The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

CHETNA GOHEL

Inspirational

4  

CHETNA GOHEL

Inspirational

દસ્તક ઉડાનની

દસ્તક ઉડાનની

2 mins
23K


નાનપણથી જ સપનામાં આળોટતી ખુશીને ક્યાં ખબર હતી ચાદર ક્યારે સંકેલાઈ જશે! ને ફેંકી દેવાશે તેને એક વ્યથાથી ખીચોખીચ ખૂણામાં!

વેદનાથી લથબથ એ ખૂણો મૌન બની પીડા સહન કરતો રહ્યો. ક્યારેક ક્યારેક મૌનને પણ પીડા થાય છે. ત્યારે શું? શું કરશે મૌન જ્યારે એ ખૂણો અંધકારમાં લપેટાઈ જશે! કાળી મેશ, ડરામણી લાગણીઓ જાણે તેને ખાવા દોડે છે. શું વાંક હતો તેનો? બસ એટલો જ કે થોડી ઘણી પાંખો ને ખુલ્લા ગગનમાં વિહરવા મોકલી, અને એ પણ ઝાકળથી નીતરતા ઉપવન સાથે!

હજી તો પાંખો એ ઉડવાનું પણ શરૂ નહોતું કર્યું ને કાળી મેશ લાગણીઓ ફાટી આંખે જોતી રહી. પાંખો ઉપર શબ્દોએ એવી તલવાર ચલાવી કે પાંખો તો શું ઉડે, ખૂદ સપનાઓ મૌન બની ગયા. ને પકડી ઘોર અંધકારે તેને ફેંકી દીધી એક વેદનાથી ખદબદ ખૂણામાં.

કાળી મેશ , ડરામણી લાગણીઓ વળગી પડી એ વ્યથાના ખૂણા ને. ને મૌન બનેલા સપના મૂંઝાવા લાગ્યા. ત્યાં તો ડૂસકાંઓનું ટોળુ આવી ચડ્યું. ને મૌનના માથે બેસી નાચવા લાગ્યું. ડૂસકાંઓનું અટ્ટહાસ્ય જોઈ સપનાનો શ્વાસ જાણે રુંધાવા લાગ્યો.

સુક્કા વેરાન રણમાં રુંધાયેલો શ્વાસ અચાનક દરિયો બની ઉછળી ગયો ને વરસી ગયો મૂશળધાર. આજ તો વેદનાથી લથ બથ એ ખૂણાને મૌન ઉપર દયા આવી. ને ઝાકળનું એક બૂંદ વરસાવી દીધું ખુશીના પાલવમાં.

કાળી મેશ લાગણીઓથી ઘેરાયેલી ખુશીનાં સપનાને એક બૂંદ ઝાકળ આપી તેના મૌનને વાંચા આપી આજ તેની મિત્ર તેના સપનાનો સાથી બની ગઈ.

બસ ખુશીને તો એક બૂંદની જ જરૂર હતી. તૈયાર જ હતી ખુશી મૂશળધાર વરસવા. ખુશીને પણ લાગ્યું કે રણને પણ દરિયાનું સપનું આવ્યું લાગે છે એટલે જ મને ઝાકળના એક બૂંદમાં વહાવી દીધી.

"જોઉં છું હવે કોણ રોકે છે મને! એ કાળી મેશ લાગણીઓ? તેની તાકાત નથી હવે મને મૌન બનાવવાની. ખબર છે શું કામ? આજ મારી મિત્ર એ મારા હાથમાં કલમ પકડાવી મારા સપનાની ઉડાનને નભ સાથે વીંટાળી દીધી છે."

"હવે ક્યાં મૌન છું? એકાંત સાથે મિત્રતા છોડી દીધી છે. બસ હું અને મારી ઉડાન. હા એ વેદનાથી ખીચોખીચ ખૂણાને યાદ કરતા આંસુ સરી પડે છે. પણ મારી સવેંદનાનું મીઠું ઝરણું તેનો હાથ પકડી તેની જગ્યા એ ફરી મૂકી આવે છે."

"હા હું ખુશ છું. પણ મારી ખુશીની હક્કદાર છે મારી મિત્ર. જો તેણે મારા સન્નાટાથી સૂનમૂન થયેલા દરવાજે દસ્તક ના આપી હોત તો આજ હું એ જ વ્યથાથી નીતરતા ખૂણામાં મૌન બની મારા શ્વાસની ગણતરી કરતી હોત. લાગે છે આજ જીવું છું ચેતના બનીને રોજ મળું છું ખુદને. મારી દુનિયામાં મારા આંગળીના ટેરવા મારો શ્વાસ બની ફરે છે. મારા હૃદયને ફૂલોની ફોરમથી ભરી ટેરવા નાચી પડે છે. હા ક્યારેક આંગળીના ટેરવા તોફાને પણ ચડે છે, પણ મારી ચેતના તેને સમજાવી મનાવી લે છે. આજ એ જ આંગળીના ટેરવા મારા અંતરના એક એક નાનકડા ખૂણામાંથી સંવેદનાને પકડી બહાર લાવે છે. અને મને રોજ ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે.

કેવી લાગી મારા મૌનના દરવાજે દસ્તક??

થીજી ગયેલી મારી ભારેખમ પાંપણો જો ને આજ ફરી હળવીફૂલ થઈ ઉડવા લાગી મુક્ત ગગનમાં...


Rate this content
Log in

More gujarati story from CHETNA GOHEL

Similar gujarati story from Inspirational