ડાઉન ટુ અર્થ
ડાઉન ટુ અર્થ
શહેરની મધ્યમાં આવેલ એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા અભિષેકને પ્રમોશન મળતાં જ ચારેકોર ખુશીનું વાતાવરણ ફેલાઈ ગયું.
કંપનીમાં કામ કરતા કર્મચારીઓએ નોંધ્યું કે પ્રમોશન મળવા છતાં અભિષેકનો સ્વભાવ બિલકુલ બદલાયો નહોતો. એનો સ્વભાવ તો પહેલાની જેમ જ રહેવા પામ્યો હતો. એને પ્રમોશન મલતાં એક અલગ કેબિન આપવામાં આવી. એક સેક્રેટરી પણ તેને પૂરી પાડવામાં આવી.
કોઈ એક દિવસે સેક્રેટરી તરીકે કામ કરતી એલિશાએ પૂછ્યું, " સર, તમને આટલી ઊંચી પોસ્ટ મળી છે તેમ છતાં તમારા સ્વભાવમાં કોઈ બદલાવ ન આવ્યો. તમે તો પહેલાની માફક જ, તમારા સ્વભાવ અનુસાર વરતો છો. સમાન્ય રીતે માણસ જેવું પ્રમોશન મળે કે અહંકારી બની જતો હોય છે. પરંતુ તમારા કિસ્સામાં આ પ્રકારનો કોઈ બદલાવ જોવા મળ્યો નહીં એવું કેમ ? "
" તમે તો જાણતા જ હશો કે હું બ્રીજની પેલે પારથી ઓફિસે આવું છું. મને રસ્તામાં દરરોજ સ્મશાન જોવા મળે છે. રોજ એકાદ માનવશબ તો હું જોઉં જ છું " અભિષેકે કહ્યું.
અભિષેકની વાત સાંભળતા જ એલિશાને 'ડાઉન ટુ અર્થ' નો મતલબ સમજાઈ ગયો.
