Click here to enter the darkness of a criminal mind. Use Coupon Code "GMSM100" & get Rs.100 OFF
Click here to enter the darkness of a criminal mind. Use Coupon Code "GMSM100" & get Rs.100 OFF

Hardik Devmurari

Inspirational Others


4.6  

Hardik Devmurari

Inspirational Others


એડોલ્ફ હિટલર

એડોલ્ફ હિટલર

10 mins 1.3K 10 mins 1.3K

એડોલ્ફ હિટલરનો જન્મ ૨૦ એપ્રિલ, ૧૮૮૯ ના રોજ થયો હતો. યુરોપમાં આવેલો ઓસ્ટ્રિયા દેશ અને તેમાં ઈંન નદીના કાંઠે આવેલું ગામ- બ્રોનો. હિટલરના જન્મ સમયે, તેની માતા ૨૭ વર્ષની અને તેના પિતાની ત્રીજી પત્ની હતી.

શાળાના સમયથી જ તે ખૂબ જ તેજસ્વી અને અને મહત્વાકાંક્ષી હતો, જાણે કે કોઈ નેતા બનવાને જ જન્મ લીધો હોય એમ. નાનપણથી જ તેને એકાંત પસંદ હતું. ઘણી વાર તે પોતાના ઘર નજીક આવેલી એક ટેકરી પર ચડી જતો અને ત્યાંથી જ લોકસભામાં ભાગીદારી લેતો, હંમેશા ઊંચેથી જ !

તેના પિતા, કસ્ટમ ડ્યૂટીમાં કામ કરતા હતા, અને ઈચ્છા હતી કે પુત્ર પણ તે સર્વિસમાં જ જોડાય. પણ હિટલરને બીજા બધા વિષયો કરતા ફક્ત ત્રણ જ વિષયોમાં રસ હતો- ચિત્રકલા, ભૂગોળ અને ઇતિહાસ. જયારે તે યુવાન થયો ત્યારે તેના માતા અને પિતાનું મૃત્યુ થયું. તેની પાસે ફક્ત થોડાક જ પૈસા હતા જેનાથી તેના માતાની સ્મશાન યાત્રા થઇ શકી ! આ મુશ્કેલીઓને પહોંચી વળવા, તે પાટનગર વિએનામાં આવ્યો. પોતાની ચિત્રકલાની આવડતને અજમાવવાનો પ્રયત્ન કર્યો, પણ ત્યાંની આર્ટ અકાદમી એ પણ તેને નકારી કાઢ્યો.

પોતાનું ગુજરાન ચલાવવા માટે તેણે બીજા કામો શરુ કર્યા, જેમાં બે મહત્વના હતા- મજૂરીકામ અને ફ્રી ટાઈમમાં ચિત્રો અને વૉટરકલર બનાવી તેનું વેંચાણ કરવું મજૂરીકામ કરતા, તેનું ધ્યાન સમાજમાં રહેલી મુશ્કેલીઓ તરફ દોરાયું. યહૂદીઓ અને જર્મન પ્રજાના બે વિરોધાભાસ અને સમાજમાં રહેલી ઊંચનીંચતા સામે તેનો રોષ વધ્યો. આ સમયે જ તે ઘણા એવા બીજા રાજકારણી મિત્રો અને સંસ્થાઓના સંપર્કમાં આવ્યો. સમાજમાં રહેલા દુષણો સામે લડવાનો આ એક માત્ર માર્ગ જણાતા, તેણે પણ રાજનીતિમાં રસ લેવાનું શરુ કર્યું. તેણે રાજનીતિનો અભ્યાસ કર્યો, પુસ્તકો વાંચ્યા, અને કલાકો સુધી બીજા મિત્રો સાથે ચર્ચા-વિચારણા શરુ કરી. પોતાના પિતાની બચેલી થોડીક જમીનમાંથી તેણે થોડા રૂપિયા મળતા હતા, જે પોતે પોતાની બહેનને મોકલાવી દેતો. તેને ધીરે ધીરે સમજાવા લાગ્યું, કે સમાજમાં દુષણોનું કારણ સંસ્કૃતિ કે ધર્મ નથી પણ જર્મન અને યહૂદી લોકોનો ભેદભાવ છે. આ સમય દરમિયાન પણ તેણે પોતાની ચિત્રકલા તો ચાલુ જ રાખી. તે ચિત્રો દોરતો અને તેને વેંચીને થોડીઘણી કમાણી કરતો. આજે પણ તેમાંના કેટલાક અસલી ચિત્રો હયાત છે અને ખૂબ ઊંચી કિંમતે વેંચાય પણ છે.

૨૦ વર્ષની ઉંમરે તેણે વિએના છોડ્યું અને ૧૯૧૨માં મ્યુનિક ગયો. પોતાના જર્મન પ્રજા તરફના વલણ અને વિચારોથી પ્રભાવિત થઇ લોકપ્રિય બન્યો. હિટલરના કહેવા પ્રમાણે તેના મ્યુનિકના દિવસો, "ખુબ જ સુખદ ને સંતોષકારક હતા." ઓગસ્ટ ૩, ૧૯૧૪ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઇ. હિટલરે તત્કાલીન રાજા, લુડવિગ ને પત્ર લખ્યો અને પોતાને બેવરિયન લશ્કરમાં જોડાવા માટેની માંગણી કરી. બીજા જ દિવસે તેને પરવાનગી અપાઈ. અને તે લશ્કરમાં જોડાયો.

તેણે પોતાના જીવનનું પહેલું યુદ્ધ ૨૭ ઓક્ટોબર, ૧૯૧૪ ના રોજ લડયું હતું. તેના સાહસ અને પરાક્રમના પ્રભાવના કારણે તેને, ઇનામ મળ્યું હતું.

આમ છતાં, તે હંમેશા કહેતો કે એક અદ્રશ્ય અને અનામી શક્તિ જર્મનીની અંદર છે, જે બાહ્ય દુશ્મનો કરતા પણ ભયાનક છે. તેનો ઈશારો યહૂદી લોકો તરફ હતો. તે સેનામાં હતો છતાં પણ યહૂદી અફસરોને સલામ કરવાની ના પાડી દીધી હતી.

૧૪ ઓક્ટોબર, ૧૯૧૮ ના રોજ તેના પર બ્રિટિશરો દ્વારા મસ્ટાર્ડ ગેસનો હુમલો થયો. સારવાર અર્થે તેને હોસ્પિટલમાં ખસેડાયો અને અંદાજે ૧ મહિનો ત્યાં પસાર કર્યો. ત્યારબાદ તેણે મ્યુનિકમાં 'રિસર્વ સોલ્જર રેજિમેન્ટ' ને જોઈન કરી. પોતાના રાજનૈતિક અભ્યાસ અને વિએનામાં રહેલા સંપર્કોનો ઉપયોગ કરી તેણે સેનામાં "રાજનૈતિક સલાહકાર" નું પદ હાંસલ કર્યું.

સપ્ટેમ્બર ૧૯૧૯,માં તેને 'જર્મન વર્કર્સ પાર્ટી' માં આવવાનું આમંત્રણ મળ્યું. પોતાના ધારદાર વક્તવ્યના કારણે ખુબ જ પ્રશંસા મળી. ફળસ્વરૂપે તેને પાર્ટીમાં જોડાવવાનું નિમંત્રણ મળ્યું અને તેને સ્વીકારતા તે પાર્ટીનો સદસ્ય બન્યો. અદભુત સફળતાનાં કારણે પાર્ટી નું નામ બદલવામાં આવ્યું અને પડ્યું- 'નેશનલ સોશ્યલીસ્ટ જર્મન વર્કર્સ પાર્ટી' અને સફળતાનો શ્રેય ગયો, એડોલ્ફ હિટલરને. તે ખુબજ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતો હતો. કહેવાય છે કે લોકો તેના ભાષણોથી ભાવવિભોર થઈને રોઈ પડતા હતા. અને જયારે આવી એકતાની લાગણી લોકોમાં જાગતી, ત્યારે તે ફક્ત ત્રણ શબ્દોની બૂમો પાડતો,-"જર્મની ! જર્મની ! જર્મની !"

પ્રથમ વિશ્વયુદ્ધમાં થયેલી વર્સેલ્સની સંધી મુજબ જર્મની અને તેના મિત્ર રાષ્ટ્રો એ આશરે, ૯,૪૧,૭૬૦ કરોડ રૂપિયાનું દેવું ચૂકવવાનું થતું હતું. આ કારણોસર ઈ.સ ૧૯૨૩માં જર્મનીમાં ભારે માત્રામાં આર્થિક મુશ્કેલીઓ વધી. અને આથી લોકોનો યહૂદીઓ પ્રત્યેનો રોષ વધતા હિટલરની ચળવળને આધાર મળ્યો. એટલું જ નહિ, પણ સેનાના ઉચ્ચ પદાધિકારીઓ જેવા કે, કૅપ્ટન ગોરિંગ, કૅપ્ટન રોમ, આલ્ફ્રેડ રોસેનબર્ગ અને જનરલ લુન્ડેનડોર્ફની સહાય પણ મળી. નવેમ્બર ૮ના રોજ હિટલર અને તેના સાથીઓએ મ્યુનિકમાં ચાલી રહેલી એક ઉચ્ચ કક્ષાની મિટિંગમાં હુમલો કર્યો અને યહૂદીઓને ધમકી આપી, "નાઝી સરકાર સ્થપાઈ ગઈ છે. તમે કાં તો મારી સાથે મળીને લડી શકો છો અથવા અત્યારેજ મરી શકો છો".

માર્ચ ૧૯૨૪માં આ ચળવળ માટે હિટલર સામે કોર્ટમાં કેસ શરુ થયો. પરંતુ ત્યાં પણ, હિટલરના તેજ્દાર જવાબોથી પુરી અદાલત ગુંજી ઉઠી. લોકોમાં હિટલર પ્રત્યેના આવા ઉત્સાહને જોઈને ન્યાયાધીશ પણ તેની વિરુદ્ધમાં ચુકાદો આપવા માટે ડરી ગયા. ચુકાદો તેની તરફેણમાં આવ્યો. તેના સાથીઓ, જેમણે સેનામાંથી ઉચ્ચ પદોને ગુમાવ્યા હતા, તે તેમને પાછા મળ્યા. હિટલરે બધો દોષ આર્મીના એક અફસર જનરલ વોન લોસોવ પર ઢોળ્યો. આ ઘટનાથી જનરલ પોતે એટલો ડરી ગયો કે તે તુરંત જ કોર્ટમાંથી બહાર નીકળી ગયો અને પાછું વળી જોવાની હિમ્મત પણ ના કરી શક્યો !

પોતાના જેલવાસ દરમિયાન હિટલરને "જનરલ"નું બિરુદ મળ્યું અને એ જ સમયે તેણે પોતાની આત્મકથા લખવાનું શરુ કર્યું, જેનું નામ છે-'મેં કોમ્પફ' અર્થાત- ‘મારો સંઘર્ષ.’

તે આર્મી અને શક્તિશાળી લોકોમાં માનતો હતો. તે હંમેશા કહેતો,"જયારે પણ આપણે શક્તિશાળી અને નબળા માણસો વચ્ચે પસંદગી કરવાની થાય, ત્યારે હંમેશા શક્તિશાળી માણસો સાથે જોડાવું જોઈએ."

એડોલ્ફ હિટલરને કોર્ટમાં અગાઉ થયેલા કેસના કારણે ખુબ જ સારી લોકપ્રિયતા મળી હતી. લેન્ડ્સબર્ગ જેલના એક ગવર્નરે તો તેને આ રીતે સંબોધ્યો હતો,- "નમ્ર, પ્રામાણિક, અનુકૂળ, શાંત, સમજુ અને ગંભીર. તે ક્યારેય પણ નશો કે ધુમ્રપાન કરતો નથી છતાં પણ તેના સાથીઓ અને કેદીઓ તેને એક સત્તાનો સાશક માને છે."

૧૯૩૦ સુધીમાં તો આર્મી એ હિટલરને ખુબજ આગળ લાવી દીધો હતો. વિશ્વયુદ્ધની સંધિનો કર અને આર્થિક રીતે નબળા જર્મનીમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું. આશરે ૬૦ લાખ જેટલા યુવાનો બેરોજગાર હતા. આથી લોકો હવે હિટલરના વિચારોને સમજવા લાગ્યા અને તેમનો યહૂદીઓ પ્રત્યેનો રોષ ભભૂકી ઉઠ્યો. હિટલરે ઘણી શૈક્ષણિક અને રોજગારી સંસ્થાઓને પોતાની તરફ ભેળવી દીધી હતી. યુવાનો હવે તેના તરફ આકર્ષાવા લાગ્યા. પરિણામ સ્વરૂપે ઈ.સ ૧૯૨૭માં હિટલરની નાઝી પાર્ટીમાં આશરે ૨૦,૦૦૦ યુવાનો એ પરેડ કરીને ભાગ લીધો, જે ઘટના એ વિશ્વને 'યુથ પાવર'ની સાચી શક્તિ બતાવી.

પાર્ટીની આવક આશરે ૮૫ લાખ જેટલી વધી અને ફક્ત ૧ જ વર્ષના સમયગાળામાં નાઝી પાર્ટી એ ૬૦ જેટલા ન્યુઝપેપર બહાર પાડયા ! અને પોતાનું ચિહન રાખ્યું-સ્વસ્તિક.

૩૦ જાન્યુઆરી, ૧૯૩૩નો એ દિવસ ઇતિહાસનો ટર્નિંગ પોઇન્ટ બની ગયો. હિટલરની પાર્ટી વિજયી બની અને પોતે સત્તા પર આવ્યો. લાખો લોકોએ ભૂરા અને કાળા કપડાઓ માં સજ્જ થઇ સ્વસ્તિક ઘ્વજ લહેરાવ્યો અને હિટલરને સલામી આપી. ૧૯૩૩થી ૧૯૩૯ સુધીનો સમય જર્મનીને એક એવા રાષ્ટ્ર તરીકે સન્માન આપે છે કે જે આર્થિક રીતે નબળું હોવા છતાં રાજનૈતિક અને લોક્ભાગીદારીમાં સંયુક્ત હતું, અને જેની સરખામણી ક્યારેય પણ કોઈ દેશ સાથે કરી ન શકાય.

ત્યારબાદ જર્મનીમાં ઘણા નાનામોટા બળવાઓ થયા, પણ હિટલર દ્વારા તેમને શમાવી દેવામાં આવ્યા. હિટલરને જર્મનીની સર્વોચ્ચ સત્તા મળી ગઈ હતી, એટલે કે તે હવે ત્યાંનો "સરમુખત્યાર" હતો.

હિટલરના સત્તા પર આવ્યા પછી ૧૯૩૩માં તેની સરકારે એક બિલ પાસ કર્યું તે મુજબ જર્મનીમાં રહેલા યહૂદીઓને બહાર કઢાવામાં આવે. પરિણામે નાઝીઓ એ આશરે ૪૨૦૦૦ જેટલા ગેસ ચેમ્બરો બનાવ્યા અને સામુહિક કત્લેઆમ શરુ કર્યું. તેણે અંદાજે ૬૦ લાખ યહૂદીઓને ગેસ ચેમ્બરમાં પૂરીને મારી નાખ્યા હતા, જે આશરે યુરોપના કુલ યહુદીઓના ૬૬% જેટલા હતા. ઇતિહાસમાં આ ઘટનાને 'હોલોકૌસ્ટ' અથવા 'શોહ' તરીકે ઓળખવામાં આવે છે.

જર્મની હવે એક આઝાદ દેશ તરીકે રહેવા માંગતું હતું. અને હિટલર તેનો ભગવાન હતો. કર દેવાનો બંધ કરાયો. આર્થિક સ્થિતિને સુધારવાના કામો હાથ ધરવામાં આવ્યા. ઇમારતોનું સમારકામ ચાલુ કરાવ્યું. સેનાઓને સશક્ત કરાઈ. ઈ.સ ૧૯૩૫માં જનરલ ગોરિંગે જાહેરાત કરી કે હવે જર્મની પાસે ફરી એકવાર વાયુસેના, નૌસેના અને સશક્ત આર્મી બળ છે. જર્મનીની ત્રણે સેનાને પુનઃ જાગૃત કરવામાં અને અઘ્યતન મશીનો આપવામાં અંદાજે ૯૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો ! જર્મનીમાં એક પણ એવી શેરી નહતી કે જે હિટલર કે પછી તેની નાઝી પાર્ટીને જાણતી ના હોઈ!

બ્રિટને જર્મનીને દંડ આપવા તેની સાથે વર્સેલ્સની સંધિ કરી હતી. આ સંધિ તૂટતાં અને બ્રિટનમાં ભાગી ગયેલા યહૂદીઓની ચડામણીથી, બ્રિટને ૩ સપ્ટેમ્બર, ૧૯૩૯ના રોજ જર્મની સામે યુદ્ધ જાહેર કરી દીધું. જે વિશ્વના ઇતિહાસમાં 'બીજા વિશ્વયુદ્ધ' તરીકે જાણીતું બનવાનું હતું. આથી એમ કહી શકાય કે બીજા વિશ્વયુદ્ધના બીજ વર્સેલ્સની સંધિમાં અને તેના જર્મની દ્વારા થયેલા 'ભંગ' માં જ રોપાયા હતા.

૧૯૪૦ની ૨૨ જૂન સુધીમાં તો હિટલરે ડેનમાર્ક, નોર્વે, ફ્રાન્સ, બેલ્જીયમ અને ડંકર્કને જીતી લીધા હતા. આથી પોતાના તાબામાં રહેલા પ્રદેશો જીતી લેવાતા, બ્રિટનના પેટમાં ગરમ તેલ રેડાયું. હવે ઇટાલી એ પણ જર્મનીનો સાથ આપવાનું નક્કી કર્યું. ૨૨ જૂન, ૧૯૪૧ ના રોજ હિટલરે પોતાની સેનાને રશિયા તરફ વાળી. જોકે, ઇતિહાસકારો અને વિદ્વાનોના મતે હિટલરે લીધેલું આ સૌથી બિનજરૂરી અને ખોટું પગલું હતું. અને એવી જ રીતે હિટલર પણ રશિયાની ભૌગોલિક સ્થિતિ અને ત્યાંની કાતિલ ઠંડીથી અજાણ હતો. છતાં પણ ૬ મહિના સુધી સતત લડત આપીને જર્મન લશ્કર, રશિયામાં ૬૪૪ km સુધી અંદર ઘુસી ગયું હતું. સેના મોસ્કો સુધી પહોંચી ગઈ હતી. અને ત્યાં જઈને સ્થગિત થઇ. પણ હવે વારો રશિયાનો હતો.

હિટલરની આર્મીને મોસ્કો સુધી પહોંચવામાં જ અંધારા આવી ગયા હતા. શિયાળાની ઠંડી, ૬ મહિનાનો થાક અને નિરાશાવાદ તેની સેનામાં છવાઈ ગયો હતો. તક જોઈને રશિયા એ તેની સેના પર હુમલો કર્યો. તેણે અંદાજે ૧૬૦૦ km લાંબો ઘેરાવો કર્યો અને પોતાની સેનાથી જર્મન લશ્કર ને ઘેરી લીધું.

આ બાજુથી ૨ જુન, ૧૯૪૪ના રોજ બ્રિટન અને અમેરિકન સેનાએ યુરોપમાં પગ પેસારો કર્યો. જર્મની અત્યારે બે બાજુથી લડત આપતું હતું-રશિયામાં અને યુરોપમાં. બ્રિટિશ સેનાએ જર્મની અને રશિયાની લડતને સહેજ પણ વતાવી નહિ. કારણ કે રશિયા અને જર્મની બંને એક બીજા સાથે યુદ્ધ કરે તો બંને નબળા પડે અને તેનાથી બ્રિટિશરો માટે યુરોપની જીત સહેલી બની જાય !

૨૬ એપ્રિલ, ૧૯૪૫નો એ દિવસ ફરી એક વાર વિશ્વ ઇતિહાસમાંટર્નીંગ પોઇન્ટ બનવાનો હતો. એક બાજુથી રશિયા અને બીજી બાજુથી અમેરિકા અને બ્રિટનની સંયુક્ત સેના એ જર્મનીના તોરગોઉંને ઘેરી લીધું. ક્યાંય ભાગવાની જગ્યા ન જણાતા હિટલરે પોતાના બંકરમાં આશ્રય લીધો. બે દિવસ પછી લશ્કર દ્વારા ઈટાલીના સરમુખત્યાર, બેનીટ્ટો મુસોલિનીની હત્યા કરાઈ. અને છેવટે ૩૦ એપ્રિલ, ૧૯૪૫ના રોજ હિટલરે પોતાના બંકરમાં બંદૂકની ગોળીથી પોતાની આત્મહત્યા કરી. અને આની સાથેજ બીજા વિશ્વ યુદ્ધ નો અંત આવ્યો.

