Bharat Thacker

Inspirational

3  

Bharat Thacker

Inspirational

બોણી પ્રેમ અને ખૂદ્દારીની

બોણી પ્રેમ અને ખૂદ્દારીની

2 mins
587


બેટા, હમણા બોણી થશે અને બોણીના પૈસા આવે એટલે હું તારા માટે દૂધ લાવી આપુ. ખાલી ગલ્લાને ખંખોડતા ખંખોડતા, રડતા બેટાને શાંત રાખવાની કોશીષ કરતા એ વિધુર બાપ કરશને દીકરાને સાંત્વના આપતા કહ્યું. એ વિધુર બાપનો પુત્ર પ્રેમ અને મજબૂરી એની આંખમાં ઝળકતા હતા.

 હું ત્યાંથી પસાર થતો હતો અને મારા કાને આ શબ્દો પડ્યા. હું થંભી ગયો અને મને હાલે જરૂરિયાત ન હોવા છતાં તેની બોણી થાય એટલે શાક લેવા હું ઉભો રહી ગયો. મારો એક વણલખ્યો નિયમ રહ્યો છે કે જ્યાં સુધી બને ત્યાં સુધી ખરીદી હંમેશા ગરીબ હોય એવા કે જેનો ધંધો ઓછો ચાલતો હોય એવા લોકો પાસે થી જ કરવી.

હું શાક લેવા ઉભો એટલે એની આંખોમાં એક ચમક આવી ગઇ. થોડીઘણી દેખાવ ખાતર રકઝક કરીને મેં પુછયું કે કેટલા થયા તો તેણે કહ્યં કે સાહેબ ૪૦ રૂપિયા. મેં એને ૫૦ની નોટ આપી એટલે એણે ગલ્લાને નોટ અડાળીને કહ્યં કે 'સાહેબ આ મારી આજની બોણી છે' અને તેના ખિસ્સામાં રહેલ એક માત્ર ૧૦ની નોટ પાછી આપવા હાથ લાંબો કર્યો.

મેં કહ્યુ 'રહેવા દે, આ તારી આજની બોણી છે એટલે તું રાખી લે.'

'ના સાહેબ, એમ ના થાય. તમે એક કામ કરો સાહેબ, આ ચાર જામફળ લઇ લ્યો તો હું એના ૧૦ રૂપિયા લગાવીશ.' મેં એ ચારેય જામફળ લઇ લીધા.

આ જ સુધી મને એ જામફળ જેવી મિઠાશ ક્યારેય ચાખવા નથી મળી.

‘માનવ મુલ્યોની દુનિયા હોય અલગ,

નોખી છે એની વાત

પ્રેમ અને ખૂદ્દારી ક્યાં જોતી હોય છે,

અમીરી-ગરીબી કે જાત’


Rate this content
Log in

Similar gujarati story from Inspirational