ચતુર વિશિષ્ટ સલાહકાર - ૨
ચતુર વિશિષ્ટ સલાહકાર - ૨
મહારાજા ચતુર પંડિતને પોતાના કક્ષમાં બોલાવે છે અને કહે છે કે અમારૂ મન અમને આચાર્યની મદદ કરવાનું કહે છે. પરંતુ રાજધર્મ અમને આચાર્યની મદદ કરવા માટે અટકાવી દેય છે તેથી પંડિતજી તમે જ આ મુસીબતમાંથી અમને ઊગારો.
પંડિતજી તો બિચારા ફસાઈ ગયા. તેઓ પોતાના ઘર તરફ જવા નીકળે છે પરંતુ એમને એમની પત્ની શારદાએ પંડિતજી પાસે એના મિત્ર ૨૦ વર્ષ પછી એમને મળવા આવવાના હોવાથી એમની પાસે દેશી ઘી મંગાવ્યું હતું. તેથી તેઓ બજાર તરફ ઘી લેવા માટે વળે છે તેઓ કરિયાણાવાળાની દુકાને જાય છે અને દેશી ઘી ની માંગણી કરે છે ત્યારે દુકાનદાર પંડિતને જોઈને કહે છે. અરે પંડિતજી આજે તમારો મિત્ર ૨૦ વર્ષ પછી તમને મળવા તમારા ઘરે આવે છે તેથી આજે તો જાતજાતના પકવાનો બનશે. આ સાંભળીને પંડિતજી કહે છે તમને ખબર કેવી રીતે પડી. આથી દુકાનદાર કહે છે કે તમારો મિત્ર છોટુ ગુડપપા આવીને ઘણો બધો સામાન ઘરે મોકલવાની લિસ્ટ આપી ગયો હતો. આ બંને વચ્ચેની વાત પેલા ચોર મહાજન સાંભળી ચોર મનમાં વિચારે છે કે આજે તો મસ્ત પકવાન ખાવા મળશે એમ વિચારીને ચોર મહાજન પંડિતજી ના ઘરે જાય છે. ચોર મહાજન ઘરે જઈને દરવાજો ખટખટાવે છે. તો સામે એક દાદીમા હાથમાં ડંડો લઈને ઊભા છે અને ચોર મહાજનને ડંડાથી એક સપાટો મારે છે તેથી ચોર મહાજન સહમાય જાય છે આથી દાદીમાને લાગે છે કે આ ભાસ્કરનો જ મિત્ર છે. [ અહી દાદીમા ભાસ્કરની અમ્મા છે અને લોકો પણ એમને પ્યારથી અમ્મા જ કહે છે. જેમણે આજીવન મૌન વ્રત રાખ્યું હતું અને એમની ભાષા ફકત ભાસ્કર ની પત્ની શારદા જ સમજી શકતી હતી.
થોડીવારમાં પંડિતજી પણ ઘરે આવે છે અને જુએ છે કે તો શારદા અને અમ્મા મહાજન ચોરનો આદરસ્તકાર કરતા હતાં. આ જોઈને પંડિત જી અમ્મા અને શારદાને પૂછે છે તો અમ્મા ઈશારા કરે છે અને શારદા એનો મતલબ સમજીને કહે છે કે આ તમારો મિત્ર છે. જે તમારી સાથે માળીના બગીચામાં જઈને કેરી તૈડી લાવતા, જેવી ઘણી બધી મસ્તી કરતા હતાં પંરતુ પંડિતજીને એ વ્યક્તિ પર શક ગયો એથી તેમણે અમ્માને પૂછે છે કે આ બધી વાત એણે કહી છે તો શારદા કહે છે ના આ વાત તો અમ્માએ કહી છે. પંડિતજી પરિવારને સમજાવાનો પ્રયાસ કરે છે. પરંતુ એમની વાત કોઈ નથી સમજતું આથી ચોર મહાજનનો ભાડોં ફોડવા માટે એક યુક્તિ લગાવે છે. અને ચોર દામાદને જમાડવા માટે આસન પર બેસાડે છે અને પોતે પણ એમની બાજુમાં બેસે છે. ચોર દામાદ જેવું ખાવાનું શરૂ કરે છે એટલે પંડિતજી એમને ખાતા અટકાવે છે અને એની પત્ની શારદાને કહે છે કે મારો મિત્ર જયાં સુધી મરચાં નથી ખાતો ત્યા સુધી એને ખાવાનું પચતું નથી તેથી રસોડામાંથી થોડીક મરચાંની ભૂકી લઈ આવ. શારદા રસોડામાં જઈને એક વાટકી ભરીને મરચાંની ભૂકી લઈને આવે છે અને પોતાના પતિને આપે છે. પંડિતજી ચોર મહાજનની ખાવાની થાળીમાં આખી વાટકી મરચાં ની ભૂકી નાખી દે છે. અને ચોર દામાદને ખાવાનું શરૂ કરવાનું કહે