STORYMIRROR

Rekha Shukla

Drama Action Others

3  

Rekha Shukla

Drama Action Others

દીકરી

દીકરી

2 mins
185

પ્રણામ  દીકરી

પિતા અને પુત્રી નો એક કમાલનો સંબંધ છે, પિતા ને પુત્રીનું કંઈ લેવું જ નથી અને પુત્રી ને પિતા માટે બધુ જ આપી દેવું છે. સૃષ્ટિનાં સર્જનહારે આ સંબંધમાં ખોબો ભરીને પ્રેમ ઢોળી નાખ્યો છે. ગયા સાત ભવમાં જેણે પુણ્ય કર્યા હોય એને જ આ ભવમાં 'દીકરી' મળે છે.

પાછલા જન્મમાં કરેલા પુણ્યની રસીદ ભગવાન આ જન્મમાં 'દીકરી' ના સ્વરૂપે આપણને આપે છે એટલે વટથી કહેજો કે મારા ઘરે 'દીકરી' છે.

આ સંસારમાં 'દીકરી' બધા ના નસીબ મા ક્યાં હોય છે ઈશ્વર ને જે ધર પસંદ પડે ત્યાં જ 'દીકરી' હોય છે.

અણી ના વખતે કામ મા લાગે એવી ધર ના ખૂણે સંતાડી રાખેલ સોનામહોર એટલે 'દીકરી'.

બાપ ની પળ-પળ ચિંતા કરે એનુ નામ 'દીકરી'.

આંસુ અને 'દીકરી' સરખા જ છે બાપ માટે, આંખે આવે છે આંસુ વહી જવા માટે.. તો 'દીકરી' પણ કયાં આવે છે રહી જવા માટે.

એક પિતા એ શુ મસ્ત કહ્યું છે કે સુખમાં સાથ જોઈએ બાકી દુઃખ માં તો મારી 'દીકરી' જ કાફી .

ઉપર બેઠો બેઠો એ કેટલા ધરો મા ધ્યાન રાખે એટલે બહુ વિચારીને અંતે ઈશ્વરે ધરતી પર 'દીકરી' ને મોકલી.

કાલે જરૂર લાવી દઈશ આટલુ બોલો ને તે માની જાય, તેવી ધર મા એક જ વ્યક્તિ અને તે છે 'દીકરી'. 

માતા-પિતા ના દિલ ના કોડિયામાં સંસ્કારોનાં તેલ વડે, વાત્સલ્યની દિવાસળી થી ઘર અને સમાજ ને ઉજાગર કરનારી દિવેટ એટલે 'દીકરી'.

પ્રેમ નો પ્રવાહ, વાત્સલ્યનો રણકાર, સંસ્કારોની સુરત, કળિયુગ મા સતયુગ, બલિદાનની પરાકાષ્ઠા એટલે 'દીકરી'.

કોઈ એ પૂછ્યું એક 'દીકરી' ના જીવન નો મુશ્કેલ ભાગ કયો ?

'દીકરી' એ રડતા રડતા માત્ર એટલું જ કીધું કે,

લગ્ન પછી પોતાના ઘરમાં જ મહેમાન બની ને આવતું તે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Drama