એક અનોખું મિલન
એક અનોખું મિલન
પાયલ જ્યારે કોલેજમાં આવી ત્યારે તેની અમુક સખીઓ બીજા ક્ષેત્રોમાં અભ્યાસ કરતી હતી. એટલે બધાની કોલેજ પણ અલગ અલગ, તો બધી બહેપણીઓ મોબાઇલ અને ઈન્ટરનેટ કનેક્શનથી જ કોન્ટેક્ટમાં હતાં. તેની અમુક સખીઓ બોયફ્રેન્ડ સાથે જલસા કરતી હતી એટલે લેક્ચર બંક કરવાનાં, ભણવા પર ધ્યાન ન આપવું, પરિમલ ગાર્ડન - રિવર ફ્રન્ટ - કાંકરિયા બધે રખડવાનો એ લોકોનો આગવો શોખ હતો. પાયલને પણ ઘણી વાર કહેતાં કે તું પણ બોયફ્રન્ડ બનાય, ભણવામાં કશું જ રાખ્યું નથી.
પાયલ આ બધી બાબતો પર ધ્યાન આપવું જરૂરી નતું લાગતું એટલે તે હમેશાં તેના ભણવામાં અને એની કળાઓ ઉપર જ વધારે ધ્યાન આપતી હતી. તેને એવું નહોતું કે છોકરાઓ સાથે વાત જ નહી કરવાની, પરંતુ તેનાં કોન્ટેક્ટમાં પણ તેના શાળાના છોકરાઓનો કોન્ટેક્ટ હતો. એવામાં અચાનક તેને નવી કવિતા લખવાનું સૂઝ્યું. પણ પાયલ ને એ નવી કવિતા માટે શીર્ષક જ નહોતું મળતું. ત્યારે બીજી બાજુ એક સહેલીના બીજા ફ્રેન્ડ પાસેથી વાત વાતમાં શીર્ષક મળ્યું. પાયલ એ એને આભાર કહ્યું અને વાત પૂરી કરી.
એનાં થોડાક સમય પછી તેનું ભણવાનું પત્યું અને તેણે સારી નોકરી મેળવી. અને એનાં પરિવારના સભ્યોએ એનાં લગ્ન નકકી કરી દીધાં. પાયલ એવી છોકરી હતી કે જેને પોતાની મરજી માટે બોલતાં જ નહોતું આવડતું. પરંતુ તેની ઈચ્છા હમેશાં માટે રહી હતી કે એને એની જ સિરિયલનો કિરદાર જેવો પતિ મળે. પાયલનાં પતિનું નામ પણ દેવ હતું જે નામ એણે પોતાની પસંદગીની સિરિયલમાં સાંભળ્યું હતું.
અને મજાની વાત તો એ છે કે જેવું પાયલે ધાર્યું હતું તેવી જ તેની પ્રેમકહાની બની.
દેવ અને પાયલ એક અનોખું મિલન !
