છેલ્લો કોલ
છેલ્લો કોલ
છેલ્લો કોલ : અંધારી આલમનો ઇલમ
રાતના 2:17 વાગ્યા.
મયૂરના ફોનની સ્ક્રીન અચાનક ચમકી.
Unknown Number.
એણે કટ કરી દીધો.
પાંચ સેકન્ડમાં ફરી પાછી રીંગ.
આ વખતે ઉઠાવ્યો.
“મયૂર…તું હજી સૂતો નથી?, જાગે છે ને?”
અવાજ ભારે હતો, અને રાતના અંધારા જેવો કાતિલ પણ શાંત.
મુંબઈ શહેરનો સૌથી ઓળખીતો અવાજ.
મયૂરનું ગળું સુકાઈ ગયું. થૂંક ગાળતા....
“ર… રહેમાન ભાઈ?”.. ભાઈ...શું કહો છે....
“ભાઈ નહીં,” અવાજ આવ્યો, ભાઈ કહેવાનો હક્ક તને નથી...“હવે માત્ર રહેમાન.”
“પણ તમને તો—” છાપા ની વાત માનુ તો...
“અંધારી આલમમાં મરેલા માનવામાં આવ્યા છે.!!”
ફોન પર એક અટહાસ્ય. “રહેમાન કદી મરતો નથી, મયૂર. બચ્ચાં એ માત્ર ગાયબ થાય છે.”
મયૂર બેડ પરથી ઊભો થઈ ગયો. 16 ડિગ્રી એ ચાલતા એ સી મા તેને શરીરે પરસેવો વહેતો હતો.
“તારી પહે હવે માત્ર 12 મિનિટ છે,” રહેમાન બોલ્યો."
પણ ભાઈ “શા માટે? આજે મારો નબ્બર...?
“કારણ કે 12 મિનિટ પછી તું અને તારું જે કંઈ છે… એ બધું બંધ થઈ જશે.”
લાઇન કપાઈ ગઈ.
---
બહાર વરસાદ.મરીન લાઇન્સ
તરફથી આવતો પવન અટકી ગયો, તે પણ આજે અંધારી આલમ હસ્તક રહી, કંઈક છુપાવી રહ્યો હતો.
મયૂરએ એપાર્ટમેન્ટ ની બધી લાઈટ ચાલુ કરી.
અને દરવાજા લોક તથા બારીઓ બંધ.
તેણે ઘડિયાળ જોઈ —2:19 અમ,
પોલીસ સ્ટેશન ફોન લગાવ્યો
No Network.
શ્વાસ થમે ત્યાં તેનો ફોન ફરી રણકયો.
“તને યાદ આવ્યું કાંઈ , મયૂર?”
“2019. જેટી નંબર 24, મુંબઈ,ડોકયાર્ડ.અને રવિવાર ની રાત રાતના 11:40.”
મયૂરની આંખ સામે દ્રશ્ય ઝળહળી ઉઠ્યું.
કન્ટેનર.
લોહી.
અને એક અબળા સ્ત્રી નો કેડમાં બાળકને તેડી...રડવાનો અવાજ.

“તે સમિરને માર્યો,” રહેમાન બોલ્યો.
“એ મારી ભત્રીજી નો ખાવિંદ હતો. ગરીબ હતો. પણ ઈમાનદાર.”
“ભાઈ...એ મને બ્લેકમેલ કરતો હતો!” મયૂર ચીસ્યો.
“એ માત્ર સત્ય બોલતો હતો.”
---
ઘડિયાળ—2:25 AM
એપાર્મેન્ટ ની બહાર પગલાં.
ટક… ટક… ટક…
ફોન કાપવાની તેની હિમ્મત મરી ચુકી હતી..
મયુર, રસોડા મા પાણી પીવા ગયો, જુવે તો ફ્રિજની નીચે લાલ પાણી ફેલાતું હતું. ફોન કાપવાની તેની હિમ્મત મરી ચુકી હતી..
“ડર લાગ્યો ને ?” રહેમાનનો અવાજ.
રહેમ... રહેમાન ભાઈ...“તું તો ડોન છે, ભાઈ! ગરીબોનો મસીહા!"
“હા,” અવાજ શાંત હતો, “એટલે જ તો હવે તારે મરવું પડશે.”
“ભાઈ તો શું,તું મને મારી નાંખીશ?"
“ના. તું પોતે જ તૂટી, મરી જઈશ.”
---
ઘડિયાળ—2:29 AM
લાઈટ ઝબકવા લાગી.
“છેલ્લો પ્રશ્ન, મયૂર,”
“સમિરને માર્યા પછી, તે ક્યારેય એનાં માસુમ દીકરા વિશે વિચાર્યું?”
મયૂર રડી પડ્યો.
“એ માં- દીકરો હવે ક્યાં છે?”
“અંધારી આલમમાં,કોઈ માફી નથી ”માથા સામે માથું. રહેમાન બોલ્યો.
થોડી ક્ષણ શાંતિ.
પછી અવાજ આવ્યો—ખૂબ નજીકથી.
“હું હવે ફોન મા નથી બોલતો, મયૂર.”
મયૂરે રસોડા ની લોહીયાર ફર્સ થી નજર ઘુમાવી પાછળ વળ્યો.
અંધારું.
---
2:31 AM
બીજે દિવસે સમાચાર આવ્યા.
> “શહેરના જાણીતા બિલ્ડર મયૂર પટેલનું રહસ્યમય મોત.
પોલીસ અનુસાર હાર્ટ એટેક.”
પણ મયૂરના ફોનમાં છેલ્લી કોલ લિસ્ટમાં એક નામ સેવ હતું—
👉 Rehman Bhai – પોલિશ ગોટે હતી... અને છાપા મા હેડલાઇન... ભાઈ.. હજુ હયાત છે.
"મરીનલાઇન્સ પર ભર બપોરે વીજળી ચમકી… અને શહેરે ફરી ભાઈ ની યાદ પાકી કરી, ગરીબો નાં "માન "માટે — "રહેમાન" સદા હાજર રહે છે, ભાઈ કદી મરતો નથી."
મુંબઈ શહેર ફરી જાણતું થયું,ભાઈ કદી મરતો કે સૂતો નથી..
રહેમાન ગરીબોનો મસીહા હતો, છે અને રહેશે.
પણ જે ગરીબોના લોહીનાં મીનારા ઊભા હતા…એનાં જીવન ને માફી નથી હોતી .
---
પણ એ રાત પછી, Marine Linesના દરિયાઈ પવનમાં એક નવી ગંધ આવી ગઈ — ભયની નહીં, પણ રાહની.
રહેમાનનો અવાજ તો મયૂર સાથે મર્યો, પણ શહેરના Dockyard પર, જેટી નંબર 24 પાસે, સમિર ફરી દેખાયો.
માસૂમ આંખો. લોહીથી ભીંજાયેલો ટ.
અને એના હાથમાં — એક જૂનો ફોન.
Screen પર લખેલું: ભાઈ, હજુ ઇન્સાફ અધૂરો છે .
