Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Bhavna Bhatt

Inspirational

5.0  

Bhavna Bhatt

Inspirational

એ પહેલું પરફોર્મન્સ

એ પહેલું પરફોર્મન્સ

3 mins
342


આ જિંદગીમાં દરેકને પહેલું પરફોર્મન્સ આપવું જ પડે છે. આ જગત એક સ્ટેજ છે અને દરેક માણસ એક કલાકાર છે એને જે પાત્ર મળ્યું છે એ પાત્ર પ્રમાણે ડગલે ને પગલે પરફોર્મન્સ આપવું જ પડે છે, પછી એ હસતાં આપો કે રડતાં આપો. અને આ દુનિયાની મહેફિલમાં આમજ ભાગ ભજવવો પડે છે.

એક નાનાં ગામડાંમાં જન્મેલી સંજના. પિતા વિજયભાઈની લાડલી પરી હતી સંજના. એનાથી એક મોટો ભાઈ હતો જીગ્નેશભાઈ. સંજનાના જન્મ પછીજ સંજનાની માતા ઉષાબેન પડી જતાં એમને માથામાં ખુબ વાગ્યું એટલે માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા હતા. એટલે સંજનાને વિજયભાઈએ મા અને પિતાનો પ્રેમ આપીને ઉછેર કર્યો.. અને ભણવા ગામની પ્રાથમિક શાળામાં મૂકી.

સંજના ખુબ લાગણીશીલ અને નાનપણથીજ ધાર્મિકવૃત્તિની હતી. પપ્પા જોડે બેસીને કૃષ્ણ ભગવાનની પૂજા અર્ચના કરતી. અને મીરાંબાઈ અને નરસિંહ મહેતાના ભજનો ગાતા શીખી. વિજયભાઈ હાર્મોનિયમ વગાડે એટલે સંજના ભજનો ગાતી આમ એ નાનપણથીજ ભક્તિ નાં માર્ગે વળી ગઈ હતી. સંજના સાત વર્ષની થઈ અને સ્કૂલમાં વાર્ષિક મહોત્સવ રાખ્યો હતો એમાં પદમાબેન ટીચરે સંજનાને કહ્યું કે 'તું પતંગિયું બનીને પતંગિયાનું ગીત ગાજે. તું એકદમ નમણી અને નાજુક છે તો ખુબ સુંદર લાગીશ.'

સંજના એ હા પાડી અને ઘરમાં આવી પિતાને વાત કરી. પિતા અને જીગ્નેશભાઈ ખુબ ખુશ થઈ ગયા.

ઉષાબેનને તો નજીકના શહેરમાં લઈ જઈને બે વખત સોટ અપાવવા પડ્યા હતા. એટલે થોડો સુધારો હતો પણ એ સંજનાથી દુરજ રહેતાં. સંજના મમ્મી મમ્મી કરીને નજીક જાય તો એને હડધૂત કરતાં. સંજના ઈચ્છતી કે મમ્મી મને માથુ ઓળી દે, તૈયાર કરે પણ એવું બનતું નહીં. સંજના બધું મનમાં ને મનમાં રાખીને ઘૂટાયા કરતી.

સંજના બીજા દિવસે સ્કૂલમાં ગઈ એટલે પદમા ટિચરે એને પતંગિયાનું ગીત અને એક્શન શીખવાડી.  એક બે વખત જોયું પછી સંજનાને આખુ ગીત અને એક્શન આવડી ગયાં. તો પણ સંજનાએ ગીત લખી લીધું. ઘરે જઈને પપ્પા અને જિગ્નેશભાઈને એક્શન કરીને ગીત સંભળાવ્યું. વિજયભાઈ અને જીગ્નેશ ખુબ ખુશ થયાં અને સંજનાને શાબાશી આપી. સંજના પણ ખુશ થઈ ગઈ ..

હવે સ્કૂલમાં સ્ટેજ પર પરફોર્મન્સ કરવાને એકજ દિવસ બાકી હતો એટલે સંજના ઘરમાં પણ પ્રેક્ટિસ કરતી હતી. બીજા દિવસે સંજનાને વિજયભાઈ અને જીગ્નેશે તૈયાર કરી. એક રંગીન ઓઢણી લીધી એની પીનો મારીને પાંખો બનાવી અને આમ એને પંતગિયા જેવી બનાવી દીધી. અને સંજનાને સ્કૂલમાં મૂકવા માટે જીગ્નેશ સાયકલ પર બેસાડીને લઈ ગયા અને વિજયભાઈ ઉતાવળી ચાલે સ્કૂલ પહોંચ્યા. આખી સ્કુલનું મેદાન ખીચોખીચ ભરાઈ ગયું હતું. એક સ્ટેજ બાંધ્યો હતો એની પર જેમણે ભાગ લીધો હોય એણે પરફોર્મન્સ આપવાનું. સ્ટેજની નજીક ખુરશીઓની હારમાળા ગોઠવાયેલી હતી જેમાં સ્કૂલનાં પ્રિન્સિપાલ, અને ગામના સરપંચ, મુખી અને શિક્ષકો બેઠાં હતાં.

સ્ટેજ પર હવે પ્રોગ્રામ શરૂ થયો પહેલી શરુઆત પ્રાર્થના ગીતથી થઈ. આમ વારાફરતી બધાંના વારા આવી રહ્યા. હવે સંજના નો વારો આવ્યો એટલે એ સ્ટેજ પર આવીને એનાં પપ્પા સામે જોયું. વિજયભાઈ એ ઈશારો કર્યો અને હાથ ઉંચો કરીને અંગૂઠો બતાવ્યો. સંજનાએ ગીત ગાતાં એક્શન પણ ચાલુ કરી...

"રંગીલા..... રંગીલા....

રંગીલા પંતગિયા...

હા... હા.... હો... હો...

હો રે હો પતંગિયા...

આમ ઉડે.... તેમ ઉડે...

ઉડીને મોજ મનાવે રે...

રંગીલા પતંગિયા... 

સંજનાના દિલનાં ભાવથી ગાયું અને એક્શન કરી. બધાએ તાળીઓના ગડગડાટથી સંજનાને વધાવી. સંજના હજુ સ્ટેજ પર જ હતીને વિજયભાઈ એ દોડીને સંજનાને તેડી લીધી અને વ્હાલ કર્યુ અને કહ્યું કે 'બેટા તારું આ પહેલું પરફોર્મન્સ હતું પણ ખૂબ જ સુંદર હતું. જીવનમાં યાદ રાખજે કે ડગલે ને પગલે આવાં કંઈ કેટલાય પરફોર્મન્સ આપવા પડશે તને તૈયાર થવાનો કે તૈયારી કરવાનો પણ સમય નહીં મળે. પણ ક્યારેય હિમ્મત નહી હારવાની. આજે હું છું કાલે હું ના હોવું તો કોઈ એવી મુશ્કેલી આવે તો આકાશમાં નજર કરજે હું તારો બનીને ચમકતો હોઈશ અને તારી ઉપર આશિર્વાદ વરસાવતો હોઈશ.. પણ કયારેય બેસ્ટ પરફોર્મન્સ આપવાનું બંધ નહીં કરવાનું.

આમ સંજનાને એ પહેલાં પરફોર્મન્સથીજ પિતા તરફથી જે શિખામણ મળી હતી એ જીવનભર યાદ રાખીને આગળ વધતી જ રહી અને જિંદગીમાં આવતી નાની મોટી મુસીબતો માં પરફેક્ટ પરફોર્મન્સ આપતી રહી અને જિંદગીની દરેક લડત લડતી રહી. આમ એનું પહેલું પરફોર્મન્સ જિંદગીમાં એક ગુરુ મંત્ર બની ગયું.


Rate this content
Log in

More gujarati story from Bhavna Bhatt

Similar gujarati story from Inspirational