Mittal Purohit

Inspirational Others

3  

Mittal Purohit

Inspirational Others

ચંકી બેને ભૂલ સુધારી

ચંકી બેને ભૂલ સુધારી

3 mins
15.3K


એક હતું જંગલ, એમાં ઘણા પશુ -પક્ષીઓ રહેતા. સવારે સૂર્યના પહેલા કિરણ સાથે આ જંગલ પણ પંખીઓના મીઠા કલરવથી ગુંજી ઉઠતુ. ખળખળ વહેતું ઝરણું. એમાં ગેલ ગમ્મત કરતા પશુ -પક્ષીઓ. એ મીઠા અવાજથી જાણે જંગલ સ્વર્ગ જેવું લાગતું. ઘણા પર્યટકો પણ આ રમણીય દ્રશ્ય જોવા આવતા.

એકવાર દુરના શહેરમાંથી એક મીન્ટુમંકી આવ્યો. જંગલનુ આ કિલ્લોલ ભર્યું વાતાવરણ જોઈ એ આ બધા પશુપક્ષીની મશ્કરી કરવા લાગ્યો. કેવા દેશી છે આ બધા એમ કહી જોરજોરથી હસવા લાગ્યો. બધા જંગલના પશુપક્ષીએ આમ હસવાનું કારણ પુછ્યું,તો મીન્ટુ કહે 'આ શુ દેશીવેડા હજુ કરો છો ? જમાનો કેટલો આગળ વધી ગયો અને તમે અંહી બસ કૂદકા જ મારો છો ?'

બધાં ય પુછવા લાગ્યા કે, 'કેમ આ મીન્ટુ આમ કહે છે... ?' ત્યારે મીન્ટુ એ સૌને એક અજબનું રમકડું બતાવ્યું. બધા ધારીધારીને એ જોવા લાગ્યા. એ રમકડાંનું નામ 'મોબાઈલ' હતું. બધાને આ નવુ રમકડું બતાવ્યું એમાં ગીત સંભળાય, પોતાની તસવીરો બનાવાય અને દૂર રહેતા સગા સંબંધી જોડે અંહી જ બેઠા વાત થાય. કેટલું સુંદર... !

સૌ આ રમકડું જોઈ ખુશ થઈ ગયા. ધણા એ આ રમકડું ખરીદ્યું તો ધણા આ રમકડા વાળા મિત્રો સાથે મળીને રમવા લાગ્યા. ધીમે ધીમે ધીમે આ રમકડું સૌનુ વ્યસન બની ગયું. સવારે ઉઠીને પહેલા આ રમકડું જ સૌનાં હાથમાં હોય. હવે સૌ આ રમકડાની પાછળ એટલા ઘેલા થયા કે જંગલ સાવ સુનું થઈ ગયું. નદીના કિનારા શાંત થઈ ગયા. એ કોલાહલ, એ મીઠા ટહુકા બધુ ગાયબ થઈ ગયુ.

જંગલના વૃધ્ધ પ્રાણીઓ અને પંખીઓને ચિંતા થવા લાગી. આ નવી પેઢી તો જાણે જીવવાનું જ ભૂલી ગઈ. આખો દિવસ અને મોડી રાત સુધી એક જ રમત. હવે કરવુ તો શું કરવું ?

થોડા દિવસ પછી અચાનક ચંકી નામની એક ચકલી બીમાર પડી. ડૉ. બોલાવ્યા. તપાસ કરી અને કહ્યું 'લાગે છે તમે ઘણા સમયથી ક્યાંય બહાર ખુલ્લામાં ફર્યા નથી. એક જ વાતાવરણમાં રહેવાથી અને સતત બેસી રહેવાથી તમારા શરીરની નસોમા લોહી વહેતું ઓછુ થયુ છે. આંખોમાં અંધારા પણ સતત એક લાઈટ જોવાથી આવે છે, એના લીધે જ સ્વભાવમાં ગુસ્સો પણ આવે.'

મમ્મી એ ચંકીના માથે હાથ મુકી સમજાવી, 'જો બેટા આપણી જીંદગી કેવી સરસ છે, ગાય-ભેંસ કે બળદ એ પ્રાણીઓને જો સતત બાંધી રાખવામાં આવે છે જેના લીધે એમની બુધ્ધિનો વિકાસ અટકી જાય છે. જો આપણને પણ પાંજરામાં પૂરીને રાખવામાં આવે તો કેવું લાગે ? આપણે જેટલા ખુલ્લામાં ફરીએ એટલું શરીર સ્વસ્થ રહે.'

ચંકીને પોતાની ભૂલ સમજાઈ ગઈએણે મમ્મીને કહ્યું, 'હું હવે કુદરતના ખોળે જ રમીશ. આવુ કોઈ રમકડું મારે જોઈતું નથી. હું હમણાં જ નદી એ જાઉં 'કહી એ ઉડ્યુ ઊંચે. નદી કિનારે બેસીને એ પાણીમાં છબછબિયાં કરવા લાગ્યું. થોડીવાર પછી એકપછી એક સૌ મિત્રો પણ આવવા લાગ્યા. ફરી જંગલ પશુ પક્ષીના કોલાહલથી ગૂંજી ઉઠ્યુ.

બોધ : કુદરતી જે રમતો છે એ જ સ્વાસ્થ્ય માટે ફાયદા કારક છે. ઈન્ટરનેટની માયા લોભામણી અને હાનિકારક હોય છે બાળકો એ અભ્યાસમાં ધ્યાન આપવું જોઈએ. મોબાઈલનો ઉપયોગ જાણકારી માટે જરુરી છે, જીવવા માટે નહીં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational