Sanjaykumar B Dohat

Abstract Children Stories Inspirational

4.5  

Sanjaykumar B Dohat

Abstract Children Stories Inspirational

ધીરજ

ધીરજ

1 min
190


 મેહુલ નામનો છોકરો. જે ભણવામાં હોશિયાર. તેણે એક દિવસ ઘરની સામે વાંસ અને  કેકટસના રોપાઓ પણ સાથે વાવ્યા હતા. તેમણે દરરોજ બંને છોડની સંભાળ લીધી. એક વર્ષ વીતી ગયું. કેકટસના રોપાઓ મોટા થયા, પણ વાંસનો છોડ એમનો એમ જ હતો. મેહુલે હાર ન માની અને તે બંનેની સંભાળ લેવાનું ચાલુ રાખ્યું. એ જ રીતે, થોડા મહિનાઓ વીતી ગયા, પરંતુ વાંસના છોડ તેમજ મેહુલે નિરાશ થયા વિના તેની સંભાળ ચાલુ રાખી. થોડા વર્ષ પછી વાસ મોટો અને મજબૂત થયો. 

હકીકતમાં, વાંસનો છોડ પહેલા તેના મૂળને મજબૂત કરી રહ્યો હતો, તેથી તેને વધવા માટે થોડો સમય લાગ્યો. જયારે કેક્ટસ રોપો મોટો થયો પણ મજબૂત નહીં.               

જ્યારે પણ આપણા જીવનમાં સંઘર્ષ કે મુશ્કેલીઓ આવે ત્યારે આપણે નિરાશ ન થવું જોઈએ અને આવી સ્થિતિમાં આપણે આપણા મૂળને મજબૂત કરવા જોઈએ. જલદી જ આપણા મૂળ મજબૂત થશે, આપણે આપણા લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધીશું. ત્યાં સુધી, વ્યક્તિએ ધીરજ રાખવી જોઈએ. 


Rate this content
Log in

Similar gujarati story from Abstract