STORYMIRROR

Jayshree Patel

Inspirational Others

3  

Jayshree Patel

Inspirational Others

ચાલશે - ૨

ચાલશે - ૨

2 mins
245

 સવારના દસ વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ફરી વધારી દીધી આ લોક ડાઉનની અવધિ. સાત સપ્તપદીના વચનો આપ્યા.

લોકોને વિનંતી કરી કે ફરી મે ૩ તારીખ સુધી ચલાવી લો ચાલશે ને અપનાવી લો. કાંઈ ખોટું નથી. આમેય આ ૪૩ડીગ્રી માં લૂ લાગી જાય એવા તાપમાં ઘરમાંથી બહાર નીકળી માંદા પડાત ને. . !

મુંબઈમાં આજુબાજુ હોસ્પિટલના પરિસરમાં રહેતી મારી સખી કહે છે કેટલા દિવસથી એમ્બ્યૂલન્સનો અવાજ નથી આવતો કેમ જાણો છો ? કારણ ચાલશે ને અપનાવ્યા પછી. . . બહાર નું જંક ફૂડ બંધ. . . આડેધડ ચાલતા વાહનોના અકસ્માત ઓછા થઈ ગયા. . પેટ્રોલ ને સીએનજી ના પર્યાવરણ પરના હુમલા બંધ થઈ ગયા. . ચાલશે હમણાં ઘરમાં જ સારા તો. . . નુકશાનને પ્રદુષણથી બચી ગયા.

હવે થોડા દિવસ ઘરમાં રહેતી ને હમેશાં ઘર ચલાવતી તમારા ઘરની બે ગૃહિણીઓ બા ને બીજી પત્ની. . . બેન દીકરી તો પછી આવે. . . પણ સવારથી ઊઠી કામે વળગતી આ બે ને જરૂર સમજજો. . જરૂરિયાત પડે તેને સવારથી હુકમ કરી કે ઊઠબેસ કરાવી . . પરેશાન ન કરશો. . જરૂર કહેશો તું રહેવા દે. . . મને ચાલશે નહીં તો હું કરી દઈશ. બેન ને દીકરીઓ પણ મમ્મી તો કરી લે છે કરશે ને ભૂલી જરૂર બીજા વીસ બાવીસ દિવસની કામગીરીને વહેંચી લેજો. . .  કારણ જાણો છો..લોકડાઉનમાં સૌથી વધુ એણે માનસિક રીતે ચાલશે ને અપનાવ્યું છે. માનસિક રીતે જરૂર એને સપોર્ટ કરજો.

વિદ્યાર્થીઓને આ વરસે તો આગળ વધવાની તક મળી ગઈ છે. . . તમારી પાસે કેટલું બધું શીખવાનો સમય આવ્યો છે. . ને મળ્યો છે. ફરી રામાયણને મહાભારતને જોવા ને સમજવાનો સમય મળ્યો છે. . . ટીવી પર જરૂર તેનો લાભ ઉઠાવશો તો ચાલશે થોડામાં ઘણુંઘણું સમજાઈ જશે. સારા સારા કિન્ડલ પર પુસ્તકો મળે તો ઉથલાવી કાઢશો. ઘરમાં તમારી પાસેની રમતો ને આજુબાજુ સેર કરી જરૂરબીજાની રમતો દ્વારા ચાલશેથી જરૂર ખોટા ખર્ચાથી બચી જશો.

દૂરીના સંબંધો કેવા સમજાવી ગયા કે માનવ તે તો પારકાના ઘર, વસ્તુ કે હુંસાતુસીને અપનાવ્યા હતા તો આજે તારે તારા ઘરને જ મહેલ માની જીવન જીવવાનો વારો આવ્યો છે. . . તારી તૂટેલી રકાબી ને જ ચાલશે કરી વહાલી કરી ચા કે કોફી કે નાસ્તો કરવાનો વારો આવ્યો છે. . . ચાલશે એ તો મોટો સંતોષ છે. . . એક સુંદર કાવ્ય યાદ આવે છે. . . કવિ સુન્દરમની. . .

એક કણ રે આપો,

આખો મણ નહિ માંગું,

એક કણ રે આપો, ભંડાર મારાં એ રહ્યાં.

કેટલો સંતોષ વ્યક્ત કર્યો છે ફક્ત અલ્પની જરૂર છે વિશ્વના ભંડારમાંથી. . . કેટલું ચાલશે !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational