End of Summer Sale for children. Apply code SUMM100 at checkout!
End of Summer Sale for children. Apply code SUMM100 at checkout!

Priti Shah

Inspirational


4  

Priti Shah

Inspirational


ચમત્કારીક શક્તિ

ચમત્કારીક શક્તિ

2 mins 23.6K 2 mins 23.6K

"તમે આટલી એકાગ્રતાથી અને ચીવટથી કામ કરો છો તે જોઈને, મને ખરેખર બહુ જ નવાઈ લાગે છે. આટલાં ટૂંકા સમયમાં તમે પ્રમોશન લઈને જે ઝડપથી આગળ વધી રહ્યાં છો, એ ખરેખર કાબિલેદાદ છે. વળી, તમે બેચલર છો. છત્તાં, રોજ ટીફીનમાં ટેસ્ટી વાનગી લઈને આવો છો. ઓફીસમાં બધાં તમારી રસોઈનાં બહુ વખાણ કરે છે. ક્યારેક અમને પણ ટેસ્ટ કરાવજો." મિસીસ સોહમ સહેજ માથું નમાવી, નાકની દાંડી પર રાખેલાં ચશ્માની ઉપરથી નજર કરતાં બોલ્યાં.

"મેડમ, એ તો ચમત્કારીક શક્તિનો પ્રતાપ છે. એક સ્ત્રી પાસેથી મળી છે."

"એ કેવી રીતે ? તમને વાંધો ના હોય તો..જરા વિસ્તારથી કહેશો."


"એક સ્ત્રી..નામ.. મેઘના દવે. આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા ઘર સંભાળવાની સાથે નોકરી પણ કરતી. સવારે પાંચ વાગ્યે કુકરની વ્હીસલોની સાથે તેનાં રસોડાની શરુઆત થતી. આખા ઘરનું કામ આટોપીને, સાસુ-સસરા સહિત ઘરનાં બધાંને ચા-નાસ્તા કરાવીને, બપોરનાં જમવાની વ્યવસ્થા કરી, પતિ, બાળકો અને પોતાનું ટીફીન ભરી, ઘરેથી ઓફીસે જવા નીકળતી. બાળકોને સ્કૂલે મૂકીને ઓફીસે પહોંચતી. વળતી વખતે બાળકોને સ્કૂલેથી અને માર્કેટથી જરુરી સામાન લઈને ઘરે જતી. ઘરે જઈને સીધી રસોડામાં ભરાઈ જતી."

"જ્યારે તેનાં પતિએ સવારે શાંતિથી ઊઠીને તૈયાર થઈને ઓફીસે જવાનું. સાંજે ઓફીસેથી આવીને બેગ સાઈડમાં મૂકી સોફામાં ફસડાઈ પડતાં, મેઘનાને પાણી લાવવા માટે બૂમ પાડવાની. મેઘના તરત જ પાણી લઈને આવી જતી. આરામ કરવાનો, જમીને ટીવી જોવાનું ને પછી સૂઈ જવાનું. આ તેમનો નિત્યક્રમ હતો."

નાનકડો પીન્કુ આ બધું જોઈ રહેતો. તેને એક દિવસ મેઘનાને પૂછ્યું, "મમ્મી, તું થાકતી નથી ?"

"ના, મમ્મીને થાક ના લાગે. એની પાસે એક ચમત્કારિક શક્તિ હોય છે."

"એ ખાલી મમ્મી પાસે જ હોય ?"

"હોય તો બધાં પાસે પણ, ખાલી મમ્મી જ એનો ઉપયોગ કરે."

"લે, તો પછી એ શું કામની ?" પીન્કુનું આશ્ચર્ય વધતું જ જતું હતું.

મેઘનાએ પીન્કુની કૂતુહલતાનો અંત આણવા કહ્યું, "તારે જોઈએ છે એ ચમત્કારીક શક્તિ ?"

"હા"

"એનાં માટે બહુ મહેનત કરવી પડે. દરેક કામ બહુજ કાળજીપૂર્વક અને ઉત્સાહથી કરવા પડે. કોઈ વાતનું માઠું નહિ લગાડવાનું, ક્યારેક કોઈક કામ બગડી જાય ને કોઈ આપણી પર ખીજાય તો, આપણે એને કોઈક સરપ્રાઈઝ આપીને ખુશ કરી દેવાનું. હજુ બીજું પણ ઘણું છે.. પણ, આટલું તો કરવું જ પડશે. બોલ છે મંજૂર ?" મેઘનાએ હાથ ધર્યો ને પીન્કુએ ખુશ થઈને મેઘનાનાં હાથમાં પોતાની નાની હથેળી રાખી દીધી.

"બસ, ત્યારથી એણે મને શીખવવાની અને મેં શીખવાની શરૂઆત કરી."

"એ બીજું કોઈ નહિ, મારી મમ્મી મેઘના દવે."


Rate this content
Log in

More gujarati story from Priti Shah

Similar gujarati story from Inspirational