STORYMIRROR

Rekha Shukla

Inspirational Others

4  

Rekha Shukla

Inspirational Others

ડાઉન ધ મેમરીલેન

ડાઉન ધ મેમરીલેન

7 mins
255

શિવાંગીને ઉમાકાંત કોલેજમાં મળ્યા ત્યારે તો સામેથી આવતો ઉમાકાંત ત્યાંને ત્યાં જ ઉભો રહ્યો. કેવી હાલત ભલા થઇ હશે એ સમયે, એ તો દિલવાળા જે હોય કલ્પી શકે, જેણે બાંધ્યો હોય રૂપાળો રિશ્તો કદી,એ જ સમજી શકે, એ જ જાણી શકે. આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે. લાગે કે હમદર્દ બની જાય જરા સાથમાં આવે તો કેવું સારું લાગે.  વિચારમાં સ્તબ્ધ ઉભેલા ઉમાકાંતને ચપટી વગાડીને તોફાની સુહાગે જગાડ્યો...જાણે હાંફળો ફાંફળો શિવાંગીને ગોતતો થોડો હસ્યોને સુહાગ તરફ  લીટરલી તાડુક્યો,'તું જરા આઘી ખસ તો, પછી મળું છું તને !' 

'ઓકે, હીરો મળીશ તો મળીશ હું તો કેહવા આવેલી કે હું કુનુમનાલી જવાની છું બધા કઝીન્સ આવે છે કાલે ! બાય'ધુંઆફૂંઆ થતી પોનીટેલ હવામાં ઉલાળતી સુહાગ ત્યાંથી ખસી ગઈ. 

'હાય, હાય ક્યા ચાલ હૈ ! ગુસ્સો તો જાણે જોઈલો ઝાંસીની રાણી ! આંખો તો લખોટી જેવી ગોળમટોળ છે'ધીરજે ધીરે રહીને સાત્વિકના કાનમાં આવું કહ્યું પણ ક્યાંથી સુહાગ

સાંભળી ગઈ કે ફટાક કરતી વળતા પગે પાછી ફરીને ધડ દઈને ધીરજને એક ચોડી દીધી. અવાક સાત્વિક આભો થઈ ગયો. ત્યાં તો અવળા હાથની એને પણ પડી. 

'ઓહ માય ગોડ'બોલતી મોહિની આવીને ઉપરથી મરચું ભભરાવી મોં મચકોડીને ચાલી ગઈ કેશનો હાથ પકડી,'એ જ લાગના છે બેય, વાંઢાના વાંઢા જ રહેવાના'બોલી.

કેશની ગાડી પાર્કિંગ લોટમાંથીનીકળતી ધીરજ જોઈ રહ્યો. સાત્વિક તો વગર વાંકે ધોવાયો તો બાથરૂમમાં ભરાઈ ગયો. 

ઉમાકાંત આગળ વધ્યો. શિવાંગીને બોલાવીને પોતાની ઓળખ આપતા બોલ્યો કે, 'નાઈસ ટુ મીટ યુ ! આપનુંનામ શિવાંગી જને ! આપના બ્રધરને ભાભી અમારી સોસાયટીમાંજ રહે છે તેમને ત્યાં તમારો ફોટો જોયેલો. બંને જણા તમારા ખૂબ વખાણ કરતા હતા.બાય ધ વે આઈ એમ ઉમાકાંત' 

મધુમાલતીના ફૂલ ખોસીને વાળેલો લાંબો ચોટલોનેનીચેના વળ વળી ગયેલા વાંકડિયા વાળ સાથે રમતા રમતાનીચી નજરે જ શિવાંગી બોલી'નાઈસ ટુ મીટ યુ ટુ ઉમાકાંત …જી !'

નૄત્યનાટિકા ભજવાશેનું એલાન તારીખ,વારને સમય, સ્થળ સાથે બુલેટિન બોર્ડ પર મૂકાયું ફ્લાયર. ..નીચે જેને ઇન્ટરેસ્ટ હોય તેનાનામ લખવા વિનંતી . ઉમાકાંતને પોતાનુંને શિવાંગીનું નામ લખવું હતું પણ એકાદ બે પિરિયડ જવા દેવા તે પછી ચેક કરીશ એમ વિચારી તે કેન્ટીન તરફ વળ્યો. ત્યાં મોહિનીને કેશ સાથે એક્સ્પ્રેસો પીતા જોયા. પોતે ઓરેંજ જ્યુસ મંગાવી પે કરતો હતો ત્યાંજ સુહાગ રડ્તી રડતી આવીઃ 'કઝીન્સ નથી આવવાનાને કોઈકના વડીલ ગુજરી જવાથી પ્રોગ્રામ કેન્સલ થયો છે. ને કુનુમનાલીની પત્તર રગડી નાંખી યાર ! વોટ વોઝ યોર પ્રોબ્લેમ યસ્ટરડે ? બાય ધ વે ચાય તો પીવડાવ ચિંગુસ' 

'નથીંગ મચ સુહાગ, આઈ વોઝ જસ્ટ બીઝી'ઉમાકાંતે ચાયનો કપને ઓરેંજ જ્યુસનો ગ્લાસ એક ટેબલ મૂકયોને બેસતા બોલ્યો

‘સો ધીસ ટાઈમ તું નૃત્યનાટિકામાં ભાગ લેવાનીને કે ?' વાતને ઉડાડતા જ બોલી, 'અરે ! મુડ ઓફ છે...નો મોર કુનુમનાલી...!! સો માય ફૂટ નૄત્યનાટિકા ..!' ચાયની ચૂસકી લગાવતાં બોલી. 

ઉમાકાંતે ભજવ્યો ભાગ ક્રિશ્નાનો અને શિવાંગી બનેલી રાધા. સુહાગ જલી ઉઠેલી પણ કંઈ કરી શકી નહોતી. હા ત્યાર પછી સુહાગને શિવાંગી જરા પણ નહોતી ગમતી. સ્ટેજ સુંદર સજાવેલુંને સૌ પ્રેક્ષકગણે ખુબ માણેલીનાટ્યકારોની કલા. સુહાગે મનમાં ગાંઠ વાળી લીધી કોઈ પણ રીતે ઉમાકાંતને શિવાંગીથી દૂર રાખવી. કેશ સાથે મોહિની પણ ભળી ગઈ સુહાગ સાથેને ત્રણે ભેગા થઈ પ્લાન રચવા માંડ્યા. આ તરફ શિવાંગીના મધર-ફાધરનો વિમાન ક્રેશમાં અકસ્માત થયોને આકસ્મિત મૄત્યુની ખબર શહેરના જાણીતા અખબારોમાં છપાઈ. સ્તબ્ધ, સૂનમૂન,એકાંત ઓરડામાં દિવાલો એને ખાવા દોડતી... ભાઈ-ભાભી આવી ગયા પાસે તો પણ શિવાંગી ભૂલી નથી શકતી કંઈજ. અચાનક કિચન તરફ ધસી જાય છે, 'આવી મમ્મી !' જઈને સૂના કિચનમાં મમ્મી તો નથી. પાછી રડે છે. ક્યારેક શાલ લઈને પપ્પાની ખુરશી પર પાથરવા ચાલી જાય છે. સમય અટક્યો નથી પણ  સભાનતા ભૂલાઈ રહી છે. શિવાંગી યાદ રાખવા મથે છે. 

સુહાગ દિલગીરી બતાવવાનો ડોળ કરે છે. મોહિનીને કેશ પણ આવીને સાંત્વન આપી જાય છે નામનું જ. સુહાગ હજુ પણ ગુસ્સામાં જ છે પણ બહાર બતાવતી નથી. મન ફ્રેશ કરવા ઉમાકાંત શિવાંગીને લઈને બહાર નીકળવાનું જણાવે છેઃ 'બીજે કયાંય નહીં પણ ચાલ શિવના મંદિરે જઈએ ત્યાંનાનક્ડી નદી પણ છે. દર્શન કરીને કિનારે થોડો આંટો મારીને પાછા આવીએ, ચલને પ્લીઝ. ફોર મી....વીથ મી ?'

