Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Dina Vachharajani

Inspirational

3.5  

Dina Vachharajani

Inspirational

ડીયર ડાયરી....મૂલ્ય માનવ સંબંધ

ડીયર ડાયરી....મૂલ્ય માનવ સંબંધ

2 mins
346


કોરોનાએ આપણને માનવ સંપર્ક થી દૂર કરી માનવ સંબંધોનું મૂલ્ય સમજાવી દીધું છે. આજે પોતપોતાના ઘરમાં કેદ રહી માણસ સબંધોની ક્ષિતિજ વિસ્તારી રહ્યો છે. લોકડાઉને ઘરનાં સભ્યો ને એકબીજા સાથે રહેવાનો અને કંઈક મજબૂરી, કંઈક મહામારી ના ભયે આદ્ર મને એકબીજાને સમજવા અનુકૂળ વાતાવરણ ઊભું કર્યુ છે. કેટલાય જુદા રહેતા મા- બાપ અને સંતાનો આ કટોકટી માં સાથે રહેતા થઈ ગયાં છે. મા- બાપને મન તો આ એકલતાને વીંધતો ઔચ્છવ છે. પોતાની જ સ્પેસમાં રહેનાર યુવાનો કંઈ કરવાનું ન હોવાથી મા - બાપ સાથે વાતચીત કરતાં થઈ ગયાં છે. સામા પક્ષે કેટલાય ઘરોમાં રસોઈયાને બદલે મા ના હાથે રંધાયેલી રસોઈ ની મીઠાસ સંબંધોમાં ઘૂંટાવા માંડી છે.

પોતાની જ મસ્તી ને મોજમજા માં રહેતા યુવાનો વર્ષો થી ન મળાયું હોય એવા મિત્રો ને સગાવહાલા સાથે ચેટ કરી નજીક આવી રહ્યા છે. એકલા રહેતા મિત્રો ને દિવસમાં દસ વખત વોટ્સએપ? પૂછી પોતાની કાળજી જતાવી રહ્યા છે. વયસ્કો પણ સગાવહાલા, મિત્રો ને યાદ કરી - કરીને ફોન કરતાં થઈ ગયાં છે,સલાહ સૂચન આપતા થઈ ગયાં છે. આ 'વી કેર' ની ભાવના માનવ મનને સઘિયારો અને હૂંફ પૂરી પાડે છે. જો હંમેશા બધાં એકબીજાની આવી કાળજી લે તો ડીપ્રેશન, આપઘાત જેવી સમસ્યા જરૂર ઓછી થાય.

રોજબરોજના જીવનમાં મદદ કરતાં લોકો જેમ કે ઘરકામ કરનારા, ધોબી,દૂધવાળો જેવા શ્રમજીવી ઓની ગેરહાજરી અને ડોક્ટર, સફાઈ કામદાર,પોલીસ વગેરેની પોતાના જાનના જોખમે અત્યારે પણ હાજરી આપણાં એમની સાથે ના સંબંધ ની અગત્યતા સમજાવે છે. . આ અહેસાસ,લાગણીઓ કાયમ યાદ રહે તો માનવ સંબંધોમાં તનાવ જરૂર ઘટે.


Rate this content
Log in

More gujarati story from Dina Vachharajani

Similar gujarati story from Inspirational