બિન પરંપરાગત લગ્નની સફળતા
બિન પરંપરાગત લગ્નની સફળતા
આ વાત છે 1950 ની સાલની જ્યારે લગ્ન એ પરંપરાગત એકજ ઘોરમાં કરવામાં આવતા ત્યારની વાત છે.
મીરા, સલોની, લતા અને કુસુમ બધી બહેનપણી શાળામાં સાથે જતી માંડ પંદરની થઈ હશે ત્યાં તો ઘરમાં બધાને એમના લગ્નની ચિંતા થવા લાગી. આ લોકો જે ગામમાં રહેતા તે ગામમાં એવો નિયમ કે ગામમાં રહેતા છોકરા સાથે જ લગ્ન કરવું. . ગામમાં ઘણા બધા છોકરા પૈસે ટકે સુખી ઘરના જવાબદારી વિના માતા પિતા સાથે રહેતા અને એ જે બતાવે એમની સાથે લગ્ન કરી ગામમાંજ સેટ થતા. મીરા કુસુમ અને સલોની પોતાના ફળિયાના છોકરાઓ સાથે ગોઠવાતા ખુશ હતા. વાત લતાની હતી અને બીજા ફળિયાનો છોકરો એની સાથે ભણતો. એ એને ખૂબ પ્રેમ કરતી એટલે એને બધી મિત્રને વાત કે મારાબાપા મારુ લગન આની સાથે નહીં કરવા દે તું કાઈ વિચાર.
બધા ભેગા થઈ લતાને ભગાડવાનો પ્લેન બનાવે છે. લતાએ પોતાના પ્રેમી ધીરજને કહેવડાવ્યું કે રાતે તૈયાર રહેજો. . રાતના એક વાગ્યો છે ગામડામાં ફળિયામાં બધા સુતા છે લતાના ઘર પાસે બહાર ઓસરીમાં લતાના બાપુજી સૂતા છે. લતા ઘરમાં છે ધીરજ અને એના મિત્રોએ ફિયાટ કાર એ જમાનામા મંગાવી છે જે ફળિયાની બહાર અંધારી ગલીમાં ઊભી છે હવે લતાને ઘરમાં ખબર કરવાની છે કે તું પાછળ વડાના ભાગે આવી જા. હવે તને ખબર આપે કોણ એટલે ધીરજે એના મિત્ર ને કહ્યું તું જા એટલે એણે લતાના ઘરે જઈ ઓસરીમાં બાપુજી સૂતા છે તોય બૂમો પાડી લતા ઓ લતા.
લતા સમજી ગઈ લતાના બાપુજી ઊઠી ગયા. કોણ છે આટલી રાતે ? એ તો હું જગલો તમારો પાડોશી ઊંઘ નથી આવતી એટલે બેઠો છું, ને લતાએ કમાડ ઊઘડ્યું ને દોટ મૂકી ગાડીમાં બેસી ગઈ બંને પ્રેમી પંખીડા થોડો વખત સુરત રહ્યા ધીરાજને પ્રેસમાં નોકરી મળી ત્યારબાદ ઘણો વખત થયો પણ એમના લગ્ન લતાના ઘરનાઓએ ના સ્વીકાર્યા ગામડામાં આબરૂ ગઈ પછી કોઈ ના સ્વીકારે અને સાચે લતાના માં બાપે પોતાનાથી અલગ નાત એટલે જમાઈ બ્રાહ્મણ નથી વાણીયો છે એટલે સબંધ ના સ્વીકાર્યો પણ લતાએ એનો કોઈ અફસોસ કર્યા વગર સુખેથી રહેવા લાગી.ને થોડા વખતમાં એને પાછું ગામમાં રહેવા આવવાનું થયું . એણે પોતાની રીતે જે દુનિયા બનાવી હતી એ એટલી સુંદર હતી એક દીકરો દીકરી અને સુખી સંસાર.
પૈસા ની કોઈ તંગી નહીં ગામડે આવી પિતાની ખેતી કરી ગામમાં એક પૈસાદાર ખેડૂત તરીકે ધીરજે નામ મેળવ્યું અને લતાને પોતાના એ નિર્ણય પર ક્યારેય અફસોસ ના થયો. . આજે પણ એ વાત યાદ કરી લતા પિતાને ભાગ્યશાળી માને છે. . . બિન પરંપરાગત લગ્ન પણ વારસો પહેલા આટલા સફળ થતા હતા એ આ ઉત્તમ ઉદાહરણ છે.