મંદિરેનામની પવિત્ર જગ્યામાં એકાંતમાં પોક મૂકીને શિવાંગી રડતી જ રહી. ઘણાંય એના સપનાં જાણે અચાનક ઉદાસ મનની મરુભૂમિમાં જીવીત રહેશે કે નહી...મા વિનાનો ને પપ્પા વિના કેમ જીરવાશે સંસાર ? કેમ જીવાશે જીવન ! નદી પાસેની રેતીમાં વાંકી વળી બે-ચાર ડગલાં આગળ ચાલી. ભૂંસાયાં વગરના પગલાં વણાંકે પૂરાં થતાં જોયા. ભ્રમ છે કે સાચું ? ઉમાકાંતનીચે રેતીમાં મહલ ચણી રહ્યો હતો.ને નદીમાંથી બચાવો બચાવોની ચીસ સંભળાઈ. 

'ઉમાકાંત, નદીમાં કોઈ તણાઈ રહ્યું છે ! જુઓ જુઓ' ત્યાં તો વહેણ ગોળ ગોળ ફરી અંદર ખેંચતું દેખાયું..!! એક ભેખડ જેવું હાથમાં આવતાં વળગીને બેઠેલ ફરી ચીસો પાડતું હતું બરાબર તાકીને જોયું તો બીજું કોઈ નહીં તે સુહાગ જ હતી. ઉમાકાંતે એક પળની પણ રાહ જોયા વિના ઝંપલાવ્યુંને ખેંચી લાવ્યો કિનારે. સુહાગને બચાવી શિવાંગીને મનાવી પોતે આખરે પા્છો ફર્યો. મનમાં બે સ્ત્રીઓ વચ્ચે નહોતી કરવી છંતાય સરખામણી થતી રહી. એક તરફ ઇમોશનલ યેડુ (પગલી) સુહાગને બીજી તરફ ઠરેલી પણ અત્યારે ભાંગી પડેલી શિવાંગી હતી. 

ઘણા માણસો કોણીયે ગોળ લગાડે પણ વખત આવે ત્યારે કોઈ કામ ન કરેને તેમને સારુ લગાડવાનો ડોળ કરે. ભાઈને ત્યાં જ્યારથી નાનકી આવી ગઈ ભાભીને ભાઈ જાણે શિવાંગીથી અલગ વ્યવહાર કરવા લાગ્યા. વક્ત વક્ત કી બાત હૈં કોઈ કાયમનાનુ નથી રહેતું બોલે નહીં તેનો મતલબ તે નથીને કે ખબર પણ નથી પડતી કંઈ. આ બાજુ ઉમાકાંત એની પાસે આવવામાંગતો હતો એની ખબર હતી. કેહવાયું છે કે દિવાલોને પણ કાન હોય છે તો સુહાગનો પોતાના તરફનો અણગમો અને ઉમાકાંત તરફનો પ્રેમ એનાથી છૂપો કેમ રહે ? 

'આજે મારે શોપિંગમાં જવાનું છે ઉમાકાંત ફરી ક્યારેક મળીયે' શિવાંગીએ ટૂંકમાં પતાવીને ફોન કટ કર્યો. ઉમાકાંત વિચારમાં પડ્યો. પણ આવું વારંવાર થવા લાગ્યુંને આ બાજુ સુહાગને ઉમાકાંત નજીક આવતા ગયા.

