો વારો આવે ત્યારે કોઈપણ જાતની ચિંતા કર્યા વગર સીધા સીધા અલમારી તરફ ચાલ્યા જાઓ, જેમ કોઈ રસ્તો છે તમે સમજીને.તમને પણ ખબર નહિ રહે તમે ક્યારે અંદર પહોંચી ગયા. અર્થ કાયરા અને ત્રાટક પ્રથમ એટલે કે ગ્રાઉન્ડફ્લોરના દરવાજા ની માણસોની હરોળમાં ઉભા રહી ગયા જે દરવાજા ઉપર ૧ લખ્યું હતું.સૌ પ્રથમ અર્થનો વારો આવ્યો તે થોડીક ડરેલો હતો પણ તોય ચાલ્યો ગયો.બીજો વારો કાયરા નો આવ્યો તે પણ ચાલી ગઈ અને ત્રાટકતો રોજ આવતો જતો હતો તેથી તેને તો કોઈ અંદર જવામાં સમસ્યા ના હતી.અર્થ અને કાયરા બંને પહેલી વાર અંદર પહોંચ્યા ત્યારે તેણે આજુબાજુ જોયું તો બહુમોટી દીવાલ હતી જ્યારે પાછળ ફરીને જોયું ત્યારે માત્ર માણસો આવતા દેખાતા હતા અને એક સીધો રસ્તો દેખાતો હતો.તે બહુ નાના થઈ ગયા હતા પણ તેની ખબર તેમને પણ ના હતી કારણકે અહીંયા બધા તેમની જેટલાજ લાગતા હતા.

થોડુંક ચાલ્યા બાદ એક ગેટ આવ્યો ગયા લખ્યું હતું "જાદુઈ પુસ્તકાલય અને સંગ્રહાલય".અંદર ગયા પછી ભીડમાં ઓછપ થઈ ગઈ. તેટલી ભીડના હતી જેટલી બહાર હતી.તેથી અહીંયા થોડુંક સારું લાગતું હતું.અહીંયા જગ્યા પણ બહુ મોટી હતી જ્યાં ટેબલખુરશી પડી હતી.લોકો ત્યાં બેસીને વાંચી રહ્યા હતા.અદભુત વાત એ હતી કે આટલી મોટી જગ્યામાં આટલા લોકો હોવા છતાં શાંતિ હતી.બધા પોતપોતના કામમાં વ્યસ્ત હતા.ત્રાટકે અર્થ અને કાયરાને જણાવ્યું કે "હું ઉપર મારા કામથી જાઉં છું. તમે બંને શાંતિથી ફરી શકો છો અને વાંચી શકો છો. અહીંયા કોઈપણ વસ્તુ તમારે જાતેજ ગોતવાની રહેશે અને તમારે કંઈ પણ કામ હોયતો આ બોલતી કીડીને પૂછી લેશો તે તમને સાચો જવાબ આપશે.ઉપરાંત અહીંયા કંઈજ વસ્તુનું ભૂલથી પણ નુકશાન ના કરતા.અહીંયા ઉપર દરેક ના બોર્ડ મારેલ છે અથવાતો કાગળિયું ટેબલ પર ચીપકાવ્યું છે તેમાં થી તેમને ચોપડીઓ શોધવામાં મદદ મળી રહેશે.જ્યારે તમે કંટાળી જાઓ અથવાતો જવાનો સમય થાય ત્યારે રૂમ નંબર ૩૦૫ માં આવી જજો.હું તમને ત્યાંજ મળીશ. બીજું કંઈ પૂછવું છે તમારે?"

અર્થ અને કાયરાએ નકારમાં જવાબ આપ્યો.

"તો ઠીક છે હું જાઉં છું."

ત્રાટક પોતાના કામ થી ચાલ્યો ગયો.અર્થ અને કાયરા આ ભીડ વચ્ચે એકલા હતા.કાયરા અને અર્થે એકબીજાની સામે જોયું અને કાયરાએ અર્થનો હાથ પકડી લીધો અને અર્થ શરમાઈ ગયો ત્યારબાદ બંને આગળ વધ્યા.ત્યારે કાયરાએ અર્થ ને પૂછ્યું "આપણે ક્યાંથી શરૂઆત કરવી જોઈએ."

"ખબર નહીં પણ કદાચ જુના અખબાર દશ વર્ષ પહેલાના અખબાર ચોપડીઓ બીજી કેટલીક વસ્તુઓ જે અહીંયા મળી રહેતી હોય.જગ્યા બહુજ મોટી હતી એટલે અર્થે અને કાયરા એ જ્યાં દશેક વર્ષ જુના અખબાર મળતા હોય ત્યાં તપાસ કરી,જૂની ચોપડીઓ જોઈ પણ કંઈ જ ખાસ હાથ લાગ્યું નહીં.તે જે માહિતી માટે આવ્યા હતા.તેમાંથી કંઈપણ અહીંયા મળ્યું નહીં.બહુ બધી શોધખોળ બાદ પણ બંનેને કંઈપણ હાથના લાગ્યું તે બંને થોડા નિરાશ થઈ ગયા અને તેમણે ઉપર બીજાં માળે જવાનું નક્કી કર્યું પણ જોયું તો બીજા માળે બધા ઓરડાજ હતા.તેથી અહીંયા આવ્યાનું કોઈ મતલબ ના હતું.તેથી અર્થે ત્રીજમાળે જવાનું વિચાર્યું અને ત્રીજા માળેપણ જુના અખબાર જ મળતા હતા.તેથી તે કંઈપણ એવી આશા રાખ્યા વગર કે અહીંયાંથી કંઈ મળશે તે ટેબલોની આસપાસ ફરી રહ્યા હતા.ત્યારે અચાનક તેનું ધ્યાન ટેબલ પર પડેલા એક અખબાર પર ગયું અને તેણે આ ખબર ક્યાંક વાંચી હોયતેવું લાગ્યું કારણકે અર્થ રોજબરોજ અખબાર વાંચતો ના હતો.તેની હેડલાઈન હતી."જાદુઈક્રિકેટ ની રમતમાં નવજીવન સ્કુલ ફરી એકવાર વિજેતા.તેમણે ચોથી વાર આ કપ જીત્યો.છેલ્લા કેટલાક વર્ષોથી મહાન જાદુગરોની ગાયબ થવાની ઘટના આવી સામે,ઘણા મહાન જાદુગરોની કોઈ ખબર નથી મિસ.મિરિકા ની સનસની ફેલાવતી ખબર, બાજ ચિન્હ ધરાવતા દેશ ના નવા પ્રાંતપ્રમુખ શ્રી અયનકુમાર." અધ્યાય 18 "ફરી વાર માનવનો આભાર ”


તેને અચાનક યાદ આવ્યું.તેણે આ વનવિહાર માં વાંચ્યું હતું.તેણે કાયરા નો હાથ ખેંચ્યો અને તેને ઉભા રહેવા કહ્યું તેણે તે ટેબલ પરથી હાથ અખબાર લીધું અને વાંચતો હતો.કાયરાએ તેને પૂછ્યું "શું થયું અર્થ અચાનક જ તું પાછો વળી ગયો?"

"વાત જ કંઈક એમ છે."

તેણે કાયરાને ખુશ થઈને કહ્યું કે "મને કંઈક અદભુત વસ્તુ મળી છે."

અર્થ ના મોડા જવાબ આપવાથી કંટાળીને તેણે અખબાર હાથમાં થી ખેંચી લીધું અને વાંચવાનું ચાલુ કર્યું.તેણે પૂરો લેખ વાંચી નાખ્યો.

જેમાં ગાયબ થવાની ઘટના વિશે લખ્યું હતું.જેની પાછળ કોનો હાથ હતો તે કોઈને ખબર ના હતી.પણ તેમાં છેલ્લે ગાયબ થયેલા મહાનતમ જાદુગરો ના નામ હતા જેમાં પ્રો.અનંત નું નામ પણ હતું.સાથે બીજા આઠ નામ હતા.કાયરા ખૂબ ખુશ થઈ હતી કારણકે તેમને મુશ્કેલી થી કંઈક મળ્યું હતું.અર્થ પણ ખુશ જ હતો કારણકે અહીંયા આવવાનું સફળ થયું હતું.બંને તેની ખુશી મનાવવા જોરથી બોલતા હતા ત્યારે તે અલમારીનું રક્ષણ કરતી કીડી એ તેમને ધીમે થી બોલવાની સૂચના આપી.

અર્થે કાયરાને ધીમેથી કહ્યું "આપણે આ આઠેય જાદુગર વિશે જાણવું પડશે તેનાથી કદાચ આપણને કંઈક જરૂરી સુરાગ હાથ લાગે.

કાયરા એ કહ્યું "હા તો ચલો ફરીથી કામે લાગીએ."

તે આઠેય જાદુગરના નામ કંઈક આ પ્રમાણે હતા.

મિહિર,આકાશ,વર્ધમાન,કવન,કેવિન,વિરાગ,આનંદ,અક્ષય, કશ્યપ.

સાંજ થવા આવી હતી ત્યારે અર્થ અને કાયરાએ ઘણીબધી શોધખોળ કરી હતી અને બંનેએ ખરેખર મહેનત કરી હતી.અર્થ અને કાયરાએ તે બધા જાદુગરો વિશે વાંચ્યું હતું અને હવે સમય હતો કે કંઈક તારણ કાઢે.

કાયરા એ અર્થ સામે ગંભીરપૂર્વક જોતા કહ્યું "આપણે હવે કદાચ કંઈ શોધવાનું કે વાંચવાનું બાકી નથી રહી ગયું.મને તારણ મળી ગયું છે અને તે કદાચ ૯૫ પ્રતિશત સાચું છે.આમ તારણ બહુ સીધું છે.આપણે જેટલા લોકો વિશે જાણ્યું અને વાંચ્યું તેમાં એક વસ્તુ કોમન હતી કે તે બધાજ ખૂબ સારા જાદુગર હતા એટલેકે તે પ્રખ્યાત હતા.એવું ક્યાંય નથી બન્યું કે તે મૃત્યુ પામ્યા હોય તેવી ખબર આવી છે પણ તે જાતેજ ક્યાંક ગાયબ થઈ ગયા છે.તેનો મતલબ તે ગાયબ થયા નથી તેની પાછળ કોઈ મોટા માણસ નો હાથ છે કદાચ વિનાશ."

"વિનાશ મને નથી લાગતો કારણકે તે સર્વે કામ કોઈના થી ડર્યા વગર કરે છે તો તે આ વસ્તુ શુ કરવા છુપાવે અને તે કોઈપણ ને મારવામાં સહેજ પણ દયા નથી રાખતો.તો તે કદાચ ના હોઈ શકે."

"પણ કદાચ તે જાદુઈન્યાયાલય ની સજાથી ડરતો હોય એટલે તેણે કામ છુપાઈને કર્યું હોય ઉપરાંત તેનો સાતેયપ્રાંત ના મહાન પ્રમુખને મારવાનો ગુનો સાબિત નથી થયો.તેથી તે હજી પોતાને બેકસુર માને છે અને અખબારમાં પણ હજી અટકળો છે કે ખરેખર આ હત્યા શું તેણે જ કરી છે?"

"જેણે પણ આ કૃત્ય કર્યું છે.તે બહુજ હોંશિયાર માણસ છે તે જાણે છે કે ઘણીવાર શકિતશાળી માણસો ને મારવા બહુ અઘરા હોય છે તેથી તેને રસ્તાપરથી હટાવી દેવા આસાન છે.આપણે અહીંયાંથી કંઈ લઈ નહીં જઈ શકીએ તેથી આપણે આ બધાજ જાદુગરોના નામ ગોખી લઈ એ જેથી પછી પણ ક્યારેક જરૂર પડે તો મદદ મળી રહે.હું આ ઉપરના ચાર નામ યાદ રાખું છું તું આ નીચેના ચાર નામ યાદ રાખી લે.તેથી આપણને સરળ પડશે."

"હા, બહાર જઈને આપણે આ નામ એક કાગળમાં લખી દઈ શકીએ.જેથી ભુલાઈ ના જાય."

"હા,હવે આપણે ત્રાટક ના રૂમમાં જવું જોઈએ."

"હા, આપણે રૂમ નંબર ૩૦૫ માં જવાનું છે."

બંને જ્યારે સીડી ઉતરીને બીજા માળ પર જતાં હતાં ત્યારે સામેથી માનવ ધીમે ધીમે સીડી થી ઉપર આવતો હતો.માનવ તો અંધ હોવાથી તેને કંઈજ ખબર ના હતી કે આસપાસ કોણ છે પણ અર્થ નું ધ્યાન ગયું અને તેણે માનવ ને જોરથી બુમ મારી અને આજુબાજુ સીડી ચડતા માણસો તેની સામે જોવ લાગ્યા ત્યાં કોઈ કીડી ઉભી ના હતી તેથી તે બચી ગયો નહીતો અહીંયા પણ તેને કીડીની ખરીખોટી સાંભળવી પડત તેણે માનવની પાસે ગયો અને તેનો હાથ પકડીને તેને બાજુમાં ઉભો રાખ્યો.માનવ અર્થ નો અવાજ અને સ્પર્શ ઓળખી ગયો.તો પણ તેણે ખાતરી માટે પૂછવાનો જ હતો કે તું અર્થ છે? પણ તે પહેલાં જ અર્થ એ તેની ઓળખાણ આપી દીધી.

અર્થે માનવ ને કહ્યું "માનવ તું અહીંયા, સારું થયું તું મને અહીંયાંજ મળી ગયો.હું છાત્રાલયમાં જ તારી પાસે એડ્રેસ અને તારો ટેલિફોન નંબર લેવા આવ્યો હતો પણ તું ત્યારે રૂમ માંથી નીકળી ગયો હતો."

માનવ: "હા મને પણ છેલ્લી વાર ના મળ્યાનો અફસોસ હતો.પણ હું તારી સાથે ઘણા સમયથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.પણ કદાચ તે શક્ય બન્યું નહીં."

"હા, તેથીજ તું સૌ પ્રથમ મને તારું અડ્રેસ અને તારો ટેલિફોન નંબર આપ."

"હા, જરૂર"

માનવે અર્થ ને ટેલિફોન નંબર અને અડ્રેસ આપ્યું.

માનવે હવે ગંભીરપૂર્વક વાત શરૂ કરી.

"હું તને ખાસ તો તેમાટે મળવા માંગતો હતો કે તને યાદ હોય તો હું જ્યારે તને એક વખતે કેન્ટીનમાં મળ્યો હતો ત્યારે મેં તને એક વાત કહી હતી કે મને એક વસ્તુની ખબર છે પણ તે અફવા સમાન હતી તે વખતે.તો હું તને તે વાત મને યોગ્ય લાગતા કહીશ તેમ મેં તને કહ્યું હતું."

"હા, મને યાદ આવ્યું."

"બસ તે વાત હવે સાચી હોય તેવું મને લાગી રહ્યું છે અને તે વાત તેમ છેકે તારી પાસે જે પ્રો.અનંતની આત્મકથા છે તે ઓરીજીનલ છે જે પ્રો.અનંત પાસે રહેતી હતી.હા તેવાત સાચી છે પણ તેમની પાસે આવી પોતાનીજ બે ઓરીજનલ આત્મકથાની કોપી હતી.તારી પાસે એક છે તો તે બીજી પણ ક્યાંક છે તે વસ્તુ ફાઇનલ છે.બીજીવાત મને વનવિહાર ના ચોકીદારે જણાવ્યું હતું કે તે તેમના ખૂબ સારા મિત્ર હતા જ્યારે તે આપણી સ્કૂલમાં ભણાવતા હતા.તેમણે જ મને આ બે આત્મકથા વિશે જણાવ્યું ઉપરાંત તેમણે તેમને મહત્વની ઈચ્છા પણ તે બુકમાં લખી રાખી હતી પણ બંને બુકમાં તેમની જે ઈચ્છા હતી તે શબ્દ ના બે ટુકડા કરી નાખ્યા હતા. તેથી જેની પાસે બે આત્મકથા હોય તેજ તેમની તે ઈચ્છા જાણી શકે છે. તેમનું આવું કરવા પાછળનું કારણ પણ છે જે મને ખબર નથી.મારા થી તે સમયે તેમને પૂછવાનું જ રહી ગયું હતું.કદાચ આપણને લાગે કે આ વાત ખોટી પણ હોઈ શકે છે પણ મારા માનવા પ્રમાણે તેવુ ના હોઈ શકે હું તે વૃદ્ધ દાદા ને જાણું છું તે ખોટું ના બોલી શકે."

"હા હું પણ તે એક સારા માણસ છે. હું ઘરે જઈને મારી પાસેની આત્મકથામાં તે અધુરો શબ્દ શોધવાનો પ્રયત્ન કરીશ."

"હા,જરૂર અને મને તારા લાયક કોઈ બીજી વસ્તુ મળશે તો તને જરૂર કહીશ તું તારા ધ્યેય તરફ આગળ વધજે હું તારી સાથે છું."

ધ્યેય શબ્દ સાંભળતા જ અર્થ જ્યારે આ દુનિયામાં આવ્યો હતો તે યાદ આવ્યું ત્યારે પેલા તેજસ્વી બાળકે પણ કહ્યું હતું કે તું ધ્યેય શોધીને તું તારી જાતે જ પૂરો કરજે.આજે તેને એક ધ્યેય મળી ગયો હતો.

કાયરા નો અવાજ સાંભળતા જ તે વિચારોમાંથી બહાર આવ્યો અને તેણે માનવ ને કહ્યું "માનવ તારો ખુબખુબ આભાર" અને ત્યારબાદ કાયરા એ પણ માનવનો આભાર માન્યો.ત્યારબાદ અર્થે કહ્યું "હું તને પત્ર લખતો રહીશ.અને શું તું અહીંયા એકલો આવ્યો છે?"

માનવે કહ્યું "નહીં હું મારી માતા સાથે આવ્યો છું તે ઉપર છે."

અર્થે કહ્યું "ઠીક છે ચાલ ફરી મળીશું"

આમ કહીને માનવ અને અર્થે વિદાય લીધી.

અર્થ અને કાયરાને જેટલી આશા હતી તેનાથી નો કેટલાક ગણું વધારેજ તેમને જાણવા મળ્યું હતું.હવે તે આગળ નું પગલું ભરવા સક્ષમ હતા.

તે બંને રૂમ નં ૩૦૫ માં ગયા જ્યાં ત્રાટક કામ કરી રહ્યો હતો પણ જ્યારે અર્થ અને કાયરા આવ્યા ત્યારે તે બધું કામ સમેટીને ચા પી રહ્યો હતો.

ત્રાટકે બંને ને સવાલ પૂછ્યો " શું તમને અહીંયા કંઈ જાણવા મળ્યું."

કાયરા એ ખુશ થઈને કહ્યું "હા,ત્રાટક અંકલ અમને અહીંયા ઘણું બધું જાણવા મળ્યું."

અર્થે આજની તમામ વાત કરી અને તે ખુશ હતો કે આજે તેને અહીંયા આવું સફળ રહ્યું.ત્રાટક અને કાયરા પણ ખુશ હતા.

કાયરા એ કહ્યું "ત્રાટક અંકલ મને ઘરે ઉતારી દેશો?"

"હા જરૂર."

ત્રણે જણ બહાર નીકળવાના દરવાજાથી બહાર નીકળ્યા અને તે પણ તેવી રીતેજ હતો જેવી રીતે તે આવ્યા હતા.ત્રણે ચાલતા ચાલતા ક્યારે અલમારી ની બહાર નીકળી ગયા તેની તેમને ખબર જ ના રહી.અર્થ કાયરા અને ત્રાટક તે મોટા હોલની બહાર આવી ગયા.કાયરાને ઘરે મૂકીને અર્થ અને ત્રાટક પાછા પોતાના ઘરે આવી ગયા. ઘરે પહોંચ્યા ત્યારે સાંજની રાત થઈ ગઈ.હવે અહીંયા તે સામાન્ય માણસની જેમ હતા અહીંયા કોઈ મોટી કીડીના હતી.અધ્યાય 19 "સમસ્યા વધી ગઈ”


જાદુઈ અલમારી માંથી આવ્યા બાદ બધાજ પરેશાન થઈ ગયા હતા.કારણકે એક નાનો અડધો શબ્દ જે આત્મકથા માંથી મળી રહ્યો ના હતો બે દિવસ વીતી ગયા હતા.વારાફરતી સૌએ તે અડધો શબ્દ શોધવાનો પ્રયત્ન કર્યો કદાચ ચોપડીના છેલ્લા પાને હોય અથવા ચોપડીના પહેલા પાને હોય પણ,કદાચ વચ્ચે પણ ક્યાંય હોઈ શકે છે.આમ આશાઓ જ હતી પણ શબ્દ ક્યાંય નહીં.અર્થ અને તેની સાથે બધાજ કંટાળી ગયા હતા.ઉપરાંત સવારે પણ અર્થને પ્રો.અનંત નું સ્વપ્ન આવ્યું હતું અને તેમણે કહ્યું હતું કે તું મને જરૂર શોધી શકીશ એવો વિશ્વાસ દર્શાવ્યો હતો અને દરેક સ્વપ્ન ને અંતે એક ઘર જે થોડુંક વિચિત હતું અર્થે આજ સુધી તે ઘર પ્રત્યે બહુ ધ્યાન ઓછું દીધું હતું અને તે હજીપણ દેતો ના હતો.

કોઈને કંઈ મળ્યું નહીં એટલે કરણ અને ક્રિશે તો માની લીધું હતું કે વૃદ્ધ દાદા ખોટું બોલે છે.કદાચ તેમણે આમ જ કહી દીધું હોય પણ તે વૃદ્ધ દાદાને મળ્યાના હતા.અર્થ જાણતો હતો વૃદ્ધ દાદા ખોટું ના કહી શકે.

ત્રીજો દિવસ પણ અડધો વીતી ગયો હતો. કરણ,ક્રિશ વરીના અને કાયરા તથા સ્મૃતિ પત્તા રમી રહ્યા હતા.જ્યારે અર્થ રસોડામાં ચા બનાવી રહ્યો હતો.એક બાજુ ચા ઉકળી રહી હતી અને તેના હાથમાં પ્રો.અનંતની આત્મકથા હતી.અર્થનું ધ્યાન આત્મકથામાં હતું.તેણે એક પછી એક આત્મકથાના પાનાં ફેરવતો હતો.જ્યારે અર્થ પાના ફેરવી રહ્યો હતો ત્યારે તેને એક ડાબી તથા જમણી બાજુના બંને પાના પરના કોઈપણ એક શબ્દના અક્ષર સૌ પ્રથમ ડાબી બાજુના પાના પર ના સ અક્ષર ઉપર તથા તેવી જ રીતે જમણી બાજુના એક ચ અક્ષરપર ગોળ રાઉન્ડ પેન્સિલ થી કરેલું હતું અને તે અક્ષર ઉપરજ એક નાનો એરો કરીને બંને અક્ષરનું નામ આપ્યું હતું.૧ તથા ૨ રીતે અર્થે ધ્યાનથી તે પાનાં ની ઉપર જોયું જ્યાં પાનાં નંબર લખ્યો હતો. જે ૧૬૨ અને ૧૬૩ હતો.તેની બાજુમાં નાના અક્ષરે "અધૂરું સ્વપ્ન" લખ્યું હતું.પેન્સિલથી લખ્યું હોવાથી થોડું આછું થઈ ગયું હતું. આ વાંચતા જ અર્થને ખબર પડી કે આ કંઈક સુરાગ છે.તેની ખુશીનો પાર ન રહ્યો અને તે ઉત્સાહમાં આવી ગયો જેવી રીતે સામાન્ય જતા દિવસમાં એક દમ જીવ આવી ગયો હોય.તે ચા ઉકળતી હતી તે ગેસ બંધ કરીને સીધો રૂમમાં દોડી ગયો.

અર્થને આટલો ખુશ જોઈને બધાનેજ નવાઈ લાગી હતી આખરે તેવું તો શું થઈ ગયું.

"મને મળી ગયું મને,અડધો શબ્દ મળી ગયો" આવું બે વખત બોલ્યો અને એટલી ઝડપથી બોલ્યો કે કોઈને કંઈના સમજાયું પણ બે સેકન્ડ બાદ કાયરા અને કરણને ને સમજાયું.

"શુ વાત કરે છે?, કેવી રીતે? અમને પણ બતાવ તે શબ્દ"

"હા, જરૂર"

અર્થે બુકનું પાનું ૧૬૨ અને ૧૬૩ ખોલ્યું અને બતાવ્યું અને જે રીતે તેણે શોધ્યું હતું અને પાનાં ઉપર અધૂરું સ્વપ્ન લખેલું હતું તે પણ બતાવ્યું.

હવે સૌ ને ખબર પડી ગઈ હતી કે સ અને ચ એ તે શબ્દના અક્ષરો છે તો બીજી આત્મકથામાં બાકીના અક્ષર હશે.પણ સૌથી મોટો પ્રશ્ન હતો તે બીજી આત્મકથા ક્યાં છે? તે ઉપરાંત પણ કેટલાક પ્રશ્નો હતા.તેમની અધૂરી ઈચ્છાને આમ એક પહેલી સ્વરૂપે લખવાનું કારણ શું હતું તે યાદ રાખી શકે છે અથવા તો બીજી કોઈ પણ રીતે એક ડાયરીમાં પણ લખી શકે છે.આ પહેલી એકજ જણ ઉકેલી શકે તેમ હતું તે હતા વૃદ્ધ દાદા છતાં બીજી આત્મકથા ક્યાં છે તે પહેલી તો અકબંધ હતી.

અર્થને તે બે અક્ષર શોધવા બદલ ખુબ શાબાશી મળી.

સૌ ચા પી રહ્યા હતા. તથા ખૂબ આનંદમાં હતા પણ અર્થને હજી તે વાત હેરાન કરી રહી હતી અને તેનું હેરાન થવું પણ વ્યાજબી હતું.

અર્થ બોલ્યો "મિત્રો હવે આપણે આવી બીજી આત્મકથા ક્યાંથી શોધઈશું?"

ત્યારે કાયરા એ જવાબ આપ્યો" સ્વાભાવિક છે કે આપણે જ્યાંથી આ આત્મકથા લીધી હતી ત્યાં પહેલા તપાસ કરીશું કદાચ તેની પાસે કંઈક તે વિષયની માહિતી હોઈ શકે છે."

બીજા દિવસે કાયરા,કરણ અને અર્થ તે ત્રણે ચોપડીઓની ગલી માં જાય છે.

આજે જ્યાં જવાનું હતું તે નક્કી હતું તેથી તે સીધા "ઓલ્ડએસ્ટ બુક સ્ટોર"માં પહોંચ્યા.

જ્યારે અર્થ,કાયરા અને કરણ દુકાને પહોંચ્યા ત્યારે તેજ ઠીંગણો માણસ ત્યાં હતોજ્યારે તે પહેલી વાર આવ્યા હતા ત્યારેહતો..તેને વિદ્યાર્થીઓ નું મોઢું દેખાતું ના હતું એટલે તે નાનકડા ટેબલ પર ચડ્યો હવે તેને ત્રણેય નું મોઢું સાફ દેખાતું હતું.ત્રણેય દુકાનની અંદર આવ્યા ત્યારે કોઈ નહોતું ઠીંગણો માણસ પર ચોપડીઓ નીચેના ટેબલમાં ગોઠવતો હતો.

ઠીંગણો માણસ બોલ્યો બોલો તમારે કંઈ બુક જોઈએ છે.સૌ પ્રથમતો ઓલ્ડએસ્ટ બુક સ્ટોર માં આપનું સ્વાગત છે એ સૌથી જૂની દુકાન છે આટલા વિસ્તારમાં અને જાદુગરી ને લગતી તમામ ચોપડીઓ મળે છે.

અર્થ:"હા, અમે અહીંયા બુક્સ લેવા આવી ગયા છીએ પણ આજે અમે કંઈક માહિતી લેવા આવ્યા છીએ.શું તમે અમને થોડી મદદ કરશો?"

"હા જરૂર શું માહિતી જોઈએ છીએ તમારે?"

"જી હા,થોડાક દિવસો પહેલા અમે અહીંયા બુક્સ લેવા આવ્યા હતા ત્યારે તમે મને એક બુક્સ આપી હતી અને સાથે કહ્યું હતું કે આ ઓરીજીનલ કોપી છે અનેસૌથી છેલ્લી જ છે પણ મને એવું જાણવા મળ્યું છે કે આવી એક બીજી ઓરીજીનલ કોપી પણ છે તો હું જાણવા માંગુ છું કે તે ક્યાં છે?,તથા કોની પાસે છે?"

"હા હું તમને કદાચ કહી શકુ કે તે ક્યાં છે પણ તે પહેલા હું જાણી શકું કે આજ બુક તમને બીજી કેમ જોઈએ છીએ?"

અર્થ અને કાયરા મુશ્કેલીમાં મુકાઈ ગયા કારણકે સાચું કહેવું તો હિતાવત ના હતું અને આ પ્રશ્ન વિશેની તેમની તૈયારી બિલકુલ ના હતી.

"હા,અંકલ મારે મારા પિતાને જન્મદિવસ પર તે બુક ગિફ્ટ આપવી છે. પણ અર્થ મને તેની બુક દેવાની ના પાડે છે. તો હું ખુદ તે બુક ખરીદવા માંગુ છું.શું તમે મને તે માણસ નું નામ જણાવશો જેમણે આ બુક લીધી છે."

"ઠીંગણા માણસે નીચેના કબાટ માંથી રજીસ્ટર નો ચોપડો કાઢ્યો. જેમાં બુક વેચાતી હતી અને પાછી લેવાતી હતી તેની સમગ્ર માહિતી તે રજીસ્ટરમાં હતી ઉપરાંત ખરીદનાર વેચનારના નામ પણ લખેલા હતા."

ઠીંગણા માણસે રજીસ્ટર બરાબર ચેક કર્યું પણ તેમાંથી કંઇજ ના મળ્યું.ત્યારબાદ તે ઠીંગણા માણસે એક બે વર્ષ પહેલાનું રજીસ્ટર ચેક કર્યું અને તેમાંથી મળી ગયું.

ઠીંગણા માણસે રજીસ્ટર કાયરા ના હાથ આપ્યું અને કહ્યું "આ રહ્યું નામ તમે ખુદજ જોઈને તપાસી લો."

કાયરાએ રજીસ્ટર હાથમાં લીધું અને જોયું ત્યારે તેના માથા પરથી પરસેવો છૂટી ગયો.

અર્થે પૂછ્યું "શું થયું?,આમ કહીને રજીસ્ટર હાથમાં થી ખેંચ્યું અને તેને જોયું અને તેની પણ સરખીજ હાલત થઈ."

કરણ કંઈક બોલે તે પહેલાજ તે ઠીંગણા માણસ નો આભાર માનીને દુકાનની બહાર નીકળી ગયા અને ત્યારબાદ કરણ વારંવાર બંને ને પૂછતો હતો કે શું થયું?,ત્યારે અર્થ અને કાયરા એ તેની સામે જોયું અને બોલ્યા "પ્રો.અલાઈવ"

કરણ: " શું તમે મજાક કરી રહ્યા છો?,હવે આપણે શું કરીશું?, સ્કુલમાં તો રજા છે તો આપણે ત્યાં કેવી રીતે જઈશું? અને કદાચ જતા પણ રહ્યા તો તે બુક કંઈ રીત લઈશું.?

સવાલ તો બહુ હતા પણ દરેક સવાલના જવાબ થી બધાજ અજાણ હતા.

અર્થે કરણના સવાલ સાંભળ્યા પણ તે તેના જવાબ દેવાની ઈચ્છા સહેજ પણ ધરાવતો નાહતો અને તે મુંગા મોંઢે આગળ આગળ ચાલતો હતો જ્યારે કાયરા અને કરણ તેનાથી બે ડગલાં પાછળ ચાલતા ચાલતા આવી રહ્યા હતા.
અધ્યાય 20 "સ્કૂલતો જવુજ પડશે”


દિવસો જેમ જેમ વિતતા જતા હતા તેમ તેમ અર્થ અને તેના મિત્રો વ્યાકુળ થતા જતા હતા.

દરેક દિવસે કંઈક નવાજ અણધાર્યા વળાંક આવી રહ્યા હતા.જે તે ઇચ્છતા ના હતા તેવુજ બની રહ્યું હતું.

મુશ્કેલીઓ તો ઘણી હતી અને અત્યારે તો સૌથી મોટી મુશ્કેલી હતી કે પ્રિન્સિપાલ અલાઈવ પાસેથી આત્મકથા કંઈ રીતે લેવી.

સૌ એ આપેલા સુજાવ યોગ્ય રીતે બંધબેસતા ના હતા અને છેલ્લે કંઈ તારણ નહોતું નીકળ્યું.

હવે બેજ રસ્તા હતા જે સૌને યોગ્ય લાગ્યા અને સૌએ વિચાર્યા હતા.

૧.તે પોતે ત્યાં જઈને બધુજ પ્રો.અલાઈવને કહી દે તો કદાચ પ્રો.અલાઈવ તેની ઉપર વિશ્વાસ કરીને તેની મદદ કરે અને તેને આત્મકથા સોંપી દે.

૨.બીજો રસ્તો બહુજ કઠીન હતું પણ જો એકવાર સફળ થઈ જાય તો કોઈ ચિંતા ના હતી.તે હતો પ્રો.અલાઈવ થી સંતાઈને તે આત્મકથા માંથી તે અધુરો શબ્દ જોઈ લે જોતે પકડાઈ જાય તો બધુજ સાચું કહી દે આમ કરવાથી બંને રીતે બચાતું હતુ પણ તેમાં જોખમ બહુ હતું. 

અર્થે બધાને સમજાવતા કહ્યું જો આપણે પહેલો રસ્તો પસંદ કરશું તો પ્રો.અલાઈવ આપણી વાતો પર વિશ્વાસ ન કરે અને ત્યાંથી બહાર પણ કાઢી મૂકે અને સૌ પ્રથમ તો તે આપણને ત્યાં જોઈને જ આશ્ચર્ય પામી જશે.

જ્યારે બીજા રસ્તામાં જો યોજના સફળ રહી તો કંઈ જ સમસ્યા નથી અને ભૂલથાય તો પણ એક બચાવ માર્ગ નીકળે છે તે હતો સમર્પણ નો એટલે કે બધીજ વસ્તુ તેમને બતાવી દેવી કદાચ તેમને બાદમાં મદદ મળી જાય.

સ્મૃતિ એ કહ્યું "બીજો રસ્તો સરળ નથી પણ જે સમયે પ્રો.અલાઈવ ઘરે ના હોય અથવા તો રાત્રે તે સુતા હોય ત્યારે આ કામ પાર પડી શકાય છે.મેં પ્રો.અલાઈવ નું ઘર જોયું છે તે સ્કૂલના પાછળ ના ભાગમાં છે એટલેકે સ્કુલ અને પાછળના જંગલની વચ્ચે.તેમની ઘરની પાછળની બાજુ રસોડાની બારી છે જ્યાંથી આપણે અંદર જઈ શકીશું .પણ અંદર માત્ર બે જણજ જશે બાકીના બધા બહાર ઉભા રહેશે."

કાયરા:"પણ શું આપણા બધાનું ત્યાં જવું ઠીક રહેશે?"

અર્થ: "કાયરા ઠીક કહી રહી છે. ત્યાં આપણે બધા એ ના જવું જોઈએ સૌ મુસીબત માં પડી શકીશું.આપણી સાથે ત્રાટક અંકલ પણ આવશે જેથી આપણને મદદ પણ મળી રહે."

કરણ: "પણ આપણે રાત્રે ત્યાં કેવી રીતે જઈશું?"

અર્થ: "હું ત્રાટક અંકલ ને કહી દઈશ કે તે એક કાર ની વ્યવસ્થા કરી દેશે અને તે કાર પણ ચલાવી લેશે.આપણે સાંજ ના પાંચ વાગ્યે નિકડીશું ત્યારે રાત્રે બાર વાગ્યે પહોંચીશું અને બધુજ કામ પાર પડતા ચાર તો વાગીજ જશે.ત્યારબાદ આપણે ત્યાંથી નીકળી જઈશું."

કાયરા: "આપણે વનવિહાર ના ચોકીદારને મળવું અત્યંત જરૂરી છે તેજ આપણને કહી શકશે કે તેમણે આવી રીતે પોતાની ઈચ્છા કેમ છુપાવી હતી."

અર્થની બનાવેલી યોજના આમતો બરોબર હતી પણ છતાંય તેમાં કેટલાક જો અને તો હતા એટલે ઘણા નિર્ણયોતો કુદરતના હાથમાં જ હતા.છતાંય ત્યાં જવું અત્યંત જરૂરી હતું. 

અર્થ: "મારી સાથે કાયરા,કરણ અને ત્રાટક અંકલ આવશે."

કાયરા: "હું ઘરે બહાનું બનાવી દઈશ કે વરીનાના માતાપિતા બહાર ગયા છે તેથીતે એકલી હોવાથી હું તેના ઘરે રહેવા જાઉં છું."

અર્થ:"હા"


આજની મિટિંગ બરખાસ્ત થઈ અને યોજના તૈયાર હતી હવે બાકી હતું તો માત્ર અમલીકરણ.

રાત્રે ત્રાટક આવતા તેને આખી યોજના અર્થે સમજાવી દીધી. ત્રાટક પણ તૈયાર હતો યોજનાને પાર પાડવા માટે બધાજ બીજા દિવસના સાંજના પાંચ વાગ્યાની રાહ જોતા હતા.

બીજા દિવસે અર્થ કરણ અને કાયરા સવારે વહેલા ઉઠી ગયા હતા અને કાયરા વહેલીજ ત્રાટકના ઘરે આવી ગઈ હતી વરીના અને સ્મૃતિ આજ આવ્યા નહોતા.છતાંય તેણે કહ્યું હતું કે" જરૂર હોય તો મદદ માટે ફોન કરી દેવો અમે હાજર થઈ જશું.".

સાંજના પાંચ વાગ્યા હતા.અર્થ અને કાયરા,કરણ અને ત્રાટક તૈયાર હતા.ત્રાટક ગાડી લઈને આવી ગયો હતો ચારેય જણ ગાડીમાં બેઠા અને સ્કુલ પહોંચવા નીકળી ગયા.

ત્રાટક: "અર્થ તમે તેમના ઘરમાં જતા પહેલા મોં ઉપર રૂમાલ બાંધી દેજો.જેથી ચહેરો જ દેખાય નહીં."

અર્થ": "હા, જરૂર"

ત્રાટક સિવાય ગાડીમાં બધાજ સુઈ ગયા હતા કારણકે સૌ જાણતા હતા કે આજે રાત્રે જાગવાનું છે પણ છતાંય ત્રાટકને જાગ્યા વગર ચાલે તેવું ના હતું કારણકે તેજ કાર ચલાવતો હતો.તેમ પણ ત્રાટકને જાદુઈકાર ચલાવી બહુ ગમતી કારણકે તે હવામાં ચાલતી હતી.સાંજના પાંચ વાગ્યા પછી એકજ વાર ગાડી નીચે ઉતરી હશે તે હતું દશ વાગ્યે જમવાનું લેવામાટે ગાડી બાર વાગવામાં વીસેક મિનિટ ની વાર હતી ત્યારે સ્કુલે પહોંચી ગઈ હતી પણ ગાડી ત્રાટકે સ્કુલની થોડે દુર ઉભી રાખી હતી જેથી કોઈને ખબર ના પડે કે કોઈ આવ્યું છે. અર્થ,ત્રાટક,કરણ અને કાયરા તે અંધારા રોડ ઉપર ચાલી રહ્યા હતા તેની આજુબાજુ બિહામણું જંગલ હતું અને હવે સ્કુલ નો દરવાજો સાફ દેખાઈ રહ્યો હતો. પણ ત્યાં જોયું કે બહાર ચાર ચોકીદાર ઉભા હતા.દેખાવમાં પણ તંદુરસ્ત જોકે તેના હાથમાં કોઈ હથિયાર ના હતું પણ તેણે જાદુઈ મોજા પહેર્યા હતા.ત્રાટક જાણતો હતો જો તે તેમને અહીંયા જોઈ જશે તો પાંચ દિવસ સુધી બેહોશ કરી દે તેવી જાદુઈ રીત વાપરશે કારણકે બધાજ ચોકીદાર આવુજ કરતા હતા અને પાંચ દિવસ બાદ હોશમાં આવ્યા બાદ પૂછપરછ કરશે ત્યારે તો હું પણ ભૂલી ગયો હોઉં હું અહીંયા કેમ આવ્યો હતો.છતાંય એટલે તો તે ચોકીદાર થી બચીને રહેવું આવશ્યક હતું.અત્યારે બીજો રસ્તો શોધવો એટલે કે રણ માં ગુલાબનું ફુલ ખિલાવવું.ત્રાટક ને એક રીત વિચારી તેણેઅર્થ,કાયરા અને કરણ ને બેહોશ કરવાની રીત શીખવી અને તે બધાને મોજા પહેરી લેવા કહ્યું અને તેનો ઉપયોગ સામેના ચોકીદાર પર કરવા નું કહ્યું.ચોકીદાર ને આ વાતની ખબરજ ના રહીકે કોઈ છુપાઈને તેમની ઉપર જાદુ કરી રહ્યું છે.તે બેહોશ થઈ ગયા પણ એક મુશ્કેલી થઈ તે હતી કરણ ની કરણ નું જાદુ ઊંધું થયું અને તે ખુદ ત્યાં બેહોશ થઈ ગયો અને ચાર ચોકીદાર માંથી એક ચોકીદાર જાગતો હતો અને તેણે બીજા ત્રણ ચોકીદારને પડતા જોયા એટલે તે વ્યાકુળ થઈ ગયો પણ અર્થે સમયસર તેને પણ બેહોશ કરી દીધો.

હવે પ્રશ્ન હતો કરણ,તેને ક્યાં રાખવો તે બેહોશ થઈ ગયો હતો અને જાદુની અસર ઊંઘી થવી એટલે તે સવારે દશ વાગ્યા સિવાય ઉઠે તેમ ના હતો.

ત્રાટકે કહ્યું "કરણ ને ગાડીમાં સુવડાવી દેવોજ ઠીક રહેશે."

અર્થ અને ત્રાટક બંને કરણ ને ઉંચકીને ગાડીમાં સુવડાવી આવ્યા.

હવે ત્રણે અંદર જવા તૈયાર હતા.

ત્રાટકની પાછળ પાછળ કાયરા અને અર્થ આગળ તરફ પ્રયાણ કરી રહ્યા હતા.બધેજ ઘોર અંધારું હતું પણ ચંદ્ર નો પ્રકાશ કંઈક વધુજ પ્રકાશ આપી રહ્યો હતો.તેથી સમગ્ર જગ્યા પર અજવાળું પથરાયેલું હતું.

ત્રાટકે ધીમેથી ગેટ ખોલ્યો અને અંદર ગયો અને તેની પાછળ અર્થ અને કાયરા પણ ચાલતા હતા.ચોકીદાર આરામથી સુતા હતા.

ત્રાટકે કહ્યું આપણે સૌ પ્રથમ પ્રો.અલાઈવ ના ઘરે જઈને જરૂરી કામ પતાવી દેવું જોઈએ.ત્રાટક અર્થ અને કાયરા અંધારામાં ચાલી રહ્યા હતા જેની જમણી બાજુ થોડે દૂર વનવિહાર નો દરવાજો દેખાતો હતો અને તેની બાજુની નાનકડી ઓરડીમાં પીળા રંગ નો પ્રકાશ દેખાતો હતો.જયારે ડાબી બાજુમાં પુલ દેખાતો હતો અર્થ અને કાયરા ઘણા દિવસો બાદ સ્કુલ આવ્યા હતા એટલે તેને જૂની યાદ તાજી થઈ ગઈ.ત્રણે જણ સ્કુલની પાછળ ની બાજુ ગયા જ્યાં એક નાનકડી ટેકરી પર ઘર એક ઘર દેખાતું હતું તેની લાઈટ બંધ હતી પણ એક બારીમાંથી ઝીણો પ્રકાશ આવી રહ્યો હતો.તેથી તે ખબર પડી કે કોઈ અંદર જાગી રહ્યું હતું.તેની પાછળની બાજુ ઘનઘોર જંગલ હતું અને એક બહુમોટો લીલોછમ ડુંગર હતો.

થોડીવાર બાદ ત્રણે જણ ઘરની પાછળ આવી ગયા જ્યાં કોઈ હતું અહીં અને તે રસોડાની બારી નીચે બેસી ગયા જ્યાંથી અંદર જવાનું હતું.બારી થોડીક સાંકડી હતી તેથી બારી જોઈને ત્રાટકે કહ્યું "જુઓ બાળકો તમે બંને અંદર જાઓ હું અહીંયા જ રહું છું કારણકે તમારું શરીર નાનું છે તેથી તમારે અંદર ક્યાંય પણ છુપાવવા માં આસાની રહેશે. થોડીકવાર માં પ્રો.અલાઈવ પણ સુઈ જશે તેથી તમે બહાર આવીને શોધી શકશો ઘર મોટું દેખાય છે બહારથી તેથી અંદર છુપાવવા માં પણ વાંધો અહીં આવે.તમારે ખાસ તો તેમના વાંચવાના રૂમ માં તપાસ કરવાની રહેશે ત્યાં એક ચોપડીઓ મુકવાનું ખાનું પણ હશે તેમાં ખાસ તપાસ કરજો.

અર્થે હકારમાં માથું હલાવ્યું અને કાયરા અને અર્થ બંને અંદર જવા માટે સજ્જ હતા.બારી બહુ સાંકડી હતી અને બહુ ઉપર હતી. તેથી અર્થ ને ત્રાટકના સહારાની જરૂર હતી.ત્રાટકે તેને સહારો આપ્યો તેથી તે બારી માંથી અંદર આવ્યો.ત્યારે એક બાજુની બારી બંધ હતી તેથી અંદર જઈને સૌ પ્રથમ તેણે બારી ખોલી નાખી.ત્યારબાદ કાયરા પણ તેવી જ રીતે અંદર આવ્યા.રસોડામાં ઘોર અંધારું હતું પણ તોય રસોડું આખું દેખાતું હતું.રસોડું ધાર્યું તેની કરતા તો ઘણું મોટું હતું.કાયરા અને અર્થ બંને તે જગ્યાથી નીચે ઊતર્યા પણ ત્યાં જ સામે એક કાળી બિલાડી ઉભી હતી જેની આંખો લીલા કલરની હતી અને અંધારામાં કંઈક વધારેજ ચમકી રહી હતી.થોડાક સેકન્ડ માટે તો બિલાડી તે અર્થ અને કાયરા ની સામે જોઈ રહી હતી જ્યારે અર્થ અને કાયરા બંને બિલાડીની સામે જોઈ રહ્યા હતા કંઈ પણ હિલચાલ વગર ત્યારબાદ તેણે નજર ચુકાવી અને તે કૂદકો મારીને ઊંચાઈ પર જતી રહી જ્યાં જમવાનું બનાવાય છે ત્યારે એક વાસણ નીચે પડ્યું અને જોરદાર અવાજ થયો.ત્યારબાદ કૂદકો મારીને બારીની બહાર જતી રહી.અર્થ અને કાયરા એ વિચાર્યું તે પ્રો.અલાઈવની પાડેલી બિલાડી હશે પણ અર્થ જાણતો હતો કે પ્રો.અલાઈવ અહીંયા આવશેજ શું થયું તે જોવા એટલે તે જમવાનું બનાવવાની જગ્યા (પ્લેટફોર્મ)ની નીચેના કબાટ માં છુપાઈ ગયા.
અધ્યાય 21 "શબ્દની શોધમાં”


પ્રો.અલાઈવ અંદર આવ્યા અને તેમણે સમગ્ર રસોડાને નિહાળ્યું અને ત્યારબાદ નીચે પડેલા વાસણને ઉપર મૂકીને બારી વાસી દીધી અને તે ચાલ્યા ગયા આગળના રૂમમાં જ્યાં લાઈટ ચાલુ હતી.અર્થે બહારની હિલચાલ જોવા માટે એક બાજુનો કબાટ નો દરવાજો સહેજ ખુલ્લો રાખ્યો હતો.પ્રો.અલાઈવના બહાર ગયા બાદ ધીમેથી અર્થ અને કાયરા તે કબાટમાંથી બહાર આવ્યા.તે હવે રસોડાના દરવાજાની કિનારીએ ઉભા હતા.પ્રો.અલાઈવે આગળના રૂમની લાઈટ બંધ કરી અને તે સીડીથી ઉપર જઈ રહ્યા હતા.

કાયરા એ કહ્યું "પ્રો.અલાઈવ કદાચ ઉપર સુવા જઈ રહયા છે."

"હા, આપણે અહીંયા નીચે બધીજ તપાસ કરી દઈએ જોતે બુક આપણને અહીંયા જ મળી જશે તો આપણું કામ થઈ જશે."

અર્થ અને કાયરા બહાર આવ્યા અને રૂમમાં બુક શોધવા મંડ્યા ઉપરથી બે જણના વાતો કરવાનો અવાજ આવી રહ્યો હતો પણ તે શું વાત કરી રહ્યા હતા તે સંભળાતું ના હતું.અર્થે બુક શોધવાનો બધેજ પ્રયાસ કર્યો ટેલિવિઝન નીચેનો કબાટ,હોલમાં બાકીના કબાટ બધેજ શોધવાનો પ્રયાસ કર્યો પણ તે બુક ક્યાંય ના મળી. અર્થે ધીમા અવાજે કાયરાને કહ્યું "અહીંયા તો બુક ક્યાંય નથી લાગતી આપણે ઉપર જવું જ પડશે મને એવું લાગે છે."

"પણ ઉપર તો પ્રો.અલાઈવ જાગે છે."

"એક કામ કર તું અહીંયા નીચે ઉભી રહે હું ઉપર જઈને સૌપ્રથમ બધુજ જોઉં છું જો ઉપર બધુજ બરાબર હશે તો તને ઈશારો કરીશ તું ઉપર આવી જજે."

"ઠીક છે."

અર્થ ધીમા પગલે સીડી ઉપર ચડ્યો.તે ઉપર જઈને સીડીના ઉપરથી પહેલા પગથિયે ઉભો હતો તેણે છુપાઈને જોયું તો ખબર પડી કે ત્યાં ઉપર એક જ લોબી જેવું હતું જેમાં ત્રણેય રૂમ લાઇનસર હતા.એક રૂમમાં લાઈટ ચાલુ હતી જ્યારે બાકીના બે રૂમ બંધ હતા.જે રૂમમાં લાઈટચાલુ હતી તે દરવાજો અર્ધખુલ્લો હતો.અર્થે તે રૂમની અંદર ખૂબ નજીવી રીતે ડોકિયું કર્યું.જેથી અંદરથી કોઈ જોઈ ના જાય.તેણે ખૂબ ધ્યાનથી જોયું હતું.રૂમમાં કોઈ બે જણ હતા એક નો ચહેરો દેખાતો નહતો જ્યારે બીજા પ્રો.અલાઈવ સામેજ બેઠા હતા અને તે કંઈક લખતા હતા.તથા બીજી તરફ તેમની તરફ ફરીને કોઈ બેઠું હતું પણ તેનો ચહેરો દેખાતો નહતો.તેણે કાળા કપડાં પહેર્યા હતા.કદાચ તેમનો કોઈ મિત્ર હશે કારણકે આમ પણ અહીંયા બધા કાળા કપડા કંઈક વધુજ પહેરતા હતા.અર્થે કાયરા ને ઈશારો કર્યો અને બંને ઘૂંટણિયે બેસી ગયા જેમ કોઈ પ્રાણી ચાલે તેમ અને બે હાથ અને પગની મદદથી તે દરવાજો વતાવ્યો જેથી પ્રકાશના પડછાયામાં કોઈ જોઈ ના જાય.

નવીન વાત એ પણ હતી કે બેજણ એકબીજાની સામે બેસી રહ્યા હતા પણ કંઈ બોલી રહયા નહતા.જ્યારે અર્થ અને કાયર તે રૂમમાં ઘુસી ગયા હતા અને તેમણે બધીજ જગ્યા એ શોધખોળ ચાલુ કરી દરવાજો અર્ધ ખુલ્લો રાખ્યો હતો જેથી તેમને પ્રકાશ ના પડછાયામાં ખબર પડે કે કોઈ આવી રહ્યું છે.જ્યારે બીજી બાજુ કાયરા નું ધ્યાન વધુ ત્યાંજ હતું.અર્થ બધેજ શોધી રહ્યો હતો તેણે બધાજ કબાટ શોધી નાખ્યા હતા.કદાચ આ પ્રો.અલાઈવનો આ વાંચનરૂમ હતો તેથી અહીંયા બુક મળવાની સંભાવના બહુજ વધારે હતી.અર્થે પ્રો.અલાઈવના ટેબલની પાસે જ્યાં તેઓ કામ કરતા હતા અથવા વાંચતા હતા તે કબાટ ખોલ્યો.ત્યારે ચમત્કાર થયો.ત્યાંથી તે બુક મળી ગઈ.તેને વિશ્વાસ નહોતો થતો કે તે સફળ થયો છે.અર્થ અને કાયરા પણ ખુશીથી ભેટી પડ્યા.ત્યારે તેનું ધ્યાન દરવાજા પરથી હટયું અને ત્યાંથી તે દરવાજા નો અવાજ આવ્યો જ્યાં પ્રો.અલાઈવ બેઠા હતા.અર્થ અને કાયરા સીધા તે ટેબલ નીચે સંતાઈ ગયા.

અર્થ અને કાયરા જે રૂમમાં હતા તે રૂમની લાઈટ ચાલુ થઈ.ત્યારે અર્થ અને કાયરા ડરી ગયા તેમને થયું આજે તો તે પકડાઈ ગયા વિચારવાનું એ હતું કે તે પ્રો.અલાઈવને શું જવાબ આપશે. કેટલાય વિચારો તેમના મનમાં ગૂંથાઈ રહ્યા હતા.પ્રો.અલાઈવના પગનો અવાજ તે ટેબલ તરફ આવી રહ્યો હતો.તે બંને એવી રીતે છુપાયા હતા જેથી કોઈ બહારથી આવેતો તેને દેખાય નહીં.પ્રો.અલાઈવ ટેબલની નજીક આવ્યા અને તે બુક લઈને જતા રહ્યા.અર્થ અને કાયરા એ તેમના પગનો અવાજ ટેબલ થી દુર જતો સંભળાતો હતો.ત્યાર બાદ તે રૂમની લાઈટ ફરીથી બંધ થઈ ગઈ.અર્થના જીવમાં જીવ આવ્યો અને બંને એ રાહતનો શ્વાસ લીધો પણ હજી ત્યાંથી બહાર નીકળવું ખતરા થી ખાલી ના હતું.તેમણે ત્યાં બેસીને જ તે શબ્દ જોઇલેવાનું નક્કી કર્યું.અર્થે નાની ટોર્ચ નો પ્રકાશ ચોપડી પર પડે તેમ રાખી અને એક પછી એક પાનાં શાંતિ થી ફેરવવા લાગ્યો.તેણે ૧૬૨ અને ૧૬૩ નંબર નું પાનું કાઢ્યું.જેની ઉપર "અધૂરું સ્વપ્ન"લખેલું હતું.તેણે નીચે જોયું જેમાં એક ૧૬૨ નંબર ના પાનાં ઉપર "મ"લખ્યો હતો અને તેની ઉપર એક ગોળ કુંડાળું કર્યું હતું અને એક નાનો એરો દર્શાવ્યો હતો જ્યારે ૧૬૩ નંબર ના પાનાં ઉપર તેણે "ય"તથા "ક્ર" જોયો અને. તેને એક કાગળ માં લખી દીધા અને બંને એ યાદ પણ કરી લીધા.કામ સફળ થયું હતું એટલે સૌથી સારી વસ્તુ હતી કે ઝડપથી અહીંયાંથી બહાર નીકળી જવું.તેથી તે જેમ આવ્યા હતા તેમજ નીચે ઉતર્યા તે પહેલાં તેમણે બુકને બરોબર મૂકી દીધી જેમ પડી હતી.ત્યારબાદ રસોડાની બારી એ થી બંને એ કૂદકો માર્યો. નીચે ત્રાટક તેમજ બેઠો હતો અને બિલાડી રમાડતો હતો.અર્થ અને કાયરા ના આવ્યા બાદ તેણે બિલાડીને ભગાડી મૂકી ત્યારબાદ અર્થે બારી બંધ કરી દીધી જેથી પહેલા બધુજ પહેલા જેવું જ લાગે.

ત્રાટક તે બંને ને જોઈને ખૂબ ખુશ થયો અને કહ્યું 

"સારું થયું તમે આવી ગયા મને બહુજ ચિંતા થતી હતી.શું તમને તે શબ્દો મળ્યા.

અર્થ ત્રાટકને ભેટી પડ્યો તેથી અને કહ્યું "હા, આપણું અહીંયા આવવું સફળ થયું."

કાયરા પણ હસવા લાગી.

ત્રાટક:"હવે આપણે અહીંયા રહેવું સુરક્ષિત નથી.આપણે અહીંયાંથી નીકળી જવું જોઈએ."

અર્થ: "ઠીક છે બાકીની વાત ચાલતા ચાલતા કરીએ."

ત્રણે છુપાઈને સ્કુલ તરફ જવા ચાલવા માંડ્યા.

અર્થ: "મને માનવે કહ્યું હતું કે આ શબ્દ બનશે તે કેમ લખ્યું હતો તેની પાછળ કંઈક તો રહસ્ય છે નહીતો પ્રો.અનંત આવું કેમ કરે?"

ત્રાટક: "હા,તેતો છે તમને આજે કયો અડધો શબ્દ મળ્યો?"

અર્થે કહ્યું "હા, તે અક્ષરો મ,ય અને ક્ર છે અને પહેલા મળ્યા હતા તે અક્ષર સ અને ચ હતા.આ બધા ભેગા મળીને કંઈજ બનતું નથી."

કાયરા: "આવો તો કોઈ શબ્દ જ નથી.પણ મારા મતે આપણે એક વાર તે વૃદ્ધદાદા ને મળી આવીએ તે જરૂર કંઈક તો જાણતા હશે."

ત્રાટક અર્થ અને કાયરા વનવિહાર તરફ જતા હતા.અર્થે એક વાર પાછળ ફરીને જોયું ત્યારે હજી પ્રો.અલાઈવ ના ઘરની લાઈટ ચાલુ હતી.ત્રણેય જણ વનવિહાર જઈને તે ઓરડી ની બહાર ઉભા રહ્યા.જયારે વૃદ્ધદાદા એક નાનકડા પ્રાઈમસ માં ચા બનાવી રહ્યા હતા.તેમણે પાછળ ફરી ને જોયું તો અર્થ ઉભો હતો ત્યારબાદ તેમનું ધ્યાન બીજા બધા ઉપર ગયું.

તે બોલ્યા "કોણ છો તમે? અને અત્યારે તમારે શું કામ છે?, ચોર છો?",હું અવાજ કરીને બધાને બોલાવી દઈશ હું પણ જાદુગર છું.

અર્થે કહ્યું "નહીં નહીં અમે કોઈ ચોર નથી અને ના તો અમે કોઈ બીજા કામ થી આવ્યા છીએ.અમે તો ખાસ તમને મળવા આવ્યા છીએ."

"મને મળવા પણ શા માટે?,હું તો તમને કોઈને નથી ઓળખતો."

"હું માનવ નો મિત્ર છું.તમને યાદ હશે હું એકવાર તેની સાથે અહીંયા બુક લેવા આવ્યો હતો."

વૃદ્ધ દાદા થોડું વિચારીને બોલ્યા "હા યાદ આવ્યું,યાદ આવ્યું,પણ બેટા તું અહીંયા આટલી રાત્રે,તને કોઈ જોઈ જશે તો બહુ મોટી સમસ્યા ઉભી થઈ જશે."

અર્થે ત્રાટક અને કાયરા નો પરિચય વૃદ્ધ દાદા સાથે કરાવ્યો.

"તે હું જાણું છું ઉપરાંત મારે અહીંયા તમારું જ કામ છે.હું તમને એક રહસ્ય કેવા માંગુ છું મહેરબાની કરીને કોઈને કહેતા નહીં."

"અચ્છા તો પણ તારે જે કહેવું હોય તે જરા જલ્દી કહેજે."

"હું જાણું છું કે પ્રો.અનંત એ તેમની ડાયરીમાં પોતાની ઈચ્છા લખી હતી,પોતાનું સ્વપ્ન લખ્યું હતું.મારી પાસે તે બધાજ અક્ષરો છે પણ તેને મળાવી ને એક પણ શબ્દ બનતો નથી.

વૃદ્ધ દાદા સ્તબ્ધ થઈ ગયા અને થોડી વાર બાદ તે થોડુંક કડકાઈ થી બોલ્યા "તો તું અહીંયા શું જાણવા આવ્યો છે?"

"તેમણે જેમ પોતાની બે બુકમાં શબ્દોનું વિભાજન કરીને લખ્યું તેની પાછળનું શું કારણ હતું?.જો તેમને ઈચ્છા જ લખવી હતી તો કોઈપણ બુકમાં કે ડાયરીમાં પણ લખી શકતા હતા."

વૃદ્ધ દાદા ધીમા પડી ગયા અને તેમણે પૂછ્યું "શું હું જાણી શકું કે તેમણે બંને બુકમાં ક્યાં અક્ષર લખ્યા છે?"

"હા, જરૂર પણ તેનાંથી કોઈ શબ્દ નથી બનતો કદાચ મને પણ પાકી ખબર નથી તમે જ જોઈલો."

અર્થે પોકેટ માંથી કાગળિયું કાઢ્યું અને વૃદ્ધ દાદાને હાથમાં આપ્યો. વૃદ્ધ દાદા એ કાગળ લીધો અને બહુજ જીણી આંખે જોયું 

"શું તમને ખબર છે કે તેનો મતલબ શું છે?"

વૃદ્ધ દાદા ધીમેથી બોલ્યા મારો અંદાજો સાચો હતો. અર્થ તેમના શબ્દોને ધ્યાન થી સાંભળતો હતો.

"સમયચક્ર" વૃદ્ધ દાદા ના મોં માંથી શબ્દસરી પડ્યો.

અર્થ અને કાયરા ને આશ્ચર્ય થયું તે વળી શું છે.

ત્રાટક સમયચક્ર વિશે પહેલાથી જાણતો હતો પણ તે નહોતો જાણતો કે તેની સાથે પ્રો.અનંતને કંઈ લેવા દેવા હશે.

વૃદ્ધ દાદા એ તેને કાગળ પાછો આપ્યો અને તેને શબ્દ ક્રમ માં ગોઠવીને બતાવ્યું.પહેલા કંઈક આ મુજબ અક્ષરો હતા."સચમયક્ર"

અર્થે પૂછ્યું "આ સમયચક્ર શું છે?"

અને ત્યારબાદ કાયરા એ પણ પૂછ્યું.ત્રાટક ધ્યાન થી સાંભળતો હતો અને તેણે દાદાને બોલતા રોક્યા નહીં.

વૃદ્ધદાદાએ વાત ની શરૂઆત કરી "સમયચક્ર એક દરવાજો છે એક એવો દરવાજો જેમાંથી તમે વિતેલા સમયમાં પાછા જઈ શકો છો અને બધું ઠીક કરી શકો છો એટલેકે જો હું આ કપ અહીંયાંથી ફેંકી દઉં તો તે તૂટી જશે પણ સમયચક્ર ની મદદથી હું ત્યાં જઈને કપને તૂટતા બચાવી શકું છું.તમે જનમથી લઈને અત્યાર સુધીના કોઈપણ સમયમાં તમે જઈ શકો છો સમયચક્ર ની મદદ થી."

અર્થ અને કાયરા આ વાત સાંભળીને થોડાક ઉત્સાહી અને આશ્ચર્યમાં પડી ગયા.

અર્થ અને કાયરા બંને બોલ્યા "શું ખરેખર આવી અદભુત રચના છે કાલ્પનિકતા ની દુનિયામાં?"

ત્રાટકે અને વૃદ્ધ દાદા એ જવાબ આપ્યો "હા"

અર્થ:"તો તે ક્યાં છે અને તેનો મતલબ એ કે પ્રો.અનંત ની તીવ્ર ઈચ્છા હતી કે તે સમયચક્ર ના માલિક બને અથવા તેમાં પ્રવેશે."

વૃદ્ધદાદા એ જવાબ આપ્યો "હા"

અર્થ: "પણ તમને કેવી રીતે ખબર પડીકે તેમણે આ બુકમાં પોતાની ઈચ્છા લખી છે?"

"હું તમારા બધાજ સવાલોનો જવાબ આપીશ તમે બધા ઘણા બહાદુર છો તમે ઘણીખરી પહેલી સુલજાવી નાખી છે."

"શું તમે બધા ચા પીવો છો?"

બધા એ હા, પાડી અને બધા ત્યાં બેસી ગયા.વૃદ્ધ દાદા એ બધાને ચા આપી.વાત થોડી લાંબી છે તો હું તમને થોડીક શાંતિ થી કહીશ.

"આ તે વખત ની વાત છે જે સમયે પ્રો.અન્ય અહીંયા ભણાવતા હતા.તે વખતે પણ પ્રો અલાઈવ અહિયાંના પ્રિન્સિપાલ તથા પ્રાંત ના પ્રમુખ જ હતા.પ્રો.અનંત બધાજ છાત્રોમાં ખૂબ લોકપ્રિય હતા.તે હંમેશા મારી પાસે બેસવા આવતા ઘણીવાર રાત્રે અને અમે બેસી ને મોડે સુધી વાતો કરતા. તે મારા સારા મિત્ર હતા.તે રહસ્યમય કલાઓ ઉપરાંત કેટલાક બીજા વિષયો જે જાદુગરી સિવાયના હતા તેમ પણ તે ખૂબ પારંગત હતા.જેમકે જાદુ અને બિનજાદુ થી ચાલતા વાહનો વગેરે.તેમને તેના સિવાય ઘણા વિષયોમાં રુચિ હતી.પણ હું જ્યારે તેમને છેલ્લી વખત મળ્યો ત્યારે તે બહુ ચિંતિત લાગતા હતા આમ તો તેના થોડા દિવસો પહેલા પણ તે ચિંતામાં જ રહેતા.મને યાદ છે આવી જ રીતે એક રાત્રે અમે એક રાત્રે બેઠા હતા.તેમના હાથમાં તેમની બંને ઓરીજીનલ આત્મકથા હતી અને એક પેન હતી.તે અહીંયા જ્યાં ત્રાટક બેઠા છે ત્યાં ખુરશીમાં બેઠા હતા.તેમણે વારાફરતી બંને આત્મકથા માં કંઈક લખ્યું.

તે દિવસે મેં પણ તેમને પૂછ્યું પણ તેમને મને કંઈ પણ જવાબ ન આપ્યો બસ તેમણે ખાલી એટલુંજ કીધું "હવે મારાથી કંઈક ને કંઈક ભુલાઈ જાય છે અને હું જે પણ મારા હાથે એક કાગળ પર લખું તે કુદરત વાંચી લે છે અને તેને મંજુર નથી થવા દેતી.તેથી મેં હવે મારી જિંદગીની કેટલીક અધૂરી ઈચ્છાઓ લખેલા અનેકો કાગળિયા ફાડી નાખ્યા છે.પણ આ મારી એક તીવ્ર ઈચ્છા છે જો હું આ ઈચ્છાને ભૂલી જઈશ તો મારું જીવવું વ્યર્થ છે.તેથી હું આ ઈચ્છા એક પહેલી સ્વરૂપે આ બંને બુકમાં લખું છું જેથી તેને કુદરત પણ આસાની થી વાંચી ના શકે અને મને યાદ પણ રહે.

હું ત્યારે હસવા માંડ્યો મને મનમાં વિચાર આવ્યો આટલો મહાન જાદુગર પણ આવું વિચારી શકે છે."

ત્યારબાદ તેમણે મને કહ્યું"આ વાત માત્ર તમને જ ખબર છે કારણકે આ લખાણ ના માત્ર તમે સાક્ષી છો. તેથી મહેરબાની કરીને કોઈને આ રહસ્ય કહેતા નહિ."

મેં તમને ત્યારબાદ કોઈ દિવસ તે વિશે વાત નહોતી કરી કદાચ તો ત્યારબાદ ના દસેક દિવસો પછી તો તે ગાયબ થઈ ગયા હતા.બહુ લોકોએ તેમને શોધ્યા ઉપરાંત હું પણ તેમને શોધતો હતો પણ ક્યાંય મળ્યા નહિ અને ના તો મને આ બુક ક્યાંય મળી. તે જીવિત હતા કે નહીં એતો કોઈને ખબર નહોતી પણ તેમને મૃતક ઘોષિત કરી દેવામાં આવ્યા.

અર્થે કહ્યું "તે જીવિત છે પણ બહુજ ખરાબ હાલત માં છે."

"તું આ વાત દાવા સાથે કઈ રીતે કહી શકે શું તે જોયા છે તેમને."

અર્થ હજી વાત ચાલુજ કરતો હતો ત્યાંજ વનવિહાર તરફ કોઈ આવતું દેખાયું.ત્રણેય જણ ને સંતાવું યોગ્ય લાગ્યું.તે ઝડપથી એક સુરક્ષિત જગ્યાએ છુપાઈ ગયા જ્યાંથી તેમને કોઈ જોઈ ના શકે.

જ્યારે કોઈ દરવાજા માંથી અંદર આવતા હતા ત્યારે તેમને ખબર પડી કે તે પ્રિન્સિપાલ અલાઈવ છે.અર્થ,ત્રાટક અને કાયરાને ચિંતા સતાવતી હતી કે શું પ્રો.અલાઈવને ખબર તો નથી પડી ગઈ ને પણ તેમના મોં ઉપર કોઈ ગુસ્સાના કે ચિંતા ના હાવભાવ દેખાતા ના હતા.ઉપરાંત તે કોઈને શોધતા હોય એવા હાવભાવ પણ તેમના ચહેરા પરથી દેખતા નહતા.તેમની પાછળ એક કાળા વસ્ત્ર પહેરેલો માણસ આવતો હતો.તેનું મોં ઢાંકેલું હતું તેથી તેને કોઈ જોઈ શકે તેમના હતું.તે વનવિહારની અંદર સીધા ચાલ્યા ગયા જ્યાં અને પછી આગળથી વળી ગયા.તેમણે પાછળ વળીને પણ ના જોયું.તે ખાસા દૂર પહોંચી ગયા હતા જે તરફ નવશીંગા નું પાંજરું હતું.

ત્રાટક,કાયરા અને અર્થ બહાર આવ્યા અને વૃદ્ધદાદા એ તેમને જવા માટે કહ્યું.આમ પણ હવે અહીંયા રહેવું ખતરાથી ખાલી ના હતું પ્રો.અલાઈવ કોઈ પણ સમયે આવી શકે તેમ હતું.

જતી વખતે અર્થે વૃદ્ધદાદા એ તે કાળાકપડાં પહેરેલા માણસ વિશે પૂછ્યું.

ત્યારે વૃદ્ધ દાદા એ જવાબ આપ્યો"તે ઘણા સમયથી અહીંયા જ છે. જ્યારથી સ્કુલબંધ થઈ છે.કદાચ તે પ્રો.અલાઈવ ના રક્ષક હશે. મેં તેનું મોં આજ સુધી નથી જોયું તે હંમેશા ઢંકાયેલું જ રહેછે."

"પણ પ્રિન્સિપાલ અલાઈવ આટલી રાત્રે અહીંયા શું કરેછે?"

"તે તો હું નથી જાણતો તે ઘણી વખત અહીંયા આવે છે પણ રસ્તો એક જ હોય છે આગળ જઈને વળી જાય છે."

"હવે તમારે જવું જોઈએ નહીં તો હું અને તમે બધાજ મુસીબતમાં મુકાઈ જઈશ."

ત્રણેય જણે ત્યાંથી વિદાય લીધી અને પોતાની કાર પાસે પહોંચી ગયા કરણ હજી સૂતો હતો. સવારના ચાર વાગી ગયા હતા.અર્થ અને સર્વે ખુશ હતા કારણકે જે કામ માટે આવ્યા હતા તે સફળ થયું હતું.તે ઘરે પહોંચ્યા ત્યારે નવ વાગી ગયા હતા.

કાયરા અને અર્થે પૂછ્યું "સમયચક્ર ક્યાં છે?"

ત્રાટક સોફા ઉપર બેઠો હતો અને કરણ હજી સૂતો હતો.કાયરા અને અર્થ પણ સોફા ઉપર બેઠા હતા એ જવાબની રાહ જોતા હતા.

"મેં કોઈદિવસ તે જોયું નથી પણ એટલીજ ખબર છે કે તે દુનિયાના સૌથી શક્તિશાળી માણસ સામે જ ખુલે છે.જેમકે સાતેય પ્રાંતના મહાન રાજા કોઈ મહાન જાદુગર. તે ક્યાં છે તેની મને ખબર નથી.આમ તો ખાસ કોઈને ખબર નથી પણ તે જ્યાં પણ છે ત્યાં સુરક્ષિત છે."

"પણ જોવા જઈએ તો પ્રો.અનંતની ઈચ્છા અને એમના ગાયબ થવા પાછળ કંઈ પણ સંબંધ મને નથી લાગતો."

"અત્યારે તો મને થાક લાગ્યો છે બાકીની વાતો પછી કરીશું."

કાયરા એ કહ્યું "મારે પણ જવું જોઈએ ઘરે."

ત્રાટકે કહ્યું "થોડોક આરામ કર્યા બાદ જજે કાયરા."

"પણ પછી બહુ મોડું થઈ જશે.હું અત્યારે જાઉં છું પણ હું જલ્દીથી જ આવીશ."

કાયરા ત્યાંથી વિદાય લે છે.જ્યારે કરણ હજી સૂતો હતો.

ત્રાટક અને અર્થ પણ સુઈ ગયા. આખરે થાકના કારણે શરીર પણ દુખતું હતું અને આંખો પણ ઘેરાતી હતી.સુર બહાર એકલો બોલી રહ્યો હતો પણ કોઈને કંઈજ સંભળાતું ના હતું.
અધ્યાય 22 "આવું કેવી રીતના બની શકે”


પાછા આવ્યા ના દશ દિવસ વીતી ગયા હતા બધાજ સંપૂર્ણપણે શાંત હતા ત્યાં થી આવી ગયા પછી કોઈ વધુ તે બાબત માં વાત નહોતું કરતું અને ઘણા દિવસ થી અર્થ ને પણ કોઈ સ્વપ્ન આવ્યું ના હતું. પણ બધા કરતા અર્થ હજી તે વાત થી થોડો ચિંતા માં હતો.તેને હવે પ્રોફેસર અનંત સાથે ખાસ લગાવ થઈ ગયો હતો અને તે તેમને મળવા માંગતો હતો તે કંઈક ને કંઈક વિચાર્યા કરતો. તે બહાર ફળિયા માં એક દિવસ રોજ ની જેમ આંટો મારી રહ્યો હતો અને તેની જાદુ શીખવાની બુક વાંચતો હતો ક્રિશ સુઈ રહ્યો હતો જ્યારે કરણ તેની મમ્મી સાથે જરૂરિયાત ની વસ્તુ ખરીદવા ગયો હતો આજ કાલ અર્થ કરણ અને ક્રિશ સાથે જમી લેતો હતો ત્રાટક બે દિવસ થી બહાર હતો.કાયરા પણ બે દિવસ થી આવી ન હતી જ્યારે સ્મૃતિ અને વરીના પણ ત્રણેક દિવસ થી અહીં આવ્યા ના હતા.સ્મૃતિ અને વરીના હવે તે કંઈ ખાસ વિચારતા ના હતા.કારણકે તે કોઈકદિવસ જ આવતા માટે તે ઘણી વાતો થી અજાણ રહેતા.

આજ ની સાંજ થોડીક અલગ લાગતી હતી કારણકે હજી દિવસ આથમ્યો ના હતો પણ ખાસુ અંધારું લાગતું હતું પક્ષીઓ પણ કંઈક વધુજ ઉડા ઉડ કરતા હતા સુર પણ આજે કંઈક વહેલાંજ આવી ગયો તો પણ શાંત હતો તે કશું જ બોલ્યો નહીં પણ થોડીક વાર બાદ ઘરની બહાર સીધો રોડ હતો ત્યાં થોડે દૂર કંઈક જોરજોરથી તોડફોડ નો અવાજ આવી રહ્યો હતો અને થોડી વાર બાદ તો ત્યાં કાળોધુમ્મસ પણ દેખાતો હતો પણ છતાં નવાઈ ની વાત એ હતી કે કોઈ બીજા માણસ દેખાતા ના હતા બસ ઘોડા જ દેખાતા હતા. પણ ત્યાંજ બીજી બાજુ ઘોડેસવાર ઝડપથી તેની તરફ આવતા દેખાયા જ્યારે સામે રહેતા એક અંકલ પણ તે ઘોડા નજીક આવતા જોઈ શકતા હતા.તેને ઝડપ થી અર્થ ને કહયું “બેટા ઝડપ થી અંદર જતો રહે અને દરવાજો ના ખોલતો” અર્થ ઘરની ઝાડી ખોલી ને બહાર ગયો તે જોવા ગયો હતો કે ખરેખર તે ઘોડેસવારો કોણ છે. પણ ત્યાંજ સામેથી અંકલ આવી ને ઝડપ થી હાથ પકડી ને તેને ઘરની અંદર લઈ ગયા અને દરવાજો બંધ કરી દીધો અને બંને બારી ના નાનકડી પાતળી જગ્યા જ્યાંથી લાકડું થોડું તૂટેલું હતું ત્યાં થી જોતા હતા.અંકલ એ કહ્યું “તારા માં સહેજ પણ અક્કલ છે છોકરા તું હમણાં મરી જાત તને શું લાગે છે તું એમને પૂછત કે તમે કોણ છો? અને પછી તે તેનો પરીચય આપત હ...મૂરખ બાળક” અંકલ એ ગુસ્સામાં અને કટાક્ષ માં કહ્યું

“પણ તે ઘોડેસવારો કોણ છે,અને અહીંયા શું કરે છે.”

“તે વિનાશ ના માણસો છે તે અરાજકતા ફેલાવે છે લોકો ને જીવતાજ મારી નાખે છે જેથી આખા પ્રાંત નું તંત્ર ખોરવાઈ જાય અને પ્રાંતપ્રતિનિધિ પ્રાંત ને તેના હવાલે કરી દે આમ કરવાથી ધીમેધીમે તે આખી દુનિયા પર રાજ કરી શકે આવી અરાજકતા તે દરેક એટલે આઠેય પ્રાંત માં ફેલાવે છે બે પ્રાંત ના પ્રમુખ રાજી પણ થઈ ગયા છે.”

અર્થે કહ્યું “ પણ આતો ખોટું છે શું દુનિયા માં તેની સામે લડી શકે તેવુ કોઈ નથી?”

અર્થ ની વાત હજી અધૂરી હતી પણ ત્યાંજ અંકલ એ અર્થ ને ચૂપ કરાવી દીધો કારણકે બહાર ઘોડેસવાર ઉભા હતા અને આજુબાજુ જોતા હતા તે પાછળ ઘણાબધાં લોકોને મારી ને આવ્યા હતા.

તેની પાસે કોઈ હથિયાર ના હતા જોકે તે જાદુગર હતા તેને હાથ ના જાદુઈ મોજા સિવાય કંઈ જરૂર પણ ના હતી.ત્રણ ઘોડેસવાર હતા તે દેખાવ માં ક્રુર અને શરીર થી તંદુરસ્ત લાગતા હતા અને તેના શરીર નો રંગ કાળો હતો. તે ત્યાં ઉભા હતા આજુ બાજુ જોતા હતા કારણકે આ જગ્યા આખા ઉભા રોડ ની મધ્ય ની જગ્યા હતી.

તે આજુબાજુ જોતા હતા ત્યાંજ દરવાજો ખુલવા નો અવાજ આવ્યો અને તે પણ ક્રિશ ના ઘર નો હતો તે સૂતો હતો તેથી સ્વભાવિક રીતે તેને કંઈજ ખબર ના હતી કે બહાર શું થઈ રહ્યું છે.પણ તે દરવાજો ખોલ્યો અને બહાર આવ્યો ત્યારે તે આંખો ચોળતો હતો.ઘોડેસવાર દુષ્ટો ની નજર ક્રિશ પર ગઈ જ્યારે ક્રિશ ની પણ તેમના પર અને અર્થ ને મોં માંથી ડરવાનો ચિત્કાર નીકળી ગયો.તે બોલ્યો મારે બહાર જવું પડશે નહીં તો તે તેને મારી નાખશે, ઘોડેસવાર તેને મારી નાખશે.પણ અંકલે હાથ પકડી લીધો તેમણે તેનું મોં બીજા હાથ થી ડાબી દીધું અને કહ્યું “ તું ના જઈશ શું તારે પણ મરવું છે.”અર્થ હજી શાંત પડ્યો ના હતો તેણે રોવા જેવા અવાજ માં કહ્યું “પણ તે મારો મિત્ર છે,હું તેને મારી આંખ સામે મરતા કંઈ રીતે જોઈ શકુ.” તું અહીંયા જ રહે હું કંઈક કરીશ પણ તું બહાર નહીં જાય મને ત્રાટકે તારું રક્ષણ કરવાની જવાબદારી સોંપી છે.અર્થ એ કંઈ પણ પ્રશ્ન પૂછ્યો નહીં બસ તે તેમની સામે જોઈ રહ્યો અને પછી તે બહાર શું થઈ રહ્યું છે તે જોવા વળ્યો.જ્યારે બહાર ક્રિશ એ ઘોડેસવાર ને સામે જોતો હતો અને તેણે પૂછ્યું કે “તમે કોણ છો?” ઘોડેસવાર કટાક્ષ માં હસ્યા અને તેમને કહ્યું “હમણાં જ ખબર પડી જશે મૂર્ખ” ક્રિશ ને અપમાન સહન ના થયું પણ તે હજી વગર ડરે બહાર ઉભો હતો અને તે એકસાથે ઘણું બધું વિચારતો હતો જયારે જેમકે અર્થ ક્યાં ગયો તેની મમ્મી તથા કરણ ની તો ખબર હતી કે તેવો બહાર ગયા છે જ્યારે તે તેમ પણ ઘોડેસવાર કોણ છે જે તેને મૂર્ખ કહે છે.પણ કશુંજ વધારે વાત બગડે તે પહેલા અંકલે જલ્દી થી જ અર્થ ને કહ્યું કે “ હું બહાર જવું છું પણ તું કંઈ પણ થઈ જાય જ્યાં સુધી તે જતા ના રહે ત્યાંસુધી તું અહીં જ રહીશ હું મરી કેમ ના જઉં તો પણ હું તને વિશ્વાસ આપવું છું કે હું તારા મિત્ર ને બચાવીજ જો તું આટલું કરીશ.” અર્થે તેમની સામે જોયું અને તમને વિશ્વાસ અપાવ્યો કે તેવું કરશે.

સમય ખોટી ના કરતા અંકલ બહાર ગયા ઘોડેસવાર રાજી થઈ ગયો

ઓહ..અદભુત શિકાર ખુદ સામે આવ્યો છે.

જયારે અંકલે તેમના સ્વભાવ ની વિપરીત કામ કર્યું તેમને આજીજી કરી “માલિક આ બાળક ને છોડી દો મહેરબાની કરી ને તમે તેના બદલા માં મને બંધી બનાવીને લઈ જઈ શકો છો હું તમારા તમારા માલિક ની વફાદારી પૂર્વક સેવા કરીશ.” જયારે ઘોડેસવાર નીચે ઉતર્યો અને તેને પોતાના હાથ ના જાદુવળે અંકલ ને દૂર ફેકી દીધા અને ત્યારે કાળા કલર ની રોશની ઉત્પન્ન થઈ તે માત્ર એક ક્ષણ પૂરતો તણખો હતો અને કોઈ જંગલીજાનવર ને ધિક્કારતા હોય તેમ કહ્યું “ચલહટ મારા રસ્તા પર થી જ્યારે અંકલ તો બહુ દૂર પડ્યા અને ઘોડેસવાર ક્રિશ તરફ જતો હતો પણ ત્યાંજ અંકલે જાદુઈમોજા પહેરી લીધા અને ક્રિશ ની નજીક જતા ઘોડેસવાર ને દૂર થી જ ધક્કો માર્યો અને ત્યારે એક આછા લીલા કલર ની રોશની ઉત્પન્ન થઇ.જયારે અર્થ આ જોઈ રહ્યો હતો તે ને લાગતું હતું કે તેને બહાર જવું જોઈએ ભલે તે લડી ના શકે પણ તેના મિત્ર ને મરવા માટે ના મૂકી શકે જ્યારે અંકલ પણ અત્યારે બે ઘોડેસવાર સામે લાચાર હતા તેને અંકલ ને કહેલું ના માની ને બહાર જવાનું વિચાર્યું તે તેના મોજા શોધવા પાછો વળ્યો અને કબાટ માંથી પોતાના જાદુઈમોજા કાઢ્યા જેથી કદાચ કંઈ ન કરી શકે તો માત્ર રક્ષણ મેળવી શકે તે મોજા મળતા પહેરીને ધીમેથી દરવાજો ખોલ્યો પણ તેને જોયું તો બહાર કોઈ જ ન હતું તેને આજુબાજુ ફરીથી જોયું કદાચ ઘોડેસવાર જતા રહ્યા હતા.તે વિચાર માં પડી ગયો હમણાં તો અહીં ઘોડેસવાર અને ક્રિશ તથા અંકલ ઉભા હતા. તે હવે આખો દરવાજો ખોલી ને સંપૂર્ણ પણે બહાર આવ્યો.જયારે તેની નજર સૌ પ્રથમ ક્રિશ ની ઉપર પડી અને તેની આંખો આ ખુલી જ રહી ગઈ તેને આ વસ્તુની ધારણા ક્યારેય નહોતી કરી તેની છાતી માં ધારદાર કુહાડી હતી તે મૃત્યુ પામ્યો હતો અને ફરી ને તેની નઝર અંકલ પર પડી તે રોડ ઉપર જ પડયાં હતાં અને તેમના શરીર માં થોડોક જીવ બાકી હતો તેમના છાતી માં પણ ક્રિશ ની જેમ કુહાડી મારેલી હતી હકીકત માં જયારે અર્થ મોજા શોધવા ગયો ત્યારે ઘોડા ઉપર બેઠેલા ક્રુરે પોતાના હાથ માં જાદુ થી કુહાડી ઉત્પન્ન કરી અને બંને કુહાડી બંને હાથે બંને તરફ ફેંકી અને એકજ સેકન્ડ ની અંદર જીવ લાઇ લીધો અર્થ બીજું કંઈ પણ વિચારી શકે તેમ ન હતો તે જલ્દી થી અંકલ પાસે પહોંચ્યો તેમના માં હજી થોડો જીવ બાકી હતો તેમની આંખો ખુલી હતી પણ તે ખરડાયેલા અવાજ માં બોલ્યા મને માફ કરજે હું તારા મિત્ર નું જીવન ના બચાવી શક્યો પણ મેં ત્રાટકે કિધેલું વચન પાડ્યું મેં તને બચાવી લીધો અર્થ ધ્રુસકે અને ધ્રુસકે રડતો હતો અંકલનો જીવ પણ તેમનું શરીર છોડી ચુક્યો હતો.તે ક્રિશ પાસે ગયો અને તેના મૃતદેહ પાસે બેસી ગયો અને ખૂબ રડવા લાગ્યો. તેને યાદ આવ્યું કે જ્યારે તે પહેલી વાર મળ્યા હતા અને અને પોતાના સંસ્મરણો યાદ કરીને જોરજોર થી રડવા લાગ્યો જયારે આજુ બાજુ લોકો ભેગા થઈ ગયા અને હજી ક્રિશ ના મમ્મી પાપા અને કરણ તો આવ્યા જ ના હતા.તે આ દુઃખ કેવી રીતે સહન કરી શકશે તે પણ અર્થ ની ચિંતા નો વિષય હતો પણ અત્યારે તો તે ક્રિશ નું માથું ખોળા માં લઈને ખૂબ રડતો હતો ખરેખર આ બહુજ મુશ્કેલ સમય હતો.
અધ્યાય 23 "સ્વપ્નછત"


સમય દિવસે અને દિવસે બહુજ ખરાબ આવી રહ્યો હતો.ક્રિશ નું મોત તો સ્વપ્ને પણ કોઈએ નહોતું વિચાર્યું કરણ તથા તેના માતા પિતા અંદર થી તુટી ગયા હતા.ખરેખર તે દ્રશ્ય ખૂબ જ કરુણ હતો જ્યારે કરણ તથા તેની મમ્મી જ્યારે પાછા ફર્યા ત્યારે તે આ દ્રશ્ય જોઈને બેબાકળા બની ગયા અને અર્થને ઝંઝોળી ને સમગ્ર ઘટના વિશે પૂછ્યું પણ તે પહેલાં તે ખૂબ રોયા કરણ ને ગુસ્સા નો પાર નહતો પણ તે કઈ કરી શકે તેમ ન હતો.

સમગ્ર ઘટના એક દિવસ પછી થોડીક નાજુક બની ગયી જોકે હજુ બધાને ક્રિશ નું ભૂલવું બહુ મુશ્કેલ હતું તેના પિતા પણ બહુજ દુઃખી હતા પણ તેમણે પોતાની જાત ને સંભાળીને તેમની પત્ની તથા કરણ ને દિલાસો આપતા હતા.કારણકે તે જાણતા હતા તે તેમની પાસે અત્યારે સાવચેતી રાખવી તથા દિલાસો દેવા શિવાય કઈ જ નથી.અર્થ અંદર થી પોતાને કોષતો હોય તેમ પણ લાગી રહ્યું હતું.ત્રાટક હજી આવ્યો નહતો.પ્રિન્સીપાલ અલાઈવ એક પ્રાંતપ્રમુખ અને તેમની જ સ્કૂલનો એક વિદ્યાર્થી નું મુત્યુ થવા ના કારણકે ખેદ વ્યક્ત કરવા તથા પરિવાર ના સભ્યો ને શાંતવાના આપવા આવ્યા હતા.જ્યારે અર્થ ત્યાંજ હતો જયારે પ્રિન્સિપાલ અલાઈવ આવ્યા હતા પણ આ વખતે કોઈ કાળાકપડાં વાળું માણસ તેમની સાથે ના હતો માત્ર સેવક જ સાથે આવ્યા હતા.આ ઉપરાંત ક્રિશ ના મામા પણ ત્યાં આવ્યા હતા.તે દેખાવે પાતળા તથા તેમના પર સતત ગંભીરતા રહેતી તે કાલ્પનિકતાની દુનિયાના ન્યાય વિભાગ માં કામ કરતાં હતા.એટલે ખુદ જ કેટલાક કેસ સંભાળતા. આજ સુધી તેમની વિષે બસ સાંભળ્યું હતું ક્રિશ તથા કરણ પાસે થી પણ તે કેવા હતા તે અર્થને આજે ખબર પડી હકીકત માં ક્રિશ અને કરણે કીધું હતું કે તે ન્યાય પ્રિય અને એકદમ ચોક્કસ માણસ છે.અને  તે ક્રિશ ના મોત થી દુઃખી હતા.પણ તેમણે અર્થ ને કેટલાક સવાલો પૂછ્યા તે પરથી તો લાગતું હતું કે તે અર્થ પર ગુસ્સે હતા.અર્થ ને તેમનો સ્વભાવ બિલકુલ ના ગમ્યો અને તેતો તેમના થી ડરવા લાગ્યો.

અર્થ પણ હવે સમજી ગયો હતો કે કરણ ને પણ હવે દરેક જગ્યા એ સાથે રાખવો ઠીક નથી કારણકે અર્થ ને તેની તથા તેના માતાપિતા ની ચિંતા સતાવતી હતી.

એક દિવસ વીત્યા બાદ ત્રાટક આવ્યો અને તેને સમગ્ માહિતી મળી ગઈ હતી કારણકે ક્રિશ ના મોત ના સમાચાર પેપર માં આવ્યા હતા.તેવું ના હતો કે તે લોકપ્રિય હશે પણ જેને ક્રિશ ને માર્યો તે ખૂબ લોકપ્રિય હતો.

