ધ ઘોસ્ટ હાઉસ - ૩
ધ ઘોસ્ટ હાઉસ - ૩
અવધ ઘણો પ્રયત્ન કરે છે પણ દરવાજાનો આંકડીયો ખૂલતો નથી.છેવટે તે જયદીપને બોલાવે છે અને બંને જણા દરવાજો ખોલવામાં લાગી જાય છે. ખૂબ જ મહેનત બાદ આખરે અવધ અને જયદીપ દરવાજાનો આંકડીયો ખોલી આપે છે. અવધ હજુ દરવાજો ખોલવા જાય છે ( પાછળથી ઉદય અવધ પાસે આવે છે )ત્યાં જ ઉદય બોલે છે.
" એ અવધ્યાં,તું પ્લીઝ આ દરવાજો ના ખોલ."
" એ ફાટલી. આમ પણ આપણે અહીંયા સુધી પહોંચી ગયા છીએ. હવે ફક્ત ખાલી દરવાજો જ ખોલવાનો બાકી છે તો એટલી મહેનત કરી છે તો થોડી વધારે મહેનત કરી અંદર જોઈ લેવા દે ને ભાઈ ! "
" યાર ભાઈ. મેં તારી બધી વાત માની છે. મને ડર લાગતો હતો છતાં પણ હું તમારી સાથે અહીંયા સુધી આવ્યો છું. હવે તું પ્લીઝ મારી આ એક વાત તો માન ! "
" તું છે ને ઉદયા ફાટલી નોટ જ રહેવાનો. આમ થોડોક મારી જેમ હિંમતવાન બની જા. સાવ આમ નાની નાની વાતોમાં બીવાનું થોડું હોય."
" એ બધું હું પછી શીખી લઈશ પણ અત્યારે અહીંથી ચાલ બસ."
" એ જયલા હવે તું જ આ ફાટલી ને સમજાવ."
" અરે ઉદય આમાં ડરવાની જેવી કોઈ વસ્તુ જ નથી. આપણે ત્રણેય સાથે તો છીએ જ ને ! તો પછી તને શા માટે બીક લાગે છે ? "
" એ મને નથી ખબર કે ડરવાની વસ્તુ છે કે નહીં પણ બસ તમે અહીંથી અત્યારે ચાલો પ્લીઝ "
" જો ઉદય ! તારે અંદર આવવું હોય તો પણ ભલે અને ના આવવું હોય તો પણ ભલે, બાકી અમે લોકો અંદર જવાના જ છીએ એ ફાઈનલ છે" અવધે કહ્યું.
" સારું તો તમે બંને જઈ આવો. હું અહીંયા જ ઊભો રહીને જ તમારી રાહ જોવ છું."
" સારું હો "જયદીપે કહ્યું.
અવધ અને જયદીપ દરવાજાને ધક્કો મારે છે પણ એ હવેલીનો દરવાજો ખૂલતો નથી. ખૂબ જ મહેનત કર્યા બાદ અવધ પોતાના ખંભાને દરવાજા સાથે પછાડી દરવાજો ખોલવાનો પ્રયત્ન કરે છે છતાં દરવાજો ખૂલતો નથી. આખરે અવધ અને જયદીપ એકી સાથે પગની લાત મારી દરવાજો ખોલે છે.
દરવાજો ખુલતા જ બધું એકદમ શાંત થઈ જાય છે. હોલમાં લટકી રહેલા ઝુમ્મરની લાઈટો બંધ થઈ જાય છે અને સાથે જ હવામાં ઊડી રહેલા બારીના પડદા પણ એકદમ શાંત થઈ જાય છે. હવેલીની અંદર ફરતો કાળો પડછાયો એક રૂમની અંદર ચાલ્યો જાય છે.
અવધ અને જયદીપ હવેલીની અંદર જાય છે અને ઉદય બહાર ઊભો એ બંનેની રાહ જોતો હોય છે. ઉદય પોતાના મોબાઈલની ફ્લેશલાઈટ ચાલુ કરે છે અને આસપાસ જુએ છે. જયદીપ ને ડર લાગતો હોવા છતાં તે અવધ સાથે હવેલીની અંદર આવ્યો હતો. ધીરે ધીરે બંને મિત્રો હવેલીની અંદર આગળ વધે છે. આગળ વધતા જ જયદીપ અને અવધને એક રડતી સ્ત્રીનો અવાજ સંભળાય છે.
" એ અ....અ.....અવધ. તે કશું સાંભળ્યું ? "
" હા...મેં..મેં...મેં સાંભળ્યું "
" અવધ યાર હવે આપણે વધુ આગળ નથી જવું. અહીંથી જ પાછા વળીએ હો !"
" યાર હવે તું ક્યાં પેલા ઉદયા જેવો થાય છે ! થોડીક તો હિંમત રાખ."
" અવધ તારે આવવું હોય તો આવ. બાકી હું અહીંથી બહાર જાવ છું "
" અરે યાર !તમે બંને સાવ ફાટલા છો, તમે બંને કેમ નથી સમજી શકતા કે કોઈ આપણી સાથે મજાક કરી રહ્યું છે."
" એ સાચું હોય કે પછી મજાક.હું બસ અહીંથી જાવ છું "
" અરે યાર. શુ કહેવું મારે તને ?
તું તો હવે માનવાનો તો છે નહીં ! હવે મારે જ તારી વાત માનવી પડશે."
આમ વાત કરી બંને જણા પાછળ ફરી ચાલે છે ત્યાંજ ફરી પાછો એક રડતી સ્ત્રીનો અવાજ આવે છે.
" ( રડતા રડતા ) કોઈ બચાઓ મુજે, કોઈ બચાઓ મુજે "
" એ જયલા સાંભળ્યું તે ? અહીંયા કોઈક તો છે જ "
" અવધ જે હોય તે ! તું બસ અહીંથી ચાલ "
" યાર જયલા તારે જવું હોય તો જા.બાકી હું અહીંથી બધું જાણીને જ જઈશ કે કોણ રોવે છે."
" સારું,તો હવે તું મારી વાત માનવાનો નથી એમને ? "
" ના નથી માનવાનો."
" હા તો ભાઈ જેવી તારી ઈચ્છા. હું અહીંયા ઊભો છું, તું હવેલી ફરીને આવ જા."
" હા સારું.હું જાવ છું "
ઉદય ડરતો ડરતો જયદીપ પાસે આવી જાય છે.
" લે.. જો..હવે તો ઉદય પણ તારો સાથ આપવા માટે આવી ગયો."
" હું સાથ આપવા માટે નથી આવ્યો. બહાર મને ડર લાગતો હતો એટલે હું અંદર આવ્યો છું."
"તું પણ ફાટલી રહેવાનો અને આ જયલો પણ. તમેં બંને અહીં ઊભા રહો હું આગળ જોઈને આવું છું "
જયદીપ અને ઉદય ત્યાં જ ઊભા રહે છે અને અવધ ધીરે ધીરે આગળ વધે છે.
" કોન હૈ ? ( એકદમ સન્નાટો હોય છે )
" કોન હૈ ?
બીજા માળેથી ફરી એક રડતી સ્ત્રીનો અવાજ આવે છે. (રડતા રડતા )" મુજે બહાર નિકાલો યહાઁ સે,
મુજે બચા લો "
" આપ કહા હો ?" અવધે પૂછ્યું.
" યહાઁ ઉપર કી ઓર, ( એકદમ ધીમા અવાજમાં )
મુજે બહાર નિકાલો યહાઁ સે "
અવધ ધીરે ધીરે સીડી ચડતા ચડતા ઉપરની તરફ જાય છે. થોડું આગળ જતા જ અવધને એક રૂમ દેખાય છે. અવધ ધીરે ધીરે એ રૂમની તરફ જતો હોય છે.વાતાવરણ એકદમ શાંત અને સન્નાટા ભર્યું હોય છે તેથી અવધના ચાલવાનો પણ અવાજ આવતો હોય છે. અવધ ધીમે ધીમે ચાલી પેલા રૂમની બાજુમાં પહોંચે છે. ત્યાં પહોંચતા જ ઉદયને એક બારણું દેખાય છે જેમાં એ બારણાં ઉપર એક તાળું લગાવેલું હોય છે સાથે જ એ તાળાની ઉપર લાલ રંગનું કપડું પણ બાંધેલું હોય છે અને એ તાળાની ઉપર એક તાવીજ પર રાખવામાં આવ્યું હોય છે.
અવધને આ બાબત થોડીક અજીબ લાગે છે છતાં પણ તે ડર્યા વગર એ બારણાં પાસે જઈને એ તાળાને સ્પર્શ કરે છે. તાળાને સ્પર્શ કરતા જ હવેલી પર કાળા વાદળો છવાઈ જાય છે. વીજળીના ચમકારા થવા લાગે છે. બહાર ઉભેલા વૃક્ષો પવનના કારણે આમ તેમ ઝૂલવા લાગે છે. પક્ષીઓ અને પ્રાણીઓનો અવાજ શરૂ થઈ જાય છે.વાતાવરણ એકદમ કાળું અને ભયાનક બની જાય છે. હવેલીની અંદર લાઈટો ડીમ-ફૂલ ડીમ-ફૂલ થવા લાગે છે. ( આ બધું જોતા જ જયદીપ અને ઉદય અવધ પાસે આવવા નીકળી પડે છે ) આ જોતા જ અવધ થોડો ડરી જાય છે અને પોતાના પગ પાંચ-છ ડગલાં પાછળ લે છે એટલામાં જ ફરી એ સ્ત્રીનો રડતા રડતા અવાજ આવે છે.
" ( રડતા રડતા ) મુજે ઈસ કમરે સે બહાર નિકાલો, મુજે બચા લો "
અવધ બીજું કંઈ પણ વિચાર્યા વગર ફરી એ બારણાં પાસે જાય છે. બારણાં પાસે જઈ તાળું પોતાના હાથમાં લે છે અને ફટાફટ તાળા ઉપરનું તાવીજ કાઢી નાખે છે. વાતાવરણ વધુને વધુ ગાઢ અને ડરામણું બનતું જાય છે પણ અવધ કોઈ પણ વસ્તુ મગજમાં લીધા વગર તાળા પર બાંધેલ લાલ કપડું ખોલવા લાગે છે.લાલ કપડું ખોલતા જ અવધની સામે એક બંધ તાળું હોય છે.અવધ આમ તેમ ચાવી શોધે છે એટલામાં જ અવધ ને ઉદય અને જયદીપ દેખાય છે.
" આવો આવો મહારથીઓ. આવ્યા તમે ? "
" એ આવ્યા વાળા ! આ બધું શુ.... શુ...... થાય છે ? " આમ અચાનક કેમ બધું બદલાઈ ગયું અવધ ?
" અરે કહી નથી જયદીપ તું એ બધું છોડ અને આ તાળાની ચાવી શોધવામાં મને મદદ કર."
" કઈ......કઈ...... કઈ ચાવી અને ક્યાં તાળાની ? "
" અરે ઉદય. આ રૂમની અંદર કોઈક છે અને તે વારંવાર મને બચાવી લો , બચાવી લો કહી રહી છે."
" અવધ્યાં તું રે'વા દે. આપણે કઈક બીજી મુશ્કેલીમાં મૂકાઈ ન જઈએ !"
" અરે કહી નહીં થાય જયદીપ. તમે લોકો એક કામ કરો. ચાવી ન મળે તો કોઈ ભારે વસ્તુ લઈ આવો જેથી પેલું તાળું આપણે તોડી શકીએ."
ઉદયા આ અવધ તો આપણી વાત માનવાનો નથી.આપણે હવે કઈક ભારે વસ્તુ લાવવી જ પડશે એમ જયદીપે કહ્યું.
" હા ચાલો.બીજું શું "
ત્રણેય મિત્રો તાળું તૂટે એવી વસ્તુ શોધવામાં લાગી જાય છે. હવેલીમાં આગળ જતાં જ અવધને લોખંડનો એક પાઈપ મળે છે. એ પાઈપ લઈ અવધ એ બારણાં પાસે આવી તાળું તોડવા લાગે છે. એક ઘા, બે ઘા, ત્રણ ઘા અને ચોથો ઘા મારતા જ તાળું તૂટી જાય છે. તાળું તૂટતા જ.......
ક્રમશઃ

