ઈર્ષા મારી જાત સાથે
ઈર્ષા મારી જાત સાથે
જ્યારે હું ઈર્ષા અનુભવું છું, ત્યારે મારી ઈર્ષા કોઈ વ્યક્તિ કે વસ્તુ માટે નથી હોતી,પણ મને ખુદને મારી જાત માટે થાય છે, કે આટલું બધું દુનિયામાં કામ છે ને મને ફક્ત બીજા કરે એજ સારું કેમ લાગે છે. મને કોઈનો પ્રતિભાવ જોઈ ઈર્ષા આવે કે મારામાં કેમ નથી આવતો કેમ હું એના જેવી ન બની શકું, મને મારી જાત ને ઇંપ્રુવ કરવા માટે બીજાને જોઈને ઈર્ષા આવે છે. મારી જાત પ્રત્યે મારાથી જે નથી થઇ શકતું ને બીજા સરળતાથી કરી લે એજ ઈર્ષા. બાકી ઈર્ષા તો ના જ કરવી જોઈએ એ મને પણ ખબર છે પણ દુનિયામાં કોઈ વ્યક્તિ ઈર્ષા કર્યા વગર રહ્યું નથી એ પણ એટલુંજ સત્ય છે.