ત્રાટક આવીને કરણ ના માતાપિતા ને મળ્યો અને તેને પણ દિલાસો વ્યક્ત કર્યો અને સમજાવ્યા ત્યારબાદ તે ઘરે આવ્યો ત્યારે અર્થ ના મન માં ઘણા સવાલ હતા જે અર્થે ત્રાટક ના આવ્યા બાદ પૂછવાનું ટાડયુ પણ જ્યારે બપોરનું જમી ને ત્રાટક અને અર્થ બેઠા હતા ત્યારે અર્થ થી રહેવાયુ નહીં તેણે ત્રાટક ને પૂછ્યું " જે અંકલે મને બચાવ્યો તેમણે મને કહ્યું હતું કે તેમણે તમને વચન આપ્યું હતું અને જોકે તેમને અને હું તેમને ઓળખતો જ નથી તો તેમને શા માટે બચાવી શકે?"

"તારો સવાલ વ્યાજબી છે.તું આ દુનિયામાં નવો પણ છે.શું તને ખબર છે એક સારા માણસ ની વ્યાખ્યા શુ છે? આ દુનિયા માં.."

અર્થે ના પાડી અને માથું હલાવ્યું

"આ દુનિયા માં કોઈ જાતી નથી કોઈ ધર્મ નથી સૌ કોઈ પોતપોતાની રીતે જીવે છે તો પણ આ દુનિયામાં માણસ નું મૂલ્ય એક વચન તેના નિર્ણયો તેના વિચાર પરથી નક્કી થાય છે.દુનિયા માં કેટલાક ખરાબ માણસો પણ છે જે પોતાની તાકાત અને ડરાવીને મહાન બનવા માંગે છે.તેમના પોતાના વિચાર છે, પણ તકલીફ ત્યારે પડે છે જ્યારે તે કમજોર માણસ ને સતાવીને પોતાની મહાનતા સાબિત કરેછે."

"મને તેમના વ્યક્તિત્વ પરથી લાગ્યું હતું કે તે એક સારા માણસ હતા."

"હા,તે ખરેખર એક સારા માણસ હતા મારા મિત્ર હતા.તે બહુ બહાર જ રહેતા હતા. તેથી તારી સાથે મુલાકાત કરાવીના શક્યો."

"મને ખબર હતી કે વિનાશ ના માણસો જગ્યા એ જગ્યા એ ફરીને લોકોને નુકશાન પહોંચાડે છે અને મારી પણ નાખે છે.તેથી જ્યારે હું બહાર ગયો ત્યારે મેં અંકલ રોનીત ને કીધું હતું કે તારું રક્ષણ કરે કારણકે અત્યારે થોડા સમય પહેલાજ તે બીજા પ્રાંત એટલે કે વિદેશ થી આવ્યા છે.તેથી તે મોટાભાગનો સમય ઘરે જ વિતાવતા હોય છે."

"ઓહ..તેમનું નામ રોનીત છે. શું તેમની ફેમિલી માં બીજું કોઈ નથી?"

"હા, તેમને લગ્ન કરેલા નથી તેથી બીજું કોઈ તો ખાસ નથી પણ તેમની એક બહેન છે જે વિદેશમાં રહે છે.તેમને જાણ કરી દીધી હતી તેથી તે આવીને અંકલ રોનીત ના શરીર ને અંતિમ વિધિ કરી દેશે જે લગભગ આજે જ આવી ને કરી દેશે."

"પણ તમે ક્યાં ગયા હતા..જેથી તમારે બે દિવસ વીતી ગયા"

"ખરેખર આ વાત ગુપ્ત રહે તેટલુંજ સારું છે મહેરબાની કરીને તું કોઈને કહીશ નહીં તો જ સારું રહેશે.હું તને શરૂઆત થી વાત કરીશ"

"હા, પણ તમે શેની વાત કરી રહ્યા છો?"

"સ્વપ્નછત"

" તે શું છે મેં આ નામજ પહેલીવાર સાંભળ્યું છે."

"એટલે તો મેં કીધું કે હું શરૂઆત થી વાત કરીશ પણ આ વાત કોઈને ખબર ના પડે તોજ સારું રહેશે આ એક ગુપ્ત વાત છે. "

"હા, હું એમ પણ કોને કહેવાનો. ?"

અર્થે હસતા હસતા કહ્યું

"એ વાત પણ છે, તો હું વાત ની શરૂઆત કરું, ઘણા વર્ષો પહેલા એક બહુ શ્રેષ્ઠ જાદુગર હતો તેનું નામ સાતેય પ્રાંતએટલે કે સાતેય દેશ માં બહુજ પ્રખ્યાત હતું તે જેટલા હોશિયાર તેટલાજ દિલ ના સારા માણસ હતા.જે આપણા પ્રાંત માં તો નહીં પણ બીજા પ્રાંત માં રહેતા હતા તે પ્રાંત નું નામ છે અષ્ટક હું જાણું છું તું સાતેય પ્રાંત ના નામ તથા તેના વિશે નહીં જાણતો હોય પણ હું તને એક બુક પછી આપીશ જેથી તને આ દુનિયાના સાતેય પ્રાંત ના નામ તથા તેમના ઇતિહાસ વિશે ખબર પડી જશે ઉપરાંત આપણી દુનિયા તેટલે સુધી જ હજી ઘણી અજાણી જગ્યા છે જેના વિશે લોકો જાણતા નથી અને આ દુનિયાના લોકો એક જગ્યા એ વસવાટ કરવા માં વધારે માને છે.તો વાત ને આગળ ચલાવતા તે બહુજ સારા માણસ હતા તે બધાની મદદ કરતા હતા. તેમનો પ્રાંત સાતેય પ્રાંત કરતા ખુબજ સુખી ગણાતો હતો અને જોકે તેવું હતું પણ અને આમ પણ અષ્ટક વિસ્તારની દ્રષ્ટિએ ખુબજ મોટો પ્રાંત છે.

પણ કેટલાક લોકો ને આ વાત ખટકતી હતી અને તે માણસ સારા હતા એટલે જ તેમનું ખરાબ ઈચ્છનારા પણ બહુજ હતા.તેમને એક  એકવીસ વર્ષ ની દીકરી અને એક છ વર્ષ નો દીકરો હતો.દીકરી ખુબજ સુંદર અને કોઈને પણ મન લોભાઈ જાય તેવી હતી.એક દિવસ બે પ્રાંત વચ્ચેની સુલેહ બાબતની મંત્રણા યોજાઈ અને તે વખતે બીજા પ્રાંતના રાજાના દીકરા ને તે રાજકુમારી પસંદ આવી અને તે વખતે મંત્રણા ખુબજ લાંબી ચાલી અને રાજકુમારે બનતા બધા પ્રયત્નો પોતાની રીતે તેને પ્રેમમાં પાડવા કર્યા પણ રાજકુમારી ને તે યુવક નું ચરિત્ર પસંદ ન આવ્યું અને તેણે અનેકો વાર રાજકુમાર ની પત્ની બનવા નો ઈન્કાર કરી દીધો તેથી રાજકુમાર ખુબજ રોષે ભરાયો અને તણે સમગ્ર વેટ પોતાના પિતાને કરી અને તેણે પણ રાજકુમારીની ઇચ્છાનું માન રાખીને કોઈ સાથ ના આપ્યો.

હવે રાજકુમાર ના પ્રેમ કરતા તેના મન માં અપમાનનો પલડું ભારે થઈ ગયું અને તેને મંત્રણા ને એક તરફ રાખી ને તેણે રાજકુમારી ને બેહોશ કરી તેનું અપહરણ કઈ લીધું અને તેને એક બીજા પ્રાંત જેમાં તેનો મિત્ર પ્રાંત પ્રમુખ હતો ત્યાં લઈ ગયો અને કોઈને કાનો કાન ખબર પણ ના પડવા દીધી રાજકુમારીના પિતા બધેજ શોધીને થાકી ગયા આ ઉપરાંત રાજકુમાર ના પિતાએ પણ બનતી મદદ કરી પણ તે રાજકુમારી ક્યાંય થી મળીજ નહી.

દિવસો વીતતા જતા હતા અને ક્યાંયથી રાજકુમારી ની ખબર આવતી ના હતી.પણ રાજકુમારી નો પિતા પણ ચાલક હતો તેને પણ લાગી આવ્યું કે તે આટલો મોટો જાદુગર થઈ ને પણ જો દીકરી ને પાછી ના લાવી શકે તો તેનું શકિતશાળી હોવાનું બિરુદ જ વ્યર્થ છે.તેથી તેણે એક નવીનજ જાદુની રીત નું નિર્માણ કર્યું તેનું નામ છે "સ્વપનછત" સ્વપ્નછત એક એવી વસ્તુ છે જેમાં તમે પ્રવેશતા જ તમારી કોઈ પણ ત્રણ ગમતી વસ્તુઓ છોડી દેવાની અને તેના બદલા માં તમને એવી ભવિષ્યની કે ભૂતકાળ ની વસ્તુ જે તમે જાણતા નથી અથવા કોઈદિવસ જાણીશકવા ના જ નથી તે જાણી શકશો. જેવી રીતે હું જાણતો નથી કે મારી પત્ની નો હત્યારો કોણ છે તો હું તે સ્વપ્નછત માં જાણી શકીશ.તેના બદલા માં મારે મારી ત્રણ ગમતી વસ્તુનું દાન કરવાનું રહેશે. બીજી વસ્તુ તને જાણી ને આશ્ચર્ય થશે કે સ્વપ્નછત માત્ર રાત્રેજ કામ કરે છે એટલે તે એક છત છે જેમાં તમારે રાત્રે સુવાનું હોય છે અને તમને ત્યાં સૂતી વખતે જે વસ્તુ જાણવાની છે તેના વિશે વિચારવાનું છે ત્યાં સૂતી વખતે તમને એક સ્વપ્ન આવે છે જેમાં તમને તમારા બધા જ સવાલો ના જવાબ મળી જાય છે. આવી રચના બન્યા પછી રાજકુમારી ક્યાં હતી તેની રાજા ને ખબર પડી ગઈ અને તેને બચાવી લીધી રાજકુમાર ને કારમી સજા આપવામાં આવી."

"પણ તમે ગયા ક્યાં હતા.તે તો આ વાત માં આવ્યું જ નહીં.આ તો એક વાર્તા હતી." અર્થે હસતા હસતા કીધું

"વાર્તા નથી આ એક હકીકત છે.હા, હું તને તેનો પણ જવાબ આપીશ કે હું શું કરવા ગયો પણ પહેલા તારે આ જાણવું જરૂરી હતું."

"તે વાત તો છે.મને આજે કંઈક નવું જાણવા મળ્યું."

"ત્યાર બાદ બીજા બે જાદુગરો એ સ્વપ્નછત નું નિર્માણ કર્યું અને એક જાદુગરે તો માત્ર બેજ ગમતી વસ્તુ ને છોડી દઈને મનગમતી વસ્તુ જાણી શકાય તેવી સ્વપ્નછત નું નિર્માણ કર્યું. પણ જેમ જેમ દિવસો વિતતા ગયા.તેમ તેમ ઇમારતો પણ જર્જરિત થતી ગઈ અને એક સ્વપ્નછત નષ્ટ પામી અને થોડા જ સમય પહેલા બાકી રહેલી બે સ્વપ્નછત કોઈએ નષ્ટ કરીદીધી. પણ ગુપ્ત માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે આ ત્રણ સ્વપ્નછત સિવાય એક એવી

સ્વપ્નછત પણ છે જેમાં માત્ર એક જ તમને ગમતી વસ્તુ છોડી દઈને મનગમતી વસ્તુ જાણી શકાય.પણ આ માહિતી માત્ર હું અને મારો એક જીગરી દોસ્ત છે રોબર્ટ તેજ જાણી એ છીએ અને અમે શોધખોળ કરીયે છીએ જેથી તેનું રક્ષણ કરી શકાય અને કદાચ તે આપણા ઉપયોગ માં પણ આવી શકે અને મને નથી લાગતું કે તે સ્વપ્નછત નું કોઈ ઉત્તરાધિકારી હોય તેથી તે આપણી કહેવાશે અને મજાની વાત એમ પણ છે કે તે સ્વપ્નછત આપણા પ્રાંત માં છે તેથી હું તેની શોધખોળ અંગે બહાર ગયો હતો. મેં કેટલાક ફોટો પણ પાડ્યા છે તે ઘરો ના જ્યાં સ્વપ્નછત હોવાનું અનુમાન છે."

"ઓહ..તો એમ વાત છે."

"હા પણ હવે આ વાત તું પણ જાણે છે તો કોઈને કહેતો નહિ કારણકે એક ભૂલના કારણે આપણે મુશ્કેલી માં મુકાઈ શકીયે છીએ."

"હું એ વાત નું ધ્યાન રાખીશ."

અર્થ એ વાત થી ખુશ હતો પણ તે જાણતો ના હતો કે તે કોને વેટ કહે અને ના કહે હંમેશા તેવી વાત જે કોઈ જાણતું ના હોય તેને પેટમાં પચાવવી પણ બહુજ અઘરું કામ છે અને અર્થ ને આ કામ નું અંજામ આપવાનું હતું.

અર્થ અને ત્રાટક આ આખી વાત પતાવી ને સુઈ ગયા અને અર્થ ની આંખ તો સીધી ત્યારેજ ઉઘડી જ્યારે અંકલ રોબર્ટ નો હસવાનો અવાજ આવ્યો અર્થ સૂતો હતો ત્યારે તે આવ્યા હતા.અર્થે ઘડિયાળ માં જોયું તો સાંજ ના છ વાગ્યા હતા.આજે કંઈક વધારે જ સારી ઊંઘ આવી હતી અને તેટલુંજ ભયાનક સ્વપ્ન સ્વપ્ન માં તેને એક બહુ મોટો અંધારો કૂવો દેખાયો જેની પહોળાઈ બહુ જ મોટી હતું અને તેની અંદર સીડી મુકેલી હતી હકીકત માં તે ખાલી હતો.તથા કોઈ બચાવવા માટે અંદર થી બુમો પાડી રહ્યું હોય તેવું લાગ્યું.

જ્યારે તે ઉઠયો રોબર્ટ અંકલ તેની સામે બેઠા હતા અને બીજી બાજુ ત્રાટક તે કંઈક અગત્ય ની વાતો કરી રહયા હતા પણ જ્યારે અર્થ ઉઠ્યો ત્યારે રોબર્ટ અને ત્રાટક નું સર્વે ધ્યાન અર્થ પાર ગયું.અર્થ અને રોબર્ટ એક બીજા ની સામે જોતા હતા.

ત્યાંજ રોબર્ટ અંકલ જોરથી બોલ્યા" કેમ છો અર્થ તને મળી ને ખુશી થઈ."

"મને પણ, માફ કરજો મેં તમને ઓળખ્યા નહીં તમે કોણ?"

આ સાંભળીને ત્રાટક બોલ્યો અરે બપોરે તને જે રોબર્ટ અંકલ વિશે કીધું હતું તે જ છે આ મિસ્ટર રોબર્ટ"

" માફ કરજો રોબર્ટ અંકલ મેં તમને ક્યારેય જોયા નથી તેથી ઓળખવા માં ભૂલ થઈ ગઈ."

રોબર્ટ એ હસતા હસતા કીધું " અરે કાંઈ વાંધો નહીં હું તારી જગ્યા એ હોત તો મારાથી થી પણ આવી ભૂલ થઈ જાત."

 અર્થ ઉભો થઈને મોં ધોવા ગયો અને પાછો આવ્યો ત્યારે ત્રાટક અને રોબર્ટ અંકલ બંને કેટલાક ફોટા ને ધ્યાન થી જોઈ રહયા હતા.

અર્થ બેસીને બગાસું ખાઈ રહ્યો હતો.ત્યાંજ તેની નજર તે ફોટા પર પડી ત્રાટક અને રોબર્ટ બને તે ફોટા ને લઈને દલીલો કરી રહ્યા હતા.અધ્યાય 24"ત્યાગ"


આ બંને ને જોઈને અર્થ બોલ્યો

 "અરે આ જગ્યા મેં ક્યાંક જોયેલી છે."

ફોટા માં એક બંગલો હતો જે થોડોક જૂનો લાગતો હતો.

ત્રાટક એ જવાબ આપતા

 " તે કેવી રીતે જોયો હોય આ બંગલા ને?,

એમ પણ આ બંગલો અહીંયા થી બહુ દૂર છે.તે તો આ પ્રાંતના સૌથી છેડે આવેલો છે.કદાચ તારા થી કોઈ ગલતફેમી થઈ હશે."

"હા, એવું પણ થઈ શકે છે.પણ મેં આ જગ્યા વારંવાર જોઈ છે.અને મને સરખી રીતે યાદ છે કે તે આજ હતું પણ મને યાદ નથી આવતું ક્યાં જોઈ છે.હું કોશિશ કરીશ યાદ કરવાની"

ત્રાટક એ સમગ્ર વાત સાંભળ્યા બાદ કીધું

" મને નથી લાગતું કે તને ખબર હોય પણ તો પણ તું યાદ કરજે કદાચ તને તે મળી જશે."

હજી ત્રાટકે વાક્ય પતાવ્યું કે તરતજ અર્થ બોલ્યો" હા, યાદ આવ્યું.સ્વપ્ન મેં આ ઘર સ્વપ્ન માં જોયું છે આજ તેથી મને બરોબર યાદ છે અને મેં આ ઘર વધારે જોયું હતું સ્વપ્ન માં એક થી તો વધારે વાર હમણાં પણ થોડા દિવસ પહેલા પણ મેં જોયું હતું"

રોબર્ટ અંકલ પણ બોલ્યા

" શું ખરેખર તે આજ ઘર જોયું હતું સ્વપ્ન માં ?"

"હા, આજ મને ખાતરી છે.મેં આજ જોયું હતું.હવે મને પાકું યાદ આવી ગયું.પણ આ છે,શું?

ત્રાટક બોલ્યો "આ બધાજ ફોટા અમે એટલે પડ્યા હતા કારણકે અમને ત્યાં સ્વપ્નછત હોવાનું અનુમાન હતું."

અર્થ બોલ્યો " મને એવું લાગે છે કે પ્રોફેસર અનંત ને નક્કી આ ઘર સાથે લેવા દેવા છે અને જો તે સાચેજ સ્વપ્નછત છે તો પછી તે કદાચ તેવું જ ઇચ્છતા હોય કે આપણે તેની મદદથી તે ક્યાં છે તેની માહિતી મેળવી શકીએ છીએ અને તેમને બચાવી શકીયે છીએ."


રોબર્ટ અને ત્રાટક બંને એક સાથે બોલ્યા "તો આપણે ત્યાં જવું જોઈએ"

ત્રાટક એ અધૂરું વાક્ય પૂરું કરતા કહ્યું "હા, અને ત્યાં જઈને જોવું જોઈએ કે શું ત્યાં સાચેજ સ્વપ્નછત છે.?,જો ત્યાં સ્વપ્નછત હશે તો આપણું કામ આસાન થઈ જશે તે ક્યાં છે તે ખબર પડી જશે."

રોબર્ટ પણ બોલ્યો "આપણે અત્યારે જ નિકડીશું તો રાત્રે બાર વાગ્યા સુધીમાં પહોંચી જશુ."

ત્રાટક: "હા,હું જરૂરી જેટલો સમાન લાઇ લઉ છું,આમતો તે બહુ દૂર છે માટે આપડે એક મોટરકાર નો બંદોબસ્ત કરવો પડશે."

રોબર્ટ: " ત્રાટક તું જરૂરી સમાન લઈ લે હું એકાદ કલાક માં ગાડી નો બંદોબસ્ત કરીને આવું છું"

ત્રાટક: "ઠીક છે, પણ થોડું જલ્દી કરજે"

રોબર્ટ અંકલ ગાડી નો બંદોબસ્ત કરવા ગયા અને ત્રાટક અને અર્થે જરૂરી પૂરતો સમાન લાઇ લીધો જેમ કે ખાવા માટે બિસ્કિટ એક નાનો પ્રાઇમસ અને બે ચાર ચોપડીઓ ઠીક એકાદ કલાક બાદ રોબર્ટ ગાડી લઈને આવી ગયો ગાડી થોડી જૂની લાગતી હતી એટલે ત્રાટક થી રહેવાયું નહીં અને તે બોલ્યો

"આ ગાડી ક્યાંય રસ્તા માં બંધ તો નહીં પડે ને?"

રોબર્ટ:" ના ના આમતો કંઈ વાંધો નહીં આવે "

ત્રાટક: "આમ તો થી શુ કહેવા માંગે છે?"

ત્રાટકે પોતાના મજાકીય અંદાજમાં કહ્યું.

ત્રણેય ગાડી માં બેસી ગયા અર્થ વિચારતો હતો કે કરણ તથા કાયરા ને કહી દેવું ઠીક હતું તમને મારા અચાનક ગાયબ થઈ જવા થી બહુ દુઃખ થશે.

ગાડી રોબર્ટ અંકલ ચલાવવા ના હતા અને ગાડી શરૂ થઈ પોતાની સોસાયટીની બહાર પહોંચતા પહોંચતા ગાડી હવામાં આવી ગઈ.ગાડી પુરપાટ ઝડપે હવા માં ઊડતી હતી અને સાંજ નો સમય હતો તેથી પક્ષીઓ નું ખૂબ ધ્યાન રાખવું પડતું હતું.

ચારેક કલાક ના લાંબા સફર પછી તે શહેર માં પહોંચી ગયા જે શહેર માં તે સ્વપ્નછત હતી.

અને થોડીક જ વાર માં તે જગ્યા એ પહોંચયા જે ઘર માં સ્વપ્ન છત હોવાનું અનુમાન હતું. રાત ના બાર વાગવાની તૈયારી હતી લગભગ સાડા અગિયાર ઉપર થઈ ગયું હતું.

ત્રાટક કે જે જગ્યા એ ઘર હતું તે મહોલ્લાની થોડે દૂર ગાડી ઉભી રખાવી

"જો અંદર ગાડી લઈ જસુ તો આજુ બાજુ ના લોકો જાગી જશે અને કંઈક પૂછતાછ કરશે"

રોબર્ટ:" પણ મને નથી લાગતું કે આ મહોલ્લા માં કોઈ રહેતું હોય"

ત્રાટક:"મતલબ?"

રોબર્ટ:" મહોલ્લા ના બધા મકાન ઝરઝરીત છે મતલબ કે બહુ જૂન છે અંદાજે લાગે છે સાતેક મકાન હશે અને મહોલ્લા માં એક પણ લાઈટ નથી તો આ જોઈને તને નથી લાગતું કે મહોલ્લામાં માં કોઈ નહીં હોય"

ત્રાટક:" હા, પાછલીવાર આપણે જ્યારે આવ્યા તા ત્યારે પણ કોઈ નહોતું દેખાયુ એ પણ દિવસે."

અર્થ એ બધું સાંભળતો હતો.

છેવટે ત્રણેય જણે પેદલ જવુંજ નક્કી કર્યું.

અંધારા માં દબાયેલા પગે ત્રણે અંદર ગયાઘર કંઈક વધારેજ મોટા હતા બધા જ મકાન આશરે બે માળ ના હતા આમતો તેને બંગલા કહી શકાય પણ બહુ જ જુના હતા ઉપરાંત દરેક ઘર માં એક ઝાડ હતું અને તેના પત્તાં જમીન પર વિખરાયેલા પડ્યા હતા.અને ત્રણેય ચાલતા હતા ત્યારે પત્તા ની સરવરાટ નો અવાજ આવતો હતો આખરે થોડુંક ચાલ્યા બાદ છેલ્લા ઘરે પહોંચ્યા જ્યાં તેમને શંકા હતી કે અહિયાં સ્વપ્નછત છે.તેની પાછળ ની બાજુ તો જંગલ જ હતું.

