ધગશ
ધગશ
મનમાં હોય ધગશ તો તમને આગળ વધતા કોઈ રોકી શકતું નથી.
શહેરનાં ટાઉન હોલમાં આજે ઘણી મેદની ઉમટી હતી. શહેરનાં કલેકટરને આજે એક ખાસ એવોર્ડથી સન્માનિત કરવાનાં હતાં. યુવા કલેક્ટર એટલે કે ભુવન ઠાકોર. અને આ એવોર્ડ હાથમાં લઈને તે જૂની વાતો યાદ કરવાં લાગ્યો.
વરસો પહેલાની વાત છે. ભુવન તેના મા અને બાપુ સાથે ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો. સવારે શાળાએ જાય અને બપોર પછી ગલીનાં નાકે એક ચ્હાવાળાની લારી હતી ત્યાં ચ્હા દેવાની અને કપ રકાબી ધોવાનું કામ કરતો. એક દિવસ કેટલાક સરકારી બાબુઓ આવ્યા અને બાળ મજુરી કાયદાની કડપ બતાવી પકડી ગયા. હવે ભુવન પાસે કોઈ કામ ન હતું આજ લારીમાં એક શિક્ષક રોજ ચ્હા પીવા આવતાં એ શિક્ષક ભુવનને જાણતા હતાં તો બપોર પછી એ શિક્ષક ભુવનને રોજ મંદિરનાં ઓટલા પર ભણાવતા અને આજે એ શિક્ષકનાં કારણે જ ભુવનનાં હાથમાં આ એવોર્ડ છે.
સ્ટેજ પરથી ભુવન એ શિક્ષકને આ પોતાનો એવોર્ડ અર્પણ કરે છે. હકીકતમાં એ શિક્ષકે જ ફરિયાદ કરી હતી અને ભુવનને બાળમજૂરીનાં સંકજામાંથી છોડાવ્યો હતો. અને આગળ ભણાવી આજે આ પદ પર પહોંચાડયો હતો.
કાયદાઓ ઘણા છે કે નાની ઉંમરનાં બાળકો પાસે કામ ન કરાવવાં પણ તેનો અમલ થતો નથી. દરેક ભુવનને આવા શિક્ષક મળી જાય તો...!
