Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Anami D

Drama Tragedy


3  

Anami D

Drama Tragedy


બ્લૉક

બ્લૉક

3 mins 483 3 mins 483

બ્રેકઅપના એક વર્ષ પછી ઇન્સ્ટાગ્રામ પર અર્પિતાના મેસેજના આજે મલય તરફથી રીપ્લાય આવી રહ્યાં છે પણ અર્પિતાને આ વાત ચિંતાજનક લાગી રહી છે. રાતના બાર વાગવા આવ્યાં છે. 

અર્પિતાને આજે મલયનું વર્તન અજુગતું લાગી રહ્યું છે. એનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. એને ગભરામણ થવા લાગી. મન વિચલિત થઈ ઉઠ્યું. અચાનક પ્રશ્ન થયો કે મલય ઠીક તો હશે ને ? ઠીક જ હશે !! અર્પિતા એ ધારી લીધું. 

પણ શા માટે ધારણાઓ બાંધવી ? ધારી લેવું અને પછી પોતાની ધારણાઓને જ સત્ય માની લેવું આ ટેવને કારણે જ તો આજે અર્પિતા એનાં મલયથી દૂર હતી. 

આજથી આ ટેવ નહીં સુધારું તો ક્યારથી સુધારીશ ? અર્પિતા એ ખુદને પ્રશ્ન કર્યો. 

કોલ કરું ? ને તરત જ મલયને મેસેજ કરીને પૂછી લીધું. 

સામેથી રીપ્લાયમાં જીભ બહાર કાઢતું ઇમોજી આવ્યું.

વેઇટ હું કોલ કરું છું.. અર્પિતાએ મેસેજ સેન્ડ કરતા ભેગું જ હેન્ડ્સ ફ્રી લગાવ્યા અને નંબર ડાયલ કર્યો. 

બ્રેકઅપના એક વર્ષ પછી પણ અર્પિતાને એક અડધી સેકન્ડ ન થઈ નંબર ટાઈપ કરીને ડાયલ કરતા. 

રિંગ જતાંની સાથે જ સામેથી કોલ રિસીવ થયો ને રિસીવ થતાની સાથે જ અર્પિતા બોલી ઉઠી ,"હેલ્લો..." 

સામે છેડેથી કોઈ અવાજ નથી આવતો. 

હેલ્લો... હેલ્લો... 

મલય...

ઠીક છો ને તમે ?

હેલ્લો... મલય....

શું થયું ? 

મલય....

અર્પિતા ક્યાંય સુધી બોલતી રહી. 

પછી શાંત થઈ ગઈ.

કેમ નથી બોલતાં..? ઘરે બધા સુતા હશે...કોઈ હશે આસપાસ..શું હશે !! અર્પિતા એ મનમાં જ ધારણાઓ બાંધી.

સામેથી ક્યારેક ઊંડા શ્વાસ લેવાનો તો ક્યારેક પુસ્તકના પાનાંઓ ફેરવવાનો અવાજ આવતો રહ્યો. 

થોડી થોડીવારે અર્પિતા મલયનું નામ લેતી રહી. પરંતુ મલય તરફથી કોઈ જવાબ ન આવ્યો. 

અર્પિતા બેડ પર આડી પડી. મલયના મૌન સંગીતને માણતી રહી. પુસ્તકના પાનાં ફેરવવાનો અવાજ પણ આટલો મધુર હોઈ શકે છે એ વાત અર્પિતાએ આજે પ્રથમવાર જાણી.

કૉલ ચાલું થયો એ વાતને ચાલીસ મિનિટ જેવું થઈ ગયું છે. બંન્નેમાંથી કોઈએ ના તો કોલ કટ કરવાની દરકાર કરી ના તો વાત કરવાની. 

અર્પિતા... અર્પિતા...

પોતાના નામનો સાદ સાંભળી ને અર્પિતા સફાળી જાગી ગઈ.

ફોન બાજુમાં પડેલો.

હેન્ડ્સ ફ્રી કાનમાંથી નીકળી ને ગળે વીંટળાયેલ હતાં.

દરવાજો ખટખટાવવાનો અવાજ આવ્યો.

અર્પિતા... અર્પિતા બહારથી બૂમો સંભળાઈ.

અર્પિતા ઊભી થઈ અને ઘરનો મેઈન દરવાજો ખોલ્યો.

ઘરના સભ્યો કે જે સોસાયટીમાં જ એક પ્રસંગમાં હાજરી આપવા ગયેલાં એ પાછાં ફર્યા હતા. અર્પિતાની તબિયત ખરાબ હોવાથી એ એકલી ઘરે હતી. 

અર્પિતા એ બેડ પર આવીને આંખો ચોળતાં ચોળતાં મોબાઈલ જોયો. 

મોબાઈલ બંધ હતો. સ્વિચ ઑફ થઈ ગયો હતો.

હા બેટરી ઓછી હતી નહિ!!! અર્પિતા મનમાં જ બબડી. ફોન ચાર્જ કરવા મૂકીને પાછી સુઈ ગઈ.

સવારે ઉઠીને સૌ પ્રથમ ઇન્સ્ટાગ્રામ ખોલ્યું ને મલયને મેસેજ કર્યો. 

"આઈ એમ સોરી મલય. 

ખબર નહિ મને ક્યારે ઊંઘ આવી ગઈ હતી અને પછી જાગી ત્યારે જોયું તો ફોન સ્વીચઑફ થઈ ગયો હતો. 

તમારો અવાજ પણ મને સાંભળવા ન મળ્યો. મને તમારો અવાજ સાંભળવો છે. એક છેલ્લી વાર કોલ કરું ?"

થોડીવાર પછી મલયનો રીપ્લાય આવે છે.

"ના...

હવે કોઈ કોલ નહીં કોઈ મેસેજ નહીં...

હું તને બ્લોક કરું છું..."

"હું મેસેજ કરું છું એટલે ને ? હવે નહીં કરું પણ બ્લોક ન કરો પ્લીઝ" અર્પિતા એ સામે મેસેજ કર્યો.

"ના... તું બ્લોક જ સારી છે."

"પણ કેમ ..?"

"તારાં માટે..."

પછી અર્પિતા એ મેસેજ તો કર્યા પણ સીન ન થયાં એટલે અર્પિતા એ પ્રોફાઈલ ચેક કરી જોઈ પણ મળી જ નહીં. 

પછી અર્પિતા જુએ છે તો એમનો કોલ એક કલાક અને સત્તર મિનિટ સુધી ચાલુ હતો. આટલીવાર સુધી કોલ ચાલુ હતો તેમ છતાં મલયે એકવાર હેલ્લો પણ ન બોલ્યું. અર્પિતા રડવાં લાગી.

બ્રેકઅપના એક વર્ષ પછી આજે ફરી એકવાર અર્પિતાએ મલયથી અલગ થવાનું દુઃખ સહન કર્યું અને આ વખતે પણ વાંક એની ધારણા બાંધવાની ટેવનો જ હતો. 


Rate this content
Log in

More gujarati story from Anami D

Similar gujarati story from Drama