બિલ
બિલ
સુમધુર અવાજે એણે કહ્યું,
"સર, ઓનલાઈન પેમન્ટ કરશો કે કેશ ?"
આજ સવાલથી કાલે મગજમાં ઘંટડીનો રણકાર થયો હતો અને આજે હથોડા વાગવાનો અહેસાસ.
"જી"
અને મેં જેટલું કાલે ઉત્સાહથી ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું તેટલી જ નિરુત્સાહ સાથે આજે રોકડા ધર્યા.
બિલ ઉપર નજર કરી તો આંખો ખુલ્લી રહી ગઈ કેમ કે, કાલના હોટેલના જમવાના બિલ કરતાં આજે દવાખાનાનું બિલ વધુ આવ્યું હતું.
