શોધ
શોધ
શોધ.
જયારે મેં તેને પ્રેમ કર્યો... ત્યારે જ઼ તે ગુમ થયો..!!!
અને,
જયારે મેં તેને શોધ્યો,
ત્યારે,
ખબર પડી—
કે હું, આખી જિંદગી પોતાને જ શોધતી હતી.
એ શહેરન સ્ટેશન નાં આવેલા પ્લેટફોર્મ પર છેલ્લા બાંકડે,
હું ચાતક નજરે....દર સાંજે બેસી રહેતી.
ટ્રેન આવતી, લોકો ઉતરતા,
અને દરેક ચહેરામાં હું તેને શોધતી.
પણ એ ક્યાંય નહોતો.
એ જઈ ચુક્યો હતો, અને ગયો ત્યારે કોઈ ટહુકો કર્યો નહોતો.
ન કોઈ અલવિદા,
ન કોઈ ફરિયાદ.
ફક્ત સ્ટેશન નાં વેઇટિંગ રૂમમાં રહી ગયેલી
એની સુગંધ—
જે આજે પણ આ બાંકડની પટ્ટીઓ ની ધારોમાં શ્વાસ લેતી હોય એવું લાગે છે.
મેં તેને ન્યુઝ સ્ટેન્ડ નાં પુસ્તકોમાં શોધ્યો.
જે પાનાંએ અમે સાથે વાંચ્યા હતા,
એ પાનાં તો હવે મારી સામે છે જ઼. પરંતું
તે પાના ની વાર્તા ઓ શાંત શબ જેવી પડેલી છે.
શબ્દો હાથ વગા હતા,અને અર્થ ખોવાઈ ગયો હતો.
મેં તેને વરસાદમાં શોધ્યો.
દરેક ટીપું જ્યારે મારી આંખોનાં અશ્રુઓ ને મળતું ખારું લાગતુ હતું.
બાવરું તન પૂછી રહ્યું છે...
શું કે કદાચ એ પણ રડી રહ્યો છે?
મારા માટે…
પણ ક્ષણિક વરસાદ પછી રસ્તો પાછો સૂકો થઈ ગયો ,
અને હું ફરી એકલી.
એક દિવસ અચાનક
હું એ જગ્યાએ પહોંચી ગઈ.
જ્યાં અમે પહેલી વાર મળ્યા હતા.
એ જ બેન્ચ , એ જ ગુલમહોરનું વૃક્ષ,
પણ અમે નહોતા.
હું પણ નહિ અને એ પણ નહિ
ત્યાંરે સમજાયું—
કેટલીક વખત યાદો સદા જુવાન રહે છે. તે સમયની થાપાટો પછી પણ સાથે વૃદ્ધ થતી નથી.
સમય આખરે આપણને જ વૃદ્ધ બનાવે છે.
આમ હું થાકી અને હારી,
અને આખરે …
જયારે મેં તેને શોધવાનું છોડ્યું,
ત્યારે એ એક જગ્યાએ હાજર હતો.મેં તેને મારી અંદર જ઼ શોધી કાઢ્યો.
મારી શાંતિમાં, બેબાસી ભર્યા
મારા મૌન માં,
મારા દરેક અધૂરા શ્વાસમાં.
એ હવે મારી સાથે નથી,તે હકીકત છે,
પણ એ વિયોગ જ઼
મારી ઓળખ બની ગયો છે.
કારણ કે
કેટલાક ચાહેલા પ્રેમીનો પ્રેમ મેળવવા કે પામવા માટે નથી હોતો …
એ તો
આખી જિંદગી શોધતા રહેવા માટે જ હોય છે.
સ્ટેશનનાં બુક સ્ટોલ પર કોઈ ગીત ગુંજી રહ્યું હતું...
કભી કિસી કો મુકામ્બલ ઝંહાં નહિ મિલતા....
અંતે મારી શોધ સફળ થઈ. હવે મેં તેને શોધી લીધો હતો.
યાદો ચીર યુવાન રહેતી હોય છે, વીતે સમયે પણ ક્યારેય વૃદ્ધ થતી નથી,
એ તો સમયને હરાવીને સદા જીવંત રહેતી હોય છે…
વાંચન વિશેષ ~
મુકમ્બલ અને ઝાંહાં — બંને ઉર્દૂ/ફારસી મૂળના શબ્દો છે, જે ગુજરાતી-હિન્દીમાં પણ વપરાય છે.
1️⃣ મુકમ્બલ ( Mukammal)
અર્થ:
સંપૂર્ણ,પૂર્ણ, કલ્પના આધીન કે કોઈ ખામી વગર
---
ઝાંહાં (Jahan)
અર્થ:
જ્યાં,જે સ્થળે,સાથી કે સાથ કે દુનિયા, સંજોગ
ઉદાહરણ:
"કિસીકો મુકામ્બલ ઝાંહાં નહિ મિલતા"
કોઈને પણ (મુકમ્બલ ) મન ચાહ્યું (ઝાંહાં ) જગત નથી મળતું .
