Jagruti Pandya

Tragedy

4.0  

Jagruti Pandya

Tragedy

સાહેબને ધૂળની એલર્જી છે

સાહેબને ધૂળની એલર્જી છે

1 min
189


ધરમસિંહ એક પ્રાથમિક શાળામાં શિક્ષક. નિયમિત શાળાએ આવે અને સૌથી પહેલાં આવી બાળકો સાથે સફાઈ કરવા લાગે. બાળકોને સાહેબ સાથે સફાઈ કરવાનો ખૂબ આનંદ આવે. 

આસો મહિનાની નવરાત્રિના છેલ્લાં દિવસોમાં ત્રણ ચાર રજાઓ એક સાથે આવી હતી.

દશેરાના બીજા દિવસે શાળામાં જવાનું હતું. નિયતક્રમ મુજબ ધરમસિંહ વહેલાં પહોંચ્યા. સાહેબને જોઈને બાળકો ખુશ થઈ ગયાં. સફાઈ કરનારાં બાળકોમાંથી એક બાળક જોર જોરથી પગલુંછણીયું ઝાટકીને સાફ કરતું હતું એમાંથી ઘણો બધો દળ ઊડતો હતો. ધરમસિંહને ધૂળની એલર્જી. બાળકને આ રીતે પગલુંછણીયું ઝાટકતાં જોઈને ધરમસિંહ બોલ્યા, ' બેટા ! સહેજ આગળ જઈને ખંખેર મને ધૂળની એલર્જી છે.' આ સાંભળી બાળકે તે સમય પૂરતું પગલુંછણીયું ખંખેરવાનું મોકૂફ રાખી આગળની સફાઈ કરવા લાગ્યો.

પગલુંછણીયું મોટું હતું એટલે બાળકે વિચાર્યું કે બીજાં બાળકો આવે ત્યારે બે ત્રણ જણાં દૂર લઈ જઈને ખંખેરી આવશે. થોડી જ વારમાં બીજુ એક નાનું બાળક આવ્યું. પોતાનું દફતર મૂકી તરત જ સફાઈકાર્યમાં જોતરાયું. અને બહાર જઈને પગલુંછણીયું ખંખેરવા લાગ્યું. આ જોઈને સફાઈ કરતો બાળક બોલવા લાગ્યો, ' અરે અહીં પગલુંછણીયું નથી ખંખેરવાનું ! બહાર દૂર જઈને ખંખેરવાનું છે. તને ખબર નથી ? સાહેબને ધૂળની એલર્જી છે !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy