STORYMIRROR

Pratik Dangodara

Tragedy Inspirational Others

3  

Pratik Dangodara

Tragedy Inspirational Others

દુનિયા

દુનિયા

1 min
286

શુદ્ધ અને સરળ જીવન જીવી લે ખોટી વટની વાતોને હવે એકબાજુ મૂકી દે,

દીધું બહુ માન અને સન્માન હવે તે છોડી દે,


ખુદને તું એવો મજબૂત બનાવી લે કે કોઈ તારી જેવું બનવા માંગે,

ત્યજી દે હવે ખોટી પારકી પંચાયતોને પોતાના માટે,

દુનિયાથી તારે શું લેવા કે દેવા તારા કામથી કામ રાખ,

હશે પોતાનામાં કંઇક તો આવશે જ તારી પાસે દોડતા દોડતા,

પોતાની રીતે તે પોતાને વખાણવાનું રેવા દે.


મૂકી દે ચિંતા આ દુનિયાની નથી કોઈ તારું બસ પોતાના કામમાં ધ્યાન આપ,

આડા આવતા અનેક વિઘ્ન મટાડવાની હિંમત બસ રાખ

ઝંઝટ વગરની જિંદગી પોતાના માટે જીવતા શીખી લે,


સમય બધાના માટે સરખો જ છે તું શું કરવા બીજા માટે પછી તેને બગાડે છે,

બહુ જાજૂ બધું ના વિચારીશ કોઈના પણ વિશે,પોતાની મોજમાં રહેતા શીખી લે,


નહિ આવે કોઈ તારો હાથ પકડવા તો શાને મનમાં બીજાના માટે મૂંઝાય છે.

જે પણ કરવાનું છે બસ તારે જ કરવાનું છે એટલે મનથી હવે મક્કમ થઈ જાજે,

કોઈ કંઈ પણ કહે બસ તેની સામે સ્મિત આપ અને મૌન રહેતા શીખી લે જે,


બધાને પોતાની રીતે ના જોઈશ તારી જેવું આ દુનિયામાં કોઈ જ નથી, બસ તું આનંદ લે,

જે પણ કર બસ તેમાં પોતાનો આનંદ શોધી લે બીજાની પરવાહ તું છોડી દે.


આડી આવનારી આ દુનિયામાં કોઈ પણ આપણું નથી તે ખોટા ડરને મૂકી દે,

પોતાની કમજોરી તું કદી કોઈને પણ ના કહીશ તે તને છેવટે નડવાની,

ઔકાત ઉપર આવીને ઊભેલી આ દુનિયા.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy