STORYMIRROR

MITA PATHAK

Inspirational

3  

MITA PATHAK

Inspirational

ચિત્રકાર

ચિત્રકાર

1 min
142

કવિશ હવાબારીમાંથી જોઈને કુદરતી દ્રશ્ય બનાવી રહ્યો હતો. રંગબેરંગી પતંગિયા, ગુલાબ, મોગરો, ચમેલી, જૂઈ બધાની ખુશ્બૂ ચોમેર ફેલાઈ રહી હતી. એકદમ લીલુંછમ ઘાસ અને બાજુમાં નાનો ફૂવારો ચાલુ હતો.

ત્યાંજ કામમાં મશગુલ કવિશે સફેદ સાડીમાં આવેલા ભાભી ને બગીચામાં જોયા. તેઓ પાણી છાંટી રહ્યા હતા. પણ એવું લાગતું હતું કે જાણે પોતાનું અસહ્ય દુઃખ અને વેદનાઓનો છંટકાવ કરી ના રહ્યા હોય !

બીજી બાજુ કવિશે મનમાં કંઈક વિચારીને .... સફેદ સાડીને લાલપીળી બાંધણીમાં દોરી દીધી. એટલામાં જ કાવ્યનો ફોન આવ્યો, પ્રદર્શનમાં આવે છે ને ? હું તારી આતુરતાથી રાહ જોવું છું...

ના... જો આપણી હજુ એક જ મુલાકાત થઈ છે. તું મને ભૂલી જજે. મારા ભાઈના અવસાનને ત્રણ મહિના થયા છે ઘરનું વાતાવરણ ખૂબ જ ગમગીન છે. એટલે મેં બધાની ખુશી માટે આ એક મોટો નિર્ણય લીધો છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational