STORYMIRROR

Nirali Shah

Inspirational Others

3  

Nirali Shah

Inspirational Others

ડોલરનું ઘેલું

ડોલરનું ઘેલું

1 min
258

કનીજ ગામ નાં મનહરભાઈ ને એકમાત્ર દીકરો હતો નામ એનું કુશલ. કુશલ ભણવામાં હોશિયાર હતો પણ કુશલનું નાનપણથી જ અમેરિકા જવાનું અને ત્યાં જઈને ડોલર કમાવાનું સપનું હતું. ભણીગણી ને એન્જિનિયર બનેલા કુશલ માટે ઘણી ભણેલી અને સારા ઘરની છોકરીઓનાં માંગા આવવા લાગ્યા પણ કુશલે તો નાનપણથી જ અમેરિકા જવાનું નક્કી કર્યું હતું. આખરે તેનું સપનું સાકાર થયું અને ખુુશી જે અમેરિકાથી ભારતીય છોકરા સાથે લગ્ન કરવા આવી હતી તેણે કુશલ ને પસંદ કર્યો અને ઘડીયા લગ્ન લેવાયાં. લગ્ન પછી ખુશી તો અમેરિકા પાછી જતી રહી નેે ખુશી અમેરિકાની સિટીઝન હોવાથી કુશલ પણ બેે વર્ષમાં અમેેરિકા પહોંચી ગયો. અમેરિકામાં જ ઉછેરેલી બિન્દાસ ખુશી સાથે કુશલને ફાવ્યું નહીં ને એક વાર તેણે ખુશીને આ બાબતે ટોકી, તો ખુશીએ તો રોકડું જ પરખાવ્યયુંં‌ કે અહીં રહેવું હશે તો આ બધું તો સહન કરવું જ પડશેે, આ સાંભળીને કુશલનું અમેેરિકાનું અને ડોલરનું ઘેલું ઊતરી ગયું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational