Nirali Shah

Inspirational Others

4.8  

Nirali Shah

Inspirational Others

ડર

ડર

2 mins
200


બસ, હવે રિસેસ પૂરી થશે અને ગણિતનો પીરીયડ ચાલુ થશે, એ વિચાર માત્રથી જ સુહાની ને આખા શરીરે પરસેવો વળી ગયો અને તે થર થર કાંપવા લાગી. ગણિતના અનિલ સરથી એકલી સુહાની નહિ, પણ વર્ગનાં બધા જ વિદ્યાર્થીઓ ખૂબ જ ડરતા હતા. જેમણે ગણિતનું ઘરકામનાં કર્યું હોય તે વિદ્યાર્થીઓને વીસ ફૂટપટ્ટી ખાવી પડતી, દસ જમણા હાથમાં અને દસ ડાબા હાથમાં. જે વિદ્યાર્થી ઓ ને અનિલ સરે ચાલુ વર્ગમાં કરવા આપેલા દાખલા નાં આવડે, તેમણે દસ ફૂટપટ્ટી ખાવી પડતી, અને જે વિદ્યાર્થીઓ દાખલા પૂરા કરવા માટે આપેલા સમય કરતાં થોડી વધારે વાર લગાડે તેમને એક જબરદસ્ત ચિમટો ખણતા અનિલ સર.

સુહાની એકદમ હોંશિયાર વિદ્યાર્થિની હતી, પણ ખબર નહિ કેમ અનિલ સરનાં પીરીયડમાં એનાથી કોઈ ને કોઈ ભૂલ ડરનાં માર્યા થઈ જતી અને અનિલ સર એને જબરદસ્ત ચિમટા ખણી લેતા હતાં.કોઈ વાર ફૂટપટ્ટી પણ ખાવી પડતી હતી. ગણિતમાં સોમાંથી સો માર્કસ લાવતી સુહાની ને ધીરે ધીરે ગણિત પ્રત્યે નફરત થવા માંડી અને એણે આજે તો નક્કી જ કરી લીધું કે કાલથી તો શાળાએ આવવું જ નથી.

બીજા દિવસે સુહાનીએ એની મમ્મીને પેટમાં દુખાવાનું બહાનું કાઢ્યું, ત્રીજા દિવસે માથું દુ:ખવાનું, ચોથા દિવસે ચક્કર આવવાનું, એમ કરતાં કરતાં સળંગ ચાર દિવસ સુધી સુહાની શાળાએ ના ગઈ. અને એના મમ્મી - પપ્પા એને ડોકટર પાસે લઈ ગયા. ડોકટરે બધા ટેસ્ટ કરાવ્યા પછી તારણ કાઢ્યું કે સુહાનીને મનોચિકિત્સકને બતાવવાની જરૂર છે. એને તો નખમાય રોગ નથી.

ડૉ.શિવેન શાહ ખૂબ જાણીતા મનોકિત્સક હતાં. તેમણે સુહાનીનાં મમ્મી - પપ્પાની બધી વાત સાંભળ્યા પછી, ધીરે ધીરે સુહાની સાથે શાળામાં અલગ - અલગ પીરીયડમાં થતાં અલગ અલગ અભ્યાસની ચર્ચા કરી અને અંતમાં જાણી લીધું કે સુહાનીને ગણિતનો પીરીયડ નથી ગમતો ને એનું મૂળ ગણિતનાં શિક્ષક અનિલ સર છે.

બસ પછીતો સુહાની નાં મમ્મી - પપ્પા,ડોકટર નાં સમજાવ્યા પ્રમાણે શાળામાં જઈને અનિલ સરને મળ્યા અને સુહાની હાલત વિશે વાત કરી.અનિલ સરને પણ એ સમજાઈ ગયું કે, "શિસ્ત ચોક્કસ જરૂરી છે પણ ભણતર ના ભોગે તો નહિ જ."

#TravelDiaries


Rate this content
Log in

Similar gujarati story from Inspirational