દીકરી
દીકરી
રમેશભાઈ અને રમાબેનનો સુખી સંસાર હતો. દીકરો યશ ને દીકરી કૃતિ. યશ ને ભણાવી ગણાવી ડોક્ટર બનાવ્યો. હવે એ અમેરીકામાં છે. જયારે કૃતિ બી. એડ કરી શાળામાં શિક્ષિકા છે. રોજ મા દીકરી વચ્ચે ઝગડો થાય રમાબેન દીકરી ને કહે હવે તારી ઉંમર થઈ તું કેમ કોઈ મુરતીયા ને હા પાડતી નથી. રમેશભાઈની તબીયત પણ સારી રહેતી નથી. પણ કૃતિ ને તેના માતા પિતાની ચિંતા થાય છે. એ કહેતી મારા ગયા પછી તમારૂ કોણ ?
આ સાંભળી રમાબેનનાં આંખમાં આંસુ ધસી આવ્યાં. કારણ કે રમાબેન હંમેશાં પોતાના દીકરાને વહાલો રાખતા કહેતા કે દીકરી તો પારકી થાપણ કહેવાય. પણ,આજે એજ દીકરી મા બાપનો સહારો બનવા તૈયાર છે. જયારે દીકરો યશ પોતાના સપનાઓ પૂરા કરવા વિદેશમાં છે.
સમાજમાં હંમેશા દીકરી કરતા દીકરાને વધુ માન મળે છે. પણ, મા બાપ જોઈ જીવ બાળવાવાળું જો કોઈ હોય તો એ દીકરી છે.
'દીકરી વિનાનું ઘર સ્મશાન છે.'