'ઉમાકાંત આજે મારી તબિયત નથી સારી તમે આવશોને ?' સુહાગે કહ્યુંને ઉમાકાંતને તેના ઘરે જવું પડ્યું. ગયો ત્યારે બારીના પડદા બંધ જોયાને ફ્રંટ ડોર થોડો ખુલ્લો જ હતો. ધીમેથી તે અંદર પ્રવેશ્યોને તેણે સુહાગને સાદ દીધો, 'સુહાગ તું ક્યાં છે ?' કોઈ જવાબના આવ્યો. અંદરના બેડરૂમ તરફ ધડકતાં  હ્રદયે દાખલ થયોને ફાટી નજરે થંભી ગયો. સુહાગે કાંડાની નસ કાપી હતીને લોહી ફર્શ ઉપર વહી રહ્યું હતુંને તે બેહોશ પડેલી હતી.  હોસ્પિટલે પહોંચતા ડોકટરે પૂછતાછ કરતાં માલુમ પડ્યું કે તે ઘણી ડિપ્રેસ રહે છે. "ઇમોશનલ યેડુ તું ક્યારે સમજીશ ?' ઉમાકાંત બોલ્યો. સુહાગના મનની વાત એની આંખો ચાડી ખાતી હતી છંતા ઉમાકાંતે પૂછ્યું ત્યારે સુહાગે પોતાના પ્રેમનો ઇઝહાર કર્યો. વ્યક્તિ વત્તા વ્યક્તિ એટલે પ્રેમ કે વ્યક્તિ વત્તા સંજોગનો સમજોતો એટલે પ્રેમ. 

સુહાગને ઉમાકાંતના લગ્ન લેવાયા ત્યારે શિવાંગી ફોઈને ત્યાં હતી બહારગામ. કંઈ રીતે મનને સમજાવે કે હવે જ્યારે પોતે જ તેમના જીવનથી દૂર જતી રહી છે તો લગ્નમાં હાજરી પૂરાવે ? ઉમાકાંતે સુહાગનો નિર્ણય અપનાવી લીધો.  બાલ્કનીમાં ભૂલકાંઓને ટ્યુશન આપતી શિવાંગી પોતાના પગ પર ઉભી થઈ ગઈ છે તે ભાઈ ભાભીને ગમ્યું. ઉમાકાંતે પણ જોયું. ચાલો તે જે રીતે સુખી રહે સુહાગને ખુશ રાખવી તે મારું કામ છે હવે. સમયની ફાળ ભરાય ત્યારે સાથે ચાલતો સમય ક્યારેક ભાગે છેને ક્યારેકના ગમતું બંધન રિશ્તો નું પણ ખુબ સારું લાગે છે. જીવનના કારખાનામાં સગપણના બળતણ પણ

 હોમાય છે તો ક્યારેક બંધનના આવરણને મુક્તિ પ્રાપ્ત થાય છે.

ભાઈ ભાભીની નાનકી તે તેમનું રોતું હસતું મહેકતું સપનું ...ખુશ છે પેલા ટહુકતા મોર જેવું ! આ બાજુ શિવાંગી ભૂલકાંઓને રોજ ઘૂંટાવે અક્ષરને આંકડાને અનુભવતી રહે મોહમાયાના જાળા. સમરમાં વડલાની છાંયડીમાં પાટીપેનથી લખતા છોકરાંઓની વચ્ચે બેઠેલી શિવાંગી જુઓ હા તે જ તેનું સાચું સરનામું. સરી જાય આંસુને ચાલ્યા જાય આપણા, ખરે પુષ્પોને પર્ણ તેમ વીતે વર્ષો...સંતાકૂકડી જીવન રમે દઈ દે'ખો'ને તમે વિશ્વના મેળામાં એકલા અટૂલા. પંખીના વૄંદ ઉડે, ઉગમણી પરોઢ ઉઠે ... ઓઢણી અડી નડેને શરમાતી સવાર ઉઠે !! આજે કાંઈ જ એજંડા નથી ...શાંતિથી ઉઠીને બગીચામાં કોફી લઈને બેઠી. છાપુ ખોલીને પાનાંઓ ઉથલાવા લાંગી. સ્પીડ રીડરથી ક્યારે પતી ગયું વાંચવાનું તે પોતાને પણના સમજાયું. બે વર્ષ ઉપર થઈ ગયા ઉમાકાંતને જોયે. 

'શિવાંગી.. !'પરિચિત અવાજ સાંભળતા જ શિવાંગી એ પાછળ જોયું પ્રેગનન્ટ સુહાગ વોક કરવાનીકળેલી, એકલી હતી.

