દુવાઓની ઉપલબ્ધી
દુવાઓની ઉપલબ્ધી


એ દિવસે મારી પરિક્ષા હતી. ઘરે થી નીકળતા મોડુ થઈ ગયું હતુંં.. મારી સીએ. ની ફાઈનલ પરિક્ષા નું છેલ્લુ પેપર હતુંં. હું રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે મેં જોયું કે એક પચાસેક વર્ષ નો માણસ, મારી આગળ ચાલતો હતો ત્યારે પાછળથી એક કાર આવીને એ માણસ સાથે અથડાઈ ને ફુલ સ્પીડમા જતી રહી. એ માણસ પડી ગયો અને ધીમે ધીમે ભાન ગુમાવી રહ્યો હતો. એના માથામાંથી પુષ્કળ લોહી વહી રહ્યું હતું. બધા લોકો તમાશો જોઈ રહ્યા હતા પણ કોઇ મદદ માટે આગળ આવતું ન હતું મારે પરિક્ષા આપવા જવા નું મોડુ થતું હતુંં. મનમાં વિચાર આવ્યો કે બધા તમાશો જોઈ રહ્યા છે તો મારે શું?
પણ બીજી જ મિનિટે વિચાર આવ્યો કે હું પણ જતી રહીશ તો મારા ને એમનામા કંઈ જ ફેર નહીં રહે. મેં તરત એમ્બુલન્સ બોલાવી લીધી. હું જ એ વ્યક્તિ સાથે દવાખાને ગઈ. એમના ફોન પર થી એમને ઘેર ખબર કરી. પરંતુ એ વ્યક્તિ ને તાત્કાલિક લોહીની જરૂર હતી.
સારા નસીબે મારુ લોહી એમના લોહી સાથે મેચ થઈ ગયું. મારુ લોહી ચઢાવવામાં આવી રહ્યું હતુંં ત્યારે તેમના પત્ની આવી ગયા હતા. હું લોહી આપીને ઊઠી કે તરત એમના પત્ની મારે માથે હાથ ફેરવતાં બોલ્યા, "આજે મને દિકરી નહીં હોવાનુંં દુઃખ દૂર થઇ ગયું, મને ડોક્ટરે બધી વાત કરી, બેટા, આજે તારા કારણે મારા પતિનો જીવ બચ્યો છે. ડોકટરે જ કહ્યું કે સમયસર લોહી મળી જવાના કારણે જ તમારા પતિ બચી ગયા છે અને તું જ એમને સમયસર દવાખાને લઈ ને આવી. તું તો અમારા માટે દેવદૂત બનીને આવી છું. " બોલતા રડી પડ્યા.
જો કે મેં એમને એવું તો ના કહ્યું કે આજે મારી ફાઈનલ પરિક્ષાનુંં છેલ્લુ પેપર હતુંં. આ દોડાદોડીમાં હું પરિક્ષા આપવા ના જઈ શકી. પણ મને એ વાત નો આનંદ હતો કે આજે હું માણસ બની માણસના કામમાં આવી શકી. હું પરિક્ષા ના આપી શકી એનુંં મને બિલકુલ દુઃખ ન હતું.
પરિક્ષા તો ફરીથી પણ આપી શકીશ. પણ જીંદગીમાં આવી તક વારંવાર નથી મળતી. એ વ્યક્તિની પત્નીની મળેલી દુવા એ મારા જીવનની શ્રેષ્ઠ ઉપલબ્ધી છે.