ત્રાટકે કહ્યું "મને પણ એવું જ લાગે છે કે આ મહોલ્લા માં કોઈ નથી રહેતું"

અર્થે પણ હા પાડી

 તે ત્રણે તે ઘર નો મોટો લોખંડનો દરવાજો (ગુજરાતી માં જેને જાંપો કહે છે) વટાવીને અંદર ગયા.અંદર થોડી જગ્યા હતી અને રોબર્ટ અંકલ સૌથી આગળ હતા કારણકે તેમના હાથમાં ટોર્ચ હતી બહાર બધાજ ઘરની માફક ઝાડ હતું અને તેના બહુજ બધા પત્તા ઘરની અંદર પણ પડ્યા હતા.

ત્રણે અગફ ની જગ્યા વટાવી ને અંદર ગયા અને મકાન નો બંધ દરવાજો ખોલ્યો આખરે દરવાજો બહુ જૂનો હતો અને તેના ઉપર બહુજ ધૂળ જામી હતી અને કરોળિયા એ પોતાના ઘર પણ બનાવ્યા હતા તને દરવાજા નું તાળું તોડી ને અંદર ગયા આમ તો કોઈ ના ઘર નું તાળું તોડવું તે પણ કોઈની મંજૂરી વગર તે ખરાબ વાત કેવાય અને તે એક ગુનો પણ કહેવાય પણ હવે તે વાત થી કોઈ ફરક પડતો ના હતો કારણકે દરવાજો નું તાળું હવે તોડી નખાયું હતું. ત્રણે ઘર નું અંદર થી નિરીક્ષણ કર્યું અંદર વિજળી હતી નહીં અને ઘર એકદમ જૂનું હતું બધાજ કબાટ ને લોક મારેલા હતા તે પણ જેવા તેવા નહીં પણ જાદુઈ જે માત્ર જેણે લોક માર્યું હોય તેજ ખોલી શકે તેથી મકાન કોનું હતું તે કહેવું મુશ્કેલ હતું પણ જોકે ત્રાટક અને રોબર્ટ ને તેના થી કોઈ મતલબ ના હતો.ત્રણે જર્જરિત લાકડાની સીડી માંથી વારાફરતી ઉપર ગયા કારણે કે સીડી જોઈને લાગતું હતું કે તે ગમે ત્યારે તૂટી શકે તેમ હતી. ઉપર એક બીજ રૂમ નો દરવાજો તથા તેની સામે થોડી જગ્યા હતી જ્યાં એક જૂનો પિટારો(લોખંડની પેટી જેમાં સામાન ભરી શકાય) પડ્યો હતો તેને પણ લોક મારેલું હતું ત્રણે સીધા ઉપર ગયા અને છેલ્લે જેની માટે આટલી દૂર આવ્યા હતા તેનો દરવાજો હતો તેને કોઈ લોક નહોતું માર્યું તે ત્રણેય ના નશીબ ની વાત હતી.રોબર્ટે દરવાજો ખોલ્યો અને જોયું કે એક છત હતી જે દેખાવમાં સામાન્ય હતી પણ તેની મધ્ય માં એક સુંદર મજાનો બેડ હતો.જે આટલા દિવસ થી ખુલ્લો પડ્યો હતો પણ તો પણ તે સુંદર લાગતો હતો એ અદભુત વાત હતી. ત્રણે તેની નજીક જવા આગળ વધ્યા પણ ત્યાંજ પાછળ નો દરવાજો બંધ થઈ ગયો અને એક સ્ત્રી ત્યાં આવી જેનો અવાજ એટલો મધુરો ન હતો અને તે દેખાવ માં પણ કંઈક વધુજ લાંબી હતી અને તે હવા માં તરતી હતી કદાચ તે જીવીત જ ન હતી તેની આત્મા હતી.તે આવીને બોલવાનું શરૂ કર્યું

"હું સ્વપ્નછત ની માલિક છું મારુ નામ સ્વપ્નદર્શિની છે અને હુંજ આ સ્વપ્નછત નું રક્ષણ કરું છું તમારા માંથી કોણ છે જે સ્વપ્નછત માં સુવા માંગે છે."

ત્રાટક અર્થ અને રોબર્ટ એક બીજા ની સામે જોવા લાગ્યા અને તે વિચારતા હતા. જો ત્રાટક જાત તો તે તેની મૃત્યુ પામેલી પત્ની ના ખૂની વિશે જાણી શકત અને રોબર્ટ પાસે કોઈ એવું ખાસ કારણ હતું નહીં એટલે રોબર્ટે સ્વપ્નછત માં જવાની ના પાડી પણ ત્રાટકે અર્થ ની સામે જોયું અને તેને કહ્યું" અર્થ તું જા"

" પણ ત્રાટક અંકલ તમે સ્વપ્નછત ની મદદ થી તમારી મૃત્યુ પામેલી પત્ની ના સાચા ખૂની ને પકળી શકો છો."

"હા, તે વાત છે પણ તેનાથી વધારે અગત્યનો પ્રોફેસર અનંત નો જીવ છે તું જા અને તે ક્યાં છે તે જાણીને લાવ જેથી આપણે તેમને બચાવી શકીયે."

અર્થ થોડી વાર વિચારમાં પડી ગયો અને થોડીવાર બાદ બોલ્યો "ઠીક છે,હું જઈશ."

અર્થે આગળ વધ્યો અને ત્રાટક અને રોબર્ટ સ્વપ્નછત ની નીચે વાળી સીડી માં જતા રહ્યા તે જાણતા હતા કે હવે અર્થ સવાર સુધી નથી આવવાનો.

અર્થે આગળ વધ્યો ત્યારે સ્વપ્નદર્શિની એ અટકાવ્યો અને કહ્યું

"તારી એક વસ્તુ નું બલિદાન મને આપ પછીજ તને આગળ જવા મળશે"

અર્થ વિચારતો થઈ ગયો આખરે તેની પાસે કંઈ એવું તો હતું નહીં જેનું તે બલિદાન કરી શકે તો બલિદાન શેનું કરવું એ એક બહુ મોટી સમસ્યા હતી.શું તે તેના મિત્ર નું બલિદાન કરી દે? પણ તેવું શક્ય થાય તેમ ન હતું. શું તે પછો વળી ને ત્રાટક અંકલ અને રોબર્ટ અંકલ ની સલાહ લે? પણ તે પણ તેના વિશે કંઈ વિશેષ કરી શકે તેમ ન હતું. અર્થ મુંજવણ માં મુકાઈ ગયો તેને કંઈક વિચાર્યું અને તે સ્વપ્નદર્શિની પાસે ગયો અને બોલ્યો " હું વાસ્તવિકતાની દુનિયા નો ત્યાગ કરું છું હું હવે ત્યાં પાછો ક્યારેય નહીં જાઉં"

"શું સાચેજ તને મંજૂર છે ?જો તું વચન તોડીશ તો હું તને ગમે ત્યાં આવીને મારી નાખીશ તેથી તારી નિર્ણય જરા સંભાળી ને લેજે."

અર્થે એક વાર વિચાર્યું પણ તે તેના વિચારમાં કાયમ રહયો.

"હા,મને મંજૂર છે."

"ઠીક છે તો તું જઈ શકે છે"

સ્વપ્નદર્શિની એ અર્થ માટે જવાની જગ્યા કરી દીધી અને અર્થ આગળ વધ્યો.અર્થે સ્વપ્નછત ની એકદમ નજીક પહોંચી ગયો અને પાછળ ફરીને જોયું તત્યારે સ્વપ્નદર્શિની ના હતી તે ગાયબ થઈ ગઈ હતી.અર્થ તે બેડ પર બેઠો બેડ એકદમ મુલાયમ અને ત્યાં બેસ્ટ અથવા સુતા જ ઊંઘ આવી જાય તેવો હતો અર્થે આડો પડ્યો અને તેને ત્રાટક ના કહેવા મુજબ આંખોબંધ કરી દીધી અને જે પ્રશ્ન હતા જેમ કે પ્રોફેસર અનંત ક્યાં છે ઉપરાંત પ્રોફેસર અનંત સાચેજ જીવિત છે કે નહીં તેવા પ્રશ્નો વિશે વિચારવાનું શરૂ કર્યું.અર્થ સ્વપ્ન છત પર ઘસઘસાટ સુઈ ગયો અને તે ગાઢનિંદ્રા માં અને સ્વપ્ન માં ખોવાયેલો હતો. જ્યારે બીજી બાજુ રોબર્ટ અને ત્રાટક બંને સીડી પર સુઈ ગયા.અધ્યાય 25 "સમય તૈયારીનો"


જયારે સવાર ના છ વાગ્યા ત્યારે ધાબા પરના બારણાં માંથી પ્રકાશ આવ્યો અને રોબર્ટ ની આંખ ઉઘડી અને તેણે ત્રાટક ને ઉઠાડ્યો ત્રાટક જાગ્યો અને સફાળો બેઠો થઈ ગયો.બંને જણ ફટાફટ ઉપર ગયા અને જોયું ત્યારે અર્થ હજી મીઠી નીંદર માણતો હતો.રોબર્ટે ત્રાટક સામે જોયું અને બોલ્યો "શું કરવું છે ઉઠાળવો છે?"

ત્રાટક:" હા ઉઠાડવો તો પડસેજ."

બંને અર્થ ને ઉઠાડ્યો અર્થ ને મીઠી નિંદર આવી હતી એટલે તે ઉઠવાનું નામ જ નહોતો લેતો

ત્રાટકે જોર થી બૂમ પાડી" અર્થ ઊઠ.."

અર્થ ને ત્યારે ખબર પડી કે તેને સાચેજ કોઈ બોલાવી રહ્યું છે.

અર્થ ભર ઊંઘ માંથી જાગ્યો અને બોલ્યો ખરેખર સ્વપ્નછત માં ઊંઘ બહુ મસ્ત આવે છે.

ત્રાટક અને રોબર્ટ એક બીજાની સામે જોતા હતા. તેમને આ બધું વિચિત્ર લાગતું હતું કારણકે તેમને અનુભવેલું ના હતું.

ત્રાટક બોલ્યો "એ બધું જવાદે પહેલા તું એમ કે શું તે પ્રોફેસર અનંત વિશે જાણ્યું તે ક્યાં છે.?,તે જીવિત છે કે નહીં? વગેરે."

અર્થ કંઈક યાદ કરતો હતો જે તેને સ્વપ્ન માં આવ્યું હતું અને તે થોડોક હેરાન પણ હતો કારણકે રહસ્ય હવે ખુલી ગયું હતું પણ તે વિચારતો હતો કે તે કેવી રીતે બની શકે આ તો એક જૂની કહેવત

જેવું થઈ ગયું હતું "કાખ માં છોકરું અને ગામ માં ગોતા ગોત".

અર્થે ધીમા સ્વરે ત્રાટક સામે જોઇને બોલ્યો "હા મને ખબર પડી ગઈ કે તે ક્યાં છે અને હા મોટી વવાત તે પણ કે તે જીવિત છે તેથી તેની ચિંતા હવે આપણે માત્ર તેમને બચાવવા ના છે."

ત્રાટકે કીધું " એ જાણી ને મને બહુજ આનંદ થયો કે તે જીવિત છે.પણ મને તું કહીશ કે તે છે ક્યાં?"

અર્થ:" હા પણ મને લાગે છે કે આ વાત આપણે ગાડી માં જતી વખતે પણ લારી શકીયે છીએ તો જતા જતા રસ્તો પણ કપાઈ જશે અને સમય પણ બચશે."

રોબર્ટ બોલ્યો " અર્થ ની વાત ઠીક છે સવાર પડી ગઈ છે હવે બહુ અહીં રહેવું હિતાવત નથી."

ત્રાટક:"ઠીક છે.."

ત્રણે સ્વપ્નછત પર થી નીચે ઉતર્યા અને જ્યાંથી આવ્યા હતા.તેજ રસ્તે થી પાછા વળી ગયા અત્યારે પણ સોસાયટી માં કોઈપણ દેખાયું નહીં તેથી તેની તો ખાતરી થઈ ગઈ હતી કે અહીં કોઈ નથી રહેતું. ત્રણે સીધા ગાડી આગળ ગયા અને રસ્તા પર માણસોની ચહલ પહલ ઓછી હતી તેથી વહેલા ત્યાંથી નીકળી ગયા જ્યારે ગાડી હવામાં ઉડવા માંડી ત્યારે ત્રાટક થી રહેવાયું નહીં અને તેને ફરીથી પૂછ્યું "અર્થ શું તું હવે અમને કહીશ સમગ્ર વાત?"

અર્થે હા પાડી અને તેને વાત ની શરૂઆત કરી "હું તમને કહીશ કે પ્રોફેસર અનંત ક્યાં છે તો તમે મારો વિશ્વાસ નહીં કરી શકો "

ત્રાટક: "તારે કહેવું જ ન હોય તો તું ના પાડી દે પણ આવા વિચિત્ર જવાબો ના આપ અર્થ"

ત્રાટક જરા વધારે જ ગુસ્સો થઈ મ ગ્યો.

અર્થ: "માફ કરજો વાત એમ છે કે પ્રોફેસર અનંત આપણી સ્કુલમાં જ છે વનવિહાર માં જયાં નવશીંગા નું પાંજરું છે તેની નીચે એક નાનકડી જવા ની જગ્યા છે જેમકે ભુગર્ભ ટાંકી હોય તેમ ત્યાંથી નીચે જઈ એ અટકે એક સિડી આવે છે જે આપણને તે પાંજરા ની પાછળ ની બાજુ લઈ જાય છે. જયા એક બહુ મોટો કૂવો છે અને તેમાં જવાની એક સીડી પણ છે તેને આમ તો વાવ કહી શકાય.હા, તે વાવ જ છે.અને તે વાવ ને તળિયે એક ખૂણામાં ઊંડે એક પાણી ની ટાંકી છે બહુ મોટી ત્યાં અંદર તરીને એક દરવાજા સુધી પહોંચવાનું છે ત્યારબાદ તે દરવાજા ને અડક તાજ પાણી બધુજ ગાયબ થઈ જશે અને અંદર જવા મળશે જ્યાં એક જૂની બહુ મોટી જેલ છે ત્યાં આગળ આપણને પ્રોફેસર અનંત મળશે આપણે તેમને ત્યાંથી છોડાવવા પડશે.

ત્રાટક અને રોબર્ટ આ સાંભળી ને અચરજ પામી ગયા કારણકે આ કામ કોઈ બહુ મોટા જાદુગર નું જ હોઈ શકે.

ત્રાટક: "મને કંઈક વિચિત્ર લાગે છે કારણકે આ કામ સ્કુલની જાણકારી વગર શક્ય નથી એટલે કદાચ સ્કુલમાથી જ કોઈ એવું છે જે સમગ્ર ઘટનાપર નજર રાખે છે. જેણે આ બધું કરાવ્યું છે."

અર્થ:" પણ તે શક્ય નથી હું સ્કુલના દરેક સભ્ય ને તો સારી રીતે જાણું છું તે આવું કોઈ દિવસ ના કરી શકે અને આ બધું કરવા માટે દિવસ રાત દરેક કામ પર ચોકસાઈ પૂર્વક ધ્યાન રાખવું પડે.તેવું તો કોઈ સ્કુલમાં નથી.

ત્રાટક:ઠીક છે પણ પહેલો ધ્યેય તો આપણો પ્રોફેસર અનંત ને છોડાવવાનો હોવો જોઈએ તે કેદ માંથી ત્યારબાદ તો તેમ પણ આપણને ખબર પડી જશે.

રોબર્ટ: "તે જેલ માં કોઈ તો રક્ષણ અર્થે ઉભું હશે. જેલ ને તેમજ ખુલ્લી થોડી મુકી હશે."

અર્થ:"હા, એમ પણ આટલી મુસીબતોનો નો સામનો કરવાનો હોય અને બાદ માં ત્યાં પહોંચવાનું હોય તો કદાચ ત્યાં કોઈ ચોકીદાર ના પણ હોય એવું બની શકે."

રોબર્ટ: "જો તેવું હોય તો આપણા નશીબ સારા કહી શકાય."

ત્રાટક: "જોવા જઈએ તો અર્થ ની વાત પણ વ્યાજબી છે.જો આટલે ઊંડાણ માં જેલ હોય તો ચોકીદાર રાખવાનો અથવા કોઈ રક્ષણાર્થે હોય તેવું અશક્ય છે પણ ઠીક છે હું રક્ષણ જાદુ જાણું છું તેને બેહોશ કરી દેશું."

અર્થ: "પણ અંદર જશે કોણ?"

ત્રાટક: " હું જઈશ તું તેની ચિંતા ના કર"

અર્થ: "હું પણ આવીશ"

ત્રાટક: "નહીં હું તારો જીવ ખતરા માં ના પાડી શકું."

અર્થ: "પણ મેં તે ત્યાં જવાનો રસ્તો ધૂંધળો જોયો છે સ્વપ્નમાં તેથી મારુ જવું હિતાવત છે અને મને થોડુંક તરતા પણ આવડે છે. હવે તો હું તો થોડું ઘણું જાદુ પણ જાણું છું."

ત્રાટક: "તે વસ્તુ ઠીક છે.પણ છતાંય.." ત્રાટક અટકી ગયો.

રોબર્ટ: "અર્થ ને તારી સાથે આવવા દે તને પણ મદદ મળી રહેશે અને તું સાથે છો પછી શું ચિંતા છે."

પુરા રસ્તે આ પ્રમાણે ની ચર્ચા ચાલતી રહી.અને ત્રણે જણ ઘરે પહોંચી ગયા.રોબર્ટ બંને ને ત્રાટક ના ઘરે મૂકીને ગાડી પોતાના માલિક ને સોંપી ને તેના ઘરે જતો રહ્યો પણ તેને જતાં જતાં ત્રાટકને આશ્વાસન આપ્યું કે

"તને કંઈ પણ કામ હોય તો બેજીજક ગમે ત્યારે બોલાવી શકે છે.હું હાજર થઈ જઈશ."


ઘરે પહોંચતા પહોંચતા બપોર થઈ ગઈ હતી. ત્રાટક અને અર્થ જમી ને તે વિશે જ વાતો કરી રહ્યા હતા.અર્થે કરણ ના ઘર સામે જોયું ત્યારે કોઈ દેખાતું ના હતું. કદાચ બધાજ ઘરની અંદર હતા.અર્થે ને અત્યારે ત્યાં જવું ઠીક લાગ્યું નહીં.

ત્રાટક: "મારા ખ્યાલ થી આપણે બને એટલું જલ્દી જ પ્રોફેસર અનંત ને છોડાવવા કંઈક કરવું પડશે જો બહુ મોડું કરીશું તો કદાચ એવું પણ બને કે ત્યાંથી તેમને બીજી ક્યાંક જગ્યા એ કેદ કરીને રાખે અને પછી તેમને શોધવા બહુજ મુશ્કેલ બની જશે."

."તો ઠીક છે આપણે આજે રાત્રે જ ત્યાં જઈને તેમને છોડાવી લાવસુ."

"હા, એમ કરવું પણ ઠીક રહેશે.આપણે રાત્રે પહોંચી જઈશું અને સવાર પડતા જ તેમને છોડાવી ને પાછા આવી જશું"

" શું આપણે કાયરા ને સાથે લઈ લઈએ? આપણને પણ મદદ મળી રહેશે."

"ઠીક છે તું તેને ફોન કરીને અહીં બોલાવી લે જેથી તે જલ્દીથી અહીં આવીજાય બાદ માં સમગ્ર વાત અને આપણું આયોજન તેને

સમજાવી દઈશું."

"હા, હું તેને બોલાવી લઉં છું."

જતા પહેલા કાયરા પણ આવી ગઈ અને જોકે અર્થ અને ત્રાટકે તેને સારી રીતે સમજાવી દીધું હતું આ ઉપરાંત ત્રણે પુરી રીતે સજ્જ હતા પોતપોતાના જાદુઈ મોજા ઉપરાંત અર્થે પોતાની જરૂરી જાદુગરી ના અમુક ચેપટર જે મહત્વ ના હતા તેની નોટ્સ બનાવી હતી તે પણ તેણે સાથે લઈ લીધી.

અર્થે એક નાનું બેગ પોતાની સાથે લઈ લીધું અને તેના ખભે લટકાળી દીધું .જેથી જરૂરિયાત સમયે કોઈ તકલીફ ના પડે.

કાયરા એ જતા પહેલા કાલ્પનિકતાની દુનિયાના ઇષ્ટદેવ ને પ્રાથના કરવાનું ત્રાટક અને અર્થ બંને ને સૂચવ્યું.

ત્રણે આ કામ પાર પાડવા માટે દરેક રીતે તૈયાર હતા.બસ હવે જોવાનું તે હતું કે દરેક વસ્તુ તેમના સારા માટે થાય.

ત્રણે જણ નીકળી ગયા અને રાત્રિ ના અગિયાર વાગતા ત્યાં પહોંચી ગયા. જેમ પહેલી વખતે સ્કુલ ના ચોકીદાર ને સુવડાવી દીધો હતો તેવું કરવાની જગ્યા એ આ વખતે ત્રાટકે તેમને ભાનભુલાવી દેવાની રીત ની મદદ થી સ્કુલ ની અંદર પ્રવેશ મેળવ્યો.ભાનભુલાવી દેવાની રીત ની મદદ થી મુખ્યત્વે તે માણસ જેની ઉપર તે રીત અજમાવી હોય તે પોતાનું ભાન ખોવી બેસે છે. તેથી તેને કંઈજ ખબર નથી રહેતી કે તે શું કરી રહ્યો છે.

ત્રાટક એ અંદર આવ્યા બાદ અર્થ અને કાયરા ની સામે જોયું અને કહ્યું "શું આપણે સમગ્ર વસ્તુ વૃદ્ધ દાદા ને કહેવી જોઈએ?"

અર્થે કહ્યું "હા, તેમને કહી શકીએ તેમને પણ આપણને મદદ જ કરી હતી. તેથી તેમને કહેવામાં કંઈ જ વાંધો નથી."

ત્રાટક બોલ્યો "પણ શું તેમને કહેવા જેટલો સમય આપણી પાસે છે?"

કાયરા એ કહ્યું "ના, આપણે સૌ પ્રથમ પ્રોફેસર અનંત ને છોડાવવા વિશે વિચારવું જોઈ એ બાદ માં આપણે કંઈ પણ કરી શકીએ."

ત્રાટકે કાયરા ની વાત ને ટેકો આપતા કહ્યું

"હા, હું એજ કહેવા માગું છું હું વૃદ્ધ દાદાને ગમે તેમ અંદર જવા માટે સમજાવી દઈશ."અધ્યાય 26 " મહાકાય વીંછી"


ત્રણેય આગળ વધ્યા અને વનવિહાર ના દરવાજે આવીને ઊભા હતા.ત્યાં વૃદ્ધ ચોકીદાર દાદા અંદર ઓરડી માં હતા.ત્રાટકે નજર ચોરી ને ભાગતા કરતા તેમને કહીને જવું જ ઠીક સમજાયું. તેણે દરવાજા આગળ જઈને ઉભો રહી ગયો જયારે વૃદ્ધ દાદા ઊંધા ફરીને બેઠા હતા તે કંઇક રેડીઓ જેવું રીપેર કરી રહ્યા હતા.ત્રાટકે પાછળ થી તેમના ખભે હાથ મુક્યો અને વૃદ્ધદાદા એક દમ ચોકી ગયા.

