દિકરીને શું આપશો?
દિકરીને શું આપશો?
દિકરી ને જીવવાની આઝાદી આપો. જયાં કોઈની વાસનાનો શિકાર ના બને એવી સુરક્ષા કવચ આપો. જિંદગીમા આગળ વધવાની તક આપો. દિકરા દિકરીમાં ભેદભાવ ના રાખી દિકરીને ન્યાય આપો. દિકરીએ પારકા ઘરે જવાનુ છે તો સહન કરવું જ પડે એવી માનસિકતા સુધારી એને હિંમ્મતવાન બનાવો. દિકરીને પણ આત્મબળથી એકલા જીવતા શીખવાડો. દિકરીને સાસરે મોકલ્યા પછી એ જ તારુ ઘર છે એવું નહીં પણ હવે તારા બે ઘર છે એવો હક્ક આપો. દિકરાને જ વારસદાર નહીં દિકરીને પણ વારસદાર તરીકે જાહેર કરો. દિકરીને ભણાવી, ગણાવી, આત્મનિર્ભર બનાવો. દિકરીને શું આપશો? એવો સવાલ જ ન ઉદભવે એવુ ઘડતર આપો.
તો આવો આપણે જ પહેલ કરીએ અને દિકરીઓને આઝાદીથી, અને નિર્ભયથી જીવવા માટેની કાબેલિયત આપીએ.