છે. પંરતુ ચોર ભાઈ મનમાં વિચારે છે કે પંડિતજી ના મિત્ર આટલું બધુ તીખુ કેવી રીતે ખાઈ શકે? આજે તો ખાવાના ચકકરમાં આપણે તો ફસાઈ ગયાં. આથી ચોર દામાદ ખાવા માટે અચકાય છે. આ જોઈને પંડિતજી કહે છે કે હવે મે ભૂલી ગયો કે મારો મિત્ર જયારે મારી સાથે ખાવા આવે છે ત્યારે મે મારા હાથથી એમને ખવડાવું છુ એમ કહીને એમને પ્યાલો ભરીને સૂપ પિવડાવે છે. બિચારા ચોર ભાઈ થોડુક સૂપ પીએ છે એટલે તો એના મોઢામાં આગ લાગે છે. બિચારા ચોર ભાઈ તો આટલું તીખુ સૂપ પી નથી શકતા આથી ચોર ભાઈ કહે છે. હું કંઈ પંડિતજીનો મિત્ર નથી આ તો તમને દુકાનદારની સાથે તમે જે વાત કરેલી તે મે સાંભળી લીધેલી એથી સારા પકવાન ખાવાની લાલચમાં તમારા ઘરે આવ્યો હતો. આ સાંભળીને પંડિતજીને મનમાં વિચાર આવે છે કે આ ચોર મહાજન કદાચ આચાર્ય ચક્રપાનીને ઠગ બનાવી ગયેલો તે તો નથી ને ? પંરતુ આ વાત એની પાસેથી કેવી રીતે બોલાવું આથી પંડિતજી કહે છે કે તું કેવો ચોર છે જે તરતજ પકડાય ગયો ચોર તો પેલો ચોર હતો. જે આચાર્ય ચક્રપાનીને ચાલાકીથી પોતાનું નામ દામાદ બતાવીને આચાર્યને મૂરખ બનાવી ગયો હતો. તું તો કંઈ ચોર કહેવાય કે ? મને જો તે ચોર મળી જાય તો એમની સાથે મળીને નગરશેઠને મૂરખ બનાવવની યોજના બનાવી કાઢું અને પછી આરામથી જીવું. આ વાત સાંભળીને ચોર મહાજન મનમાં વિચારે છે કે હવે મારે સાચું કહી દેવું જોઈએ અને નગર શેઠને મે મૂરખ બનાવી દેમ તો જેટલું લોકોને ઠગ બનાવીને નથી મેળવી શકેલો એટલો માલ તો નગર શેઠના ઘરેથી જ મળી જાય. આથી ચોર મહાજન પંડિતજીને કહે છે કે આચાર્ય ચક્રપાનીને મૂરખ બનાવનાર ચોર મે જ છું. આ સાંભળી પંડિતજી કહે છે કે મે કેવી રીતે માની લેમ. તુ તે ચોર ન હોય શકે. આ સાંભળી ચોર કહે છે કોઈ દિવસ ચોર ચોરી કરેલો માલ સાથે ન રાખે તે તો તે માલને જંગલમાં છુપાવી રાખે છે. મે પણ ચોરી કરેલા માલને જંગલમાં છુપાવી રાખ્યો છે. આ સાંભળીને પંડિતજી કહે છે મને આ વાતની પહેલાથી જ ખબર હતી પરંતુ આ વાત મે તમારા મુખથી સાંભળવા માગતો હતો. ચોર મહાજન કહે છે આ વાત તમને પહેલાથી જ ખબર હતી પણ કેવી રીતે ? અને તમે અત્યાર સુધી નાટક કરતા હતાં. પંડિતજી એ કહ્યું ચોર મહાજન મને તમારા વિશે પહેલાથી જ ખબર હતી જયારે મે દરબાર તરફ જતો હતો ત્યારે તમે એક અંધ ભિખારીના કટોરામાંથી પૈસા લઈને ભાગી ગયો હતો. ત્યારે મે તમારો પીછો પણ કર્યો હતો. પરંતુ તમે નજર ન આવ્યા હતાં પછી મે તમને દુકાનદારનો નોકર સામાન લઈને મારા ઘર તરફ જતો હતો ત્યારે તમને એમની પાછળ જતા જોયલા હતાં. હવે તમે કારાગરમાં સજા ભોગવજો એમ કહીને પંડિતજી સૈનિકને બોલાવે છે. આ બાજુ ચોર મહાજન પણ પંડિતજીની સચ્ચાઈથી એમનું હૃદય દ્રવી ઊઠયું છે. અને ચોર મહાજન પણ એક સારો માણસ બનવાનો નિર્ણય કરે છે. અને કારાગરમાં સજા ભોગવવા માટે સૈનિકો સાથે જતા રહે છે. હવે પંડિતજી ભાસ્કર મનમાં વિચારે છે કે હજુ એક કામ કરવાનું બાકી છે.
વધુ આવતા અંકે.