વૃદ્ધ દાદા બોલ્યા " આપ જરૂર મિસ્ટર ત્રાટક છો?"

ત્રાટક: " હા,આપને યાદ છે તે જાણીને મને અત્યંત આનંદ થયો."

વૃદ્ધ: "મને યાદ કેવી રીતે ના રહે જેણે મને મારા દોસ્ત વિશે સારા સમાચાર આપ્યા હતા.તો શું આજે પણ તમારી પાસે તેમની વિશે કંઈક સારા સમાચાર છે."

ત્રાટક: " આજે હું તમારા દોસ્ત ને લેવા જઈ રહ્યો છું. તેથી આજે હું થોડી જલ્દી માં છું.તેથી આજે મને રોકતા નહીં ના તો કોઈ સવાલ પૂછતાં."

વૃદ્ધ દાદા બોલ્યા "ઠીક છે,પણ તે છે ક્યાં અને તમે તેમને ક્યાં લેવા જાઓ છો."

ત્રાટકે તેમના બંને ખભા ઉપર હાથ મુકયો અને તેમને વિશ્વાસ દેવડાવતા હોય તેમ કહ્યું "હું થોડિક વાર રહીને તમારા દરેક સવાલો ના જવાબ આપી દઈશ અને મારી પાર વિશ્વાસ રાખો હું તેમને સહી સલામત તમારી પાસે લઈ આવીશ પણ તેના માટે મને તમે અહીંયા થી બંને તેટલું વહેલા.

વૃદ્ધ દાદા આ કહ્યું "ઠીક છે."

ત્રાટક અર્થ અને કાયરા ત્રણે વનવિહાર માં દાદાને મળીને આગળ વધ્યા અને ઝડપ થી ત્યાં પહોંચી ગયા જ્યાં નવશીંગા નું પાંજરું હતું.નવશીંગો આરામ થી સુઈ રહ્યો હતો અને તેની નાનકડી અંદર પાંજરા માં બહુ ઉંચે નાનકડી લાઈટ ઝબુકી રહી હતી.નવશીંગો દેખાવમાં બહુજ વિકરાળ લાગતો હતો પણ જોવા જઈએ તો તે તેટલો પણ ખતરનાખ હતો નહીં જ્યાં સુધી તેને કોઈ હેરાન નહીં કરે. નવશીંગા ના પાંજરા માં જવું બહુજ સહેલું હતું કારણકે બીજા બધા પ્રાણીઓ ની સાપેક્ષ માં નવશીંગાનું પાંજરું બહુ મોટું હતું અને પાંજરાના દરેક સળિયા વચ્ચે એક માણસ આવી જાય તેટલી જગ્યા હતી.જોકે ડર તે જાગીને ધમાચકડી ના કરે તે વાત નો હતો.

ત્રાટક આગળ આગળ ચાલતો હતો જયારે પાછળ થોડાક ડર ના માર્યા અર્થ અને કાયરા એકબીજા નો હાથ પકડી ને ચાલતા હતા.

ત્રાટક સૌ પ્રથમ પાંજરાની અંદર ગયો જ્યારે અર્થ અને કાયરા બંને પાછળ આવ્યા.નવશીંગો હજી સૂતો જ હતો.ત્રાટક આગળ વધ્યો અને ધીમા પગલે જ્યાં નવશીંગો સૂતો હતો તેના પગ વટી ને પાછળ ની દિવાલ પાસે ગયા જ્યાં અર્થે કીધું હતું તેમ એક કુંડી એટલેકે પાણીની ભૂગર્ભ ટાંકી જેવુ જ કંઈક હતું.પણ ત્યાં ત્રાટક ને એક દમ એક નસકોરા નો અવાજ જે ક્યારનો આવતો હતો તે બંધ થઈ ગયો હોય તેમ લાગ્યું.ત્રાટક અર્થ અને કાયરા એ ત્રણે એક સાથે નવશીંગા ની સામે જોયું અને જોતાજ ત્રણેય ની આંખો પહોળી થઇ ગયી અને બીજી જ સેકન્ડે ત્રાટકે જોર થી ત્રાડ નાખી અને તે ત્રાડ એટલી ભયાનક હતી કે કોઈ ઠીલા પોચા હદય વડા તો ત્યાં જ બેહોશ થઈ જાય અને તે ત્રાસાંભળીને વૃદ્ધ દાદા પણ ગભરાઈ ગયા.પણ જ્યાં ત્રાડ પાડી ત્યાંજ ત્રાટક અર્થ અને કાયરા તે ભૂગર્ભ ટાંકી માં ઘુસી ગયા.જ્યાં બહુ અંધારું હતું ત્રાટકે પોતાની ટ્ટોર્ચ કાઢી જેથી આગળ નો રસ્તો દેખાઈ શકે.પાંચેક ડગલાં ચાલ્યા બાદ એક નાની સીડી હતી ત્રાટક અર્થ અને કાયરા સાચવી ને સીડી ઉતર્યા અને તે પાંજરા ની પાછળ ની બાજુ પહોંચી ગયા ત્યારે એક સાથે બહુ બધા પક્ષીઓ ઉડી ને સામે આવ્યા કદાચ તે પક્ષીઓ

ચામાંચીડિયા હતા. ત્રાટક અર્થ અને કાયરા નીચે નમી ગયા. ત્રણે આગળ ધીમા પગલે આગળ વધતા જતા હતા.ત્યાં એક વાવ હતી બહુ જૂની ખંડર જેવી ડરામણી ત્રાટકે અંદર ડોકિયું કર્યું.નીચે ખૂબ ઊંડી વાવ હતી અંધારાને કારણે નીચે બરોબર દેખાતું ના હતું પણ ત્યાં જ ત્રાટકે ટોર્ચ ની મદદ થી તેમાં પ્રકાશ પાડ્યો. ત્યારે તેને ખબર પડી કે વાવ માં તો પાણી જ ન હતું તેથી નીચે ઉતરવું શક્ય હતું.

ત્રાટક,અર્થ અને કાયરા નીચે ઉતર્યા અને ધીમા પગલે આગળ વધતા જતા હતા.મન માં ચિંતાની ફળક હતી કે આગળ નું રસ્તો શું નવું લઈને આવશે. થોડીક વાર બાદ તે વાવ માં ખાસુ નીચે ઉતરી ગયા હતા.હોવી કદાચ પણ અહીંયાંથી પાછું જવું પણ અશક્ય લાગતું હતું.જો કે પાછો જવાનો સવાલ જ ઉત્પન્ન થતો ના હતો.આગળ વધવું તે જ તેમનો ધ્યેય હતો. ત્રાટક સૌથી આગળ ચાલતો હતો તેથી તે જાણતો હતો કે તળિયું હવે નજીક છે ઉપરાંત તેની પાસે ટોર્ચ પણ હતી તે વાવ ના તળિયે પહોંચી ગયા અને ત્યાં પાણી સહેજ પણ ના હતું એટલે સ્વપ્નછત એ દર્શવ્યા પ્રમાણે તેને ભૂગર્ભ ટાંકી જે ત્યાં વાવને તળિયે હતી તે શોધવાનો પ્રયાસ ચાલુ કર્યો ત્રણે જુદી જુદી દિશામાં તે ભૂગર્ભ ટાંકી ને શોધતા હતા.જમીન પર ધૂળ ના સ્તર ના કારણે ક્યાંય ભૂગર્ભ ટાંકી દેખાતી ના હતી અને વાવ ની નીચે અંદર ગરમી પણ બહુજ હતી.ત્રાટક અર્થ અને કાયરા ત્રણે ખૂબ થાકી ગયા હતા.ગરમી ના કારણે ગળું પણ બહુજ સુકાતું હતું. અર્થે વિચારીને પાણી ની એક બોટલ બેગ માં રાખી હતી.તે નસીબની વાત હતી કારણકે અર્થ ના બેગ માં જગ્યા નો અભાવ હોવાથી તે બોટલ લેવાનો જ ન હતો.ત્યાંજ કાયરા થાકી ને બેસી ગઈ અને અર્થે પાણી ની બોટલ કાઢી બે બહુ નાની હતી પણ ત્રણે ની તરસ છીપાવે તેટલી તો હતી. અર્થે અને ત્રાટકે પાણી પીધું અને તે કાયરા ને બોટલ આપવા જતો હતો ત્યાંજ બોટલ હાથ માંથી છટકી અને પાણી ઢડાયું જમીન પર પણ તેમણે જોયું તે ચમત્કાર હતો.પાણી ઢડાયું તે જગ્યા એ કાયરા બેઠી હતી ત્યાંજ નીચે ભૂગર્ભ ટાંકી નો રસ્તો હતો પણ ધૂળ ના કારણે તે દેખાય તેવો ના હતો.

ત્રાટક થી ખુશી માં ચિત્કાર નીકળી ગયો.તે અર્થ ને ભેટી પડ્યો.

કાયરા પણ બોલી "અરે વાહ…"

ત્રાટકે જલ્દી થી ધૂળ હટાવી અને તે ભુગર્ભ ટાંકી ખોલી અને જોયું તો તેમાં બહુજ પાણી હતું.

અર્થ જોઈને બોલ્યો "કાયરા તારે જેટલું પાણી પીવું હોય તેટલું પીલે."

કાયરા અને ત્રાટક બંને હસવા માંડ્યા.તે જાણતા હતા એ વાત હસવા જેવી સહેજ પણ ના હતી પણ મોટી મોટી તકલીફો માં નાની નાની બાબતો પર હસી નાખવું જોઈએ તેજ શીખવે છે જીવન.

હવે તો તે તકલીફ હતી કે શ્વાસ રોકીને તે ભુગર્ભ ટાંકી માં દરવાજા ને અડકવું.આ બહુજ મોટી તકલીફ હતી કારણકે પાણીમાં શ્વાસ રોકવો તે બહુજ અઘરી વસ્તુ હતી અને તે ભુગર્ભ ટાંકી ની ઊંડાઈ કેટલી હતી અને તેમાં કેટલું પાણી હતું તે બધું તો તેમાં પડી ને જ જાણી શકાય. ત્રાટક માથું ખંજવાળ તો હતો. થોડી વાર બાદ અર્થ ને એક વિચાર આવ્યો કે કોઈ એક સૌ પ્રથમ તે ભૂગર્ભ ટાંકી માં કુદી ને જોઈ લે ત્યાર બાદ કોઈ બીજું જાય તે સરળ રહેશે.

 ત્રાટક અંકલ બોલ્યા" ઠીક છે,તો હું જાઉં છું તમે અહીંયા જ રહેશો."

અર્થ અને કાયરા કહ્યું "ઠીક છે."

ત્રાટક એ પાણી ની ભૂગર્ભ ટાંકી સામે જોયું અને પછી એક ઊંડો શ્વાસ લઈને અંદર કુદયો ટોર્ચ ત્રાટક લઈ ગયો હતો અર્થે એક જૂનું લાકડું લીધું અને પછી તે લાકડું ઝડપથી સળગાવ્યું જેથી પ્રકાશ ચારે તરફ ફેલાયો.

અર્થે નીચે ટાંકી માં બૂમ મારી "ત્રાટક અંકલ ટાંકી કેટલી ઊંડી છે?"

ત્રાટક એ પાણી ની બહાર ડોકું કાઢ્યું અને ટાંકી સામાન્ય કરતા કંઈક વધુ મોટી છે પણ મને દરવાજો વ્યવસ્થિત દેખાતો નથી.

ત્રાટકે વધુ ઊંડે ગયો અને આગળ જઈને દરવાજો શોધવાનો પ્રયાસ કરતો હતો પણ ના દેખાયો એટલે શ્વાસ લેવા ઉપર આવ્યો

તેણે શ્વાસ લઈને ફરી પાછી ઊંડી છલાંગ મારી પાણી માં અને વખતે તેને વધારે સમય અંદર રહેવાનું નક્કી કર્યું તે આજુ બાજુ જોતો હતો ત્યાંજ તેની સામે એક દરવાજા જેવું કંઈક દેખાયું તેની ઉપર એક હાથ ના પંજા નું નિશાન હતું કદાચ તેની ઉપર હાથ મૂકીને જ દરવાજો ખોલવાનો હતો જેથી પાણી ઝડપથી ગાયબ થઇ જાય અને દરવાજો ખુલી જાય.

ત્રાટકે ફરી એક વાર પાણી ની ઉપર શ્વાસ લેવા આવ્યો અને જોરથી બોલ્યો "દરવાજો મળી ગયો છે હું કહું એટલે તમે નીચે આવજો."

આટલું બોલ્યા બાદ તે ફરીવાર નીચે ગયો અને દરવાજા તરફ આગળ વધતો હતો ત્યાંજ તેણે નીચે જોયું એક બહુ મોટો વીંછી નીચે તે દરવાજા નું રક્ષણ કરતો હતો. હવે ત્રાટકની પરીક્ષા હતી તે તેને કોઈ પણ ભોગે તે વીંછી ને હરાવવાનો જ હતો ત્યાંજ વીંછી તેની સામે તેને ડંખ મારવા આવ્યો વીંછી ના બને બાજુના હાથ કહી શકાય તેમ તે હાથ બહુજ પહોળા હતા.આ વીંછી સામાન્ય કરતા કંઈક વધુજ મોટો હતો.તેને ડંખ મારવા નો પ્રયાસ કર્યો ત્રાટક પાછળની તરફ જતો રહ્યો જેથી તે બચી ગયો હવે ત્રાટક બીજી વાર શ્વાસ લઈને જોરથી ગમે તેમ કરીને દરવાજે પહોંચી સૌ પ્રથમ દરવાજો ખોલવાનું વિચારતો હતો એક વાર પાણી નીકળી ગયા પછી તેને હરાવો થોડુંક સહેલું થઈ જાત.ત્રાટકે એક યુક્તિ વિચારી તે પાણી ની અંદર વીંછી ને લલચાવીને એક ખૂણામાં લઈ આવવા માંડ્યો વીંછી પણ તેને ડંખ મારવા આગળ વધવા માંડ્યો ત્યાંજ તે મોકો શોધીને વીંછીને ચકમો દીધો અને તે આગળ નીકળી ગયો અને દરવાજે હાથ મૂકી દીધો જેથી તે બધું પાણી ધીમે ધીમે થોડીકજ વારની અંદર વહી ગયું અને દરવાજો ખુલી ગયો.પણ મોટો કાળો વીંછી હજી જીવતો હતો.અર્થે જોયું કે પાણી તોબધું જતું રહ્યું છે. તેથી દરવાજો ખુલી ગયો લાગે છે પણ ત્રાટક અંકલ કેમ કંઈ બોલતા નથી તે તેમને બૂમ મારતો જ હતો ત્યાં જ ત્રાટકની બૂમ સંભળાઈ "હજી અંદર આવતા નહીં જ્યાં સુધી કહું નહીં ત્યાં સુધી અંદર ના આવતા."

અર્થ અને કાયરા એક બીજા ની સામે જોયા સિવાય કંઈ ચારો જ હતો.

ત્રાટક નીચે વીંછી સામે ઝઝુમી રહ્યો હતો.અર્થને ઉપર થી કંઈજ દેખાતું ના હતું.

વીંછી એ સામે ચાલીને એક વાર તો ત્રાટકને ડંખ માર્યો જેથી ત્રાટકને અસહ્ય પીડા થઈ અને તેમના મોઢા માંથી રાડ નીકળી ગઈ પણ અર્થ ને થયું નક્કી કંઈક તો ગડબડ છે.

તે બોલ્યો "કાયરા હું નીચે જાઉં છું.જયાં સુધી કહું નહીં ત્યાંસુધી અંદર ના આવતી."

કાયરા બોલી "નહીં અર્થ હું આવું છું."

અર્થે સમજાવતા કહ્યું " તારું અહીંયા રહેવું બહુ જરૂરી છે.તું સમજી શકે છે."

અર્થ તેટલું કહી નીચે ઊતર્યો અને તેના હાથમાં તે અગ્નિ થી પ્રગટાવેલું લાકડું હતું તે નીચે ઉતર્યો ત્યારે તેને જોયું કે ત્રાટક બહુ ખરાબ રીતે ઘવાયેલો છે અને વીંછી તેની ઉપર વાર કરવા જઈ રહ્યો છે ત્યાંજ અર્થે પાછળ થી તે અગ્નિ વાળું લાકડા થી તેની ઉપર અકધાર્યો ત્રણ થી ચાર વખત પ્રહાર કર્યો અને તે મોટા વીંછીને મારી નાખ્યો તેને જોયું અને તે તરતજ ત્રાટક ની પાસે ગયો અને જોરથી બૂમ મારી "કાયરા તું નીચે આવી શકે છે."

કાયરા પણ નીચે આવી અને તેને પણ ત્રાટકની ખરાબ હાલત જોઈ

ત્રાટકે અર્થ ને તથા કાયરા ને કહ્યું "તમે જલ્દી થી અંદર જતા રહો હું અહીંયા રહું છું કારણકે મારા એક પગ માં વીંછી ના ડંખ ના કારણે મને અસહ્ય પીડા થાય છે.તમે જલ્દી થી અહીંયાંથી અંદર પ્રોફેસર ને જેલ માંથી છોડાવીને આવો પછી આપણે ઘરે જવા નીકળી જશું "

અર્થે કહ્યું "પણ ત્રાટક અંકલ તમને આવી આવી પીડા છોડી ને અમે અંદર કંઈ રીતે જઈ શકીયે."

ત્રાટક બોલ્યો "તમે મારી ચિંતા ના કરો હું મારુ ધ્યાન રાખી લઈશ અને ચિંતા ની વાત નથી હું આ ઝેર કાઢવાનો પ્રયાસ કરું છું.મને કંઈ નહીં થાય.તમે બંને બહુ બહાદુર છો મને વિશ્વાસ છે તમે પ્રોફેસર અનંત ને જરૂર છોડાવી લાવશો."

અર્થ અને કાયરા ત્રાટકની આંખમાં આંખ પરોવીને બોલ્યા " અમે તેમને જરૂર થી છોડાવી લઈશું,બસ તમે તમારું ધ્યાન રાખજો"

અર્થ અને કાયરા બંને ધીમા પગલે અંદર ગયા.


નાનકડી એક ગુફાના રસ્તા જેવો જ અંદર રસ્તો હતો તેની ઉપર અર્થ અને કાયરા ચાલી રહ્યા અને રસ્તો પત્યો ત્યારે સામે જ એક જેલ દેખાઈ જ્યાં બહુ બધી જેલ હતી અને દરેક રૂમ માં એક જણ ને રાખેલ હતા.પણ ઘોર અંધારું હતું એટલે ત્યાં કશુંજ જ દેખાતું નહતું.જયારે ગુફાનો રસ્તો પતાવીને તેમણે આગળ ચાલવાનું શરૂ કર્યું અને પહેલી વાર થોડોક નશીબે પણ સાથ આપ્યો કારણકે ત્યાં પહેરેદારી માટે કોઈ માં હતું તે આગળ ચાલતા હતા ત્યાં વચ્ચે પહોળો રસ્તો હતો અને જેની બંને બાજુ જેલ હતી.અને તેવીજ જેલ ઉપર હતી ટૂંક માં બે માળ ની જેલ હતી અને ઉપર ચડવાનો દરવાજો આગળ થી હતો.જેલ બહુજ અંધારી અને તેની દીવાલો પણ કાળી મેલી હતી તથા જેલ માંથી ખરાબ કચરાની વાસ મારી રહી હતી.અર્થ અને કાયરાને મુશ્કેલી તે હતી કે પ્રોફેસર અનંત ને ક્યાં ગોતવા કારણકે જેલ બહુ બધી હતી શરૂઆત ની કોઈ જેલ માં કેદી દેખાતા નહતા.તે જેમ જેમ આગળ વધ્યા ત્યારે સૌથી છેલ્લે ની હરોળ માં એક કેદી દેખાયો તે જેલ ઉપર ચડવાની સીડી થી નજીક હતી.

અર્થે તે કેદી ને પૂછવાનું વિચાર્યું પણ તે તેમની વિરૂદ્ધ દિશા માં માથું રાખીને સુઈ રહ્યો હતો.

અર્થે તે જેલ ની પાસે જઈને અવાજ કર્યો અને કહ્યું " શું તમે જાગી રહ્યા છો."

થોડોક અવાજ સાંભળીને તે કેદી એ સામે વળીને સામે જોયું તે કેદીને મન માં એવું થયું કે અહીંયા આટલી વિનમ્રતા થી મને કોણ બોલી રહ્યું છે.

તે કેદી ઉભો થયો અને જેલ ના સળિયા ની પાસે આવ્યો તે ધીમા અવાજે બોલયો "કોણ છો તમે લોકો ?"

તેના કપડાં માંથી ખરાબ વાસ આવતી હતી અને તે ઘણા દિવસો થી પોતાના શરીરની સફાઈ ના કરી હોય તેવો લાગતો હતો.તેના મોં માંથી પણ ખરાબ વાસ આવી રહી હતી.

અર્થ બોલ્યો "શુ તમે જાણો છો કે પ્રોફેસર અનંત ક્યાં છે?"

તે કેદીએ આંગળી થી ઉપર તરફ ઈશારો કર્યો

અર્થ અને કાયરા ઉપર તરફ ચાલવા માંડ્યા તેમણે તે કેદી ના પ્રશ્નનો ઉત્તર આપ્યો નહીં ઉપરની જેલ પણ સરખીજ હતી પણ તફાવત એટલો હતો કે ઉપરની જેલ કેદી થી ભરેલી હતી.દરેક જેલ માં એક કેદી હતો.બીજા એક કેદી ને પૂછ્યા બાદ ખબર પડી કે પ્રોફેસર અનંત છેલ્લી જેલના પાંજરા માં છે. તે ખુશ થઈ ગયા અને તે આગળ ચાલવા માંડ્યા.

બધા જ કેદી ખૂબ ખરાબ વસ્ત્ર પહેરેલા અને રોગિષ્ટ જેવા જ દેખાતા હતા.

અર્થ અને કાયરા આખરે ત્યાં પહોંચીજ ગયા જ્યાં તેમની મંજિલ હતી.તે પ્રોફેસર અનંત ના જેલ ની સામે ઊભા હતા.

પ્રોફેસર અનંત સુતા હતા અર્થે બહાર થી નાનકડી બૂમ પાડી પણ પ્રોફેસર અનંત એ સાંભળી નહીં એટલે અર્થે નાનકડો પથ્થર લીધો અને પ્રોફેસર અનંત ને પગ ઉપર માર્યો જેથી પ્રોફેસર અનંત સફાળા બેઠા થઈ ગયા તેમને જેલ ની બહાર તરફ જોયું.અધ્યાય 27 " નવશીંગાની આઝાદી "


તેમને ખુશી નો પાર ન રહયો અને તે બોલ્યા "શું તુજ વાસ્તવિકતા માંથી મને બચાવવા આવેલો છોકરો છું?" પ્રોફેસરને જોઈ ને અર્થ અને કાયરા પણ ખુશ થયા તેમણે જોયું ત્યારે ખબર પડી કે પ્રોફેસર હજી પણ તંદુરસ્ત લાગતા હતા.તેમની ઊંચાઈ મધ્યમ હતી અને તેમની દાઢી તથા મૂછો વધી ગયેલી હતી તેમની આટલી ઉંમર હતી પણ છતાં તેમનાં હાવ ભાવ પર થી લાગ્તું ના હતું કે તે ઉંમરલાયક હશે.

અર્થે હા પાડી પણ તે વિચારમાં પડી ગયો પણ તેમને કેવી રીતે ખબર પડી કે તે વાસ્તવિકતા માંથી આવ્યો છે.

તેનાથી રહેવાયું નહીં અને તેણે સવાલ પૂછી લીધો આજ સવાલ કાયરા એ પણ પુછ્યો.

પ્રોફેસર અનંતે કહ્યું

 "તે હું તમને બાદ માં બતાવીશ પહેલાં મને અહીંયાંથી જલ્દીથી બહાર કાઢો હું ખૂબ કંટાળી ગયો છું."

અર્થે કહ્યું " હા પણ અમે તમને જેલની બહાર કેવી રીતે કાઢશું.?"

આ જેલ ની ઉપર એક કાચની માટલી જેવું કંઈક મૂક્યું હશે તે ખૂબ ઊંડે હશે તું તેને તોડી નાખ પછી જાદુઈમોજા મને આપી દે હું જેલ ખોલી દઈશ.

અર્થે કહ્યું " ઠીક છે તેને તે જેલ ની ઉપરની નાનકડી બખોલ માં કાચની માટલી જોઈ અને તેને તોડવા નો પ્રયાસ કરી રહ્યો હતો.

પણ બે વખત નિષ્ફળ ગયો.

કાયરા એ અર્થ ને દિલાસો આપતા કહ્યું " તું થાકી ગયો છે અર્થ એટલે તું બરોબર ધ્યાન નહીં પરોવી શકે.હું પ્રયાસ કરું છું."

કાયરા એ બરોબર આંખો બંધ કરીને ધ્યાન ધર્યું અને તે મોજાની મદદ થી તે દૂર રહેલી કાચની માટલી તોડી નાખી.

પ્રો.અનંત એ કહ્યું "શાબાશ બેટા તું કોણ છે?"

કાયરા એ કહ્યું "હું અર્થ ની મિત્ર છું."

પ્રો અનંત એ કહ્યું "તું બહુ જ બહાદુર છો તમે બંને બહુજ બહાદુર છો મને આવા છોકરાઓ ઉપર ગર્વ છે. અર્થ તું મને જલ્દી થી તારા મોજા આપ."

અર્થે મોજા આપ્યાં એટલે પ્રોફેસર અર્થે તેમને નીકળવા માટે થોડી જગ્યા થાય એટલો દરવાજો જાદુઈ મોજાની મદદ થી તોડી નાખ્યો અને તે બહાર નીકળી ગયા જતી વખતે તેમની જેલ માંથી એક નાનકડી થેલી લઈ લીધી અને જતી પહેલા જેલને છેલ્લીવાર નિહાળી લીધી. તે ત્રણે નીચે ઉત્તરતા હતા ત્યારે અર્થે સવાલ પૂછ્યો "આ બધા બીજા કેદી કોણ છે.?"

"તે સર્વે મહાન જાદુગર તથા તે બધાજ તે માણસો છે જે આ દુનિયા નું ભલું ઈચ્છે છે આપણે તેમને પણ છોડાવવા ના છે પણ અત્યારે નહીં ચોક્કસ સમય પર."

"આપને તથા આ સર્વે જાદુગરો ને અહીંયા જેલ માં કોણે રાખ્યા છે.શુ તે કોઈ દુશ્મન છે?,શુ તે કોઈ સ્કુલ નો માણસ છે?"

"હા,તે દુશ્મન છે અને તે સ્કુલનો માણસ છે પણ અત્યારે આપણું અહીંયાંથી જલ્દી જવું ઠીક રહેશે નહીતો બહુ મોટી સમસ્યા ઉભી થઇ જશે.હું તારા દરેક સવાલો જાણું છું પણ હું અત્યારે તને અને મને તથા આ તારી મિત્ર ને સુરક્ષિત જોવા ઈચ્છું છું."

"તમારી વાત સાચી છે પ્રોફેસર,આપણે ત્રાટક અંકલ ને પણ બચાવવા ના છે તે આપણી રાહ જોતા હશે."

પ્રોફેસર અનંત,અર્થ અને કાયરા જલ્દીથી ત્રાટક પાસે પહોંચયા ત્રાટક ત્યાંજ બેટજો હતો તેને અસહ્ય પીડા થતી હતી.

અર્થે કહયું ત્રાટક અંકલ આ મોટા વીંછી સાથે લડતાં ઘવાયા હતા.તેમને પગમાં વીંછી આ ડંખ માર્યો હતો.

પ્રોફેસર અનંત એ જલ્દી થી તેમની એક નાનકડી થેલી માંથી નાનકડી કાચની બોટલ કાઢી તેમાં ઔષધિ હતી તે ત્રાટક ને આપી

" આભાર તમારો પ્રોફેસર "

ઔષધિ લીધા બાદ બહાર નીકળ વાના રસ્તા તરફ ગયા અને જ્યાંથી આવ્યા હતા ત્યાંથી તેમાંથી બહાર નીકળી ગયા ત્રાટક ને બહુ પીડા થતી હતી પણ એક વાર હિંમત કરીને બહાર નીકળવું બહુ જરૂરી હતું.

જયારે ચારેય જણને બહાર નીકળવા માટેની મોટી સમસ્યા હતી નવશીંગા નું પાંજરું. પ્રોફેસર અનંત એ તે પાંજરા માંથી ડોકું કાઢયુ અને જોયું ત્યારે તે જાગતો હતો.ત્રાટક નો એક પગ લંગડાતો હતો તેથી તેને બહાર કાઢવો થોડું મુશ્કેલ હતું.

 અર્થે પ્રો.અનંત ને કહ્યું "શું આપણે તેની ઉપર જાદુથી બેહોશ કરીને આસાનીથી બહાર નીકળી જઈ શકીયે છીએ?"

પ્રો.અનંત એ કહ્યું" પણ તે ખોટું છે અબોલ જીવ ને આ રીતે પોતાના વશમાં કરવું તે આપણી કાલ્પનિકતા ની દુનિયાના નિયમ ની વિરૂદ્ધ છે અને આમ પણ નવશીંગા ની સાચી જગ્યા આ નથી."

કાયરા એ કહ્યું "તો શું આપણે તેને છોડાવી દઈએ તો તે અહીંયાંથી જતો રહેશે અને આપણે પણ આસાની થી જતા રહેશું."

પ્રો.અનંત "હા, અહીંયાંથી શહેર નો વિસ્તાર પણ દૂર છે તેથી જાન હાનિ ની પણ ચિંતા નહીં રહે તે અહીંયાથી પાછળ જંગલ તરફ જતો રહેશે.

પ્રો.અનંત તે ભૂગર્ભ ટાંકી માંથી બહાર નીકળ્યા તેમણે ત્રાટક ના મોજા પહેર્યા હતા. તેમણે તે જેલ ના સળિયા જાદુઈ મોજા ની મદદ થી તોડી નાખ્યા અને તેમણે નવશીંગા ને ઉશ્કેર્યો અને તેને બહાર તરફ દોર્યો. તેથી તે પ્રોફેસર અનંત ને પકડવા માટે બહાર આવી ગયો.તેણે જોરજોર ગર્જના કરવા માંડ્યો પ્રોફેસર અનંત એ વનવિહાર ના દરવાજા તરફ દોડ્યા અને ઝડપથી વૃદ્ધ દાદા ને અહીંયાંથી ભાગી જવા કહ્યું કારણકે તેમણે નવશીંગા ને છોડાવ્યો હતો.વૃદ્ધ દાદા પ્રો.અનંત ને જોઈને ખૂબખુશ થયા પણ આ સમય ખુશી વ્યકત કરવાનો ના હતો.જો ખુશી વ્યકત કરવાજાત તો બંને નો જીવ ખતરામાં મુકાઈ જાત.વૃદ્ધ દાદા પોતાની કોઈ સુરક્ષિત જગ્યા એ જતા રહ્યા.અર્થ અને ત્રાટક અને કાયરા પાછળ થી આવતા હતા તેમની માટે રસ્તો સાફ થઈ ગયો હતો બીજા કોઈને નવશીંગા ના છૂટવા ની ખબર પડે તે પહેલાં તે જાદુઈકાર માં ઉડીને જતા રહ્યા.ત્યારબાદ નવશીંગા એ તો પોતાનો રસ્તો કરી લીધો હતો તે અબોલ પ્રાણી પોતાની આઝાદીને વળગી ગયું તે પાછળ ના જંગલ માં જતો રહ્યો.અધ્યાય 28 "ખુલાસો અને અંત "


છતાંય હજી વાતો સાંભળવાની બાકી હતી તે વાતો હતી પ્રો.અનંત ની કારણકે હજી તેમણે બધી વાતો નો ખુલાસો સ્પષ્ટ રીતે નહોતો કર્યો.

અર્થે તથા સર્વે ઘરે પહોંચી ગયા.આખરે જે કામ માટે ગયા હતા તે કામમાં સફળતા મળી તેનો આનંદ હતો.પ્રો.અનંત ને પણ ખૂબ આનંદ હતો કારણકે તે દશ વર્ષ બાદ કેદ માંથી છૂટ્યા હતા.વાહ શુ અદભુત દિવસ ઉગવાનો હતો.

કારણકે ઘરે પહોંચ્યા ત્યારે હજી દિવસ ની શરૂઆત થવાની હતી એક નવા દિવસની.

અર્થે ઘરે પહોંચ્યા બાદ પ્રો.અનંત ને પોતાની વાર્તા જણાવવા કહ્યું.

પ્રો.અનંત એ વાત ની શરૂઆત કરતા કહ્યું જયારે રૂમમાં માત્ર ચાર જણ જ હાજર હતા.કારણકે કોઈ ને હજી ખબર ના હતી કે પ્રો.અનંત જીવિત છે અને સહી સલામત છે.

"સૌ પ્રથમ તો હું તમને ત્રણેય ને તમારી બહાદુરી અને તમારી હિમંત ને સલામ કરું છું.તમારા ત્રણેય નો ખુબ આભાર મને કેદ માંથી છોડાવવા બદલ.આ વાત ની શરૂઆત ત્યાંથી થઈ હતી.જ્યારે વર્ષો એટલે કે દશ વર્ષ પહેલા મેડમ વિદ્યાભારતી એ ભવિષ્યવાણી કરી હતી કે ફરીથી કાલ્પનિકતાની દુનિયા ખતરામાં છે કોઈ અજાણ્યું માણસ ફરીથી આ દુનિયામાં પોતાનું વર્ચસ્વ જમાવવાની કોશિષ કરશે. ત્યારે હું આ પ્રાંત માં નહીં પણ બીજા પ્રાંત માં રહેતો હતો પણ મેં મારા બે વિશ્વાસુ માણસ એક પર્વત પર જયાં કાલ્પનિકતા ની દુનિયાના ઇષ્ટદેવ ની છબી છે ત્યાં મોકલ્યા હતા.પણ મને જાણવા મળ્યું કે કોઈએ તેમને કેદ માં પુરી દીધા છે.તેથી હું તેમને શોધવા અહીંયા આવ્યો અને મેં શોધખોડ શરૂ કરી તથા મને તમારી સ્કુલમાં પ્રોફેસર માટે ની પદવી મળી સ્કુલ નામાંકિત હતી તેથી મેં તેને સ્વીકારી તે સમય માં પણ પ્રો.અલાઈવ સ્કુલનાં પ્રિન્સિપાલ તથા પ્રાંત પ્રમુખ હતા.મારી તેમની સાથે સારી બનતી હતી અને તે મારા દોસ્ત જેવા બની ગયા હતા.તથા મારા બીજા સ્કુલનાં સૌથી સારા દોસ્ત હતા તે વનવિહાર ના ચોકીદાર વૃદ્ધદાદા હું તેમને ઘણી વાતો જણાવતો હતો.એક વખત જયારે મેં મારી ઈચ્છાઓ મારી પોતાની બુકમાં લખી હતી એક પહેલી સ્વરૂપે તેની માત્ર ચોકીદાર વૃદ્ધનેજ ખબર હતી પણ કોણ જાણે તે વાત પ્રિન્સિપાલ અલાઈવને ખબર પડી ગઈ અને હું જાણતો ના હતો કે તે એક દુષ્ટ જાદુગર ના સેવક છે.તેમણે મને મારી ઈચ્છા સુધી પહોચતો અટકાવવા માટે મને મારવાના પ્રયાસો કર્યા ત્યારે હું સમજી ગયો હતો કે મારે જીવ ખતરા માં છે.તે સમયે એક વખત હું મેડમ વિદ્યાભારતી ને મળ્યો તેમને મને જણાવ્યું હતું કે એક પંદર વર્ષ નો છોકરો આવશે જે તને તારા સર્વે મુસીબતો માંથી મુકિત અપાવશે મને તેમની ભવિષ્યવાણી પર વિશ્વાસ હતો.જે આજે સાચો પણ ઠર્યો. તે પછીજ થોડા દિવસો બાદ મારુ અપહરણ થઈ ગયું અને અમે અપહરણ કરતા એક સ્ત્રી જોઈ ગઈ હતી મને લાગે છે કે પ્રિન્સિપાલ અલાઈવે તેને પણ મારી નાખી હશે."

ત્રાટક વચ્ચે વાત કરતા કહ્યું "તે મારી જ પત્ની હતી. જેને પ્રિન્સિપાલ અલાઈવે મારી નાખી કારણકે મૃત્યુ પહેલા તેને મને કહ્યું હતું કે કોઈ બહુ મોટા જાદુગરની ખબર છે આપણે તે ખબર વેંચીશુ તો સારા એવા રૂપિયા મળશે."

પ્રો.અનંત એ અધૂરી વાત આગળ વધારતા કહ્યું કે "મને ખેદ છે ત્રાટક.ત્યારબાદ અમને એક બીજી કેદ માં લઇ ગયા હતા ત્યાં અમે પાંચ વર્ષ જેવુ રહ્યા હશું ત્યારબાદ આ જે કેદ માંથી હું છૂટ્યો તે કેદમાં પાંચ વર્ષ થી રહેતો હતો.પ્રિન્સિપાલ અલાઈવે આ ઉપરાંત જે પણ જાદુગર સમયચક્ર કે બધા પ્રાંત નો રાજા બનવા ઈચ્છતા દરેક મહાન જાદુગરને બંધી બનાવી લીધા.તેમણે એક નવી તરકીબ શોધી તે હતી કે તે જાદુઈ કેદ તમને એવી જાદુઈ કેદ બનાવી જેથી દરેક જાદુગરની શકિતને એક કાચની માટલી માં બંધ કરીદીધી અને તે તેની મદદ થી તેમના માલિક ને શકિત પુરી પાડતા હતા અને તે વધારે મજબૂત બનતા જતા હતા. તેથી મેં તમને સૌ પ્રથમ તે કાચની માટલી તોડવા કહ્યું. ત્યાં રહેલા દરેક જાદુગર ને છોડાવશું તો તેમનો માલિક શકિત રહિત થઈ જશે.પણ મને તે ખબર ના પડી કે તમને આટલી નીચે જેલ છે તે ખબર કેવી રીતે પડી?"

અર્થે કહ્યું એક સ્વપ્નછત ના લીધે

પ્રો.અનંત બોલ્યા "શું તે સ્વપ્ન છત હજી છે?"

અર્થે કહ્યું "હા,પણ તમે તે સ્વપ્નછત વિશે કંઈ રીતે જાણો છો?"

"કારણકે તે મેજ બનાવી છે અને તે મારુ ઘર છે.હું મેડમ વિદ્યાભારતી નો આભાર માનું તેટલો ઓછો છે.કારણકે તે સ્વપનછત બનવાનું મને તેમણે જ કહ્યું હતું તે ઘટના ના એક વર્ષ પહેલાં ત્યારે હું પણ આશ્ચર્યચકિત હતો તેમણે મને એવું કેમ કહ્યું પણ આજ મને ખબર પડી હું તેમનો બહુજ આભારી છું તે ઘર પણ મારું છે."

અર્થે એક છેલ્લો સવાલ પૂછ્યો કે "મને જે સ્વપ્ન આવતા હતા.તેનું રહસ્ય શું હતું તમે તો જેલ માં હતા તો પછી મને સ્વપ્ન કેમ આવતા હતા?"

પ્રો.અનંત ખુશ થઈ ને બોલ્યા "હવે તે કંઈક તારા લાયક સવાલ પૂછ્યો છે હું તેનો જવાબ અવશ્ય દઈશ. શું તારી પાસે તે મારી આત્મકથા પડી છે? શું તું મને તે આપીશ?"

અર્થ કહ્યું "હા કેમ નહીં "

તેણે પ્રો. અનંત ને તેમની આત્મકથા આપી પ્રો.અનંત એ તે આત્મકથા ખોલી અને તેમણે તે પેજ કાઢ્યું જેની ઉપર લોહીના ડાઘ હતા.

પછી તેમણે કહ્યું "દરેક મહાન જાદુગર પાસે પોતપોતાની એક નવીન રીત હોય છે જેમ પ્રિન્સિપાલ અલાઈવ ના માલિક પાસે બધાંની શકિત ભેગી કરીને કંઈ પણ કરી શકે છે તેવીજ રીતે મારી પાસે પણ એક રીત હતી જેની મદદથી હું કોઈના પણ સ્વપ્નમાં આવી શકું છું. આ લોહીના ડાઘ તે સુચવતા હતા કે આ આત્મકથા જાદુઈ છે.તે જેની પાસે પણ હોય તેના સ્વપ્ન માં હું પ્રવેશી શકતો પણ મારી શકિત છીનવી લીધી હોવા થી હું તને તે નહોતો કહી શક્યો જે મારે કહેવું જોઈએ. પહેલા તે દુકાનદાર પાસે હતી તો ત્યાં સુધી હું તેના સ્વપ્ન માં આવતો અને તેને કોઈ વાસ્તવિકતા ના બાળક ને આ આત્મકથા આપવા કહેતો જેવું તેણે કર્યું"

અર્થે ફરીથી પૂછ્યું "શું પ્રિન્સિપાલ અલાઈવ એ વિનાશ ના સેવક છે?"

પ્રો.અનંત એ જવાબ દેતા કહ્યું "કદાચ હોત મને તેવુજ હતું પણ હકીકત કંઈક જુદી છે."

અર્થે બોલ્યો "તો.."

પ્રો.અનંત જવાબ દેતા કહ્યું " શું તમે તેમની સાથે કોઈ કાળા કપડાં પહેરેલા માણસ ને જોયા છે?"

અર્થે કહ્યું "હા, પણ તેમનું મોઢું નથી જોયું"

પ્રો.અનંત વાત નો અંત લાવતા કહ્યું "તે જ તેમનો માલિક છે અને તેનું નામ રૂપક છે.તે વર્ષો પહેલા ક્યાંક ગાયબ થઈ ગયો હતો.તે જીવિત છે."

ત્રાટકે કહ્યું "રૂપક જીવિત છે."

પ્રો.અનંતે કહ્યું "હા, તે જીવિત છે અને તે કાલ્પનિકતાની દુનિયા અને સમયચક્ર મેળવવા માંગે છે.


અર્થે કહ્યું "સવાર પડી ગઈ છે આજે એક નવી સવાર છે આપણે ચાહિયે તો તેને તેવું કરતા રોકી શકીએ છીએ આપણે અત્યારે જ જાદુઈન્યાય વિભાગ માં જઈને તે તમામ અપરાધીને સજા અપાવી શકીએ છીએ"

ત્રાટક કાયરા અને પ્રો.અનંત એક સાથે બોલ્યા "તારો વિચાર એકદમ બરોબર છે."

અર્થે ઉત્સાહ સાથે કીધું "તો પછી આપણે કોની રાહ જોઈએ છીએ આપણે જવું જોઈએ."

ત્યારબાદ શું થયું તે તો ખૂબ અદભુત હતું બીજા દિવસે પ્રો.અનંત અને ત્રાટક, કાયરા અને અર્થ કાલ્પનિકતાની દુનિયા ના હીરો બની ગયા.પ્રિન્સિપાલ અલાઈવ ને જેલ ભેગા કરવામાં આવ્યા રૂપક પાછો ફર્યો છે તેનું કોઈ સબૂત મળ્યું નહીં તે વાત માનવાની ન્યાયાલયે ઇનકાર કર્યો કારણકે તે ભાગી ગયો હતો પણ અર્થ અને પ્રો.અનંત તથા ત્રાટક,કાયરા જાણતા હતા તે જીવિત છે જે ચિંતા નો વિષય હતો.સ્કુલ એક વાર ફરી શરૂ કરવામાં આવી એક નવા ઉત્સાહ સાથે પ્રિન્સિપાલ નો દરજ્જો પ્રો અનંત ને આપવા માં આવ્યો અને પ્રાંત પ્રમુખ તરીકે પણ તેમણે પ્રિન્સિપાલ અલાઈવ ની જગ્યા લીધી.વિનાશ ના અત્યાચારો બંધ થઈ ગયા કારણકે તેની સાથે સુલેહ કરવામાં આવી પણ સૌ કોઈ જાણતું હતું તે ચૂપ નથી બેસવાનો.

આ બધું થયા બાદ જીવન શાંતિ થી ચાલતું હતું અને તેની ખુશી માં પ્રો.અનંત એ એક દરિયાકિનારે પાર્ટી રાખી હતી.ત્યારે પાર્ટી માં સૌ કોઈ આવ્યા હતા જેમ કે કરણ તેના માતા-પિતા,વરીના,સ્મૃતિ ત્રાટક અને બીજા ઘણા જે અર્થ તથા ત્રાટકના નજીક ના દોસ્ત હતા. ત્યારે અર્થ દરિયાની નજીક જઈને એક પથ્થર ઉપર બેઠો હતો અને કંઈક વિચારતો હતો.ત્યારે પાછળ થી બે હાથ બંને ખભે અડ્યા ત્યારે પાછું વળીને જોયું તો પ્રો અનંત અને ત્રાટક હતા.

તેમણે કહ્યું "વાસ્તવિકતા ની દુનિયા ની યાદ આવે છે?શું તું ત્યાં પાછો જવા માંગે છે.?"

અર્થે માથું નકાર માં હલાવતા કહ્યું "યાદ આવે છે પણ હું ત્યાં જવા નથી માંગતો.અને આમ પણ હું ચાહું તો પણ ના જઈ શકું"

ત્રાટક અને પ્રો.અનંત એ કારણ પૂછ્યું "તેવું કેમ?"

અર્થે હસીને કહ્યું "મેં સ્વપ્નછત પાસે વાસ્તવિકતા ને મૂકી દીધી હતી."

ત્રાટકે અને પ્રો.અનંત એ બંને ખભે હાથ મૂકી ને કહ્યું "તું બહુજ હોશિયાર તથા ભોળા હૃદય નો છે તારે હજી કેટલાય પરાક્રમો કરવાના છે. ચાલ બધા મિત્રો તારી વિશે પુછે છે."

પ્રો.અનંત,અર્થ અને ત્રાટક ત્રણે એકબીજાનો હાથ પકડીને પાછા જાય છે અને એક નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama