Jagruti Pandya

Tragedy

4.6  

Jagruti Pandya

Tragedy

દિવાળી ક્યારે છે ?

દિવાળી ક્યારે છે ?

2 mins
263


અઘરો છે પ્રેમ અને,

અઘરા છે આશિષ.

રોડ પરથી સળગી ગયેલાં ફટાકડાં વીણતાં વીણતાં આ માસુમ બાળકો, કોઈકે આપેલા રૂપિયામાંથી દુકાને ખાવા માટે પડીકાં લેવાં જતાં હતાં. 

ગયા વર્ષે વેણુ અને અંકુરે, બેંગ્લોરમાં આવાં ગરીબ બાળકોની સાથે, તેઓને ફટાકડા ફોડવા આપી અને તેઓની સાથે જ ફટાકડાં ફોડીને દીવાળી ઉજવી હતી. આવાં બાળકોના ચહેરાં પરની ખુશી એ જ સાચી દિવાળી. 

ઘણાં સમયથી વેણુંની ઈચ્છા આવા બાળકોને કંઈક આપવાની હતી. 

ધનતેરસને દિવસે વેણુએ આ બાળકોને બોલાવ્યા અને સૌનો વાટકામાં નાસ્તો ભરી આપ્યો. બાળકો ખુશ ખુશ થઈ ગયા. બાળકોને ચોકલેટ અને મીઠાઈ પણ આપવી હતી. પરંતુ ઓચિંતા આવેલાં આ બાલદેવો માટે થોડાં ઘણાં નાસ્તા સિવાય કાંઈ નહોતું. મનમાં દિવાળીના દિવસે આ બાળકોને મીઠાઈ અને નાસ્તો વહેચવાનું વિચારી ને બાળકોને વિદાય આપી અને ફરીથી દિવાળીના દિવસે આવવા જણાવ્યું. 

દિવાળી ક્યારે છે ! એ જ ખબર ના હોઈ, બાળકોએ પૂછ્યું,  

" દિવાળી ક્યારે છે ? "  

આ સાંભળી ખૂબ જ દયા આવી કે અરે રે !

દિવાળી ક્યારે છે ? તે પણ ખબર નથી !

આજે દિવાળીના દિવસે આ બાળકો, ઘર આગળથી ફૂટેલા ફટાકડાં વીણતાં વીણતાં મસ્તીમાં જતા હતાં. બે દિવસ પહેલાંની વાત પણ ભૂલી ગયા હતા. 

કેવાં નિજાનંદમાં મસ્ત બાળકો ! 

કે જેમને કંઈજ પરવા નથી. 

નથી, ભૂત, ભવિષ્યની ચિંતા કે નથી

આપેલા વાયદાની ચિંતા.

ખરેખર બાળકો ભૂલી ગયા હતા, કે બે દિવસ પછી દિવાળી છે અને અમને અહીંથી કઈક મળવાનું છે. આપવાનું હોય તેને ચિંતા, અમે તો અમારી મસ્તીમાં મસ્ત.

અને, આજ સવારથી જ નજર થોડીથોડી વારે બારીમાં ડોકાતી, આ બાળકોને જોવા,

બરાબર બાર વાગ્યાની આસપાસ,

કદાચ આ બાળકોને ભૂખ લાગવાના સમયે જ, આશરે પંદરેક ( તે દિવસ કરતાં વધારે સંખ્યામાં) બાળકો, દિવાળી પર કોઈકે આપેલા રૂપિયામાંથી મનપસંદ પડીકાં ખરીદવાં દુકાને જતાં હતાં. 

અમને આપેલો વાયદો અને અમને પણ ભૂલીને.

બાળકોનું આખું ટોળું જતું હતું. સૌનો બોલાવ્યા અને તેમની સાથે જ, ઉપાઘ્યાય સાહેબ દુકાને ગયા. બાળકોની મનપસંદ વસ્તુઓ, બિસ્કીટ અને પસંદગીની ચોકલેટ્સ ખરીદી અને જેમ વાંસળીવાળાની પાછળ ઉંદરોનું ટોળું હતું, તેમ જ સાહેબની પાછળ આખું લંગર.

વેણુંને આજે દિવાળીને દિવસે પણ રજા નથી, ચાલુ કામમાં દસેક મિનિટનો બ્રેક લઈને બાળકોને મિજબાની આપી. 

આજ સૌના ચહેરા પર એક અનોખી ખુશી હતી. 

જેને દિવાળી ક્યારે છે ? ફટાકડા કદી ફોડ્યા નથી, મીઠાઈ કદી ખાધી નથી, નવા કપડાં પહેર્યા નથી,આવાં અને આવાં જ બાળકોને દિવાળીની ખુશી આપી, અમે સાચા અર્થમાં ઉજવણી કર્યાની અનંતગણી ખુશી પામ્યા.

હે પ્રભુ! 

આવાં ને આવાં પુણ્ય કાર્યો કરાવજો, 

સૌની ઝોળી ખુશીઓથી ભરજો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy