Manishaben Jadav

Inspirational Children

4.6  

Manishaben Jadav

Inspirational Children

દિવાળીની રોશની જગમાં પ્રસરે

દિવાળીની રોશની જગમાં પ્રસરે

2 mins
295


"આવી આવી દિવાળી

મને ગમતી દિવાળી

રોશની લાવે દિવાળી

રંગોળી ની દિવાળી"

દિવાળી એટલે દીવડાંનો તહેવાર. રંગોળીનો તહેવાર. ફટાકડાનો તહેવાર. નવી નવી મીઠાઈને કપડાં. સૌ કોઈ આ તહેવારની આતુરતાથી રાહ જુએ. ચહેરા પર જાણે ખુશીઓની મીઠી લહેરખી જોવા મળી.

"उत्सव प्रिय खलु मनुष्या।"

પરંતુ આજ જાણે સૌથી વધુ ખુશી આકાશનાં ચહેરા પર દેખાતી. આકાશ ઘણાં બધાં દીવડાં પ્રગટાવી તેને એક હારમાં બહારની અગાશીમાં ગોઠવી રહ્યો હતો. જાણે એક ફૂલોની માળાની જગ્યાએ એક દીપમાળાથી ઘર સજાવટ કરી હોય. આકાશના માતા તેની પાસે આવે છે. 

 આકાશની માતા પૂછે છે," આકાશ તું આજે એટલો ખુશ કેમ છે ? તારી ખુશીનું કારણ શું ? અમને પણ કહે. અમે બધાં તારી ખુશીમાં ભાગીદાર થઈએ....."

આકાશ કહે," તમે તો જાણો છો દિવાળી એટલે અંધકાર પર પ્રકાશનું પર્વ. મેં આજે દીવડાં પ્રગટાવી અંધકાર દૂર કરવા માટે દીવડાંઓની દીપમાળા બનાવી છે. આનાથી બધે રોશની ફેલાશે. સૌ ખુશ થઈ જશે." બધે રોશની જ રોશની હશે."

"દિવાળીના દિવસે પ્રગટે ઘેર ઘેર દીવા

અંધકાર દૂર કરીને ફેલાવે રોશની દીવા

આપણે કરીએ દીવા પ્રેમના અંતરના ઉમળકાથી

ભરી રોશની સૌના દિલમાં આનંદને વહેંચીએ."

આકાશની માતા કહે," બેટા ... વાત તારી સાવ સાચી. પરંતુ દિવાળીની સાચી ઉજવણી કોને કહેવાય ખબર .....આપણાં દેશમાં ઘણાં લોકો એવા છે જેને પૂરતું બે ટંક જમવા પણ મળતું નથી. એવા લોકોને મદદ કરી તેના જીવનમાં અજવાળું કરીએ એ જ સાચી દિવાળીની ઉજવણી...."

આકાશને આ વાત મનમાં ઘર કરી ગઈ. દિવાળીના બીજે જ દિવસે તે પોતાની પાસે પડેલા ખિસ્સાં ખર્ચના પૈસામાંથી મીઠાઈ અને કપડાં ખરીદી લાવ્યો. અને તેની સાથે ભણતાં એક બાળકના ઘરે જઈ આપ્યા. જેની સ્થિતિ સાવ સામાન્ય હતી. તેના ચહેરા પર એણે દિવાળીની સાચી મજા દેખાણી.

આકાશ ઘરે આવ્યો. અને કહ્યું," આજે મેં ખરેખર દિવાળીની ઉજવણીનો મતલબ જાણ્યો. હવે પછી હું બીજાનાં જીવનમાં અજવાળું કરીશ અને દિવાળી મનાવીશ.

"દિવાળીની ઉજવણી કરીએ સૌ

દીવડાં પ્રગટાવો, રોશની ફેલાવો

સૌનાં જીવનમાં અજવાળું કરો

દુઃખના એ અંધકારમય છાયાને 

સૌની જીવનનૈયાથી દૂર કરો."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational