ધગસ
ધગસ
"ધગસ" એ સ્વપ્ન જોવાની, એને સંપૂર્ણતઃ પુરું કરવામાટે પોતાને એટલી હદ સુધી તૈયાર કરવાની કે ભલેને જગ આમથી તેમ કેમ ન થઈ જાય પણ જે ધાર્યું છે, જે સ્વપ્ન જોયું છે, જે દિશા નકકી કરી છે, ત્યાં સુધી તો પહોંચીને જ જંપીશ સુધી પહોંચવાની સફર એટલે જ "ધગસ"...
કિશોર નાનપણમાં બહું રમકડાંથી રમ્યો હતો, અને એમાંય એની પાસે સહુથી વધારે પડતાં જો કોઈ રમકડાં હતાં તો એ એટલે કારનાં, ખબર ન પડતી કિશોરના માતા પિતાને કે આ ગાડીઓ જ આને કેમ આટલી ગમતી હશે ? એમાંય અલગ અલગ જાતની કાર, કલર, અને પાછી એમાં શોધતો પોતાને માટે સ્પીડવાળી ગાડી, કદાચ આજ એનો ઉત્સાહ, એની ગાડીને લઈને કઈક અલગ જ પ્રકારના લગાવથી,ક્યાક આટલી બધી ફક્ત એને જ લઇને પસંદગીથી પિતા બિચારા આવકનું ધોરણ ઓછું હોવાને લીધે થોડાં વિચારોમાં ગરકાવ થઇ જતાં, કે મારા દીકરાની પસંદ અને ઇચ્છાઓ કાઈક વધારે જ ઉંચી છે.
છતાં ક્યારેય પોતાની પરિસ્થિતિ ને પોતાનાં સંતાનની ખુશી આડે ન આવવા દેતા, અને એનાં ગાડીઓના લગાવને પણ નહી રોકતાં. બસ એને સ્વપ્નો જોવા દેતા, સ્વપ્નો જોવામાં કયાં કોઇ ખર્ચો થાય છે, હમણાં જુવે છે ને મોટો થતાં થતાં તો બધુંય ભૂલી જશે.પરંતુ, પિતા કયાં કાઈ જાણતાં હતાં કે આ એમનો દીકરો ફક્ત પોતાનાં જીવનને સ્વપ્નો જોવા સુધીજ નહી પરંતુ, એને પૂર્ણતા સુધી અચૂક લઈ જવાનો છે.
ધીરે ધીરે કિશોર મોટો થઈ ગયો, નાનપણ નાં રમકડાં એક થેલા ભેગાં થઈ જાય છે, પરંતુ એ ગાડીઓ સાથે જોડાયેલ એની યાદો હજીએ અકબંધ છે. કિશોર કોલેજમાં અભ્યાસ કરતો હોવાથી એના ઘણાય સારા મિત્રો બની ગયાં હતાં, પિતાએ પોતાની પરિસ્થિતિને અનુરૂપ એને એક સેકન્ડ હેન્ડ એક્ટિવા અપાવી હતી, અને કિશોરના અમુક મિત્રો પાસે તો કાર હતી, કિશોર એ લોકો પાસે થોડો અચકાતો પરંતુ, મિત્રો તો જાણે કિશોર પર પોતાની મિત્રતા ન્યોછાવર કરી દેતાં હતાં, કારણ કિશોર ભણવામાં ખૂબ હોશિયાર અને સ્વભાવે બહુ લાગણીશીલ સ્વભાવવાળો પાછો, કયારેક કોઇ મિત્ર કેતા કે લે કિશોર તું પણ ગાડી ચલાવતાં શીખ ને ! કિશોર મોંથી ના કહી દેતો પણ, મનમાં તો કેટલાંય તરંગો ફૂટી વળ્યાં હોય, કોઇને જ કયાં ખબર હતી કે કિશોરને કાર ખુબ પ્રિય હતી, જે નાનપણથી એનાજ સપનાં જોતો આવ્યો છે, અને ફરી એક મિત્રનાં આજીજી કર્યા બાદ એકવખત ગાડી ચલાવવાનો પ્રયત્ન કર્યો, અને જાણે એ તો પહેલેથી જ ગાડી કેવી રીતે ચલાવાય એવું જાણતો હોય એમ, ધીરે ધીરે આ કયારેક થયેલી બાબત રોજે રોજ થવા લાગી.
ધીરે ધીરે એટલો તો સારો હાથ બેસી ગયો હતો કિશોરનો કે કોલેજમાં એક આવનારી કાર રેસિંગમાં મિત્રો એ એને પૂછ્યા વગર એનું નામ આપી દીધું હતું. જે કિશોર માટે પણ, આશ્ચર્યની વાત હતી, સમય પાસે આવી રહ્યો હતો અને કિશોર થોડો અચરજ અનુભવતો હતો, ને એનાં પિતાએ કહ્યું કે શું થયું દીકરા કેમ આમ મૂંઝવણ માં હોય એમ લાગે છે ? મને નહીં કહે? કીશોર આખી પુસ્તકની જેમ પિતા સામે ખૂલી ગયો અને જાણે પિતા એની વાતો સાંભળીને થોડાં વર્ષો પાછળ જઇ કિશોરની નાનપણની ઇચ્છાઓ, પસંદગી, એનો લગાવ. જાણે બધું એકજ ક્ષણમાં સામે આવી જતાં, બસ એકજ વાક્ય બોલ્યાં "તું કાર રેસિંગ \માં ભાગ લે બેટા મને વિસ્વાસ છે કે આ કાર ડ્રાઈવરનો દીકરો ચોક્કસ જીતશે."
અને બસ, જાણે થોડી ક્ષણો સુધી બેવ એકમેકનાં પ્રતિબિંબ સમાં એકમેકને પોતાનાં પરછાયાનો ભાગ સમજી બસ ચુપકીદીથી નિહાળતાં રહ્યાં. અને સાચેજ પોતાનાં પિતા ડ્રાઈવર થઇને પણ પોતાને બનતી ખુશીઓ આપવાનો પ્રયત્ન કર્યો છે. અને પિતાને મન ભલેને હું એક ડ્રાઈવર રહ્યો પરંતુ, મારો દીકરો જરૂર પોતાનું નામ કરશે, અને મારું નામ ઉજ્જવળ કરશે...
અને સાચેજ ન ધારેલી સફળતા આજે કિશોર ને મળે છે, મિત્રોનો સાથ, સહકાર અને પિતાનો પ્રેમ અને જીવન ભરનો સંઘર્ષ. સાથેજ પોતાનું સ્વપન, ગમતી બાબતમાં મળેલ સફળતાનો શ્રેય જાણે એના પોતાનાં બધાંજ વ્યકિતઓ ને જાય છે. એક ડ્રાઈવર પિતાનો એક કાર રેસર દીકરો જાણે કે એકબીજાના ભવિષ્યનાં પૂરક ન હોય એમ લાગતું હતું.
