STORYMIRROR

ansh khimatvi

Children Inspirational

3  

ansh khimatvi

Children Inspirational

ચકાને લાગ્યો ચસકો મોબાઈલનો

ચકાને લાગ્યો ચસકો મોબાઈલનો

2 mins
12.2K


ચકા ....એ ચકા ... કેટલીય બૂમો પાડી પણ કોઈએ સાંભળી નહિ. થોડી વાર પછી ચકાની મમ્મી ઘરની બહાર આવી અને બોલી,

"શું છે ?, કેમ એટલી બૂમો પાડો છો ?

ચકાને બોલાવવા આવેલા મિત્રોમાંથી હોલો બોલ્યો,

'એ તો અમે ચકાને રમવા માટે બોલાવા આવ્યા છીએ. ક્યાં છે ચકો ? ઘણા દિવસોથી એ રમવા આવતો નથી.' ચકાની મમ્મી હળવા ગુસ્સાથી બોલી શુ કરું, 'એના પપ્પાએ જ્યારથી મોબાઈલ લાવી આપ્યો છે. ત્યારથી બસ એનામાં ડોકું રાખીને બેઠો છે. કોઈનું સાંભળતો જ નથી ! બસ આખો દિવસ ગેમ ..ગેમ ને ગેમ.

ન ખાવામાં સરખું ખાય છે, ન ભણવામાં ધ્યાન આપે. ઘણો સમજાવ્યો પણ એ માનતો જ નથી. એના પપ્પા એ એકવાર માર્યો પણ ખરો પણ તોય એ એકનો બે ન થયો, શુ કરીએ હવે.'

મેં ઘણી વાર સમજાયું જો બેટા, આખો દિવસ મોબાઈલ લઈને ન બેસાય આંખો બગડી જાય. માથું દુખવા લાગે પછી આપણું શરીર સ્વસ્થ ના રહે. અને ભણવાનું બગડે એ અલગ પાછું. પણ એ માને ક્યાં !સાવ ઘર કૂકડો થઈ ગયો છે !

બધા મિત્રો તો આ સાંભળી રમવા ચાલતા થયા. ચાલો આ ચકલો તો નહીં જ આવે એને હાલ ખબર નહિ પડે પણ જ્યારે એનું શરીર બગડશે ને ત્યારે જ એ સીધો થશે. બસ એજ લાગનો છે આ ચકલો.

થોડા સમય પછી જાણવા મળ્યું કે ચકાને આંખે ઝાંખપ આવે છે અને હા માથું પણ બહુ દુઃખે છે. એ શાળાએ પણ જઈ શકતો નથી. આજે એને દવાખાને લઈ જવાનો છે એવું મેં સાંભળ્યું છે, કાબરબેન બોલી. ચકાની મમ્મી અને પપ્પા બન્ને ચકાને દવાખાને લઈ ગયા. ડોકટરે પૂછ્યું તો એના પપ્પાએ જણાવ્યું કે એ બસ આખો દિવસ મોબાઈલ લઈને બેસી જાય છે.કોઈનું સાંભળતો નથી.ભણવામાં પણ સરખું ધ્યાન આપતો નથી અમને તો હવે ચિંતા થાય છે.

ડોકટર સાહેબ બોલ્યા, "જો ચકા તારે સતત મોબાઈલમાં ધ્યાન ન અપાય. એના કારણે શરીર,આંખો બગડવા લાગે અને દિવસે ને દિવસે વધારે ઝાંખપ આવે બેટા.

ડોકટરની વાત હવે ચકાને ગળે ઉતરી હોય એવું લાગતું હતું. ચકો હળવેકથી બોલ્યો, મમ્મી હવે હું મોબાઈલ હાથમાં નહિ લઉ. અને હા મમ્મી, હવે હું ભણવામાં પણ ધ્યાન આપીશ બસ. આ સાંભળી ને હવે ચકાની મમ્મીને શાંતિનો હાશકરો થયો.

રવિવારનો દિવસ હતો. બધા મિત્રો ચકાને રમવા માટે બોલાવા આવ્યા હતા. કાગડાભાઈ એ એક બૂમ પાડી. એવામાં તરત જ ચકો ઘરની બહાર આવ્યો અને બોલ્યો ચાલો મિત્રો,રમવા. આજે ચકો અને બધા મિત્રો ખુશ ખુશ થઈ ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Children