હિટલર જયારે બંકરમાં પોતાના છેલ્લા દિવસો ગાળતો હતો, ત્યારે ૨૯ એપ્રિલ, ૧૯૪૫ ના રોજ તેણે પોતાના એક વિશ્વાસુ સાથીમિત્ર પાસે એક નિવેદન રેકોર્ડ કરાવ્યું હતું, "એ સત્ય નથી કે, મેં અથવા તો જર્મનીના કોઈપણ નાગરિકે ૧૯૩૯નું યુદ્ધ ઇચ્છયું હતું. યુદ્ધ, રાજદ્રોહીઓ અને દેશમાં ભંગાણ પાડવાનું ઇચ્છતા તે યહૂદીઓના કારણે થયું હતું. આ ૬ વર્ષના યુદ્ધમાં લાખો સૈનિકો એ પોતાના જીવ ગુમાવ્યા છે. અને એ બધું આ જ રાજ્યથી શરુ થયું હતું, તેથી મારા છેલ્લા દિવસોમાં હું આ રાજ્યના આ શહેરને છોડવા માંગતો નથી. અને મારી ઈચ્છા છે કે મારા પછી પણ જર્મનીના લોકો પોતાની સ્વતંત્રતા અને એકતા જાળવી રાખે."

કહેવાય છે કે હિટલરના મૃત્યુ પછી દુશ્મન સેનાઓ દ્વારા તેનું મૃત્યુસ્થળ એટલે કે તેનું બંકર સંતાડી દેવામાં આવ્યું હતું. દુશ્મન સેનાને એવો ભય હતો, કે હિટલરના સહાયકો તેની મૃત્યુની જગ્યા પર સ્મારક બનાવશે અને ફરીવાર ક્રાંતિ કરી યુદ્ધ ઉશ્કેરશે ! બંકર ભૂગર્ભમાં હોવાથી તેની ઉપર અને આસપાસના થોડાક વિસ્તારમાં અનેક એકસરખી ઇમારતો બનાવી દેવાઈ હતી. જેથી હિટલરના કોઈ સહાયકો કે તેના પ્રત્યે ભાવના રાખતા લોકો ને તે જગ્યા મળે નહિ !

હિટલરની જર્મની પરની સત્તા દરમિયાન, તેણે કરેલા કેટલાક મહત્વના અને રસપ્રદ કાર્યો:

-વિશ્વયુદ્ધ સમયે જર્મનીમાં કોકાકોલા નામનું પીણું ઉપલબ્ધ ન હોવાથી ફેન્ટાની શરૂઆત કરાઈ હતી. એટલે એમ કહી શકાય કે ફેન્ટાનો જન્મ જર્મનીમાં થયો હતો.

-તેણે વોક્સવેગન નામની મોટરકાર કંપનીને એવી ગાડીઓ બનાવવાનું કહ્યું કે જે એકદમ સસ્તી હોય અને જર્મનીનો દરેક નાગરિક તેને ખરીદી શકે.

-તેના સાશન દરમિયાન તેણે જર્મનીમાં સૌથી લાંબા અને શ્રેષ્ઠ હાઈવે-રોડનું નિર્માણ કરાવ્યું. જે ઓટોબાન તરીકે ઓળખાય છે અને આ કાર્ય દ્વારા તેણે ૧ લાખ જેટલા લોકોને રોજગારી પુરી પાડી.

-દેશના ગરીબ લોકો માટે પોવર્ટી ફંડ જમા કરાવ્યો અને સમાજમાં રહેલી ગરીબીનો નાશ કરવાના મહત્તમ પ્રયત્નો કરાયા.

હિટલર સારો હતો કે ખરાબ એ મુદ્દા પર ઘણીજ ચર્ચાઓ પ્રચલિત છે. અને બધા પોતપોતાના વિચારો પ્રગટ કરે છે. પણ, અહીંયા તે પ્રશ્નને બાજુ પર રાખી તેના વ્યક્તિત્વ અને જીવન પર સત્યનો પ્રકાશ પાડવાની કોશિશ કરેલી છે.


Rate this content
Log in

More gujarati story from Hardik Devmurari

Similar gujarati story from Inspirational