ડોકટર એજ ભગવાન
ડોકટર એજ ભગવાન
રેવાબેન અને રિધમ બંને મા દીકરી નવાં નવાં શહેરમાં રહેવા આવ્યા હતા. હજુ કોઈને બહુ જાણતાં ન હતાં.
રિધમ સવારે ઓફિસ ગઈ અને રેવાબેન શાકભાજી લેવાં ગયા. અચાનક રેવાબેનને ચક્કર આવ્યા અને બેભાન થઈ ગયા. લોકો તેને હોસ્પિટલમાં લઈ આવ્યા. રેવાબેનને દવા આપી અને તે ભાનમાં આવ્યા. ડોક્ટરને જોઈને રેવાબેનની આંખોમાંથી આંસુઓ નીકળવા લાગ્યાં.
આ એ જ ડોક્ટર હતાં કે જયારે રેવા કોલેજમાં હતી અને રજત પર ભરોસો કરી રેવાએ પોતાની જાતને રજતને સોંપી દીધી. અચાનક ઉલટીઓ થતાં સાવકી મા નાં વાકબાણો અને પિતાની લાચારી જોઈ રેવાએ ઘર છોડી દીધું. અને આ એ જ ડોક્ટર રેવા માટે ભગવાન બનીને આવ્યાં. હોસ્પિટલમાં રેવાની ડિલેવરી કરી. અને રેવાને હિંમત આપી. અને પછી રેવા તેની ઢીંગલીને લઈને ત્યાંથી જતી રહી. હવે આટલા વર્ષે આમ અચાનક ડોક્ટર સામે આવતાં રેવાની આંખો ભરાઈ આવી.
