દિલ
દિલ
મારુ દિલ "મા" ના પ્યાર માટે તડપતુ રહેતુ. મારુ દિલ આમ તો બહાદૂર છે પણ અમુક સંજોગોમાં ડરપોક બની જાય છે. દરેક માણસનો એક મિત્ર હોય છે તે દિલ છે. દિલ હમેશા ગુપ્ત મદદ કરતો જ રહે છે. ભગવાન તરફથી મળેલી મોટી ગિફ્ટ છે આ દિલ. જો એ બંધ થઈ ગયુ તો ખાલી ખોળિયું જ રહે છે.
દિલ અનેક ગુપ્ત રહસ્યો ને છુપાવીને ધડકે છે. દિલ નવા નવા સાહસો ખેડતુ રહે છે. આ દુનિયાનો સૌથી સાચો સાથી આપણુ દિલ જ છે. આરામ કયાઁ વગર સતત ધડકતુ રહે છે. કેટલીય વાર તૂટયા પછી પણ અવિરત ધબકતું રહે છે દિલ. આ દિલ ના હોય તો આપણી ચેતના જ ન હોય. આ દિલથી જ દુનિયા છે અને દુનિયા જ આપણુ દિલ છે. ભાવનાથી ભરેલુ દિલ હોય તો દુનિયા રંગીન લાગે છે.
