STORYMIRROR

Kanala Dharmendra

Inspirational

4  

Kanala Dharmendra

Inspirational

"બોર્ન પરફેક્ટ"

"બોર્ન પરફેક્ટ"

2 mins
384

"પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. વ્હોટ અબાઉટ અ વુમન ?" મિસ વર્લ્ડની સ્પર્ધામાં મિસ ઇન્ડિયા દીપ્તિ શર્માને આ છેલ્લો પ્રશ્ન પુછાયો. ક્ષણનોયે વિલંબ કર્યા વગર તેણે જવાબ આપ્યો," વિમેન આર બોર્ન પરફેક્ટ." આ જવાબ સાથે જ તેણે મિસ વર્લ્ડનો ખિતાબ અને લોકોના દિલ જીતી લીધાં.


આ જવાબ આપતી વખતે તેની નજર સમક્ષ જે સ્ત્રી હતી, તે હતી તેની મા. પિતાજીએ છૂટાછેડા આપ્યાં બાદ, એકલાં હાથે માએ તેની અહીં સુધી પહોંચાડી હતી. દીકરીને મા-બાપ બે હોય એવી ખબર દીપ્તિને સ્કૂલમાંથી પડેલી અને બેની જરૂર તો આજ દિન સુધી નહોતી પડી. મા એકલી હતી પણ મજબૂત હતી.


તે ઘરે પહોંચી તો મીડિયાવાળાની ખૂબ ભીડ હતી. "મેમ પ્લીઝ, એક ઇન્ટરવ્યૂ...",નો સાદ ચારે બાજુથી આવી રહ્યો હતો. "મારા બદલે મારાં મમ્મી ઇન્ટરવ્યૂ આપશે કારણકે તે મને મારી કરતાંયે વધુ ઓળખે છે. બઘી ચેનલસવાળા સહમત થયાં.


"આપે એકલા હાથે દીપ્તિજીનો ઉછેર કઈ રીતે કર્યો ?"

"મોટાભાગની સ્ત્રીઓ પોતાના સંતાનોનો ઉછેર એકલાં હાથે જ કરતી હોય છે પણ લગ્નજીવન અકબંધ હોય તો બંનેને આપણે યશ આપતાં હોઈએ છીએ. હું તો એકલી જ હતી માટે મેં એકલાં હાથે ઉછેર કર્યો", બહુ સહજતાથી હેમલતાજીએ જવાબ આપ્યો.


"ગઈકાલના જ છાપામાં છે કે તમારા એક્સ હસબન્ડે ત્રીજા લગ્ન કર્યા અને કહ્યું કે હવે મારી જોડી પરફેક્ટ બની છે. તો તમને ક્યારેય બીજા લગ્ન કરી પરફેક્ટ બનવાનું મન ના થયું ?"

"નો બિકોઝ વિમેન આર બોર્ન પરફેક્ટ....

હેમલતાજીના આ જવાબ સાથે બધાને જાણે બધા જ પ્રશ્નોના ઉત્તર મળી ગયાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational