Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Bhavna Bhatt

Inspirational


3  

Bhavna Bhatt

Inspirational


એ પહેલી નોકરી

એ પહેલી નોકરી

3 mins 11.7K 3 mins 11.7K

એ પેહલી નોકરી જિંદગી ભર યાદગીરી બની રહી. અવની એક ધનાઢ્ય પરિવારની દીકરી હતી અને પિતાએ નક્કી કરેલા રાજન જોડે લગ્નથી જોડાઈ ગઈ. રાજન પણ ધનાઢ્ય પરિવારનો નબીરો હતો. અવની બારજ પાસ હતી અને નાની ઉંમરે લગ્ન થઈ ગયાં હતાં. પિયરમાં સૌથી નાની અવની અને સાસરીમાં સૌથી મોટી વહુ બનીને આવી.

અવની ચોવીસ વર્ષે બે સંતાનોની માતા બની. અને બે દિયર અને નાની નણંદના લગ્ન થઈ ગયાં. અને આ બાજુ પિયરમાં પિતાનું આકસ્મિક અવસાન થયું અને ભાઇઓ એ મિલ્કતમાંથી ભાગ નાં આપવો પડે એટલે સંબંધજ કાપી નાખ્યો. અને અવની જન્મી અને એની માતાનું દેહાંત થયું હતું. એટલે પિયરની વાટ અવની માટે પૂરી થઈ ગઈ.

સાસરીમાં હવે બે દેરાણીઓ આવી હોવાથી ઘરમાં જગ્યાની સંકડામણ થઈ એટલે સાસુ સસરાએ બધાંને જુદા રહેવા મોકલ્યા અને નાનાં દિયર દેરાણીને સાથે રાખ્યા. આમ બધાં અલગ થયા અને ધંધામાં ભારે ખોટ આવતાં ધંધો પડી ભાગ્યો. હવે બધાને ઘર ચલાવવાની તકલીફ પડવા લાગી. અવનીએ રાજનને નોકરી કરવા કહ્યું પણ એ પણ પોતાના ધંધામાં જ હતાં તેથી એ પણ દસ ધોરણજ ભણેલા હતા એટલે નોકરી મળતી નહીં. એટલે અનવીએ નોકરી માટે પ્રયત્ન ચાલુ કર્યા પણ એ પોતે પણ બાર ધોરણ પાસ હતી એટલે ઓફિસમાં તો નોકરી મળેજ નહીં.

ઘણી મહેનત પછી એક જીન્સ પેન્ટની ફેક્ટરીમાં નોકરી મળી. મહિને ત્રણ હજાર રૂપિયા. સવારે આઠ વાગ્યે ફેક્ટરીમાં હાજર થઈ જવાનું જો તમે પાંચ મિનિટ મોડાં પહોંચો તો સાંજે દશ મિનિટ મોડાં છોડે. પેન્ટનાં કટીંગ કરેલા પાર્ટસના નંબરીગ કરવાના.એટલે જે પેન્ટ કટીંગનાં ભાગને એક નંબર બે નંબર એમ ચોકથી લખીને મૂકવાના એ પણ ઉભા ઉભા. બેસવા ખુરશી કે ટેબલ કશું ના આપે. નહીંતર કામ ઝડપથી ના થાય.

એક મોટા ટેબલ પર કટીંગની થપ્પી મૂકે એ સવારના આઠથી સાંજના છ વાગ્યા સુધી પતાવીનેજ જવાનું. જો કામ પૂરું નાં થાય તો ઘરે જવાનું મોડું થાય. બપોરે એક વાગ્યે જમવાની રીશેષ પડે અને દોઢ વાગ્યે પાછું કામગીરી ચાલુ કરી દેવાની. રીશેષમાં વોશરૂમ જવું હોય તો જઈ લેવાનું. ચાલું કામગીરીમાં બે વખતજ જવા દે વોશરૂમ. પાણીની બોટલ પણ ભરીને જોડેજ રાખવાની જેથી પાણી પીવા જવું છું કહીને ઘડી ઘડી કામ છોડી ને ફરવાનું નહીં. સાંજે છૂટ્યા પછી ટીફીન ની થેલી તપાસે પછીજ જવા દે. જો ઓવર ટાઇમ કરો તો એ દિવસે ઓવર ટાઇમના દોઢા રૂપિયા મળે.

અવની સુખમાં ઉછરેલી. પણ સમય અને સંજોગોને આધિન રહીને આવી આકરી નોકરી કરી. સાંજે છૂટ્યા પછી ઘરે જઈને રસોઈ કરે અને જમ્યા પછી બાળકોને હોમવર્ક કરાવે. સવારે વહેલા ઉઠીને બધાનું જમવાનું બનાવીને પોતાના માટે ટિફિન ભરીને નોકરી એ પહોંચવા દોડાદોડી કરે.

આમ એ અવનીની પહેલી નોકરી હતી. જે સખ્ત મહેનતથી જ એ ઘરનાં બે છેડા ભેગા કરવા પ્રયત્નશીલ રહેતી અને ઝઝુમતી. એક મહિનો થતાં પગાર હાથમાં આવતાંજ અવનીની આંખમાં આંસુ આવી ગયાં. અને ઘરમાં જઈને એ પગાર રાજનને આપ્યો. ઓળખાણ અને ભલામણથી રાજનને પણ નાની નોકરી મળી ગઈ. અનવીની એ પહેલી નોકરીના અનુભવ પછી પ્રયત્ન કરવાથી બીજી સારી જગ્યા એ નોકરી મળી અને થોડી રાહત પણ મળી.

આમ અનવીની મહેનત રંગ લાવી.


Rate this content
Log in

More gujarati story from Bhavna Bhatt

Similar gujarati story from Inspirational