કુરબાની
કુરબાની
આજે રેખાબેન રુહીને કહેતા હતા બેટા તું લગ્ન ના કરીશ નહિ તો મારો સહારો કોણ બનશે ? આ દારૂડિયો તારો બાપ ને દીકરો પણ એમના જેવો છે, ત્યાંજ દિકરી બોલી માં તું ચિંતા ના કર હું જ્યાં જઇશ ત્યાં તને મારી સાથે રાખીશ ને હું લગ્ન નથી કરવાની .. તારી હાલત જોઈ એવું લાગે છે કે સ્ત્રી લાચાર છે, પણ હું મારા પગ પર ઉભી છુ તો એવું લાગે છે સ્ત્રી મા શક્તિ છે, ને હું તારી શક્તિ છું માં.
