STORYMIRROR

Bhumi Ladumor

Abstract

2  

Bhumi Ladumor

Abstract

દીકરો

દીકરો

2 mins
133

 એક વૃદ્ધ પોતાના દીકરા સાથે જમવા માટે એક રેસ્ટોરન્ટમાં આવ્યા. બાપ- દીકરો બંને વાતો કરતા કરતા જમી રહ્યા હતા. જમતાં જમતાં વૃદ્ધના હાથ ધૂર્જવાથી ટેબલ પર અને એના પોતાના કપડા પર દાળ- શાક ના છાંટા ઉડતા હતા અને કપડા ગંદા થતા હતા.

  આસપાસમાં જમી રહેલા બીજા લોકો આ જોય ને મોઢું બગડતા પણ દીકરો દરેક વખતે પિતાની સામે જોઈ મધુર સ્મિત આપે જમવાનુ પૂરું થયું ત્યાં સુધીમાં પિતાના હાથ મોઢું અને કપડાં ગંદા થય ગયા હતા.

  દીકરો પોતાના પિતાને વોશરૂમમાં લય ગયો. ખુબ પ્રેમ થી પિતાના કપડાં પરના ડાઘ સાફ કર્યા પછી હાથ અને મોઢું બરાબર સાફ કરી આપ્યું. દીકરા સાથે પિતા વોશરૂમની બહાર આવ્યા ત્યારે પિતા નું પેટ તો ભોજનથી ભરાય ગયું હતું પણ હદય પણ દીકરાના પ્રેમથી તૃપ્ત થય ગયુ હતું.

  દીકરો બિલ ચૂકવી ચાલતો થયો એટલે રેસ્ટોરન્ટમાં જમી રહેલા એક વૃદ્ધ એમને ઊભો રાખ્યો અને કહ્યું, " બેટા તારો આભાર કે તું અહીંયા ભોજન કરી રહેલા દીકરાઓ અને પિતાઓ માટે ક્યક મૂકીને જય રહ્યો છે." યુવાને કહ્યું , " હું મારી સાથે જે લાવ્યો હતો એ બધું જ લયને જય રહ્યો છું આપની કય ભૂલ થતી લાગે છે. હુ કય મૂકીને નથી જતો." 

  વૃદ્ધે ગળગળા થાયને કહ્યું ," ના બેટા કોય ભૂલ નથી થતી તું અહીંયા બેઠેલા દરેક દીકરા માટે " પ્રેરણા" અને દરેક વૃદ્ધ માટે એક "આશા" મૂકીને જય રહ્યો છે." 

  મિત્રો , માતા-પિતા કે દાદા-દાદીને એને પોતાનું શરીર કામ કરવામાં સાથ ન આપે ત્યારે એને આપણા સાથની ખુબ જરૂર હોય છે. આવા સમયે જો આપણે એમની સાથે હોયએ તો એનાં અડધા દુઃખ વગર દવાયે જતા રહે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract