STORYMIRROR

Bhumi Ladumor

Children Stories Others Children

3  

Bhumi Ladumor

Children Stories Others Children

સમયનો સદુપયોગ

સમયનો સદુપયોગ

2 mins
341

સમયનો સદુપયોગ જે કરે છે એ વ્યક્તિને સમયની સાથે સારા પરિણામ મળે છે.

આવુંં જ થયું જ્યારે જ સોનુ અને વાની ને એન્યુઅલ એક્ઝામ આવવાની હતી, સોનુએ વાણી ને કહ્યું અરે હજુ સુધી ભણી રહી છે વાની એ કહ્યું બસ થોડું જ બાકી છે નહિ કરું તો શિક્ષક ગુસ્સો કરશે અનેેેેે આવતા અઠવાડિયાથી પરીક્ષા પણ શરૂ થાય છે. વાની ખૂબ જ મહેનતી અને સમયનો સદુપયોગ કરવાવાળી હતી જ્યારે એનો ભાઈ સોનુ ખૂબ જ લાપરવા અને બદમાશ છોકરો હતો. બધા જ કામ કાલની ઉપર ટાળતો હતો વાણી એમના ભાઈનેે કહ્યું તારું પ્રોજેક્ટ થઈ ગયું ? સોનુ તો લાપરવા રહેલો, તો બોલ્યો અત્યાારથી એતો પ્રોજેક્ટ હજુ સાંજેે આપવાનો છે.

સોનુ અને વાનીના મમ્મી-પપ્પા હંમેશા વાનીનો ઉદાહરણ આપીને સોનુ ને સમજાવતાા હતા પણ સોનું તો મનમાં એક જ લક્ષ્ય રાખતો, હા કાલ થી સમયનો સદુપયોગ કરીશ, સોનુની લાપરવાહી દિવસેને દિવસે વધતી જતી હતી. અને ત્યારબાદ એક્ઝામના દિવસો પણ નજીક આવતા ગયા ! સોનુ વાનીની પરીક્ષામાં હવે બે દિવસ બાકી હતા. એના પપ્પાને સોનું નું ખૂબ જ ટેન્શન થતું હતું કેમ કે સોનું આજનું કામ કાલ પર ઢોળી દેવા વાળો હતો. સોનુ રમવા જતો રહ્યો, થોડા સમય પછી વાનીની નજર બહાર ગઈ, વાતાવરણ ખૂબ જ ખરાબ થવા લાગ્યુ હતું, વાદળછાયુ વાતાવરણ થઈ ગયું ! વરસાદનું વાતાવરણ જોય ને ચિંતા થવા લાગી કે જો વરસાદ આવી જશે તો ઘરની લાઈટ જતી રહેશે તો પરીક્ષાનું કેવી રીતે વાંચીશ ? વાણી એ સોનુ ને બૂમ પાડી સોનુ હમણાં લાઈટ જતી રહે તો ઘરે આવીને વાંચવા બેસ પણ સોનું એકનો બે ન થયો સોનુ ક્રિકેટ રમતો હતો. થોડા સમય પછી વરસાદ શરૂ થઈ ગયો સોનુ ખૂબ જ ગભરાઈ ગયો અને દોડતો દોડતો ઘરે આવ્યો ઘરે આવીને જોયું ઘરની લાઈટ જતી રહી હતી એ જોઇ નેે જોર જોર થી રડવા લાગ્યો કાલે મારે પરીક્ષા છે મારું શું થશે મને કંઈ આવડતું નથી મેં કંઈ વાંચ્યું જ નથી સોનુ ને પસ્તાવો થયો, જો મેં પણ વાનીની જેમ સાચા સમયે બધું જ વાંચી લીધું હોત તો અત્યારે મારે રડવું ના પડત !

જે સમયનું કરે સન્માન ભવિષ્યમાં જ કહેવાય મહાન.


Rate this content
Log in