દંપતી
દંપતી
એક દંપતી હતું, એક પતિ પત્નિ બને એક બીજા ને ખુબ પ્રેમ કરતા હતા અને બને એકબીજા ને ખુબ જ સારસંભાળ કરતાં હતાં. તેઓ ની આર્થિક સ્થિતિ ખુબ જ નબળી હતી એક દિવસ પત્નિ એ પતિ ને કહ્યું " ભગવાન ને મને કેટલા લાંબા વાળ આપ્યા છે પણ વાળમાં નાખવા એક પણ સારી હેરપિન ઘરમાં નથી મને એક સારી હેરપીન તો લઈ આપો "પતિ એ પત્નિ ને સાંભળી કહ્યું અરે ગાંડી તને તાર હેરપિન ની પડી છે મારી ઘડિયાલનો બેલ્ટ કેટલા દિવસથી તૂટી ગયો છે નવો બેલ્ટ લેવા ના પૈસા નથી તો તને તારી હેરપિન કેવી રીત લાવું ? પતિ રાતે પોતાનું કામ કરી ઘર તરફ આવી રહ્યો હતો રસ્તામા ઘડિયાલવાળાની દુકાન આવી તો ત્યાં જઈ ને પોતાની બેલ્ટ વગરની ઘડિયાલ વેચી નાંખી અને દુકાન પરથી પત્નિ માટે સુંદર હેરપિન લીધી.
ઘર આવી બારણું ખખડાવ્યું પત્નિ એ બારણું ખોલ્યું અને પતિ થોડી વાર સૂનમૂન જોઈ રહ્યો પત્નિ એ પૂછ્યું આમ છું ભૂત ની જેમ ડોળા ફાડીને ને જોય રહ્યા છો ? પતિ એટલું જ બોલી શક્યો, "તારા લાંબા વાળ ક્યાં ગયા ?" પત્નિ એ જવાબ આપતા કહ્યું મે વાળ કાપી વેચી નાખ્યા એના બદલામાં મળેલ રકમમાંથી તમાર ઘડિયાલ માટે અફલાતૂન બેલ્ટ લાવી છું, પત્નિ એ બેલ્ટ પતિના હાથમાં મૂક્યો અને પતિએ પત્નિ ને બધી વાત કરી અને એના માટે લાવેલ હેરોપિન એના હાથમાં મૂકી.બને એકબીજાં ને પ્રેમ થી ભેટી પડ્યા.સંબંધોને જળવવા માટે સામેવાળી વ્યક્તિ મારા માટે શું કરે છે એ નહિ હુ સામે વાળી વ્યક્તિ માટે શું કરી શકુ એ વિચારજો.
"પ્રેમ એટલે પ્રાપ્તિ નહિ પ્રેમ એટલે સમર્પણ."

