Mittal Purohit

Inspirational Others

4.5  

Mittal Purohit

Inspirational Others

ચકલી

ચકલી

2 mins
277


" ચીં ચીં ચીં....આખો દિવસ આ ચીં ચીં કરતી ચકલીઓ બાળપણમાં એક મનગમતો મિત્ર બનતી...જ્યારે મારા ઘરે એનો માળો બંધાય ત્યારે ફળિયાના બધાયને હું કહેવા જતી..કે મારા ઘરે તો ચકલીએ માળો બાંધ્યો. નાનપણમાં મારા બા એક ગીત ગૌરી વ્રતમાં ગાતા...'અમે દાદાની દીકરીઓ ગોર પૂજીએ રે...અમે માળાની ચકલીઓ ગોર પૂજીએ રે..અમે કાલે ઊડી જઈશું......'

અને આ લીટી મને ના ગમતી હોવાથી બા ને હું અટકાવી દેતી...મારા ઘરના માળાની ચકલીઓ ક્યારેય નહી ઊડે અને હું ય નહી.....પણ દીકરીઓને ઘરમાંથી ઊડાડવાનો રિવાજ તો કોઈ બદલી ના શક્યું...અને એટલે જ મારી નાનપણની મિત્ર..ચકલીઓ પણ હવે ઘરમાં માળા બનાવવાનું ઓછું કરી દીધું છે. દીકરીનો અવાજ એ આ ચકલી જેવો જ છે. એ હોય ત્યાં સુધી જ ઘરમાં જીવંત વાતાવરણ હોય...પછી એ અવાજ ના પડઘા.....

જયારે નાની હતી ત્યારે બા ના મોઢે એક વાત બહુ જ સાંભળેલી...કે દીકરી તું તો મારી ચકલી....'.મારી ચીં-ચીં કરતી ચકલી....ત્યારે હું કહેતી મારે કંઈ પાંખો છે ? ત્યારે બાલી બહુ વ્હાલથી ખોળામાં બેસાડીને એક હૂંફાળા સ્પર્શથી કહેતી કે ચકલી ગમે એટલી વ્હાલી લાગે પણ એને કાયમ પાસે રખાતી નથી અને દીકરી પણ......' 

 ત્યારે હું નાદાન ગુસ્સો કરી ને કહેતી...'હું એટલે જ પાંખો વગર જ આવી કે કોઈ મને મારા ઘરેથી ઉડાડે જ નહિ'........

 પણ આજે જ્યારે મારી દીકરી ને હું બોલાવું ત્યારે થાય કે દુનિયાનાં બધ્ધા જ સારા નામ અને વિશેષણો એને આપું પણ ચકલી નહિ...કેમ કે મારી જેમ એ પણ હર્યો માળો મૂકીને ઊડી જશે તો ?.....

  ઘર એના કલરવ વિના બહુ સૂનું થઈ જશે...અને એટલામાં જ એક ચકલી મારી બારીમાં ચીં-ચીં કરવા લાગી.......દીકરી અને ચકલીનું બોલવું મને હવે બહુ ગમે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational