Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Bhavna Bhatt

Inspirational


4.0  

Bhavna Bhatt

Inspirational


એ જવાબદારી

એ જવાબદારી

3 mins 289 3 mins 289

એવાં લોકો પણ આ દેશમાં છે. જે હાથમાંનું સુખ મૂકી દઈને જે જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા દોડે છે, તેને ઘરના રોકે પણ પોતાની ફરજ અને આવડતનો ફાયદો બીજાને મળે એ માટે પોતાનો જીવ પણ જોખમમાં નાંખે છે અને જવાબદારી પૂર્ણ કરે છે. એવાં લોકોમાં આવે છે ડોક્ટર્સ, નર્સ,પોલીસ, અને ઈમરજન્સી સેવાવાળા, જીવન જરૂરિયાતની વસ્તુઓ વેચવા વાળા.

અમદાવાદમાં રહેતા રાજનના ઘરમાં આજે નોકઝોક ચાલતી હતી. કરણ કે આ કોરાના વાઈરસના લીધે સાવચેતીના પગલે સમગ્ર રાજ્યમાં એકવીસ દિવસ નું લોકડાઉન કર્યું હતું પણ ઇમરજન્સી સેવાઓ ચાલુ હતી. અને રાજન ટોરેન્ટ પાવરમાં ફોલ્ટ ખાતાંમાં જોઈન્ટર હતો. એટલે લાઈટો જાય એટલે એને જવું જ પડે. ધંધા, ફેક્ટરી ઓ બંધ હતી પણ સોસાયટીમાં અને ફ્લેટોમાં લાઈટ જાય એટલે એને નિકળવું જ પડે. રાજનને પોતાની ચિંતા હતી. પોતાને પણ મન હતું કે એ ઘરમાંથી ના નિકળે

પણ એ માલતી અને બાળકો ને એમ કહીને સમજાવે કે આપણે લાઈટ વગર રહી શકતા નથી. તો બીજા ને પણ કેટલી અગવડ અને તકલીફ પડે તો આ મારી ફરજ છે.

આજે સવારથી જ માલતી અને રાજન વચ્ચે આજ બાબતને લઈને માથાકૂટ ચાલતી હતી. માલતી બહાર જવાની ના પાડતી હતી. અને રાજન સમજાવતો હતો કે મારી જવાબદારીમાંથી હું પીછેહઠ ના કરી શકું. માલતી કહે 'તો નોકરી છોડી દો.' રાજન કહે 'હું એ પણ નહીં કરી શકું. તને યાદ છે ને માલતી આપણાં ખરાબ સમયમાં આ નોકરી ના મળી હોત તો આપણી શું હાલત થાત. અને હાલમાં પણ આ પરિસ્થિતિમાં એ પગાર આવશે તો ઘર ચાલશેને એ સમજ. ગરીબોને તો બધાય મદદગાર મળે છે. અમીરો ને તો ચિંતા જ નથી. પણ આપણા જેવા મધ્યમ વર્ગના માણસો ક્યાં જશે ? આપણે તો ગાલ પર તમાચો મારીને ગાલ લાલ જ રાખવાનો છે. આપણે તો આપણી જંગ ખુદજ લડવાની છે કોઈ મદદ કરવા નહીં આવે.

માલતી કહે 'આપની વાત સાચી છે.'

રાજન કહે ‌'મને પણ આપણા પરિવારની અને મારી ફિકર છેજ પણ હું મારી જાતને આ જોખમમાં નાખીને પણ જવાબદારી તો નિભાવીશ. માલતી તું ચિંતા ના કર. તમારા બધાની પ્રાર્થના અને માતાજીની કૃપા થી હું લાઈટો ચાલુ કરીને પાછો આવી જઈશ. આખી સોસાયટીની લાઈટ બંધ છે કેટલાં હેરાન થતાં હશે લોકો એમાં નાના નાના બાળકો હોય એ કેમ રહી શકે. હું સાવચેતી રાખીનેજ કામ કરીશ અને સાવચેતી રાખીને જ આવીશ.

આમ કહીને રાજને સેફ્ટી બૂટ પહેર્યા. મોં પર માસ્ક અને ખિસ્સામાં સેનેટાઈઝરની બોટલ અને ગળામાં ટોરેન્ટ પાવરનું આઈકાર્ડ ભરાવીને પોતાના સામાનનો થેલો લઈને બધાંને જય માતાજી કહીને નિકળ્યો. અને માલતી પૂજા પાઠ કરવા બેસી ગઈ. રાજન પોતાનું કામ પતાવીને એક કલાક પછી ઘરે આવ્યો. ઘરમાં હાશ થઈ. રાજને આવીને સામાનનો થેલો મૂકીને બૂટ ઉતારીને પહેલાં હાથ મોં ધોયાં અને પછી બાથરૂમમાં જઈને નાહીને બીજા કપડાં પહેર્યા. રાજન માતાજીને પગે લાગીને પાણી પીધું અને કહે કેટલાં પરેશાન હતાં લોકો. નાનાં બાળકો તો રડતાં હતાં. અને આ લોકડાઉનમાં માણસ ટીવી વગર શું કરે ?લાઈટ ચાલુ થઈ એટલે બધાંને હાશ થઈ.

માલતી કહે સાચી વાત છે આપની. આમ જેને જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવી છે એ કોઈ પણ પરિસ્થિતિમાં નિભાવી જાણે છે. પણ ઘણા એવા લોકો પણ હોય છે જે સમય આવે જવાબદારીમાંથી મોં ફેરવી લે છે.


Rate this content
Log in

More gujarati story from Bhavna Bhatt

Similar gujarati story from Inspirational