દીકરી
દીકરી
મમ્મીને થાકેલી જોઈને ૧૦ વર્ષની દીકરી કહે છે, "મમ્મી તું રેવા દે, શેઠને પૈસા હું આપી આવું છું."
મમ્મી ના પાડે છે તો પણ દીકરી માનતી નથી, કંટાળીને એની મમ્મી એને લાફો મારી દે છે અને દીકરી રડતી રડતી જતી રહે છે.
એ લાફાનું કારણ ફક્ત મમ્મી જ જાણે છે. દીકરીને ક્યાં ખબર છે કે એની મમ્મી એને આ દુનિયાની હેવાનિયતથી બચાવે છે !