 'ઉમાકાંત જોબના લીધે આઉટ ઓફ ટાઉન છેને આજે ફોર અ ચેંજ આઈ વોન્ટેડ ટુ કેચ- અપ વીથ યુ ટુ...કેન વી વોક એન્ડ ટોક ? પ્લીઝ ફોર ઓલ્ડ ટાઈમ સેઇક !' સુહાગ બોલી

'શ્યોર, ગીવ મી જસ્ટ ટુ મિનિટ્સ !'કહી શિવાંગી કપ કિચનમાં મૂકી પાછી ફરી.'વ્હેન ઇઝ ધ ડ્યુ ડેટ ? હાઉ આર યુ બોથ ?' શિવાંગી બોલીને ્ચૂપ થઈ ગઈ. સુહાગ બોલતી રહી લગભગ પંદર મિનિટ સુધીને પછી બોલી ઃ'હાઉ અબાઉટ યુ ? એવરીથીંગ ઓ. કે ?' 

'યસ, યસ.. પણ મારી વાત છોડ ! ઇઝ ઇટ બોય ઓર ગર્લ ? ડુ યુનો ધેટ ?'શિવાંગીએ વાતને વળાંક આપ્યો. સ્થિર થઇ ગયેલું સંગીત અને લોપ પામેલ પ્રકાશ ફક્ત સ્તબ્ધ હોય છે,શાંત નહીં.ભર અજવાશમાં પોતાના અંધકારને સ્વયંભૂ મમળાવતું મૌન .પ્રકાશની ઉષ્માનો સહવાસ ફાનસની કાચની પરત પર તડકાનો પ્રસ્વેદ પાડે એ આંસુ ફક્ત એમાં જ શોષાયેલું હશે...ચળકાટ આપવાનો ઉછીનો ભ્રમ અહીં વિખેરી નખાયેલા સૂરોમાં પોતાનો મોક્ષ શોધે છે. બસ આમને આમ કલાકેક જેટલું ચાલીને બંને છૂટા પડ્યા. શિવાંગી તો જાણતી જ હતી.

અંતિમ અસ્તિત્વ તો રહે જ છે. સ્મૃતિ એનામશેષનુંનામકરણ થવા દેતી જ નથી. ચળકાટ હંમેશા નૂતન બાબતોને જ સ્પર્શે એવું ક્યાં જરૂરી છે?શેષ સ્મૃતિઓને આગવી તેજસ્વીતા હોય છે....અત્યંત ગુપ્ત..બહુ કોલાહલ કે ભરચક ભીડમાં નહીં

દેખાય..! પણ આજે સુહાગને પણ લાગ્યું કે પોતે ખોટી હતી. ઇર્ષાને બદલાની ભાવના રાખવાથી પોતાને જ વધુ ડંખે છે આખરે તો. ઉમાકાંતને હંમેશા લાગતું બંનેના જીવનમાં પોતે સમાઈ જશે. એક નિર્દોષ લાગણી નહીં દૂભાય ને !

થોડી આંખોની ઓળખાણ થાય એની સાથે..પ્રકાશની દિવેટને ફાનસના કિલ્લામાં પેટવી શકું...સ્થિર થયેલું સંગીત ફરી સૂર રેલાવી શકે...એના સંન્યાસની અઘોરી અવસ્થા પારખી શકું.... કેમ કે ખાતરી પૂર્વક દાવો કરું છું કે બંનેના જીવનમાં 

અંતે તો એ શેષભાવમાં મારી હાજરી હશે જ...જામી ગયેલી ધૂળની પરત પર હળવા સ્પર્શથી તારા ટેરવાને ત્યાં ટેકવી જોજે મને ક્યાંક રોમાંચિત કરવાનો અંતિમ અવસર મળી જાય !! સુહાગ હવે મા બની ગઈ છે.ને ઉમાકાંત રીશીનો પિતાને શિવાંગી'આંટી' આ ત્રિપુટી હવે કાયમ સાથે જ જોવા મળે છે. કોઈ હિપ્સ્ટર ટીચ મારી'થ્રી-સમ' 

કહે તો સુહાગ અટકાવી કહે છેઃ 'યુઝ્વલી ટુ ઇઝ કંપની હોય પણ અમારામાં થ્રી ઇઝ કંપની !'


Rate this content
Log in

Similar gujarati story from Inspirational